Search for a command to run...
18 Jul 1972
કમજોરીઓ નો સમાપ્તિ સમારોહ કરવા વાળા જ તીવ્ર પુરુષાર્થી છે
18 July 1972 · ગુજરાતી
સ્વયં ને એવરરેડી (સદા તૈયાર) સમજો છો? જે એવરરેડી હશે, એમનું પ્રેક્ટિકલ (વ્યવહારિક) સ્વરુપ એવર હેપ્પી (સદા ખુશહાલ) હશે. કોઈ પણ પરિસ્થિતિ રુપી પેપર (સમસ્યા) અથવા પ્રાકૃતિક આપદા દ્વારા આવેલું પેપર અથવા કોઈ પણ શારીરિક કર્મ ભોગ રુપી પેપર આવે, તો પણ બધાં પ્રકાર નાં પેપર્સ માં ફુલ પાસ અથવા સારા માર્કસ થી પાસ થશે - એવાં સ્વયં ને એવરરેડી સમજો છો? અથવા એવરરેડી ની નિશાની જે એવર હેપ્પી છે, એ અનુભવ કરો છો? સ્વયં નો પ્રબંધ એવો કર્યો છે જે કોઇ પણ ક્ષણે કોઈ પણ પેપર આવી જાય તો તૈયારી છે? એવાં એવરરેડી છો? આપ શ્રેષ્ઠ આત્માઓ માટે, આપ સૌ દ્વારા જે અન્ય આત્માઓ નંબરવાર વારસો લેવા વાળી છે એમનાં માટે બાકી હવે થોડો સમય રહેલો છે. સમય ની ગતિ તેજ છે. જેમ સમય કોઈનાં માટે પણ અવરોધ માં રોકાતો નથી, ચાલતો જ રહે છે. એમ જ સ્વયં પોતાને પૂછો કે સ્વયં પણ કોઈ માયાનાં અવરોધ માં રોકાતા તો નથી? કોઈ પણ માયા નાં સૂક્ષ્મ અથવા સ્થૂળ વિઘ્ન આવે છે અથવા માયા નો પ્રહાર થાય છે તો એક સેકન્ડ માં પોતાની શ્રેષ્ઠ શાન માં સ્થિત થશો તો માયા દુશ્મન પર નિશાન પણ ઠીક રહેશે, જો શ્રેષ્ઠ શાન નથી તો નિશાન ન લાગવાનાં કારણે પરેશાન (હેરાન) થઈ જશો. હમણાં પરેશાની થાય છે? જો હજું સુધી કોઈ પણ પ્રકાર ની પરેશાની થાય છે તો અન્ય આત્માઓની પરેશાની ને કેવી રીતે ખતમ કરશો? પરેશાની ને ખતમ કરવા વાળા છો કે સ્વયં પણ બેચેન થવા વાળા છો? જેમ જે પણ ભઠ્ઠી કરો છો તો એનો સમાપ્તિ-સમારોહ કે પરિવર્તન-સમારોહ મનાવો છો. તો આ જે બેહદની ભઠ્ઠી ચાલી રહી છે એમાં કમજોરીઓનો સમાપ્તિ-સમારોહ કે પરિવર્તન-સમારોહ ક્યારે મનાવશો? આની કોઇ નિશ્ચિત તારીખ છે? ડ્રામા કરાવશે? ડ્રામા તો સર્વ આત્માઓ ને જૂની દુનિયાથી સમાપ્તિ-સમારોહ કરાવશે પરંતુ આપ તીવ્ર પુરુષાર્થી શ્રેષ્ટ આત્માઓએ તો પહેલાં જ કમજોરીઓ નો સમાપ્તિ-સમારોહ મનાવવાનો છે ને. કે તમે પણ અન્ય આત્માઓની સાથે અંત માં કરશો? જેમ બીજા સેમિનાર વગેરે કરો છો, એની તારીખ નિશ્ચિત કરો છો, એ જ પ્રમાણે તૈયારી કરો છો અને એ કાર્ય ને સફળ કરી સંપન્ન કરો છો. એમ આ કમી (ઉણપ) ને ખતમ કરવાનાં સેમિનાર ની તારીખ નક્કી નથી થઈ શકતી? આવો સેમિનાર થવો સંભવ છે? જેમ કોઇ યજ્ઞ રચે છે તો વચ્ચે-વચ્ચે આહુતિ તો નાખતાં જ રહે છે. પરંતુ અંત માં બધાં મળીને સંપૂર્ણ આહુતિ નાખે છે તો શું એમ બધાં મળીને સંપૂર્ણ આહુતિ નાખી શકો છો? સર્વ કમજોરીઓ ને સ્વાહા નથી કરી શકતાં? જ્યાં સુધી બધાં મળીને સંપૂર્ણ આહુતિ નહીં નાખશો ત્યાં સુધી આખાં વિશ્વ નું વાયુમંડળ અથવા સર્વ આત્માઓની વૃત્તિઓ કે વાયબ્રેશન પરિવર્તન માં કેવી રીતે આવશે? અને જે તમે બધાએ જવાબદારી લીધી છે વિશ્વ-પરિવર્તન ની અથવા વિશ્વ-નવનિર્માણ ની, એ કેવી રીતે થશે? તો પોતાની જવાબદારી ને પૂરી કરવા માટે અથવા પોતાનાં કાર્ય ને પૂરું સંપન્ન કરવા માટે સંપૂર્ણ આહુતિ જ નાખવી પડશે. એનાં માટે પોતાને એવરરેડી બનાવવા માટે કઈ યુક્તિ અપનાવો જે સહજ જ કમજોરીઓ થી મુક્તિ થઈ જાય? યુક્તિઓ તો ઘણી મળી છે, તો પણ આજે બીજી યુક્તિઓ બતાવી રહ્યાં છે. સૌથી વધારે યાદગાર કોનાં બને છે? અને અનેક પ્રકાર નાં યાદગાર કોનાં બને છે? બાપ નાં કે બાળકો નાં? બાપ ની યાદગાર નું એક જ રુપ બને છે પણ તમારા લોકો નાં અર્થાત્ શ્રેષ્ઠ આત્માઓનાં અનેક રુપ અને રીત-રિવાજ અનુસાર યાદગાર બનેલાં છે. આપ શ્રેષ્ઠ આત્માઓનાં ભિન્ન-ભિન્ન કર્મ નાં પણ યાદગાર બનેલાં છે. તો જ્યારે બાપ થી પણ વધુ અનેક પ્રકાર નાં યાદગાર બનેલાં છે, એ કેવી રીતે? તમારાં પ્રેક્ટિકલ શ્રેષ્ઠ કર્મ નાં, શ્રેષ્ઠ સ્થિતિ નાં જ યાદગાર બનેલાં છે ને. તો જે પણ સંકલ્પ અથવા કર્મ કરો છો અથવા બોલ બોલો છો, એ દરેક બોલ અને કર્મ ને ચેક (તપાસ) કરો કે એ બોલ અથવા કર્મ એવાં છે જે અમારું યાદગાર બને? યાદગાર એ એવાં કર્મ અથવા બોલ હોય છે જે યાદ માં રહીને કરો છો. જેમ કોઈ વસ્તુ ખૂંપવામાં આવે છે, જ્યારે ઝંડા ને જમીન માં ખૂંપાવી દો છો ને અર્થાત્ ફાઉન્ડેશન (પાયો) નાખો છો. કહે છે - આ વસ્તુ ને સારી રીતે ખૂંપાવજો. એમ જ યાદ માં કરેલાં કર્મ સદા માટે યાદગાર બની જાય છે. જેમ કોઇ વસ્તુ દુનિયાની આગળ રાખવાની હોય છે તો કેટલી સુંદર અને સ્પષ્ટ બનાવવામાં આવે છે. સાધારણ વસ્તુ ને કોઈ ની આગળ નથી રાખતાં. કોઈ વિશેષતા હોય છે ત્યારે કોઇની આગળ રાખવામાં આવે છે. તમારા આ હમણાનાં દરેક કર્મ અથવા દરેક બોલ વિશ્વ ની આગળ યાદગાર નાં રુપ માં આવવાનાં છે. એવું અટેન્શન (ધ્યાન) રાખતાં અથવા એવી સ્મૃતિ રાખતાં દરેક કર્મ કે બોલ બોલો કે જે યાદગાર બનવા ને યોગ્ય હોય. જો યાદગાર બનવાનાં યોગ્ય નથી તો એ કર્મ ન કરો - આ સ્મૃતિ સદા રાખો. જે વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ બોલ કે સાધારણ કર્મ હોય છે એનું યાદગાર બનશે શું? યાદગાર બનવા માટે યાદ માં રહીને કર્મ કરો. જેમ બાપ ને જુઓ કે યાદ માં રહીને કર્મ કરવાથી જ કર્મ આજે તમારા બધાનાં દિલ માં યાદગાર બની ગયાં છે ને. એમ જ પોતાનાં કર્મો ને પણ વિશ્વ ની આગળ યાદગાર રુપ બનાવો. આ તો સહજ છે ને. જ્યારે કે નિશ્ચય છે કે આ બધાં અનેક પ્રકાર નાં યાદગાર અમારા જ છે; તો કરેલાં અનેક સમય નાં શ્રેષ્ઠ કર્મ અથવા યાદગાર સ્વરુપ હવે ફરી થી રિપીટ (પુનરાવર્તન) કરવામાં મુશ્કેલ લાગે છે કે? કલ્પ-કલ્પ નાં કરેલાં ને ફક્ત રિપીટ કરવાનાં છે. તો માસ્ટર ત્રિકાળદર્શી બની પોતાનાં કલ્પ પહેલાનાં યાદગાર ને સામે રાખી ફરીથી ફક્ત રીપીટ કરો. આ સ્મૃતિનાં પુરુષાર્થ માં સદા રહેતા આવ્યાં છો. તો હવે શું મુશ્કેલ છે? માયા હજું સુધી પણ આ સ્મૃતિ ને તાળું લગાવે છે શું? જ્યારે તાળું લાગી જાય છે તો શું બનાવી દે છે? બેતાળા. બધાનાં તાળા ખોલવા વાળા પણ બેતાળા બની જાય છે. આ સ્મૃતિ ને તાળું કેમ લાગે છે? પોતાનાં લક્ક (તકદીર) ને ભૂલી જાઓ છો તો લોક (તાળું) લાગી જાય છે. જો લક્ક ને જોશો તો ક્યારેય પણ લોક નહીં લાગી શકે. તો લોક ની ચાવી કઈ છે? સ્વયં પોતાને લક્કી (તકદીરવાન) સમજો. લવલી (પ્રેમાળ) પણ છો અને લક્કી (નસીબદાર) પણ છો. જો લક્ક ને ભૂલી ને ફક્ત લવલી બનશો, તો પણ અધૂરા રહી જાઓ છો. લવલી પણ છું અને લક્કી પણ છું - આ બંને સ્મૃતિ માં રહેવાથી ક્યારેય માયા નું લોક નહીં લાગી શકે. એટલાં માટે પોતાનાં કલ્પ પહેલાનાં યાદગારો ને ફરી થી યાદ માં રાખી ને રિપીટ કરો. હમણાં પણ જુઓ જો કોઈ યાદગાર યુક્તિ-યુક્ત નથી બનાવતા તો એવા યાદગાર ને જોઈને સંકલ્પ આવશે કે આ યુક્તિ-યુક્ત નથી બનેલું. કોઈ દેવીઓ કે શક્તિઓનું ચિત્ર યુક્તિ-યુક્ત નથી બનાવતાં તો જોતાં બધાને સંકલ્પ આવે છે કે આ ઠીક નથી. એમ જ, પોતાનાં કર્મો ને જુઓ, પોતાનાં દરેક સમય નાં રુપ કે રુહાબ ને જુઓ કે આ સમય નાં મારા રુપ કે રુહાબ નું યાદગાર શું બનશે? શું યુક્તિ-યુક્ત યાદગાર બનશે? જ્યારે યુક્તિ-યુક્ત યાદગાર ચિત્ર હોય છે તો એ ચિત્ર ની પણ કેટલી વેલ્યુ (મુલ્ય) હોય છે. તો એમ જુઓ કે અમારા દરેક સમય નાં દરેક ચરિત્ર ની વેલ્યુ છે? જો નથી તો યાદગાર ચિત્ર પણ વેલ્યુએબલ (મુલ્યવાન) નથી બની શકતાં. સમજ્યાં? તો એવો સમય સમીપ આવી ગયો છે કે તમારા દરેક સંકલ્પ નું ચરિત્ર રુપ માં યાદગાર બનશે, તમારા એક-એક બોલ સર્વ આત્માઓનાં મુખ નાં ગાયન થશે. તો પોતાને આવાં પૂજનીય અને ગાયન યોગ્ય સમજીને દરેક કર્મ કરો. અચ્છા!
દરેક કર્મ યાદ માં રહીને સદા યાદગાર બનાવવા વાળા લવલી અને લક્કી તારાઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.