Search for a command to run...
18 Oct 1971
દીપમાળા - ચૈતન્ય દીપકોની માળાની યાદગાર
18 October 1971 · ગુજરાતી
આજે બાપદાદા શું જોઈ રહ્યાં છે? આપ દીપકોની માળાને જોવા માટે આવ્યાંં છે. જે દીપમાળા નો યાદગાર દિવસ લોકો મનાવે છે પરંતુ બાપદાદા ચૈતન્ય દીપકોની માળાને જોઈ રહ્યાં છે. તમે બધાં પણ જ્યારે દીપમાળાનાં દિવસે પ્રગટી રહેલાં દીપકોને જુવો છો તો જોતાં આ ખુશી થાય છે કે અમારી જ યાદગાર મનાવી રહ્યાં છીએ? જેમ પ્રગટેલો દીપક પ્રિય લાગે છે, તેમ પોતાની યાદગાર ને જોઈ સ્મૃતિ આવવાથી તમે બધાં પણ વિશ્વનાં બાપ અને આખાં વિશ્વની આત્માઓને પ્રિય લાગો છો. તો આજે યાદગાર રુપ ને પ્રત્યક્ષ રુપમાં જોવાં આવ્યાંં છે. માળામાં એક દાણો નથી હોતો, અનેકોની માળા બને છે. જો એક દીપક અલગ પ્રગટતો હોય તો તેને દીપકોની માળા નહીં કહેશું. તો એવી જ રીતે અનેક દીપક પ્રગટી રહેલાં, માળાનાં રુપમાં દેખાય છે. તો દરેક પોતાને આ દીપમાળાની વચ્ચે પરોવાયેલો, જાગી (પ્રગટી) રહેલો દીપક સમજો છો? કે તમે લોકો પણ અનેક પ્રગટેલાં દીપકોની માળાને જોતાં હર્ષિત થાઓ છો? આજે દીપમાળાનાં દિવસે તમે બધાંએ દિવાળી મનાવી? આજે વિશેષ રુપ થી દિવાળી મનાવી? આમ તો સદૈવ જાગેલાં દીપક છો, પરંતુ જ્યારે વિશેષ યાદગાર નો દિવસ હોય છે તો વિશેષ આત્માઓએ શું કરવું જોઈએ? વિશેષ આત્માઓ જે વિશેષ રુપ થી નિમિત્ત બને છે, તેમણે વિશેષ સર્વિસ શું કરવાની છે? વિશેષ આત્માઓએ તો અન્ય થી વિશેષ કાર્ય કરવાનું છે ને. કારણ કે જે અન્ય આત્માઓ પણ કરી શકે છે અને કરી રહી છે તે કર્યું તો બાકી ફરક શું થયો? વિશેષ આત્માઓએ વિશેષ કાર્ય કરવાનું છે. બાપદાદા વિશેષ દિવસો પર વિશેષ રુપ થી બાળકોની અને ભક્તોની ત્રણેય રુપથી સેવા કરે છે. વિશેષ આત્માઓએ ખાસ પોતાનાં યાદગારનાં દિવસે સાક્ષાત્કારમૂર્ત બની, સાક્ષાત બાપદાદા સમાન આત્માઓનાં પ્રતિ પોતાની કલ્યાણની ભાવના થી, પોતાનાં રુહાની સ્નેહનાં સ્વરુપ થી, પોતાની સૂક્ષ્મ શક્તિઓ દ્વારા આત્માઓમાં બળ ભરવું જોઈએ. જેમ અવ્યક્ત રુપમાં બાપદાદા ચારેબાજુ બાળકોની સેવા કરે છે. તે (બાળકો) સમજે છે કે બાપદાદાએ મારાથી મુલાકાત કરી, મારી યાદનો રેસ્પોન્સ આપ્યો કે મારી યાદનું પ્રત્યક્ષ ફળ મેં અનુભવ કર્યુ અથવા ભક્ત પણ અનુભવ કરે છે કે અમારા પ્રેમ કે ભાવનાનું ફળ ભગવાને પૂરું કર્યું, આ અનુભવ પ્રેક્ટિકલ રુપમાં થતો રહે છે.
આમ વિશેષ આત્માઓએ પોતાની અવ્યક્ત સ્થિતિમાં, પોતાની રુહાની લાઈટ અને માઈટની સ્થિતિ દ્વારા લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ બની એક સ્થાન પર રહેતાં પણ ચારે બાજુ અલૌકિક રુહાની સર્વિસ ની ભાવના અને વૃત્તિ દ્વારા સર્વિસ કરવી જોઈએ. આને કહેવાય છે બેહદની સર્વિસ. એવો અનુભવ કે મહેસૂસ થવું જોઈએ કે મારી પ્રજા કે ભક્ત આજે વિશેષ રુપ થી યાદગાર નાં દિવસે મુજ વિશેષ આત્માને યાદ કરી રહ્યાં છે. અલ્પકાળનાં રિદ્ધિ-સિદ્ધિ વાળા એક સ્થાન પર રહીને પોતાનાં ભક્તોને પોતાનાં રુપનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવી શકે છે, તો શું વિશેષ આત્માઓ પોતાની લાઈટ અને માઈટ દ્વારા ભક્તો ને કે પ્રજા ને પોતાની સેવા દ્વારા અનુભવ નથી કરાવી શકતાં? તો જ્યારે આવાં વિશેષ યાદગાર નાં દિવસ આવે છે તો વિશેષ આત્માઓએ આવી વિશેષ સર્વિસ નો અનુભવ કરવો જોઈએ. એવી સર્વિસ કરી? અચ્છા, આ રહી સર્વિસ. અને દિવાળીનાં દિવસે પોતાનાં પ્રતિ વિશેષ અટેન્શન રહ્યું? આજનાં દિવસે પોતાની આત્માનાં સંસ્કારોમાં સદાનાં માટે પરિવર્તન લાવવાનું વિશેષ અટેન્શન આપ્યું? જયારે યાદગાર રુપમાં આજનો દિવસ જૂનાં ખાતા ખતમ કરવાની રીત રુપમાં ચાલતો આવી રહ્યો છે, તે અવશ્ય પ્રેક્ટિકલ રુપમાં આપ આત્માઓએ કર્યુ છે ત્યારે તો યાદગાર ચાલતો આવ્યો છે. તો આજનાં દિવસે પોતાનાં જૂનાં સંસ્કારોનું જરા પણ રહેલું ખાતું ખતમ કર્યું? ખતમ કરવાનાં પહેલાં પોતાનાં ખાતાને ચેક કરાય છે, રિઝલ્ટ કઢાય છે. એવી રીતે તમે બધાંએ પોતાનો પોતામેલ ચેક કર્યો? શું ચેક કરવાનું છે? આજનાં દિવસ સુધી જે પણ પુરુષાર્થ ચાલ્યો તેનું રિઝલ્ટ હમણાં સુધી કઈ વાતોમાં અને કઈ ટકાવારી માં સફળતામૂર્ત બન્યાં? પહેલાં પોતાનાં મન્સા સંકલ્પો ને, પોતામેલ ને ચેક કરો કે - “હમણાં સુધી સંપૂર્ણ શ્રેષ્ઠ સંકલ્પોનાં પુરુષાર્થમાં ક્યાં સુધી સફળતા આવી છે? વ્યર્થ સંકલ્પો કે વિકલ્પોનાં ઉપર ક્યાં સુધી વિજયી બન્યાં છીએ અને વાણી દ્વારા ક્યાં સુધી આત્માઓને બાપનો પરિચય આપી શકીએ, કેટલી આત્માઓને બાપનાં સ્નેહી કે સહયોગી બનાવી શકીએ છીએ? વાચામાં ક્યાં સુધી રુહાનિયત કે અલૌકિકતા કે આકર્ષણ આવ્યું છે? એવું જ કર્મણા દ્વારા સદા ન્યારા અને પ્યારા, અલૌકિક, અસાધારણ કર્મ ક્યાં સુધી કરી શકીએ છીએ? કર્મોમાં ક્યાં સુધી કર્મયોગીનું, યોગયુક્ત, યુક્તિયુક્ત, સ્નેહયુક્ત રુપ લાવ્યાં છીએ? પોતાનાં સંસ્કારો અને સ્વરુપો માં અર્થાત્ સૂરત માં ક્યાં સુધી બાપ સમાન આકર્ષણ રુપ, સ્નેહી રુપ, સહયોગી રુપ બન્યાં?” એવો પોતાનો પોતામેલ ચેક કરવાથી હમણાં સુધી જે કમી કે કમજોરી રહી ગઈ છે તેને સમાપ્ત કરી નવું ખાતું શરું કરી શકશો. એવો પોતાનો પોતામેલ ચેક કરો.
આને કહેવાય છે દિવાળી મનાવવી અથવા પોતાને સંપૂર્ણ બનાવવાનો દૃઢ સંકલ્પ કરવો જ મનાવવું છે. તો આવી દિવાળી મનાવી છે કે ફક્ત મિલન મનાવ્યું? મિલન મનાવવાનું યાદગાર માળાનાં રુપમાં છે પરંતુ દૃઢ સંકલ્પોનું યાદગાર દીપકનાં જ્યોતિ રુપનું છે. તો બંને રુપ થી મનાવી? નવાં વસ્ત્ર પહેર્યા? આત્માને નવું વસ્ત્ર કયા આધાર થી મળે છે? સંસ્કારોનાં આધાર થી મળે છે ને. આત્માનાં જેવા સંસ્કાર હોય છે તે પ્રમાણે જ વસ્ત્ર તૈયાર થાય છે. તો નવો ચોલો કે નવાં વસ્ત્ર ક્યાં પહેરશો? આત્મામાં નવાં યુગનાં સંસ્કાર કે નવાં યુગનાં સ્થાપક બાપ જેવાં સંપૂર્ણ સંસ્કારો ને ધારણ કરવાં - આ જ છે નવાં વસ્ત્ર પહેરવાં. શરીરમાં નવાં વસ્ત્ર ભલે કેટલાં પણ પહેરો પરંતુ આજની જૂની દુનિયાની, નવી વસ્તુ પણ નવી દુનિયાની આગળ જૂની છે કારણ કે જડજડીભૂત અવસ્થા ને પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે નવાં વસ્ત્ર પહેરો તો પણ નવાં નહીં કહેશું. સતોપ્રધાન દુનિયામાં જ બધું નવું છે. તમોપ્રધાન દુનિયાની ચીજો બધી જૂની છે. અસાર છે. તો તેમને નવી કહેશે શું? તો નવાં વસ્ત્ર અર્થાત્ પોતાની આત્માનાં નવાં સંસ્કાર, શ્રેષ્ઠ સંસ્કાર ધારણ કરવાનાં છે. બીજું શું કરશો? જ્યારે નવાં સંસ્કાર ધારણ કરી લીધાં છે તો પોતામેલ રાખવાથી પોતાઈ (સફાઇ) થઈ જશે ને. તો પોતામેલ રાખવો - આ જ પોતાઈ અર્થાત્ સફાઈ, સ્વચ્છતા છે. જેમ પોતાઈ કરે છે તો જે પણ ગંદકી કે કીટાણુ હોય છે તે સ્વતઃ જ ખતમ થઇ જાય છે. તો જ્યારે એવો પોતામેલ ચેક કરશો તો જે પણ કમજોરી હશે તે સ્વતઃ જ ખતમ થઇ જશે. એક-બીજામાં પોતાનાં મધુર બોલ થી લેણ-દેણ શું કરશો? જેમ દિવાળી પર એક-બીજા થી ખર્ચી લો છે ને. તમે લોકો એક-બીજા માં કઈ ખર્ચી આપશો. તમારી પાસે કઈ ચીજ છે જે એકબીજા ને ખર્ચી આપશો? (સ્નેહ ની ખર્ચી) સ્નેહી તો એક-બીજાનાં સદા માટે છો, કે આજનાં દિવસે ખાસ સ્નેહી બનશો? સ્નેહી તો છો અને એ જ સ્નેહની નિશાની, એક-બીજાની સમીપતાની નિશાની દીપમાળા કહેવાય છે. વિશેષ દિવસો પર વિશેષ ખર્ચી કઈ આપવાની છે? જે હમણાં સુધી પોતાનાં પુરુષાર્થ દ્વારા સહજ સફળતા પ્રાપ્ત થઇ હોય કે અનુભવ થયો હોય, એવાં પોતાનાં અનુભવનાં જ્ઞાન-રત્ન, જેનાં દ્વારા પ્રેક્ટિકલ અનુભવી બની અનુભવી બનાવી શકો છો, એવાં રત્ન એક-બીજા ને ખર્ચીનાં રુપમાં વિશેષ રુપ થી આપવા જોઈએ. સમજ્યાં? બાપનાં ખજાના ને પોતાનાં અનુભવ દ્વારા જે પોતાનાં બનાવ્યાં એવાં પોતાનાં બનાવેલાં જ્ઞાન-રત્ન એક-બીજા ને આપવા જોઈએ, જેનાથી તે આત્મા પણ આનાથી સહજ અનુભવી બની જાય. આ છે ખર્ચી. તો એક-બીજાને એવી ખર્ચી આપવી જોઈએ જે સદાનાં માટે યાદ રુપ બની જાય. જ્યારે એવાં રત્ન કોઈને આપશો તો સદાનાં માટે તે આત્માને બાપની સાથે તમારાં આપેલા રત્નની યાદ જરુર રહેશે. તો કોઈને સદા માટે સંપન્ન કરવા વાળી ખર્ચી આપવી જોઈએ. એવી દિવાળી મનાવો અને એવી જ શ્રેષ્ઠ આત્મા બની અન્ય આત્માઓની શ્રેષ્ઠ સેવા કરો.
આજનાં દિવસે સર્વ આત્માઓ ધનની તરસી છે. તો એવી તરસી આત્માઓને એવું રુહાની ધન આપો જેનાથી ક્યારેય પણ આત્માને ધન માંગવાની આવશ્યકતા જ ન રહે. ધન કોણ માંગે છે? ભિખારી. આજનાં દિવસે આત્મા ભિખારી બને છે. રોયલ ભિખારી કહો. કેટલાં પણ કરોડપતિ હોય, પરંતુ આજનાં દિવસે ભિખારી બને છે. આવી ભિખારી આત્માને ભિખારીપણા થી છોડાવો, આ છે બેહદની સેવા. દાતાનાં બાળકો છો ને. તો દાતા નાં બાળકો, વરદાતા નાં બાળકો, પોતાનાં વરદાનની શક્તિ થી, જ્ઞાન-દાનની શક્તિ થી ભિખારીઓને માલામાલ બનાવો. આજનાં દિવસે આ ભિખારી આત્માઓનાં ઉપર વિધાતા અને વરદાતા નાં બાળકોને તરસ (રહેમ) આવવો જોઇએ. જે આત્માઓને આવો તરસ આવે છે, તેમને જ માયા અને વિશ્વ ની એવી આત્માઓ નમસ્કાર કરે છે. એટલે હમણાં સુધી પણ દીપક પ્રગટાવે છે. જ્યારે લાઈટ પેટાવે છે તો નમસ્કાર જરુર કરે છે. તો એવી જ્યોતિ જાગેલી આત્માઓનું યાદગાર હમણાં સુધી પણ કાયમ છે. બુઝયેલાં દીપક ને નમસ્કાર નથી કરતાં. તો સદા જાગતી જ્યોતિ બનો. એવી આત્માઓને બાપદાદા પણ નમસ્તે કરે છે. અચ્છા.