Search for a command to run...
24 May 1971
પોઝિશન માં રહેવાથી ઓપોઝિશન સમાપ્ત
24 May 1971 · ગુજરાતી
સર્વ આત્માઓનાં સુખ અને શાંતિ કર્તા બન્યાં છો? કારણ કે દુઃખહર્તા સુખકર્તા નાં સિકીલધા બાળકો છો, તો જે બાપનું કર્તવ્ય એ જ બાળકોનું કર્તવ્ય. જે વિશ્વ નાં કલ્યાણકર્તા અથવા સુખકર્તા છે તેમની પાસે ક્યારેય પણ દુઃખની લહેર સ્વપ્ન માં પણ અથવા સંકલ્પ માં પણ આવી નથી શકતી. તો એવી સ્થિતિ બનાવી રહ્યાં છો કે એવી સ્થિતિમાં સ્થિત રહો છો? જ્યાર થી નવો જન્મ લીધો, બાપદાદા નાં સિકિલધા બાળક બન્યાં, તો સર્વશક્તિવાન ની સંતાનની પાસે કોઈ પણ પ્રકાર નો સંતાપ આવી નથી શકતો. સંતાપ અર્થાત્ દુઃખ ની લહેર ત્યાં સુધી છે જ્યાં સુધી સર્વશક્તિમાન બાપની સ્મૃતિ નથી રહેતી અથવા એમની સંતાન પ્રેક્ટિકલ માં નથી બનતાં. સુખનાં સાગર બાપની સંતાન છો તો દુઃખ ની લહેર શું વસ્તુ હોય છે, એનાથી પણ અજાણ રહો છો. સુખની લહેર માં જ લહેરાતાં રહો છો. માયાની ઓપોઝિશન (વિરોધ) કેમ થાય છે? ઓપોઝિશન નું નિવારણ બહુ સહજ છે. ઓપોઝિશન થી ફક્ત ‘ઓ’ શબ્દ નીકાળી દો. તો શું થઈ જશે? પોઝિશન માં રહેવાથી ઓપોઝિશન થશે? જો પોતાની પોઝિશન પર સ્થિત છો, તો માયાની ઓપોઝિશન નહીં થશે. ફક્ત એક શબ્દ કટ કરી દેવાનો છે. પોતાની પોઝિશનમાં રહેવું - એ જ યાદની યાત્રા છે. જે છું, જેનો છું તેમાં સ્થિત થવું - આ જ યાદની યાત્રા છે. મુશ્કેલ છે શું? જે જેવાં છે એવાં પોતાને માનવામાં મુશ્કેલ થાય છે શું? તમે લોકોએ અસલિયત (વાસ્તવિકતા) ને ભૂલાવી દીધી છે, તેમાં સ્થિત થવાની જ શિક્ષા મળી છે. તો અસલી રુપમાં રહેવું મુશ્કેલ થાય છે કે નકલી રુપમાં રહેવું મુશ્કેલ થાય છે? હોળીનાં અથવા દશેરાનાં દિવસો માં નાનાં બાળકો આર્ટિફિસિયલ (કૃત્રિમ) નકાબ (મુખવટો) પહેરે છે, તેમને કહો કે આ નકલી નકાબ ઉતારી અસલી રુપમાં આવી જાઓ તો શું મુશ્કેલ થશે? કેટલો સમય લાગશે? તમે લોકોએ પણ આ ખેલ કર્યો છે ને. કેવાં-કેવાં નકાબ ધારણ કર્યા છે? ક્યારેક વાંદરાનો, ક્યારેક અસુરનો, ક્યારેક રાવણનો. કેટલાં નકલી નકાબ ધારણ કર્યા છે? હવે બાપ શું કહે છે? તે નકલી નકાબ ઉતારી દો. એમાં શું મુશ્કેલ છે? તો સદૈવ આ નશો રાખો કે અસલી સ્વરુપ, અસલી ધર્મ, અસલી કર્મ અમારું કયું છે? અસલી નૉલેજ નાં અમે માસ્ટર નૉલેજફુલ છીએ એ નશો ઓછો છે? આ નશો સદૈવ રહે તો શું બની જશો? જે બની જશો તેનું યાદગાર જોયું છે? દેલવાડા (દિલવાલા) મંદિર છે તપસ્વી કુમાર અને તપસ્વી કુમારીઓનું યાદગાર. અને સદૈવ નશામાં સ્થિત રહેવાનું યાદગાર કયું છે? અચળઘર. સદૈવ એ નશામાં રહેવાથી અચળ, અડોલ બની જશો. પછી માયા સંકલ્પ રુપમાં પણ હલાવી નહીં શકે. એવાં અચળ બની જશો. યાદગાર છે ને કે રાવણ સંપ્રદાયે પગ હલાવવાની કોશિશ કરી પરંતુ જરા પણ હલાવી ન શક્યાં. એવો નશો રહે છે કે આ અમારું યાદગાર છે? કે સમજો છો કે આ મોટાં-મોટાં મહારથીઓનું યાદગાર છે? આ મારું યાદગાર છે - એવાં નિશ્ચયબુદ્ધિ બનવાથી વિજય અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. એવું ક્યારેય પણ નહીં વિચારો કે આ કોઈ બીજા મહારથીઓનું છે, અમે તો પુરુષાર્થી છીએ. જો નિશ્ચયમાં, સ્વરુપ ની સ્મૃતિમાં જ કમજોરી હશે તો કર્મ માં પણ કમજોરી આવી જશે. તો સદૈવ દરેક સંકલ્પ નિશ્ચયબુદ્ધિ નો હોવો જોઈએ. કર્મ કરતાં પહેલાં એ નિશ્ચય કરો કે વિજય તો અમારી થયેલી જ છે. અનેક કલ્પ વિજયી બન્યાં છો. જ્યારે અનેક કલ્પ, અનેક વખત વિજયી બની વિજય માળામાં પરોવવા વાળા, પૂજન થવાવાળા બન્યાં છો, તો હવે તે રિપીટ (પુનરાવર્તન) નહીં કરશો? એ જ બનેલું કર્મ ફરીથી રિપિટ કરવાનું છે. એટલે કહેવાય છે કે બન્યું-બનાવેલું…. બનેલું છે પરંતુ હવે ફરીથી રિપીટ કરી ‘બન્યું-બનાવેલું’ જે કહેવત છે તેને પૂરી કરવાની છે. જ્યારે નિશ્ચય થઈ જાય છે કે હું આ છું અથવા આ મારે કરવાનું જ છે, હું કરી શકું છું ત્યારે એ નશો ચઢે છે. નિશ્ચય નથી તો નશો પણ નથી ચઢતો અને નિશ્ચય છે તો નશાની સ્થિતિ નાં સાગર માં લહેરાતાં રહેશો. એવી સ્થિતિનાં અનુભવીમૂર્ત જ્યારે બની જશો તો તમારી મૂર્ત થી શીખવાડવા વાળાની સૂરત દેખાશે. તો એવાં અનુભવી મૂર્ત છો જે બાપ અને શિક્ષક ની સૂરત તમારી મૂર્ત થી પ્રત્યક્ષ થાય? એવાં બન્યાં છો કે બની રહ્યાં છો? સફળતા નાં તારાઓ છો કે ઉમ્મીદવાર તારાઓ છો? સફળતા તો જન્મસિદ્ધ અધિકાર છે. કારણકે જ્યારે સર્વશક્તિવાન કહો છો; તો અસફળતાનું કારણ છે શક્તિહીનતા. શક્તિની કમી નાં કારણે માયા થી હાર ખાઓ છો. જ્યારે સર્વ શક્તિવાન બાપની સ્મૃતિ માં રહો છો તો સર્વશક્તિવાન નાં બાળક હોવાનાં કારણે સફળતા તો જન્મસિદ્ધ અધિકાર થઈ ગયો. દરેક સેકન્ડ માં સફળતા સમાયેલી હોવી જોઈએ. અસફળતા નાં દિવસ સમાપ્ત. હવે સફળતા અમારો નારો છે - એ સ્મૃતિમાં રાખો.
બહુજ સહજ સરળ રસ્તો છે, જે સેકન્ડમાં પોતાને નકલી થી અસલી બનાવી શકો છો? આટલો સરળ માર્ગ ક્યારે મળશે? ક્યારેય પણ નહીં. માયાનાં અધીન કેમ બનો છો? કારણ કે ઑલમાઈટી ઑથોરિટી (સર્વશક્તિમાન સત્તા) નાં બાળકો છીએ, એ ભૂલી જાઓ છો. આજકાલ નાની-મોટી ઑથોરિટી રાખવા વાળા કેટલી ખુમારી માં રહે છે! તો ઑલમાઈટી ઑથોરિટી વાળા કેટલી ખુમારી માં રહેવાં જોઈએ? શાસ્ત્રવાદી જે પોતાને શાસ્ત્રો ની ઑથોરિટી માને છે તે પણ કેટલી ખુમારી માં, કેટલી ઉલટી નૉલેજ નાં નિશ્ચય માં રહે છે. કોણે સંભળાવ્યું, કોણે જોયું, કાંઈ પણ ખબર નથી. તો પણ શાસ્ત્રો ને ઑથોરિટી માનવાનાં કારણે પોતાની હાર ક્યારેય નહીં માને. તો તમારાં લોકોની સર્વ થી શ્રેષ્ઠ ઑથોરિટી છે. એવી ઑથોરિટી થી કોઈની પણ સામે જાઓ તો બધાં મસ્તક ઝુકાવશે. તમે લોકો ન ઝુકી શકો. તો પોતાની ઑથોરિટી ને કાયમ રાખો. તમે વિશ્વને ઝુકાવવા વાળા છો. જે વિશ્વ ને ઝુકાવવા વાળા છે તે કોઈની આગળ ઝુકી નથી શકતાં. તે ઑથોરિટીની ખુમારી થી કોઈ પણ આત્માનું કલ્યાણ કરી શકો છો. એવી ખુમારી ને ક્યારેય પણ ભૂલતાં નહીં. ઘણાં સમયથી અભૂલ બનવાથી ભવિષ્ય માં લાંબા સમય માટે રાજ્ય-ભાગ્ય પ્રાપ્ત કરશો. જો અલ્પકાળ આ ખુમારી માં રહો છો તો રાજ્ય-ભાગ્ય પણ અલ્પકાળ માટે પ્રાપ્ત થાય છે. અહીંયા તો હમણાં આવ્યાં છો સદાકાળ નો વારસો લેવાં, ન કે અલ્પકાળ નો. ફક્ત બે વાતો સાથે-સાથે યાદ રાખો. વાત એક જ છે, શબ્દ ભિન્ન-ભિન્ન છે. બિલકુલ સહજ થી સહજ બે વાતો સરળ શબ્દો માં કઈ શીખવાડાય છે? એવાં બે-બે શબ્દ સાથે યાદ રહે તો સ્થિતિ ક્યારેય નીચે-ઉપર નથી થઈ શકતી. અલ્ફ અને બાદશાહી યાદ રહે તો ક્યારેય સ્થિતિ નીચે-ઉપર નહીં થશે. બે શબ્દો ની જ વાત છે. કોઈ અજાણ્યા બાળક ને પણ અલ્ફ અને બે યાદ કરવા માટે કહો તો ભૂલશે? તમે માસ્ટર સર્વશક્તિવાન ભૂલી શકો છો? જે સમયે વિસ્મૃતિ ની સ્થિતિ હોય છે તો પોતાની સાથે આ વાતો કરો - હું માસ્ટર સર્વશક્તિવાન અલ્ફ અને બે ને ભૂલી ગયો! એવી-એવી વાતો કરવાથી શક્તિ જે ખોઈ નાખો છો તેની ફરીથી સ્મૃતિ આવી જશે. છે ફક્ત મનન અને વર્ણન કરવું. પહેલાં મનન કરો અને પછી વર્ણન કરો. જે વાતો મનન કરાય છે એને વર્ણન કરવું સહજ થઈ જાય છે. તો મનન કરતાં અને વર્ણન કરતાં રહો. આ પણ બે વાતો થઈ. મનન કરતાં-કરતાં મગન અવસ્થા ઑટોમેટીકલી થઈ જશે. જે મનન કરવાનું નથી જાણતાં તે મગન અવસ્થા નો પણ અનુભવ નથી કરી શકતાં. તાજ અને તખ્તનશીન હમણાં બન્યાં છો કે ભવિષ્ય માં બનશો? હમણાં તો તાજ અને તખ્ત નથી ને. બેગર (ભિખારી) છો? સંગમયુગ નો તખ્ત નથી જાણતાં? આખાં કલ્પની અંદર સૌથી શ્રેષ્ઠ તખ્ત ની ખબર નથી? બાપદાદા નાં દિલ રુપી તખ્તનશીન નથી બન્યાં? જ્યારે યાદ રહેશે ત્યારે તો બેસશો. તખ્ત છે તો તાજ પણ હશે. તાજ વગર તખ્ત તો હોય જ નહીં. કયો તાજ ધારણ કરવાથી તખ્તનશીન બનશો? બાપદાદા સંગમ પર જ તાજ અને તખ્તનશીન બનાવી દે છે. આ તાજ અને તખ્તનાં આધાર થી ભવિષ્ય તાજ, તખ્ત મળે છે. હમણાં ધારણ નહીં કરશો તો ભવિષ્ય માં કેવી રીતે ધારણ કરશો? આધાર તો સંગમયુગ છે ને. તાજ પણ ધારણ કરવો પડે, તિલક પણ ધારણ કરવું પડે અને તખ્તનશીન પણ બનવું પડે. તિલક સદૈવ કાયમ રહે છે કે ક્યારેક ક્યારેક મટી જાય છે? તાજ, તિલક અને તખ્ત - આ ત્રણેય સંગમયુગની મોટામાં મોટી પ્રાપ્તિ છે. આ પ્રાપ્તિની આગળ ભવિષ્ય રાજ્ય કાંઈ પણ નથી. જેમણે સંગમયુગનો તાજ, તખ્ત નથી લીધો તેમણે કાંઈ પણ નથી લીધું. વિશ્વનાં કલ્યાણની જવાબદારી નો તાજ છે. જ્યાં સુધી આ તાજ ધારણ નથી કરતાં ત્યાં સુધી બાપનાં દિલ રુપી તખ્ત પર વિરાજમાન નથી થઈ શકતાં. પોતાનો હક જમા કરીને જજો, નહીં તો ખૂબ મુશ્કેલ થશે. મધુબન માં તાજ અને તખ્તનશીન બનીને જજો. જ્યારે હિંમતવાન, નિશ્ચયબુદ્ધિ બનો છો ત્યારે જ તો મધુબનમાં આવો છો પોતાની તાજપોશી કરવાં. તાજ વગર નહીં જતાં. બાપદાદાનો તખ્ત એટલો મોટો છે કે જે જેટલાં પણ ઈચ્છે એટલાં વિરાજમાન થઇ શકે છે. તે સ્થૂળ તખ્ત પર તો બધાં નથી બેસી શકતાં. પરંતુ આ તખ્ત એટલો મોટો છે. મોટામાં મોટાં બાપનાં બાળકો, મોટામાં મોટાં તખ્તનશીન થાય છે. અચ્છા.