Search for a command to run...
16 Jul 1972
સ્વચ્છ અને આત્મિક બળ વાળી આત્મા જ આકર્ષણ મૂર્ત છે
16 July 1972 · ગુજરાતી
સ્વયં ને આ શ્રેષ્ઠ ડ્રામાની અંદર હીરો એક્ટર અને મુખ્ય એક્ટર સમજો છો? મુખ્ય એક્ટર્સ ની તરફ બધાનું ધ્યાન હોય છે. તો દરેક સેકન્ડ નું એક્ટ (કર્મ) પોતાને મુખ્ય એક્ટર સમજીને કરો છો? જે નામીગ્રામી એક્ટર્સ હોય છે એમનામાં મુખ્ય ૩ વાતો હોય છે. એ કઈ છે? એક તો એ એક્ટિવ (સક્રિય) હશે, બીજું એક્યુરેટ (સચોટ) હશે અને એટ્રેક્ટિવ (આકર્ષિત) હશે. આ ત્રણેય વાતો નામીગ્રામી એક્ટર્સ માં અવશ્ય હોય છે. તો પોતાને આવાં નામીગ્રામી કે મુખ્ય એક્ટર સમજો છો? એટ્રેકટ (આકર્ષિત) કઈ વાત પર કરશો? દરેક કર્મ માં, દરેક ચલન માં રુહાનિયતનું અટ્રેક્શન (આકર્ષણ) હોય. જેમ કોઇ શરીર થી સુંદર હોય છે, તો એ પણ પોતાની તરફ આકર્ષિત કરે છે ને. એમ જ જે આત્મા સ્વચ્છ છે, આત્મિક-બળ વાળી છે, એ પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમ આત્મ-જ્ઞાની મહાત્માઓ વગેરે પણ દ્વાપર આદિ માં પોતાની સતોપ્રધાન સ્થિતિ વાળા હતાં તો એમનામાં પણ રુહાની આકર્ષણ તો હતું ને, જે પોતાની તરફ આકર્ષિત કરીને બીજાને પણ આ દુનિયાથી અલ્પકાળ માટે વૈરાગ્ય તો અપાવી દેતાં હતાં ને. જ્યારે ઉલટા જ્ઞાન વાળાઓમાં પણ આટલું અટ્રેક્શન હતું, તો જે યથાર્થ અને શ્રેષ્ઠ જ્ઞાન સ્વરુપ છે એમનામાં પણ રુહાની આકર્ષણ અથવા અટ્રેકશન હશે. શારીરિક બ્યુટી (સુંદરતા) નજીક કે સામે આવવાથી આકર્ષણ કરશે. રુહાની આકર્ષણ દૂર બેઠા પણ કોઈ આત્મા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. આટલું અટ્રેક્શન (આકર્ષણ) અર્થાત્ રુહાનિયત સ્વયં પોતાનામાં અનુભવ કરો છો? એમ જ પછી એક્યુરેટ પણ હોય. એક્યુરેટ શેમાં? જે મન્સા અર્થાત્ સંકલ્પ માટે પણ શ્રીમત મળેલી છે, વાણી માટે પણ જે શ્રીમત મળેલી છે અને કર્મ માટે પણ જે શ્રીમત મળેલી છે આ બધી વાતોમાં એક્યુરેટ. મન્સા પણ ઈનએક્યુરેટ (અયથાર્થ) ન હોય. જે નિયમ છે, મર્યાદા છે, જે ડાયરેક્શન (માર્ગદર્શન) છે એ બધામાં એક્યુરેટ અને એક્ટિવ. જે એક્ટિવ હોય છે એ, જે સમયે જેવાં સ્વયં ને બનાવવા ઇચ્છે, ચલાવવા ઇચ્છે તે ચલાવી શકે છે અથવા એવું જ રુપ ધારણ કરી શકે છે. તો જે મુખ્ય પાર્ટધારી છે એમનામાં આ ત્રણેય વિશેષતાઓ ભરેલી હોય છે. આમાં જ જોવાનું છે કે આમાંથી કઈ વિશેષતા કેટલાં પર્સન્ટેજ (ટકાવારી) માં ઓછી છે? સ્ટેજ (અવસ્થા) ની સાથે-સાથે પર્સન્ટેજ ને પણ જોવાનાં છે. રુહાનિયત છે, આકર્ષિત કરી શકે છે, પરંતુ જેટલાં પર્સન્ટેજ હોવી જોઈએ એ છે? જો પર્સન્ટેજ ઓછા હોય તો એને સંપૂર્ણ તો નહીં કહેવાય ને. પાસ તો થઈ ગયાં, તો પણ માર્કસ્ નાં આધાર પર નંબર તો હોય છે ને. થર્ડ ડિવિઝન (ત્રીજા વર્ગ) વાળા ને પણ પાસ તો કહેશું પરંતુ ક્યાં થર્ડ વાળો, ક્યાં ફર્સ્ટ ક્લાસ - ફરક તો છે ને. તો હવે ચેક (તપાસ) કરજો પર્સન્ટેજ ને. સ્ટેજ તો હવે નેચરલ (સ્વાભાવિક) વાત થઈ ગઈ. કારણ કે પ્રેક્ટિકલ એક્ટ (વ્યવહારિક કર્મ) માં સ્ટેજ પર છો ને. હવે ફક્ત પર્સન્ટેજ નાં આધાર પર નંબર થવાનાં છે. આજે ઘણું મોટું સંગઠન થઈ ગયું છે. જેમ બાપ ને પણ સમાન બાળકો પ્રિય લાગે છે, તમે લોકો આપસ માં પણ એકબીજા ને એક સમાન મળો છો તો આ તારાઓ નો મેળો પણ ખુબ સારો લાગે છે ને. સંગમયુગી મેળો તો છે જ. પરંતુ એ મેળા માં પણ આ મેળો છે. મેળા ની અંદર જે વિશેષ મેળો લાગે છે એ પછી વધારે પ્રિય લાગે છે. મોટા-મોટા મેળા ની અંદર પણ પછી એક વિશેષ સ્થાન બનાવે છે જ્યાં બધાનું મિલન થાય છે. સંગમયુગ બેહદ નો મેળો તો છે જ પરંતુ એની અંદર પણ આ સ્થૂળ વિશેષ સ્થાન છે, જ્યાં સમાન આત્માઓ આપસ માં મળે છે. દરેક ને પોતાનાં સમાન કે સમીપ આત્માઓ ને મળવું સારું લાગે છે. વિશેષ આત્માઓ દ્વારા મેળો બનાવવા માટે સ્વયં ને પણ વિશેષ બનવું પડે. કોઈ વિશેષ હોય, કોઈ સાધારણ હોય, એ કાંઈ મેળો ન કહેવાય. બાપ સમાન દિવ્ય ધારણાઓની વિશેષતા ધારણ કરવાની છે. બાપ થી જે પાલનાં લીધી છે એનું સબૂત આપવાનું છે. બાપે પાલના શા માટે કરી? વિશેષતાઓ ભરવા માટે. લક્ષ્ય હોય અને લક્ષણ ન આવે; તો એને શું કહેવાશે? વધારે સમજદાર. એક હોય છે સમજદાર, બીજા હોય છે બેહદનાં સમજદાર. બેહદ માં કોઈ લિમિટ (સીમા) નથી હોતી. અચ્છા!