Search for a command to run...
14 Jul 1972
અંતિમ સેવા માટે રમતાયોગી બનો
14 July 1972 · ગુજરાતી
જેમ ગવર્મેન્ટ (સરકાર) નાં ગુપ્તચર નવાં-નવાં પ્લાન્સ (યોજનાઓ) બનાવે છે, ક્યાંય પણ કોઈ ઉલટું કર્તવ્ય વગેરે થાય છે તો એને ચેક (તપાસ) કરે છે. એમ તમે બધાં પણ પાંડવ ગવર્મેન્ટ નાં ગુપ્તચર છો. આત્માઓ ને જે દગા માં ફસાવવા વાળા છે કે ઉલ્ટા રસ્તા પર ચલાવવા વાળા કે મિલાવટ કરવા વાળા છે કે નીચે પાડવાનાં નિમિત્ત છે એમનાં માટે નાં નવા-નવા પ્લાન્સ બનાવો છો? એ ગવર્મેન્ટ પણ સદૈવ નવાં-નવાં પ્લાન્સ બનાવે છે ને, જેનાથી મિલાવટ કરવા વાળા એમની નજર થી બચી નથી શકતાં. હવે ચારે બાજુ અવાજ તો ફેલાવી દીધો છે પરંતુ આ વિદ્વાન, આચાર્ય વગેરે જે નિમિત્ત બનેલાં છે યથાર્થ જ્ઞાન નાં બદલે અયથાર્થ રીતે આપવાનાં, એમની તરફ અટેન્શન (ધ્યાન) જાય છે? એક દ્વારા પણ અનેકો ને અવાજ પહોંચે છે. એ કોણ નિમિત્ત બની શકે છે? સાધારણ જનતા (લોકો) ને તો સંભળાવતાં રહો છો, એમાંથી જે બનવા વાળા છે એ પોતાનો યથા શક્તિ પુરુષાર્થ કરતાં ચાલી રહ્યાં છે. પરંતુ જે અવાજ ફેલાવાનો છે એ કોનાં દ્વારા? શક્તિઓનું જે અંતિમ ગાયન છે એ શું આ સાધારણ જનતા નાં પ્રત્યે ગાયન છે? શક્તિઓ ની શક્તિ ની પ્રત્યક્ષતા આ સાધારણ જનતા દ્વારા થશે? જે પોલિટિકલ (રાજકીય) લોકો છે એમનાં દ્વારા એટલો અવાજ નથી ફેલાઈ શકતો કારણ કે આજકાલ જે પણ નેતા બને છે, એ બધાનાં અવગુણ જનતા જાણે છે. આજકાલ પ્રજા નું પ્રજા પર રાજ્ય છે ને. તો નેતાઓનાં અવાજ નો પ્રભાવ નથી. તો એક દ્વારા અનેકો સુધી અવાજ ફેલાવવાનાં નિમિત્ત કોણ બનશે? આ ગુરુઓ ની સાંકળો (બંધન) માં તો બધાં ફસાયેલાં છે ને. ભલે અંદર માં કાંઈ પણ હોય, પરંતુ એમનાં શિષ્ય અંધશ્રદ્ધા થી સત્-સત્ કરવાં ટેવાયેલાં છે. નેતાઓ ની પાછળ સત્-સત્ કરવા વાળા નથી. તો શક્તિઓનું જે ગાયન છે એ ક્યારે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં આવવાનું છે? કે એનાં માટે હજું ધરતી નથી બની? જેમ ગુપ્તચર જે હોય છે એ શું કરે છે? મિલાવટ વાળા પર જ ઘેરાવ નાખે છે. મિલાવટ કરવા વાળા મોટા માણસો હોય છે, જેનાથી ગવર્મેન્ટ ને ઘણી પ્રાપ્તિ થાય છે. સાધારણ ની પાછળ નથી પડતાં. એમનાં નવાં-નવાં પ્લાન્સ બનતાં રહે છે કે કેવી રીતે મિલાવટ ને પ્રસિદ્ધ કરીએ. તો આવી બુદ્ધિ ચાલે છે? કે પછી જે સહજ પ્રજા બને છે એમાં જ સંતુષ્ટ છો? પ્રભાવ પાડવાનું જે મુખ્ય સાધન છે એ તો પ્રેક્ટિકલ માં કરવું પડે ને. એ ક્યારે થશે? જ્યારે પહેલાં બુદ્ધિ માં પ્લાન્સ ચાલશે, ઉમંગ આવશે કે આજે અમારે આ કરવાનું છે. તો હમણાં આ સંકલ્પ ઉઠે છે કે સંકલ્પ જ મર્જ (વિસ્મૃત) છે? જેમ સેવા ચાલતી રહે છે એ જ તો પ્રજા બનાવવાનું સાધન છે. પરંતુ અવાજ ફેલાવવાનું સાધન, જેનાથી પ્રત્યક્ષતા થાય, એ પ્રેક્ટિકલ માં લાવવાનું છે. જ્યારે વિમુખ કરવા વાળા સમ્મુખ આવે ત્યારે કહેવાય પ્રભાવ. બાકી વિમુખ થવા વાળા સમ્મુખ આવે એ કોઇ મોટી વાત નથી. એટલાં માટે બાપ થી પણ વધારે શક્તિઓનું, કુમારીઓનું ગાયન છે. કન્યાઓ અર્થાત્ બ્રહ્માકુમારીઓ. એનો અર્થ એ નથી કે કુમારી જ હશે. બ્રહ્મા-કુમાર-કુમારીઓ તો બધાં છે. કન્યાઓ દ્વારા બાણ મરાવ્યાં છે. બાપ સ્વયં સમ્મુખ નથી આવ્યાં, સમ્મુખ શક્તિઓ ને રાખી. તો જ્યારે પ્રેક્ટિકલ માં શક્તિ સેનાં નિમિત્ત છે તો શક્તિઓનું જે વિશેષ કર્તવ્ય ગવાયેલું છે એ એમનાં થી જ ગવાયેલું છે. એ ઉમંગ-ઉત્સાહ છે? શું સેમિનાર (ચર્ચાસત્ર) કરવામાં જ ખુશ છો? આ તો બધાં સાધન છે નંબર વાર પ્રજા બનાવવા માટે. કંઈક-ને-કંઇક કનેક્શન (સંપર્ક) માં આવે છે અને પ્રજા બની જાય છે. પરંતુ હવે તો એનાથી પણ આગળ વધવાનું છે. અંતિમ સેવા ને પ્રેક્ટિકલ માં લાવવા માટે હમણાં થી જ તૈયારી કરો. પહેલાં તો સંકલ્પ કરો, પછી એનાં પ્લાન્સ બનાવો, પછી પ્લાન્સ થી પ્રેક્ટિકલ માં આવો. એમાં પણ સમય તો જોઈએ ને. શરું તો હમણાં થી કરવું પડે. જેમ શરુ-શરુ માં જોશ હતો કે જેમણે અમને પાડ્યાં છે એમને જ સંદેશ આપવાનો છે. વચ્ચે પ્રજા નાં વિસ્તાર માં ચાલ્યાં ગયા. પરંતુ જે આદિ માં હતું એ અંત માં પણ આવવાનું છે. જેમ માયા ની સાંકળો થી છોડાવવા માટે મહેનત કરો છો. એમ આ પણ મોટી સાંકળ છે અને હવે તો દિવસ-પ્રતિદિવસ આ સાંકળો મોહિની રુપ લઈને પોતાની તરફ ખેંચતી જઈ રહી છે અથવા અલ્પકાળ ની બુદ્ધિ દ્વારા પ્રાપ્તિ કરાવતાં પોતાની સાંકળોમાં ફસાવતાં જાય છે. એનાથી બધાને ક્યારે છોડાવશો? અંતિમ પ્રભાવ નું સાધન આ જ છે જેનું ગાયન પણ છે કે કીડી મહારથી ને પણ પાડી દે છે. ગાયન તો કમાલ કરવાનું (કમાલ કરવાની કળા) હોય છે ને. સાધારણ જનતા ને સંભળાવતાં રહો છો, એ શું મોટી વાત છે. આ તો એ મિલાવટ વાળા પણ કરે છે. જુઠ્ઠા લોકો પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ જે પોતાને મહારથી સમજે છે તેમનાં પોલ ખોલી દો. તેમને ઝુકાવો ત્યારે કમાલ છે. આવી કમાલ દેખાડવા માટે કાંઈક બુદ્ધિ ચાલે છે? અસત્ય ને અસત્ય સિદ્ધ કરો ત્યારે તો સત્ય ની જય છે. જય-જયકાર થશે જ ત્યારે. પછી આટલી મહેનત કરવાની જરુરત નથી. એનાં માટે પ્લાન્સ જોઈએ, રીત જોઈએ અને અંદર માં એ નશો જોઈએ કે અમે ગુપ્તચર છીએ, એમની પોલ ખોલવી એ અમારું કામ છે, અમે જ એનાં માટે નિમિત્ત છીએ. આ અંદર થી ઉમંગ-ઉત્સાહ આવે, ત્યારે આ કામ થઈ શકે છે. આ પ્રોગ્રામ થી નથી થઈ શકતું. કોઈને તમે પ્રોગ્રામ આપો કે આ-આ કરો, એમ એ નહીં કરી શકે. એમનામાં સામનો કરવાની એટલી શક્તિ નહીં આવે. પોતાનાં દિલ માં જોશ આવે કે મારે આ કરવું છે, આ પ્રેક્ટિકલ થઈ શકે છે. સંકલ્પ ને રચવા થી પછી પ્રેક્ટિકલ માં આવી જશે. હવે બધાની નજર કોઈ કમાલ જોવાની તરફ છે અને શક્તિઓ વગર આ કાર્ય પાંડવ અથવા કોઈ કરી નથી શકતું. નિમિત્ત શક્તિઓ ને બનવાનું છે. જેમ શરુ-શરુ માં રમતાયોગી ની માફક જ્યાનાં માટે પણ સંકલ્પ આવતો હતો, જોશ માં ચાલી પડતાં હતાં અને યથાશક્તિ સફળતા પણ પ્રાપ્ત કરી લેતા હતાં. એમ જ પછી આ વાત માટે પણ રમતાયોગી જોઈએ. પ્રજા બનાવવામાં ખુબ બીઝી (વ્યસ્ત) થઈ ગયાં છો અને જે રચના રચી છે એની પાલના માં જ સમય વીતી જાય છે. અચ્છા!
\\
(અંતિમ પ્રભાવ નું સાધન જ આ છે જેનું ગાયન પણ છે કે કીડી મહારથી ને પણ પાડી દે છે.)