Search for a command to run...
18 Mar 1971
વિજયી બનવા માટે સંગ્રહ અને સંગ્રામ ની શક્તિ આવશ્યક
18 March 1971 · ગુજરાતી
આજે વિશેષ ભઠ્ઠી વાળાનાં માટે બોલાવ્યાં છે. ભઠ્ઠી વાળાઓએ કઈ-કઈ ધારણાઓ કરી છે - તે જોઈ રહ્યાં છે. આજે ખાસ બે વાતોની ધારણાઓ દરેકનાં આ સાકાર ચિત્ર દ્વારા જોઈ રહ્યાં છે. બે શક્તિઓની ધારણાઓ જોઈ રહ્યાં છે કે ક્યાં સુધી દરેકે પોતાની યથાશક્તિ ધારણા કરી છે. તે બે શક્તિઓ કઈ જોઈ રહ્યાં છે? એક તો સંગ્રહ કરવાની શક્તિ અને બીજી સંગ્રામ કરવાની શક્તિ. સંગ્રહ કરવાની શક્તિ પણ અતિ આવશ્યક છે. તો જે ભઠ્ઠીમાં જ્ઞાન-રત્નોની ધારણા મળી છે, તેનો બુદ્ધિમાં સંગ્રહ રાખજો અને આ સંગ્રહ કરવાથી જ લોક-સંગ્રહ કરી શકશો. એટલે સંગ્રહ કરવાની અને પછી સંગ્રામ કરવાની શક્તિ-બંનેવ જરુરી છે. બંનેવ શક્તિઓ ધારણ કરી છે? બંનેમાં કોઈની પણ કમી હશે તો કમી વાળા ક્યારેય પણ સદા વિજયી નથી બની શકતાં. જેનામાં જેટલી સંગ્રહ કરવાની શક્તિ છે એટલી જ સંગ્રામ કરવાની પણ શક્તિ રહે છે. બંને શક્તિઓ ધારણ કરવાં માટે ભઠ્ઠીમાં આવ્યાં છો. તો શક્તિસ્વરુપ બન્યાં છો? ભઠ્ઠી થી કયા વરદાન પ્રાપ્ત કર્યા છે? ભક્તિમાર્ગ માં વરદાન આપે છે ને - પુત્રવાન ભવ, ધનવાન ભવ. પરંતુ આ ભઠ્ઠી થી શું મુખ્ય વરદાન મળ્યું? શિક્ષક બન્યાં કે માસ્ટર વરદાતા પણ બન્યાં? એક વરદાન મળ્યું શક્તિવાન ભવ, બીજું વરદાન મળ્યું સદૈવ અવ્યક્ત એકરસ અવસ્થા નું. આ બંનેય વરદાનોમાં બંનેય વાતો સમાયેલી છે. આ બંનેય વરદાન પ્રાપ્ત કરીને સંપત્તિવાન બનીને પોતાનું પ્રેક્ટિકલ સબૂત દેખાડવાં માટે જવાનું છે. એવું નહીં સમજતાં કે ઘરે જઈ રહ્યાં છીએ અથવા પોતાનાં સ્થાન પર જઈ રહ્યાં છીએ. પરંતુ જે શક્તિઓ કે વરદાન લીધાં છે તેમને પ્રેક્ટિકલ કરવા માટે વિશ્વ સ્ટેજ પર જઈ રહ્યાં છીએ, એવું સમજવાનું છે. સ્ટેજ પર એક્ટર ને કઈ મુખ્ય વાતો ધ્યાન માં રહે છે? અટેન્શન (ધ્યાન) અને એક્યૂરસી (ચોકસાઈ) - આ બંનેય વાતો યાદ રહે છે. એમ જ તમે લોકો પણ હવે સ્ટેજ પર એક્ટ (કર્મ) કરીને બાપદાદાને પ્રત્યક્ષ કરવા માટે જઈ રહ્યાં છો. તો આ બંનેય વાતો યાદ રાખજો. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં અટેન્શન અને એક્યુરેટ. નહીં તો બાપદાદાને પ્રત્યક્ષ કરવાનો શ્રેષ્ઠ પાર્ટ ભજવી નહીં શકો. તો હવે સમજ્યાં, શું કરવાં જઈ રહ્યાં છો? બાપદાદાને પ્રત્યક્ષ કરવાનો પાર્ટ ભજવવા જઈ રહ્યાં છો. આ લક્ષ્ય રાખીને જજો. જે પણ કર્મ કરો પહેલાં એ જુઓ કે આ કર્મ દ્વારા બાપદાદાની પ્રત્યક્ષતા થશે? એવું પણ નહીં કે ફક્ત વાણી દ્વારા પ્રત્યક્ષ કરવાં છે. પરંતુ દરેક સમયનાં, દરેક કર્મ દ્વારા પ્રત્યક્ષ કરવાનાં છે. એવાં પ્રત્યક્ષ કરો જે બધી આત્માઓનાં મુખથી એવાં બોલ નીકળે કે આ તો એક-એક જાણે સાક્ષાત્ બાપનાં સમાન છે. તમારું દરેક કર્મ દર્પણ બની જાય, જે દર્પણ થી બાપદાદાનાં ગુણો અને કર્તવ્યનું દિવ્ય રુપ અને રુહાનિયત નાં સાક્ષાત્કાર થાય. પરંતુ દર્પણ કોણ બની શકશે? જે ન ફક્ત સંકલ્પોને પરંતુ આ દેહ-અભિમાનને પણ અર્પણ કરશે. જે દેહ-અભિમાનને અર્પણ કરે છે તેમનું દરેક કર્મ દર્પણ બની જાય છે, જેમ કોઇ વસ્તુ અર્પણ કરાય છે તો પછી તે અર્પણ કરેલી વસ્તુ પોતાની નથી સમજવામાં આવતી. તો આ દેહનાં ભાનને પણ અર્પણ કરવાથી જ્યારે પોતાપણું મટી જાય છે તો લગાવ પણ મટી જાય છે. એવાં સમર્પણ થયાં છો? એવાં સમર્પણ થવા વાળાની નિશાની શું હશે? એક તો સદા યોગયુક્ત અને બીજું સદા બંધનમુક્ત. જે યોગયુક્ત હશે તે બંધનમુક્ત જરુર હશે. યોગયુક્ત નો અર્થ જ છે દેહનાં આકર્ષણનાં બંધન થી પણ મુક્ત. જ્યારે દેહનાં બંધન થી મુક્ત થઈ ગયાં તો સર્વ બંધનમુક્ત બની જ જાય છે. તો સમર્પણ અર્થાત્ સદા યોગયુક્ત અને સર્વ બંધનમુક્ત. આ નિશાની પોતાની સદા કાયમ રાખજો. જો કોઈપણ બંધનયુક્ત હશે તો યોગયુક્ત નહીં કહેવાશે. જે યોગયુક્ત હશે તો તેમની પરખ એ પણ હશે - જે તેમનો દરેક સંકલ્પ, દરેક કર્મ યોગયુક્ત હશે. કારણ કે જે પણ યુક્તિઓ સર્વ પ્રકારની મળી છે તે યુક્તિઓની ધારણાઓને કારણે યુક્તિયુક્ત અને યોગયુક્ત રહેશે. સમજ્યાં, પરખ ની નિશાની? એનાથી પોતે પોતાને સમજી શકો છો કે ક્યાં સુધી પહોંચ્યાં છીએ, એટલે કહ્યું કે સંગ્રહ અને સંગ્રામની શક્તિ, બંને ભરીને જજો. રીઝલ્ટ શું જોયુ? સર્ટિફિકેટ મળ્યું? એક, સ્વયં પોતાનાંથી સેટિસ્ફાઈડ (સંતુષ્ટ) થવાનું સર્ટિફિકેટ લેવાનું છે, બીજું, સર્વ ને સેટિસ્ફાઇડ કરવાનું સર્ટીફિકેટ લેવાનું છે. ત્રીજું, સંપૂર્ણ સમર્પણ બનવાનું.
સમર્પણ એ નથી કે આબુમાં આવીને બેસી જાઓ. તો સમર્પણ થવાનું પણ સર્ટિફિકેટ લેવાનું છે. ચોથું, જે પણ જ્ઞાનની યુક્તિઓ મળી તેને સંગ્રહ કરવાની શક્તિ નું સર્ટિફિકેટ પણ લેવાનું છે. આ ચાર સર્ટિફિકેટ પોતાનાં ટીચરથી લઈને જજો. કોઈ વાતમાં ૧૦૦ માર્કસ પણ આ ગ્રુપને છે. તે કઈ વાત? પુરુષાર્થ નાં ભોળપણ માં ૧૦૦ ટકા છે. પુરુષાર્થ માં ભોળપણ જ અલબેલાપણું છે. અને એક વિશેષ ગુણ પણ છે. તે એ છે કે બધાંને પોતાનાંમાં પરિવર્તન કરવાની તીવ્ર ઈચ્છા જરુર છે. એટલે બાપદાદા આ ગ્રુપને ઉમ્મેદવાર ગ્રુપ સમજે છે. પરંતુ ઉમ્મીદો ત્યારે પૂરી કરી શકશો જ્યારે સદૈવ નમ્રચિત્ત બનીને ચાલશો. ઉમ્મેદવાર ક્વોલિટી છો પરંતુ ક્વોલિટીઝ (વિશેષતા) મળી છે તેને ધારણ કરતાં ચાલશો તો પ્રત્યક્ષ સબૂત આપી શકશો. સમજ્યાં?
જ્ઞાનનું સાજ (સંગીત) સાંભળવામાં અને રાઝ (રહસ્ય) સાંભળવામાં સારાં છે, પરંતુ હવે શું કરવાનું છે? રાઝયુક્ત બનવાનું છે. યોગ સારો છે પરંતુ યોગયુક્ત બનવાનું છે. બંધનમુક્ત બનવાની ઈચ્છા છે પરંતુ પહેલાં દેહ-અભિમાનનું બંધન તોડવાનું છે. પછી સર્વ બંધનમુક્ત જાતે જ બની જશો. સમજ્યાં? હવે એ જ કોશિશ કરજો. સબૂતમૂર્ત્ત અને સપૂત બનવાનું છે. શક્તિવાન અને સંપત્તિવાન બન્યાં છો? દરેકે પોતે પોતાનાંથી પ્રતિજ્ઞા પણ કરી છે. જે પ્રતિજ્ઞા કરાય છે તેને પૂર્ણ કરવા માટે પાવર (શક્તિ) પણ અવશ્ય ભેગી કરજો. કેટલું પણ સહન કરવું પડે, સામનો કરવો પડે પરંતુ પ્રતિજ્ઞા ને પૂરી કરવાની જ છે. એવી પ્રતિજ્ઞા કરી છે? ભલે આખાં વિશ્વની આત્માઓ મળીને પણ પ્રતિજ્ઞા થી હટાવવાની કોશિશ કરે, તો પણ પ્રતિજ્ઞા થી નહીં હટશું પણ સામનો કરીને સંપૂર્ણ બનીને જ દેખાડશું. એવી પ્રતિજ્ઞા કરવા વાળાનું યાદગાર બનેલું છે - અચળઘર. તો સદૈવ એ યાદ રાખજો કે જેવું અમારું યાદગાર છે તેવું હવે બનવાનું જ છે. આ તો સહજ છે ને. સ્થૂળ નિશાનીને યાદ રાખવાથી નશો અને નિશાન યાદ રહેશે. એ જરુર પોતાને સમજવાનું છે કે આખાં વિશ્વમાંથી પસંદ કરેલી અમે વિશેષ આત્માઓ છીએ. જેટલી વિશેષ આત્માઓ એટલી તેમનાં દરેક કર્મમાં વિશેષતા હોય છે. વિશેષ આત્મા છો ને. ઓછાં નથી.
બધાં મધુબન-નિવાસીઓએ પોતાને પ્રેક્ટિકલ વિશેષ આત્માઓ દેખાડીને પોતાનાં આ ગ્રુપનું નામ બાલા (પ્રખ્યાત) કરવાનું છે. એવું જ લક્ષ્ય રાખજો કે કહેશું ઓછું, પરંતુ કરીને દેખાડશું. તમારાં આ ગ્રુપની આ વિશેષતા જોશે. સ્ટેજ પર જઈને એવો પાર્ટ ભજવજો જે બધાં વન્સ મોર (Once more; ફરી એકવાર) પણ કરે. સમજ્યાં? તમારી નિમિત્ત ટીચર તમારાં ગ્રુપને વારંવાર નિમંત્રણ આપે. બીજાં ગ્રુપ ને એક એકઝામ્પલ (ઉદાહરણ) બનીને દેખાડવાનું છે. કોઈ સારું કર્મ કરીને જાય છે તો તે વારંવાર યાદ આવે છે. તો આ ગ્રુપ પણ એવી કમાલ કરીને દેખાડે. અચ્છા.
\\
જે દેહ-અભિમાન ને અર્પણ કરે છે એમનું દરેક કર્મ દર્પણ બની જાય છે, જેમ કોઈ વસ્તુ અર્પણ કરાય છે તો પછી તે અર્પણ કરેલ વસ્તુ પોતાની નથી સમજવામાં આવતી. તો આ દેહનાં ભાન ને પણ અર્પણ કરવાથી જયારે પોતાપણું મટી જાય છે તો લગાવ પણ મટી જાય છે.