Search for a command to run...
24 Oct 1971
નજર થી નિહાલ કરવાની વિધિ
24 October 1971 · ગુજરાતી
પોતાનું સ્વરુપ, સ્વદેશ, સ્વધર્મ, શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ટ સ્થિતિ માં રહેતાં ચાલો છો? કારણ કે વર્તમાન સમયે આ જ સ્વ-સ્થિતિની સ્થિતિ થી જ સર્વ પરિસ્થિતિઓને પાર કરી શકશો અર્થાત્ “પાસ વિથ ઑનર” બની શકશો. ફક્ત એક ‘સ્વ’ શબ્દ પણ યાદ રહે તો સ્વ-સ્વરુપ, સ્વધર્મ, સ્વદેશ ઓટોમેટિકલી (આપોઆપ) યાદ રહેશે. તો શું એક સ્વ શબ્દ યાદ નથી રહી શકતો? બધી આત્માઓને આવશ્યકતા છે સ્વ-સ્વરુપ અને સ્વધર્મ માં સ્થિત કરાવતાં સ્વદેશી બનાવવાની. તો જે કર્તવ્યનાં માટે નિમિત્ત છો અથવા જે કર્તવ્યનાં માટે અવતરિત થયાં છો, તો શું કોઈ કર્તવ્ય ને કે સ્વયં સ્વયં ને જાણતાં, માનતાં ભૂલી શકો છો શું? આજે કોઈ લૌકિક કર્તવ્ય કરતાં પોતાનાં કર્તવ્યને ભૂલે છે? ડૉ. પોતાનાં ડોક્ટરીનાં કર્તવ્ય ને ચાલતાં-ફરતાં, ખાતાં-પીતાં, અનેક કાર્ય કરતાં એ ભૂલી જાય છે શું કે મારું કર્તવ્ય ડોકટરીનું છે? તમે બ્રાહ્મણ, જેમનો જન્મ અને કર્મ આ જ છે કે સર્વ આત્માઓને સ્વ-સ્વરુપ, સ્વધર્મની સ્થિતિ માં સ્થિત કરાવવાં, તો શું બ્રાહ્મણોને કે બ્રહ્માકુમાર-કુમારીઓને આ પોતાનું કર્તવ્ય ભૂલાય છે? બીજી વાત - જ્યારે કોઈ વસ્તુ સદાકાળ સાથે, સમ્મુખ રહે છે તે ક્યારેય ભૂલી શકાય છે? અતિ સમીપ થી સમીપ અને સદા સાથે રહેવા વાળી ચીજ કઈ છે? આત્માની સદા સમીપ અને સાથે રહેવા વાળી વસ્તુ કઈ છે? શરીર કે દેહ, આ સદૈવ સાથે હોવાનાં કારણે નિરંતર યાદ રહે છે ને. ભૂલવાં છતાં પણ ભૂલાતું નથી. એવી રીતે જ હવે આપ શ્રેષ્ઠ આત્માઓની સદા સમીપ અને સદા સાથે રહેવા વાળું કોણ છે? બાપદાદા સદા સાથે, સદા સમ્મુખ છે. જ્યારે કે દેહ જે સાથે રહે છે તે ક્યારેય ભૂલાતું નથી, તો બાપ આટલાં સમીપ હોવા છતાંં પણ કેમ ભૂલાય છે? વર્તમાન સમયે કમ્પલેન (ફરિયાદ) શું કરો છો? બાપની યાદ ભૂલાઈ જાય છે. ઘણાં જન્મો થી સાથે રહેલી વસ્તુ દેહ કે દેહનાં સંબંધી નથી ભૂલાતાં તો જેનાથી સર્વ ખજાનાની પ્રાપ્તિ થાય છે અને સદા પાસે છે તે કેમ ભૂલવાં જોઈએ? ચઢાવવા વાળા યાદ આવવા જોઈએ કે ઉતારવા વાળા? જો ઠોકર લગાડવા વાળા ભૂલ થી પણ યાદ આવશે તો તેમને હટાવી દેશો ને. તો ચઢાવવા વાળા કેમ ભૂલાય છે? જ્યારે બ્રાહ્મણ પોતાની સ્વ-સ્થિતિ માં, સ્વ-સ્મૃતિ માં કે શ્રેષ્ટ સ્થિતિ માં સ્થિત રહે તો અન્ય આત્માઓને સ્થિત કરાવી શકશે.
તમે બધાં આ સમયે બાપની સાથે-સાથે આ જ કર્તવ્યનાં માટે નિમિત્ત છો. દરેક આત્માની લાંબા સમય થી ઈચ્છા કે આશા કઈ રહે છે? નિર્વાણ કે મુક્તિધામ માં જવાની ઈચ્છા અનેક આત્માઓને લાંબાસમય થી રહેતી આવી છે. તો તે બધી આત્માઓની લાંબાસમય ની રહેલી આશ પૂરી કરાવવાનાં કર્તવ્યનાં નિમિત્ત આપ બ્રાહ્મણ છો. જ્યાં સુધી એવી સ્થિતિ નહીં બનાવશો તો આ કર્તવ્ય કેવી રીતે કરશો? જો પોતાની જ આશ મુક્તિ કે જીવનમુક્તિ ને પ્રાપ્ત કરવાની હમણાં નહીં પૂર્ણ કરશો તો બીજાઓની કેવી રીતે કરશો? મુક્તિ કે જીવનમુક્તિનો વાસ્તવિક અનુભવ શું હોય છે, તે શું મુક્તિ કે જીવન મુક્તિધામ માં અનુભવ કરશો? મુક્તિમાં તો અનુભવ કરવાથી પરે હશો અને જીવનમુક્તિ માં જીવન-બંધ શું હોય છે તે અવિદ્યા હોવાનાં કારણે જીવન મુક્તિ માં છીએ - આ પણ શું અનુભવ કરશો. પરંતુ જે બાપ દ્વારા મુક્તિ-જીવનમુક્તિ નો વારસો પ્રાપ્ત થાય છે, તેનો અનુભવ તો હમણાં જ કરી શકો છો ને. નિર્વાણ અવસ્થા કે મુક્તિ ની સ્થિતિ હમણાં જાણી શકો છો. તો મુક્તિ-જીવનમુક્તિનો અનુભવ હમણાં કરવાનો છે. જ્યારે સ્વયં મુક્તિ-જીવનમુક્તિ નાં અનુભવી હશો ત્યારે જ અન્ય આત્માઓને મુક્તિ અર્થાત્ પોતાનાં ઘર અને પોતાનાં રાજ્ય અર્થાત્ સ્વર્ગનાં ગેટમાં જવાનો પાસ આપી શકશો. જ્યાં સુધી તમે બ્રાહ્મણ કોઈ પણ આત્માને ગેટ-પાસ નહીં આપો તો તે પાસ જ નહીં કરી શકશે. તો મુક્તિ જીવનમુક્તિ ધામનાં ગેટ-પાસ લેવાવાળાની બહુજ લાંબી ક્યૂ (લાઇન) તમારાં લોકોની પાસે લાગવાની છે. જો ગેટ-પાસ આપવામાં વાર લગાવી તો સમય ટૂ લેટ થઇ જશે. એટલે પોતાને સદા સ્વ-સ્વરુપ, સ્વધર્મ, સ્વદેશી સમજવાથી, સદા આ સ્થિતિમાં સ્થિત રહેવાથી જ એક સેકન્ડમાં કોઈ આત્માને નજર થી નિહાલ કરી શકશો. પોતાની કલ્યાણની વૃત્તિ થી તેમને સ્મૃતિ અપાવતાં દરેક આત્મા ને ગેટ-પાસ આપી શકશો. બિચારી તડપતી આત્માઓ આપ શ્રેષ્ઠ આત્માઓથી ફક્ત એક સેકન્ડમાં પોતાનાં જન્મ-જન્મની આશા પૂરી કરવાનું દાન માંગવા આવશે. આટલી સર્વશક્તિઓ જમા કરી છે જે માસ્ટર સર્વશક્તિવાન બની એક સેકન્ડની વિધિ થી તે આત્માઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવો? જ્યારે સાયન્સ રચનાની શક્તિ દિન-પ્રતિદિન કાળ અર્થાત્ સમયનાં ઉપર વિજય પ્રાપ્ત કરતી જઈ રહી છે, દરેક કાર્યમાં બહુ થોડાં સમયની વિધિ થી કાર્યની સિદ્ધિ ને પ્રાપ્ત કરતાં જઈ રહ્યાં છે. સ્વીચ ઓન કરી અને કાર્ય સિદ્ધ થયું. આ વિધિ છે ને. તો શું માસ્ટર રચયિતા પોતાની સાયલેન્સ (વિજ્ઞાન) ની શક્તિ થી કે સર્વશક્તિઓ થી એક સેકન્ડની વિધિ થી કોઈને સિદ્ધિ નથી આપી શકતાં? તો હવે આ શ્રેષ્ઠ સેવાની આવશ્યકતા છે. એવાં સેવાધારી કે ખુદાઈ-ખિદમદગાર બનો.
નયનોની ઈશ્વરીય ખુમારી ખિદમત (સેવા) કરે. કારણ કે આત્માઓ અનેક જન્મો થી અનેક પ્રકારનાં સાધન કરતાં-કરતાં થાકેલી છે. હવે સિદ્ધિ ઈચ્છે છે, ન કે સાધના. તો સિદ્ધિ અર્થાત્ સદ્દગતિ. તો એવી તડપતી, થાકેલી આત્માઓ કે તરસી આત્માઓની તરસ આપ શ્રેષ્ઠ આત્માઓનાં સિવાય કોણ બુઝાવશે કે સિદ્ધિ ને પ્રાપ્ત કરાવશે? તમારાં સિવાય બીજી કોઈ આત્મા કરી શકશે? અનેકવાર કરેલું પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય યાદ આવે છે? જેટલી-જેટલી શ્રેષ્ઠ સ્થિતિ બનાવતાંં જશો એટલી આત્માઓની પોકાર નો આલાપ, આપ આત્માઓને શક્તિઓને આહ્વાન કરવાનો આલાપ, તડપતી આત્માઓનાં અનાથ મુખડાં, થાકેલી આત્માઓની સૂરત દેખાશે. જેમ આદિ સ્થાપનાનાં કાર્યમાં સાકાર બાપનાં અનુભવનું એક્ઝામ્પલ (ઉદાહરણ) જોયું. આત્માઓની સેવાનાં સિવાય રુકી રહી શક્યાં? સિવાય સેવાનાં બીજું કંઈ દેખાતું હતું? એવી રીતે જ આત્માઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવવાની લગનમાં મગન બનો. પછી આ નાની-નાની વાતો, જેમાં પોતાનો સમય અને જમા કરેલી શક્તિઓ ગુમાવો છો, તે બચી જશે કે જમા થતી જશે. જ્યારે એક સેકન્ડમાં પોતાની પાવરફુલ વૃત્તિ થી બેહદની આત્માઓની સર્વિસ કરી શકો છો, તો પોતાની હદની નાની-નાની વાતોમાં સમય કેમ ગુમાવો છો? બેહદમાં રહો તો હદની વાતો સ્વતઃ જ ખતમ થઇ જશે. તમે લોકો હદની વાતોમાં સમય વ્યર્થ કરી અને પછી બેહદમાં રહેવાં ઈચ્છો છો. પરંતુ હવે તે સમય ગયો. હવે તો બેહદની સર્વિસમાં સદા તત્પર રહો તો હદની વાતો જાતે જ છૂટી જશે. જેમ અન્ય આત્માઓને કહો છો કે હવે ભક્તિમાં સમય બરબાદ કરવો અર્થાત્ ગુડ્ડીઓની રમત માં સમય બરબાદ કરવાનો છે, કારણ કે હવે ભક્તિકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવું કહો છો ને! તો પછી આપ આ હદની વાતો રુપી ગુડ્ડીઓની રમતમાં સમય કેમ બરબાદ કરો છો? આ પણ તો ગુડ્ડીઓની રમત છે ને, જેનાથી કોઈ પ્રાપ્તિ નથી, વેસ્ટ ઑફ ટાઇમ અને વેસ્ટ ઑફ એનર્જી છે. તો બાપ પણ કહે છે - હવે આ ગુડ્ડીઓ ની રમતનો સમય સમાપ્ત થઈ રહ્યો છે. જેમ આજકાલનાં સમય માં કોઈ નવી ફેશન નીકળે અને ફેશન નાં સમયે કોઈ જૂની ફેશન જ કરતાં રહે તો તેને શું કહેશું? તો આ નાની-નાની વાતોમાં સમય ગુમાવવો - આ પહેલાંની જૂની ફેશન છે. હવે તે નથી કરવાનું. જેમ તમે લોકો પણ કોઈ-કોઇ ને કહો છો ને કે હમણાનાં સમય પ્રમાણે હેન્ડલિંગ (પાલના) આપો, જૂની હેન્ડલિંગ નહીં આપો. ફલાણાની જૂની હેન્ડલિંગ છે - તેમની નવી હેન્ડલિંગ છે, એવું કહો છો ને. તો પોતે-પોતાને હેન્ડલિંગ આપવી - આ પણ જૂની હેન્ડલિંગ ન હોવી જોઈએ. જેમ બીજાઓને જૂની હેન્ડલિંગ આપવાનું ગમતું નથી તો પોતાને પછી હમણાં સુધી જૂની હેન્ડલિંગ થી કેમ ચલાવો છો? હવે પરિવર્તન-દિવસ મનાવો. પ્લાનિંગ બુદ્ધિવાળી પાર્ટી આવી છે ને. તો પ્લાનિંગ પાર્ટી ને નવો પ્લાન આપી રહ્યાં છે. જેમ તે ગવર્મેન્ટ પણ ક્યારેક કયો, ક્યારેક કયો વિશેષ દિવસ મનાવે છે ને. તો તમે અહીંયા આવ્યાં છો તો પોતે-પોતાને જૂની રીત રીવાજ થી ચાલતાં પુરુષાર્થ નો પરિવર્તન દિવસ મનાવો. પરંતુ હદનો નહીં, બેહદનો. મધુબન યજ્ઞ ભૂમિમાં આવ્યાં છો ને. યજ્ઞમાં અગ્નિ હોય છે. અગ્નિમાં કોઈ પણ ચીજ પડવાથી બહુ જલ્દી મોલ્ડ થઇ (વળી) જાય છે. જેવું સ્વરુપ બનાવવાં ઈચ્છો તેવું બનાવી શકો છો. તો અહીંયા યજ્ઞમાં આવ્યાં છો તો પોતે-પોતાને જેવાં બનાવવાં ઈચ્છો બનાવી શકો છો. સહજ જ બનાવી શકો છો. અચ્છા.