Search for a command to run...
23 Jan 1973
સંપૂર્ણ-મૂર્ત બનવાનાં ચાર સ્તંભ
23 January 1973 · ગુજરાતી
બધાં પોતાને સંપૂર્ણ બનાવવાનાં પુરુષાર્થમાં ચાલી રહ્યાં છો? સંપૂર્ણ-મૂર્ત બનવા માટે મુખ્ય ચાર વિશેષતાઓ ધારણ કરવાની છે - જેનાથી સહજ જ સંપૂર્ણ-મૂર્ત બની શકો છો. જેમ બીજાઓને યોગની સ્થિતિમાં સદા એકરસ સ્થિતિમાં સ્થિત થવા માટે, ચાર મુખ્ય નિયમ - સ્તંભ નાં રુપમાં દેખાડો છો કે બતાવો છો, એવી જ રીતે સદા સંપૂર્ણ-મૂર્ત બનવા માટે આ ચાર વિશેષતાઓ સ્તંભનાં રુપમાં છે. એ કઈ છે? ૧. જ્ઞાન-મૂર્ત ૨. ગુણ-મૂર્ત ૩. મહાદાની-મૂર્ત અને ૪. યાદ-મૂર્ત અર્થાત્ તપસ્વી-મૂર્ત. આ ચારેય વિશેષતાઓ પોતાનામાં લાવવાથી સંપૂર્ણ સ્થિતિ બનાવી શકો છો. હવે એ જુઓ કે પોતાની મૂર્ત માં આ ચારેય વિશેષતાઓ પ્રત્યક્ષ રુપમાં અનુભવ થાય છે અથવા અન્ય આત્માઓને પણ દેખાય છે?
જ્ઞાન-મૂર્ત અર્થાત્ સદૈવ બુદ્ધિમાં જ્ઞાનનું સ્મરણ ચાલતું રહે. સદૈવ વાણીમાં જ્ઞાનનાં જ બોલ વર્ણન કરતાં રહે. દરેક કર્મ દ્વારા જ્ઞાન સ્વરુપ અર્થાત્ માસ્ટર નોલેજફુલ અને માસ્ટર સર્વશક્તિમાન - આ મુખ્ય સ્વરુપો નાં સાક્ષાત્કાર થાય. આને કહેવામાં આવે છે ‘જ્ઞાન મૂર્ત’. આ પ્રકાર થી મન, વાણી અને કર્મ દ્વારા ‘ગુણ-મૂર્ત’, મહાદાની-મૂર્ત અને યાદ અર્થાત્ તપસ્યા-મૂર્ત પ્રત્યક્ષ રુપમાં દેખાઈ આવે. જેમ લૌકિક ભણતરમાં ત્રણ માસ, છ માસ અને નૌ માસ ની પરીક્ષા લે છે, જેનાથી દરેકને પોતાનાં અભ્યાસ ની ખબર પડી જાય છે, એવી જ રીતે ઈશ્વરીય ભણતર નો હવે ઘણો સમય વીતી ચૂક્યો છે. એટલાં માટે આ વિશેષ માસ યાદ ની યાત્રામાં રહી પોતાની ચેકિંગ કરવા માટે અર્થાત્ સ્વયં પોતાનાં શિક્ષક બની, સાક્ષી બની પોતાનું પેપર લઈ જોવાં માટે આપેલો છે. હવે ફક્ત ફાઇનલ (અંતિમ) પેપર જ રહ્યું છે. એટલાં માટે પોતાનાં પરિણામ ને જોઈ ચેક કરો કે આ ચારેય વિશેષતાઓ માંથી કઈ વિશેષતામાં અને કેટલા પરસેન્ટેજ (ટકાવારી) ની કમી છે. શું ફાઇનલ પેપરમાં સંપૂર્ણ પાસ થવાં યોગ્ય સર્વ યોગ્યતાઓ છે? આ માસ પરિણામ જોવાનો છે. પરસેન્ટેજ જો ઓછા છે તો સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) કેવી રીતે પામી શકશો? એટલે પોતાની કમીઓ ને જાણીને તેને ભરવાનો તીવ્ર પુરુષાર્થ કરો. હવે આ થોડો સમય છતાં પણ ડ્રામા અનુસાર પુરુષાર્થ માટે મળ્યો છે. પરંતુ ફાઇનલ પેપર થવા પહેલાં પોતાને સંપૂર્ણ બનાવવાનાં છે. પોતાનું રિઝલ્ટ જોયું છે? જેમ આ માસમાં ચારેય તરફ યાદ ની યાત્રા નો ઉમંગ અને ઉત્સાહ રહ્યો છે, તેનું રીઝલ્ટ શું સમજો છો? કેટલાં માર્ક્સ (ગુણ) આપશો? ભલે બધાનાં પોત-પોતાનાં તો છે છતાં પણ ચારે તરફનાં વાતાવરણ કે વાયુમંડળ અથવા પુરુષાર્થનાં ઉમંગ અને ઉત્સાહ નાં રિઝલ્ટમાં કેટલાં માર્કસ કહેશો? ટોટલ પૂછે છે. બધાનાં પુરુષાર્થ નો પ્રભાવ મધુવન સુધી પહોંચે છે ને? શું ત્રિકાળદર્શી નથી? પોતાનાં સમીપ પરિવારની આત્માઓનાં પુરુષાર્થ નાં ત્રિકાળદર્શી નથી કે શું? શું ભવિષ્યનાં જ ત્રિકાળદર્શી છો? વર્તમાન નાં નથી? વાઈબ્રેશન (પ્રકમ્પન) થી અને વાયુમંડળ થી પારખી નથી શકતાં?
જ્યારે સાયન્સ વાળા (વિજ્ઞાનીઓ) પૃથ્વી થી સ્પેસ (અવકાશ) માં જવા વાળાઓની દરેક ગતિ અને દરેક વિધિ ને જાણી શકે છે તો શું યાદનાં બળ થી તમે તમારાં શ્રેષ્ઠ પુરુષાર્થ ની ગતિ અને વિધિ ને નથી જાણી શકતાં? છેલ્લે જાણશો જ્યારે આવશ્યકતા નહીં હશે? હમણાંથી એ જાણવાનો અભ્યાસ પણ હોવો જોઈએ - કેચિંગ પાવર (પકડવાની શક્તિ) જોઈએ. જેમ વિજ્ઞાન દૂર નાં અવાજ ને પકડી ચારે બાજુ સંભળાવી શકે છે તો તમે લોકો પણ શુદ્ધ વાઈબ્રેશન, શુદ્ધ વૃત્તિઓ અને શુદ્ધ વાયુમંડળ ને કેચ નથી કરી શકતાં? આ કેચિંગ પાવર પ્રત્યક્ષ રુપમાં અનુભવ થશે. જેમ આજકાલ દૂર નું દૃશ્ય ટીવી દ્વારા સ્પષ્ટ દેખાય છે, તેમ દિવ્ય બુદ્ધિ બનવાથી ફક્ત એક યાદનાં શુદ્ધ-સંકલ્પ માં સ્થિત રહેવાથી તમને બધાને પણ એકબીજાની સ્થિતિ અને પુરુષાર્થની ગતિવિધિ એવી સ્પષ્ટ દેખાશે. આ સાયન્સ પણ ક્યાંથી નીકળ્યું છે? સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ થી જ સાયન્સ નીકળ્યું છે. વિજ્ઞાન તમારા લોકોની વાસ્તવિક સ્થિતિ અને સંપૂર્ણ સ્ટેજ ને સમજાવવા માટે એક સાધન નીકળ્યું છે. કેમ કે સૂક્ષ્મ શક્તિ ને જાણવા માટે તમોગુણી બુદ્ધિવાળાઓ માટે કોઈ સ્થૂળ સાધન જોઈએ. જે શ્રેષ્ઠ આત્મામાં આ ચારેય વિશેષતાઓ, સંપૂર્ણ પરસેન્ટેજ માં અર્થાત્ જેને ૧૦૦% કહેવાય છે, ઈમર્જ (જાગૃત) રુપ માં હશે, એવી આત્મામાં સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ દેખાશે. આ સિદ્ધિ પોતાનાં પ્રેઝન્ટ (વર્તમાન) સમયનાં પુરુષાર્થ માં દેખાય છે? કંઈક પરસેન્ટેજ (ટકાવારી) માં પણ દેખાય છે કે આ અવસ્થા હજું દૂર છે? થોડી સમીપ દેખાય છે. આમ તો આ માસ નું રીઝલ્ટ ચારે બાજુ નું બહુ સારું રહ્યું. હવે આગળ શું કરશો? યાદની યાત્રામાં રહેવાથી કોઈ નવાં પ્લાન પ્રેક્ટિકલ માં લાવવા માટે ઈમર્જ થયાં?
જેમ ચારે તરફ સંગઠનનાં રુપમાં યાદનું બળ પોતાનામાં ભરવાનો પુરુષાર્થ કર્યો તેમ હવે ફરી આવતાં બે મહિના વિશેષ બુલંદ અવાજ થી ચારે તરફ બાપને પ્રત્યક્ષ કરવાનાં નગારાઓ વગાડવાનાં છે. જે નગારાઓનાં અવાજ ને સાંભળીને સૂતેલી આત્માઓ જાગી જાય. ચારે બાજુ આ અવાજ કયો છે અને આ સમયે કેવું શ્રેષ્ઠ કર્તવ્ય ચાલી રહ્યું છે?
દરેક આત્મા પોતાનું શ્રેષ્ઠ ભાગ્ય હમણાં જ બનાવી શકે છે. આવી જ રીતે ચારે બાજું ભિન્ન-ભિન્ન યુક્તિઓથી ભિન્ન-ભિન્ન પ્રોગ્રામ થી બાપનાં પરિચયનાં નગારા વગાડો. આ બે મહિનામાં બધાએ આ વિશેષ કાર્ય માં પોતાની વિશેષતા દેખાડવાની છે. જેમ યાદની યાત્રામાં દરેકે પોતાનાં પુરુષાર્થ પ્રમાણે રેસમાં આગળ વધતાં રહેવાનો પુરુષાર્થ કર્યો, એમ હવે આ બે માસની અંદર બાપ ને પ્રત્યક્ષ કરવાનાં નવા-નવા પ્લાન્સ પ્રેક્ટિકલ માં લાવવાની રેસ કરો. પછી પરિણામ સંભળાવશે કે આ રેસ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ લેવા વાળું કોણ-કોણ નિમિત્ત બન્યું? ચાન્સ (તક) પણ બહુ સારો છે. શિવ જયંતી નો મહોત્સવ પણ આ બે માસમાં છે ને? એટલે હવે પરિણામ જોશે. એક માસ ની અંદર યોગબળ ની પ્રાપ્તિ નો શું અનુભવ કર્યો? હવે યોગબળ દ્વારા આત્માઓને જગાડવાનું કર્તવ્ય કરો અને પુરાવો દેખાડો. જેમ બાપદાદા થી પણ પુરુષાર્થ નું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે એમ બદલામાં પ્રત્યક્ષ ફળ દેખાડો અને સર્વ શક્તિમાન બાપની ચાકરીનું પ્રત્યક્ષ સ્વરુપ દેખાડો.
સાકાર રુપ દ્વારા પણ ખૂબ પાલના લીધી અને અવ્યક્ત રુપ દ્વારા પણ પાલના લીધી. હવે અન્ય આત્માઓની જ્ઞાનની પાલના કરી એમને પણ બાપનાં સમ્મુખ લાવો અને બાપનાં સમીપ લાવો.
ડ્રામા માં આ જે સમય ચાલી રહ્યો છે અથવા હમણાનું જે વર્ષ ચાલી રહ્યું છે એમાં બહુ અનોખી વાતો જોશો. એટલા માટે શરુઆત માં વિશેષ યાદનું બળ ભરવા માટે ની તક મળી છે. હવે બહુ જલ્દી નવાં-નવાં દૃશ્યો અને નવી-નવી વાતો સાંભળશો અને જોશો. આનાં માટે અવ્યક્ત સ્થિતિ અને અવ્યક્ત મિલન નો વિશેષ અનુભવ કરવાનો છે, જેથી કોઈ પણ સમય પર મિલન દ્વારા બુદ્ધિબળ થી પોતાનાં પુરુષાર્થ કે વિશ્વ સેવા નાં સર્વ કાર્ય માં સફળતા-મૂર્ત બની શકો. હમણાં અવ્યક્ત મિલન નો અનુભવ કર્યો? જે સમયે ઈચ્છો, કે જે પરિસ્થિતિમાં ઈચ્છો, એ સમય એ સ્વરુપ થી મિલન મનાવવાનો અનુભવ કરી શકો છો? શું આ પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ ગઈ? જ્યારે થોડી પ્રેક્ટિસ કરી છે તો તેને વધારી શકો છો ને? રીત તો બધાને આવડી ગઈ છે? આ તો બહુ સહજ રીત છે. જેનાથી જે દેશમાં, જે રુપ માં મળવા ઈચ્છો છો એવો પોતાનો વેશ બનાવી લો. જો પોતાનો વેશ બનાવી લીધો, તો એ વેશમાં અને એ દેશમાં પહોંચી જ જશો અને એ દેશનાં વાસી બાપ સાથે અનેક રુપ થી મિલન મનાવી શકશો. ફક્ત એ દેશ નાં સમાન વેશ ધારણ કરો. અર્થાત્ સ્થૂળ વેશ અને સ્થૂળ શરીર ની સ્મૃતિ થી પરે સૂક્ષ્મ શરીર અર્થાત્ સૂક્ષ્મ દેશ નાં વેશધારી બનો. શું બહુરુપી નથી? શું વેશ ધારણ કરતાં નથી આવડતું? જેમ આજકાલની દુનિયામાં જેવું કર્તવ્ય એવો વેશ ધારણ કરી લે છે, તેવી જ રીતે તમે પણ બહુરુપી છો? તો જે સમયે, જેવું કર્મ કરવા ઈચ્છો છો શું એવો વેશ ધારણ નથી કરી શકતાં? હમણાં સાકારી અને હમણાં આકારી, જેમ સ્થૂળ વસ્ત્ર સહજ બદલી શકો છો તો શું પોતાની બુદ્ધિ દ્વારા પોતાનાં સુક્ષ્મ શરીરને ધારણ નથી કરી શકતાં? ફક્ત બહુરુપી બની જાઓ. તો સર્વ સ્વરુપો નાં સુખનો અનુભવ કરી શકશો. ખૂબ સહજ છે. પોતાનું જ તો સ્વરુપ છે. કોઈ નકલી રુપ કોઈ બીજાનું થોડું ધારણ કરો છો? બીજાનાં વસ્ત્રો ઉપર-નીચે થઇ શકે છે, ફીટ થાય કે ન થાય. પરંતુ પોતાનાં વસ્ત્ર તો સહજ જ ધારણ કરી શકો છો. આ પોતાનું જ તો સ્વરુપ છે. સહજ છે ને? ડ્રામા અનુસાર આ વિશેષ અભ્યાસ પણ કોઈ રહસ્ય થી નોંધાયેલો છે. કયું રહસ્ય ભરેલું છે? ટચ (સ્પર્શ) થાય છે? જે પણ બધાં બોલી રહ્યાં છો બધું યથાર્થ છે કારણ કે હમણાં યથાર્થ સ્થિતિમાં સ્થિત છો ને? વ્યર્થ સ્થિતિ તો નથી? સમર્થ શક્તિ સ્વરુપ ની સ્થિતિ છે ને?
હવે ડ્રામા ની રીલ જલ્દી-જલ્દી પરિવર્તન થવાની છે, જે હવે વર્તમાન સમય ચાલી રહ્યો છે, એ બધી વાતો પરિવર્તન થવાની છે. વ્યક્ત દ્વારા અવ્યક્ત મિલન - આ બધું તીવ્ર પરિવર્તન થવાનું છે. આ કારણસર અવ્યક્ત મિલન નો વિશેષ અનુભવ વિશેષ રુપ થી કરાવ્યો છે અને આગળ પણ અવ્યક્ત સ્થિતિ દ્વારા અવ્યક્ત મિલન નાં વિચિત્ર અનુભવ ખુબ કરશો. આ વર્ષ ને અવ્યક્ત મિલન દ્વારા વિશેષ શક્તિઓની પ્રાપ્તિ નું વરદાન મળ્યું છે. એટલાં માટે એમ નહીં સમજતાં કે આ મહિનો સમાપ્ત થાયો, પરંતુ આ અભ્યાસ ને અને આ જ અનુભવો ને જે સતત આગળ-આગળ વધારતાં જશે તેમને ઘણાં નવાં-નવાં અનુભવ થતાં રહેશે. સમજ્યાં?
આ રીતે સર્વ ગુણો માં પોતાને સંપન્ન બનાવવા વાળા, પોતાનાં સંકલ્પ, વાણી અને કર્મ દ્વારા સર્વ વિશેષતાઓ પ્રત્યક્ષ કરવા વાળા, બાપદાદાની દિવ્ય પાલનાનું પ્રત્યક્ષ ફળ દેખાડવા વાળા, બાપનાં સદા સ્નેહી, સદા સહયોગી, સર્વ શક્તિઓમાં સમાન બનવા વાળા અને સર્વ સિદ્ધિઓ ને પ્રાપ્ત કરવા વાળી શ્રેષ્ઠ આત્માઓ અને તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ મુરલીનાં જ્ઞાન બિંદુ
૧. ઈશ્વરીય ભણતર નો હવે ઘણો સમય વીતી ચૂક્યો છે. એટલાં માટે યાદની યાત્રામાં રહી પોતાની ચેકિંગ કરવા માટે સ્વયં પોતાનાં શિક્ષક બની સાક્ષી બની પોતાનું પેપર લેવાનું છે.