Search for a command to run...
25 Mar 1971
ન્યારા અને વિશ્વનાં પ્યારા બનવાની વિધિ
25 March 1971 · ગુજરાતી
બધાં પોતાનાં અલૌકિક અને પારલૌકિક નશા અને નિશાના માં સદૈવ રહો છો? અલૌકિક નશો અને નિશાન અને પારલૌકિક નશો અને નિશાન, બંનેવ ને જાણો છો? બંનેવ માં ફરક છે કે એક છે? અલૌકિક નશો અને નિશાન થયાં આ ઈશ્વરીય જન્મનાં અને પારલૌકિક નશો અને નિશાન થયાં ભવિષ્ય જન્મનાં. તો ઈશ્વરીય જન્મ નો નશો અને નિશાન યાદ રહે છે? સાથે-સાથે પારલૌકિક અર્થાત્ ભવિષ્યનો નશો અને નિશાન યાદ રહે છે? જો બંનેય દર સમયે રહે તો શું બની જશો? અલૌકિક નશા અને નિશાના થી બનશો ન્યારા અને પારલૌકિક નશા અને નિશાના થી બનશો વિશ્વનાં પ્યારા. તો બંનેવ નશા અને નિશાના થી ન્યારા અને પ્યારા બની જશો. સમજ્યાં?
હવે સૌથી ન્યારા બનવાનું છે. પોતાની દેહથી જ જ્યારે ન્યારા બનવાનું છે, તો બધી વાતોમાં પણ ન્યારા થઈ જશો. હવે પુરુષાર્થ કરી રહ્યાં છો ન્યારા બનવાનો. ન્યારા બનવાથી પછી સ્વતઃ જ બધાનાં પ્યારા બની જાઓ છો. પ્યારા બનવાનો પુરુષાર્થ નથી થતો, પુરુષાર્થ ન્યારા બનવાનો થાય છે. જો બધાનાં પ્યારા બનવું હોય તો પુરુષાર્થ શું કરવાનો છે? સર્વથી ન્યારા બનવાનો. પોતાનાં દેહ થી ન્યારા તો બનો જ છો પરંતુ આત્મામાં જે જૂના સંસ્કાર છે તેનાથી પણ ન્યારા બનો. પ્યારા બનવાનાં પુરુષાર્થ થી પ્યારા બનશો તો રિઝલ્ટ (પરિણામ) શું હશે? પ્યારા બનવાનાં બદલે બાપદાદાનાં દિલ રુપી તખ્ત થી દૂર થઈ જશો. એટલે આ પુરુષાર્થ નથી કરવાનો. કોઈપણ ન્યારી ચીજ પ્યારી જરુર હોય છે. આ સંગઠનમાં જો કોઇ ન્યારી ચીજ દેખાશે તો બધાનો લગાવ અને બધાનો પ્રેમ તેની તરફ ચાલ્યો જશે. તો તમે પણ ન્યારા બનો. સહજ પુરુષાર્થ છે ને. ન્યારા નથી બની શકતાં, તેનું કારણ શું છે? આજકાલનો લગાવ આખી દુનિયામાં કયા કારણ થી હોય છે? (એટ્રેક્શન પર) એટ્રેક્શન (આકર્ષણ) પણ સ્વાર્થ થી છે. આ સમયનો લગાવ સ્નેહ થી નથી પરંતુ સ્વાર્થ થી છે. તો સ્વાર્થ નાં કારણે લગાવ અને લગાવનાં કારણે ન્યારા નથી બની શકતાં. તો તેનાં માટે શું કરવું પડે? સ્વાર્થ નો અર્થ શું છે? સ્વાર્થ અર્થાત્ સ્વનાં રથ ને સ્વાહા કરો. આ જે રથ અર્થાત્ દેહ-અભિમાન, દેહની સ્મૃતિ, દેહનો લગાવ લાગેલો છે. આ સ્વાર્થ ને કેવી રીતે ખતમ કરશો? તેનો સહજ પુરુષાર્થ, ‘સ્વાર્થ’ શબ્દનાં અર્થ ને સમજો. સ્વાર્થ ગયો તો ન્યારા બની જ જશો. ફક્ત એક અર્થ ને જાણવાનો છે, જાણીને અર્થ સ્વરૂપ બનવાનું છે. તો એક જ શબ્દનો અર્થ જાણવાથી સદા એકનાં અને એકરસ બની જશો. અચ્છા.
આજે ટીચર્સ નાં ઉદ્દઘાટન નો દિવસ છે. સંપૂર્ણ આહુતિ નાખવાનું સામર્થ્ય છે? આ ગ્રુપ ઇન્ચાર્જ ટીચર્સ નું છે ને. હમણાં છો કે બનવા વાળી છો? મુખ્ય ધારણા એ જ છે કે સદૈવ પોતાની સંપૂર્ણ સ્થિતિનું અથવા પોતાનાં સંપૂર્ણ સ્વરુપનું આહવાન કરતાં રહો. જેમ કોઈનું આહવાન કરાય છે તો બુદ્ધિમાં એ જ સ્મૃતિ માં રહે છે ને. એવી રીતે સદૈવ પોતાનાં સંપૂર્ણ સ્વરુપ નું આહવાન કરતાં રહેશો તો સદૈવ એ જ સ્મૃતિમાં રહેશે. અને આ જ સ્મૃતિમાં રહેવાનાં કારણે રિઝલ્ટ શું થશે? આ જે આવાગમનનું ચક્ર ચાલતું રહે છે; આવાગમન નું ચક્ર કયું? ક્યારેક ઉંચ સ્થિતિ માં સ્થિત રહો છો, ક્યારેક નીચે આવી જાઓ છો. આ જે ઉપર-નીચે આવવાં જવાનું આવાગમન નું ચક્ર છે આ ચક્ર થી મુક્ત થઈ જશો. તે લોકો જન્મ-મરણનાં ચક્ર થી છૂટવા ઈચ્છે છે અને તમે લોકો આ જે સ્મૃતિ અને વિસ્મૃતિનું આવાગમન નું ચક્ર છે, તેનાથી મુક્ત થવાનો પુરુષાર્થ કરો છો. તો સદૈવ પોતાનાં સંપૂર્ણ સ્વરુપનું આહવાન કરવાથી આવાગમન થી છૂટી જશો અર્થાત્ આ વ્યર્થ વાતો થી કિનારો કરવાથી સદૈવ ચમકતાં લકી તારાઓ બની જશો. ઇન્ચાર્જ ટીચર બનવા માટે પહેલાં પોતાની આત્માની બેટરી ચાર્જ કરો. જેટલી જેમની બેટરી ચાર્જ છે એટલાં જ સારાં ઇન્ચાર્જ ટીચર બની શકો છો. સમજ્યાં? જ્યારે આ યાદ આવે કે હું ઇન્ચાર્જ છું, તો પહેલાં એ પોતાને પૂછો કે મારી બેટરી ચાર્જ થઇ છે? જો બેટરી ચાર્જ ઓછી હશે તો ઇન્ચાર્જ ટીચર માં પણ એટલી કમી દેખાશે. તો હવે શું કરવાનું છે? સારી રીતે બેટરી ચાર્જ કરીને પછી ઇન્ચાર્જ બનીને જજો. એમ જ ફક્ત ઇન્ચાર્જ નહીં બનીને જતાં. જો બેટરી ચાર્જ વગર ઇન્ચાર્જ બનશો તો શું થશે? ચાર્જ અક્ષર નાં બે-ત્રણ મતલબ થાય છે. એક છે બેટરી ચાર્જ, બીજું ચાર્જ અર્થાત્ ડ્યુટી પણ થાય છે અને ત્રીજું ચાર્જ અર્થાત્ દોષ ને કહે છે. કોઈના પર ચાર્જ (દોષ) લગાવે છે ને. તો ઇન્ચાર્જ હોવાથી જો બેટરી ચાર્જ છે તો પછી ઇન્ચાર્જ યથાર્થ રીતે બને છે. જો બેટરી ચાર્જ નથી, યથાર્થ રુપ નથી તો પછી ભિન્ન-ભિન્ન ચાર્જેઝ (દોષો) લાગી જાય છે. તો હવે સમજ્યાં, કેવી રીતે ઇન્ચાર્જ બનશો? ધર્મરાજપુરી માં પહેલાં ચાર્જ લગાવીને પછી સજા આપશે. તો જો બેટરી ચાર્જ નહીં હશે તો ચાર્જેઝ લાગશે. હવે એવાં બનીને જાઓ જે બધાંની નજરોમાં આ ગ્રુપ આવી જાય. બધાં અનુભવ કરે કે મોટાં તો મોટાં પરંતુ નાનાં સુભાન અલ્લાહ. એવું લક્ષ્ય રાખી, ભઠ્ઠી થી એવાં જ લક્ષણ ધારણ કરીને જજો. એવાં કોમળ થવાનું છે જે પોતાને જ્યાં વાળવાં ઈચ્છો ત્યાં વાળી શકો. કોમળ ચીજને જ્યાં વાળવાં ઈચ્છો ત્યાં વાળી શકો છો. પરંતુ સખત (કડક) ને કોઇ વાળી નથી શકતું. કોમળ બનવાનું છે પરંતુ શેમાં? સંસ્કાર વાળવામાં કોમળ બનો. પરંતુ કોમળ દિલથી બચીને રહેજો. આ લક્ષ્ય અને લક્ષણ ધારણ કરીને જવાનું છે. આ સ્નેહી અને સહયોગી બનવા વાળા ગ્રુપનાં માટે સ્લોગન છે - ‘અધિકારી બનશું અને અધીનતા ને મિટાવશું.’ ક્યારેય અધીન નહીં બનતાં - ભલે સંકલ્પોનાં, ભલે માયાનાં. બીજા પણ કોઈ રુપો નાં અધીન નહીં બનતાં. આ શરીરનાં પણ અધિકારી બનીને ચાલજો અને માયા થી પણ અધિકારી બની તેને પોતાની અધીન કરવાની છે. સંબંધની અધીનતા માં પણ નથી આવવાનું. ભલે લૌકિક, ભલે ઈશ્વરીય સંબંધની પણ અધીનતા માં નહીં આવતાં. સદા અધિકારી બનવાનું છે. આ સ્લોગન સદૈવ યાદ રાખજો. એવાં બનીને જ નીકળજો. જેમ કહેવત છે ને કે માન સરોવર માં નાહવાથી પરીઓ બની જતી હતી. આ ગ્રુપે પણ ભઠ્ઠી રુપી જ્ઞાન માનસરોવર માં નાહીને ફરિશ્તા બનીને નીકળવાનું છે.
જ્યારે ફરિશ્તા બની ગયાં તો ફરિશ્તા અર્થાત્ પ્રકાશમય કાયા. આ દેહની સ્મૃતિ થી પણ પરે. તેમનાં પગ અર્થાત્ બુદ્ધિ આ પાંચ તત્વોનાં આકર્ષણ થી ઊંચે અર્થાત્ પરે હોય છે. એવાં ફરિશ્તાઓને માયા અથવા કોઈપણ માયાવી ટચ નહીં કરી શકે. તો એવાં બનીને જજો કે ન કોઈ માયાવી મનુષ્ય, ન માયા ટચ કરી શકે. કુમારીઓની મહિમા ખૂબ ગવાયેલી છે. પરંતુ કઈ કુમારી? બ્રહ્માકુમારીઓની મહિમા ગવાયેલી છે. બ્રહ્મા કુમારી અર્થાત્ બ્રહ્મા બાપને પ્રત્યક્ષ કરવાં વાળી કુમારી. જે ટીચર્સ બને છે તેમણે ફક્ત પૉઇન્ટ બુદ્ધિમાં નથી રાખવાની કે વર્ણન કરવાની, પરંતુ પૉઇન્ટ રુપ બનીને પૉઇન્ટ વર્ણન કરવાની છે. જો સ્વયં પૉઇન્ટ સ્થિતિમાં સ્થિત નહીં હશો તો પૉઇન્ટ નો કોઈ પ્રભાવ નહીં પડે. એટલે પૉઇન્ટ ભેગી કરવાની સાથે પોતાનું પૉઈન્ટ રુપ પણ યાદ કરતાં જજો. જ્યારે કોપીઓ ભરો છો તો કોપીને જોઈ આ બધું ચેક કરજો કે સાકાર બ્રહ્મા બાપનાં ચરિત્રો ની કોપી બની છું? કોપી જે કરાય છે તે હૂબહૂ હશે ને. એવાં બાપ સમાન દેખાઓ. જણાવ્યું હતું ને કે જેટલી સમાનતા હશે એટલી સામનો કરવાની શક્તિ હશે. સમાનતા લાવવાથી સામનો કરવાની શક્તિ સ્વતઃ આવી જશે. અચ્છા.
આ ગ્રુપ ઓછું નથી. આટલું મોટું શક્તિદળ જ્યારે ખૂણે-ખૂણે સર્વિસ પર ફેલાઈ જશે તો શું થશે? અવાજ બુલંદ થઈ જશે - બ્રહ્માકુમારીઓની જય. હમણાં તો ગાળો આપે છે ને. અહીંયા જ તમારાં લોકોની સામે મહિમાનાં પુષ્પ ચઢાવશે. એટલે કહ્યું કે એવાં બનીને જજો જે જોતાં જ બધાનાં મુખથી આ અવાજ બુલંદ થઈ નીકળે. આ ગ્રુપે આ પ્રેક્ટિકલ પેપર આપવાનું છે. ચારે બાજુ બાપદાદા અને મદદગાર બાળકોની જય-જયકાર થઈ જાય. એવી શક્તિ છે? એકનાં સંગમાં રહેવાથી સંગદોષ થી છૂટી જશો. સદૈવ ચેકિંગ કરો કે બુદ્ધિ નો સંગ કોની સાથે છે? એકની સાથે છે? જો એકનો સંગ છે તો અનેક સંગદોષ થી છૂટી જશો. સંગદોષ અનેક પ્રકારનાં દોષ પેદા કરી દે છે. એટલે તેનું બહુ ધ્યાન રાખજો. એક બાપ બીજી હું, ત્રીજું ન કોઈ. જ્યારે એવી સ્થિતિ થશે તો પછી સદૈવ તમારાં લોકોનાં મસ્તક થી ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર થશે. અહીંયાનું જે યાદગાર છે તેમાં યોગની નિશાની શું દેખાડી છે? ત્રીજું નેત્ર. જો બુદ્ધિમાં ત્રીજું કોઈ આવી ગયું તો પછી ત્રીજું નેત્ર બંધ થઈ જશે. એટલે સદૈવ ત્રીજું નેત્ર ખુલ્લું રહે, એટલા માટે આ યાદ રાખજો કે ત્રીજું ન કોઈ. અચ્છા.