Search for a command to run...
18 Jan 1973
સમાનતા અને સમીપતા
18 January 1973 · ગુજરાતી
શું બાપદાદા સમાન સ્વમાન-ધારી, સ્વદર્શન-ચક્રધારી અને નિર્માન બન્યાં છો? જેટલાં-જેટલાં આ વિશેષ ધારણાઓમાં સમાન બનતાં જાઓ છો એટલો જ સમય ને સમીપ લઇ આવો છો. સમય ને જાણવા માટે હવે કેટલો સમય બાકી છે? એની પરખ - તમારી ધારણાઓમાં સમાન સ્થિતિ છે. હવે કહો કે સમય કેટલો સમીપ છે? સમાનતા માં સમીપ છો તો સમય પણ સમીપ છે. આ પ્રોગ્રામ ની વચ્ચે પોતાને પારખવાનો અને પોતાનાં દ્વારા સમય ને જાણવાનો સમય મળ્યો છે. આ વિશેષ માસ ની અંદર બે મુખ્ય વાતો મુખ્ય રુપ થી લક્ષ્યનાં રુપ સામે રાખવાની છે. એ કઈ છે? એક તો લવ (પ્રેમ) અને બીજું લવલીન (પ્રેમમાં મગન).
કર્મ માં, વાણી માં, સંપર્ક માં અને સંબંધ માં લવ, અને સ્મૃતિ માં કે સ્થિતિ માં લવલીન રેહવાનું છે. જે જેટલાં લવલી (પ્રેમાળ) હશે, એ એટલાં જ લવલીન રહી શકે છે. આ લવલીન સ્થિતિ ને મનુષ્ય આત્માઓએ લીન ની અવસ્થા કહી દીધી છે. બાપ માં લવ ખતમ કરી ને ફક્ત લીન શબ્દ ને પકડી લીધો છે. તો આ માસ ની અંદર આ બંને મુખ્ય વિશેષતાઓ ને ધારણ કરી બાપદાદા સમાન બનવાનું છે. બાપદાદા ની મુખ્ય વિશેષતા, જેણે આપ સૌને વિશેષ બનાવ્યાં, બધું જ ભુલાવ્યું અને દેહી-અભિમાની બનાવ્યાં, એ આ હતી - લવ અને લવલીન.
પ્રેમ એ આપ સૌને પણ એક સેકન્ડ માં ૫૦૦૦ વર્ષ ની વિસ્મૃત થયેલી વાતો ને સ્મૃતિ માં લાવી છે, સર્વ સંબંધો માં લાવ્યાં છે, સર્વસ્વ ત્યાગી બનાવ્યાં છે. જયારે બાપે એક જ વિશેષતા થી એક જ સેકન્ડ માં પોતાનાં બનાવી લીધાં તો તમે બધાં પણ આ વિશેષતા ને ધારણ કરી બાપ સમાન બન્યાં છો? જયારે સાકાર બાપ માં આ વિશેષતા માં પરસેન્ટેજ (ટકાવારી) નથી જોઈ, પરફેક્ટ (સંપૂર્ણ) જ દેખાયાં તો આપ વિશેષ આત્માઓએ અને બાપ સમાન બનેલી આત્માઓએ પણ પરફેક્ટ બનવાનું છે. આ મુખ્ય વિશેષતામાં પરસેન્ટેજ ન હોવી જોઈએ. પરફેક્ટ થવાનું છે, કારણ કે આનાં દ્વારા જ સર્વ આત્માઓનાં ભાગ્ય અને લક (નસીબ) ને જગાડી શકો છો. લક નાં લોક (તાળું) ની ચાવી કઈ છે? લવ. લવ જ લોક ની ચાવી છે. આ ‘માસ્ટર કી’ (ગુરુ ચાવી) છે. કેવાં પણ દુર્ભાગ્યશાળી ને ભાગ્યશાળી બનાવે છે. શું આનાં સ્વયં અનુભવી છો?
જેટલો-જેટલો બાપદાદા થી લવ જોડાય છે, એટલું જ બુધ્ધિ નું તાળુ ખુલતું જાય છે. લવ ઓછો તો લક પણ ઓછું. તો સર્વ આત્માઓનાં લક નાં તાળા ને ખોલવા વાળી ચાવી તમારી પાસે છે? ક્યાંક આ લક ની ચાવી ને ગુમાવી તો નથી દેતાં? અથવા માયા ભિન્ન-ભિન્ન રુપો અને રંગો માં આ ચાવી ને ચોરી તો નથી લેતી? માયા ની નજર પણ આ ચાવી પર છે. એટલે આ ચાવી ને સદા કાયમ રાખવાની છે. લવ અનેક વસ્તુઓમાં હોય છે. જો કોઈ પણ વસ્તુ માં લવ છે તો બાપ થી લવ પરસેન્ટેજ (ટકાવારી) માં થઇ જાય છે. પોતાનાં દેહ માં, પોતાની કોઈ વસ્તુ માં જો લગાવ છે તો સમજો, કે લવ માં પરસેન્ટેજ છે. લગાવ મટાડવો જ બાપ ની સમાનતા ને લાવવી છે. જ્યાં લગાવ હશે ત્યાં બાપદાદા સદા સાથે નથી.
પરસેન્ટેજ વાળો ક્યારેય પરફેક્ટ નથી બની શકતો. પરસેન્ટેજ અર્થાત્ ડીફેક્ટ (ક્ષતિ) વાળો ક્યારેય પરફેક્ટ નથી બની શકતો, એટલાં માટે આ વર્ષે પરસેન્ટેજ ને મટાડી ને પરફેક્ટ બનો. ત્યારે આ વર્ષ વિનાશ ની વર્ષા લાવશે. એક વર્ષ નો સમય આપી રહ્યાં છે, જેથી પછી આ ઉલ્હના (ફરિયાદ) ન આપે કે ‘અમને શું ખબર?’ એક વર્ષ અનેક વર્ષોની શ્રેષ્ઠ પ્રાલબ્ધ બનાવવાનું નિમિત્ત છે. સ્વયં પોતે જ ચેકર (તપાસનાર) બની પોતે પોતાને જ ચેક (તપાસ) કરજો. જો મુખ્ય આ વાત માં પોતાને પરફેક્ટ બનાવ્યાં તો અનેક પ્રકાર ની ડીફેક્ટ સ્વતઃ જ સમાપ્ત થઇ જશે. આ તો સહજ પુરુષાર્થ છે ને? જો સ્વયં બાપ ની સાથે લવ (પ્રેમ) માં લવલીન (પ્રેમમાં મગન) રહેશો તો બીજાંઓ ને પણ સહજ રીતે આપ-સમાન કે બાપ-સમાન બનાવી શકશો. તો આ વર્ષ બાપ-સમાન બનવાનું લક્ષ્ય રાખી ને ચાલશો, તો બાપદાદા પણ એવાં બાળકો ને “તત્ ત્વમ્” નું વરદાન આપવાં માટે ડ્રામા અનુસાર નિમિત્ત બનેલાં છે. આ વર્ષ ની વિશેષતા બાપ-સમાન બની સમય ને સમીપ લાવવાનો છે. સમય ની વિશેષતા ને સ્વયં માં લાવવાની છે.
આવાં સદા લવલી-લવલીન રેહવાવાળા, બાપ-સમાન નિર્માન અને નિર્માણ કરવાનાં કર્તવ્યમાં સદા તત્પર રહેવા વાળા, સમય ની વિશેષતા ને સ્વયં માં લાવવા વાળા, શ્રેષ્ઠ સ્વમાન માં સદા સ્થિત રહેવા વાળા, શ્રેષ્ઠ અને સમાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ શાંતિ.
આ વાણી નો સાર
* જો કોઈ પણ વસ્તુમાં અને પોતાનાં દેહમાં લગાવ છે તો જરુર બાપ સાથે નાં લવ માં પરસેન્ટેજ છે, લગાવ મટાડવો જ સ્વયં માં બાપ ની સમાનતા ને લાવવી છે.
* બે મુખ્ય વાતો લક્ષ્ય રુપ માં સામે રાખવાની છે. એક તો ‘લવ’ અને બીજું ‘લવલીન’. જે જેટલાં લવલી હશે, એટલાં જ લવલીન રહી શકે છે.