Search for a command to run...
24 Dec 1972
સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓની જવાબદારી
24 December 1972 · ગુજરાતી
બધાં વિધાતા, વિધાન અને વિધિ ને સારી રીતે જાણી ચુક્યાં છો? જો વિધાતા ને જાણ્યાં તો વિધાન અને વિધિ સ્વતઃ જ બુદ્ધિ માં કે કર્મ માં આવી જાય છે. વિધાતા દ્વારા આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓ વિધાન બનાવવા વાળા બન્યાં છો, એવાં પોતાને સમજી ને દરેક કર્મ કરો છો? કારણ કે આ સમયે આપ બ્રાહ્મણોનાં જે શ્રેષ્ઠ કર્મ છે એ જ વિશ્વનાં માટે આખાં કલ્પ ની અંદર વિધાન બની જાય છે. આપ બ્રાહ્મણોનાં કર્મ એટલાં મહત્વપૂર્ણ છે! આમ પોતાનાં દરેક કર્મ ને મહત્વપૂર્ણ સમજી ને કરો છો? પોતાને વિધાન નાં રચયિતા સમજી ને દરેક કર્મ કરવાનાં છે. બધાં રીત-રિવાજ ક્યારથી અને કોનાં દ્વારા શરું થાય છે, જે પછી આખાં કલ્પ માં ચાલતાં આવે છે? આ સમયે આપ બ્રાહ્મણો નો જે રીત-રિવાજ, પ્રેક્ટિકલ જીવનનાં રુપ માં ચાલે છે એ સદા માટે અનાદિ વિધાન બની જાય છે, એમ સમજી ને દરેક કર્મ કરવાથી ક્યારેય પણ અલબેલાપણું નહીં આવે. આ વિધિપૂર્વક સ્મૃતિ-સ્વરુપ થઈ ને ચાલવાનું છે. આટલી મોટી જવાબદારી સમજી ને કર્મ કરવાનું છે - આ સ્મૃતિ રહે છે? સંગમયુગ ની આ જ વિશેષતા છે જે દરેક શ્રેષ્ઠ આત્મા ને જવાબદારી મળેલી છે. એવું નહીં કે કોઈ વિશેષ આત્માઓની જવાબદારી છે, અમે એમનાં બનાવેલાં વિધાન પર ચાલવા વાળા છીએ. ના, દરેક આત્મા વિધાન બનાવવા વાળી છે, આ નિશ્ચય થી દરેક કર્મ ની સંપૂર્ણ સિદ્ધિ ને પામી શકશો. કારણ કે પોતાને વિધાન નાં રચયિતા સમજી ને દરેક કર્મ યથાર્થ વિધિ થી કરશો. યથાર્થ વિધિ ની સંપૂર્ણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. સિદ્ધિ ને પ્રાપ્ત કરવા માટે ફક્ત એક વાત બુદ્ધિ માં સ્પષ્ટ આવી જાય તો સહજ જ વિધિ ને પ્રાપ્ત કરી શકો છો. એ કઈ વાત? આ સ્મૃતિ પણ વિસ્મૃતિ માં કેમ આવી જાય છે? કઈ વાત નિમિત્ત બને છે? ફક્ત એક યુક્તિ આવડી જાય તો વિસ્મૃતિ થી સદાનાં માટે સહજ જ મુક્ત થઈ શકો છો, એ કઈ યુક્તિ છે? કોઈ પણ વાત વિઘ્ન રુપ માં સામે આવે છે, આ આવેલી વાત ને પરિવર્તન કરવું - આ યુક્તિ આવડી જાય તો સદા વિઘ્નો થી મુક્ત થઇ શકો છો. વિસ્મૃતિ નાં કારણે સ્મૃતિ, વૃત્તિ, દૃષ્ટિ અને સંપર્ક બને છે. આ બધાને પરિવર્તન કરતા આવડી જાય તો પરિપક્વતા આવી જશે. કોઈ પણ વ્યર્થ સ્મૃતિ આવે છે, દેહ અથવા દેહ નાં સંબંધ, દેહ નાં પદાર્થો ની સ્મૃતિ ને પરિવર્તન કરવાનું આવડી જાય તો પરિપક્વ સ્થિતિ નહીં બની જાય? એમ જ વૃત્તિ કે દૃષ્ટિ ને પરિવર્તન કરતાં આવડી જાય, સંપર્ક ને પરિવર્તન કરતાં આવડી જાય તો સંપૂર્ણતા ની સમીપ આવી જશો ને. પરિવર્તન કરવાની રીત નથી આવડતી. દેહ ની દૃષ્ટિ ની જગ્યાએ દેહી ની દૃષ્ટિ પરિવર્તન કરવી, વ્યક્ત સંપર્ક ને અવ્યક્ત અલૌકિક-સંપર્ક માં પરિવર્તન કરવું - આમાં જ ખામી હોવાનાં કારણે સંપૂર્ણ સ્ટેજ ને પ્રાપ્ત નથી કરી શકતાં. જોવું જોઈએ કે પ્રકૃતિ માં પણ પરિવર્તન કરવાની શક્તિ છે. સાયન્સ (વિજ્ઞાન) પ્રકૃતિ ની શક્તિ છે. જ્યારે પ્રકૃતિ ની શક્તિ સાયન્સ, વસ્તુ ને એક સેકન્ડ માં પરિવર્તન કરી શકે છે. ગરમ ને શીતળ, શીતળ ને ગરમ બનાવી શકે છે. સાયન્સ માં આ શક્તિ છે ને. ગરમ વાતાવરણ ને શીતળ અને શીતળ વાતાવરણ ને ગરમ બનાવી દે છે. પ્રકૃતિ ની પાવર (શક્તિ) વસ્તુ ને પરિવર્તન કરી શકે છે. તો પરમાત્મ-શક્તિ અથવા શ્રેષ્ઠ આત્મા ની શક્તિ પોતાની દૃષ્ટિ, વૃત્તિ ને પરિવર્તન નથી કરી શકતી? પોતાની જ વૃત્તિ, પોતાની જ દૃષ્ટિ પરિવર્તન ન કરી શકવાનાં કારણે પોતાનાં માટે વિઘ્ન રુપ બની જાય છે. જ્યારે પ્રકૃતિ તમારી રચના છે, તમે તો માસ્ટર રચયિતા છો ને. તો વિચારો, જ્યારે મારી રચના માં આ પાવર છે અને મુજ માસ્ટર રચયિતા માં આ પાવર ન હોય, આ શ્રેષ્ઠ આત્મા નું લક્ષણ છે? આજે પ્રકૃતિ નો પાવર એક સેકન્ડ માં જે ઈચ્છો એ પ્રેક્ટિકલ માં કરીને દેખાડે છે. એટલાં માટે આજની ભટકેલી આત્માઓ પરમાત્મ-શક્તિ, ઈશ્વરીય-શક્તિ અથવા સાઇલેન્સ (શાંતિ) ની શક્તિ ને પ્રેક્ટિકલ સબૂત રુપ માં અર્થાત્ પ્રમાણ રુપ માં જોવા ઈચ્છે છે. કોઈ અપકાર કરે, તમે એક સેકન્ડ માં અપકાર ને ઉપકાર માં પરિવર્તિત કરી લો. કોઈ પોતાનાં સંસ્કાર અથવા સ્વભાવ નાં રુપ માં તમારી સામે પરીક્ષાનાં રુપ માં આવે પરંતુ તમે સેકન્ડ માં પોતાનાં શ્રેષ્ઠ સંસ્કાર, એક ની સ્મૃતિ થી આવી આત્માનાં પ્રત્યે પણ રહેમદિલ નાં સંસ્કાર અથવા સ્વભાવ ધારણ કરી શકો છો. કોઈ દેહધારી દૃષ્ટિ થી સામે આવે, તમે એક સેકન્ડ માં એમની દૃષ્ટિ ને આત્મિક દૃષ્ટિ માં પરિવર્તિત કરી લો. કોઈ નીચે પાડવાની વૃત્તિ થી, અથવા પોતાનાં સંગદોષ માં લાવવાની દૃષ્ટિ થી સામે આવે તો તમે એમને સદા શ્રેષ્ઠ સંગ નાં આધાર થી એમને પણ સંગદોષ થી બહાર લાવી શ્રેષ્ઠ સંગ લગાવવા વાળા બનાવી દો. આવી પરિવર્તન કરવાની યુક્તિ આવડવાથી ક્યારેય પણ વિઘ્ન થી હાર નહીં ખાશો. સર્વ સંપર્ક માં આવવા વાળા તમારી આ સૂક્ષ્મ શ્રેષ્ઠ સેવા પર બલિહાર જશે. જેમ બાપ આત્માઓ ને પરિવર્તિત કરે છે તો બાપ નો આભાર માનો છો, બલિહાર થાઓ છો, એમ સર્વ સંપર્ક માં આવવા વાળી આત્માઓ આપ સર્વ નો ધન્યવાદ માનશે. એક જ સહજ યુક્તિ છે ને. એમ પણ કોઈ પણ વાત, કોઈ દૃશ્ય, કોઈ પણ ચીજ પરિવર્તન તો થવાની જ છે. આ ડ્રામા જ પરિવર્તનશીલ છે. પરંતુ જેમ લોકો ને કહો છો કે વિનાશ તો થવાનો જ છે, મુક્તિધામ માં તો બધાએ જવાનું જ છે પણ જો વિનાશ ની પહેલાં જ્ઞાન-યોગ નાં આધાર થી વિકર્મ વિનાશ કરી દેશો તો સજાઓ થી છૂટી જશો. જવાનું તો છે જ, તો પણ જે કરશે તે પામશે. આ પ્રકારે દરેક વાત પરિવર્તિત થવાની છે પણ જે સમયે તમારી સામે એ વાત વિઘ્ન રુપ બની જાય છે એ સમયે પોતાની શક્તિનાં આધાર થી એક સેકન્ડ માં પરિવર્તિત કરી દીધું તો એ પુરુષાર્થ કરવાનું ફળ તમને પ્રાપ્ત થઈ જશે. પરિવર્તન તો થવાનું છે પરંતુ સાચાં રુપ માં, શ્રેષ્ઠ રુપ માં પરિવર્તન કરવાથી શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય છે. સમયનાં આધાર પર પરિવર્તન થયું તો પ્રાપ્તિ નહીં થશે. જે વિઘ્ન આવ્યું છે, એ સમય પ્રમાણે જશે જરુર પરંતુ સમય નાં પહેલાં પોતાની પરિવર્તન ની શક્તિ થી પહેલાં થી જ પરિવર્તન કરી લીધું તો એની પ્રાપ્તિ તમને જ થઈ જશે. તો એવું પણ નહીં વિચારતાં કે જે આવ્યું છે એ પોતાની મેળે જતું રહેશે, અથવા આ આત્માનો જેટલો હિસાબ-કિતાબ હશે એ પૂરો થઈ જશે અથવા સમય સ્વયં જ સર્વ ને શીખવાડશે. ના, હું કરીશ હું પામીશ. સમય કરશે તો તમે નહીં પામશો. એ સમય ની વિશેષતા થઈ, નહીં કે તમારી. સમય પર જે પણ વાત સ્વત: છે એનું ગાયન નથી ગવાતું પરંતુ સમય નાં આધાર વગર કોઈ કાર્ય કરો છો તો કમાલ ગવાય છે. ઋતુ નાં ફળ ની એટલી વેલ્યુ (કિંમત) નથી હોતી પરંતુ એ ફળ ને વગર ઋતુએ પ્રાપ્ત કરો તો વેલ્યુ થઈ જાય છે. તો સમય સ્વયં જ સંપૂર્ણ બનાવી દેશે, એવું પણ નહીં. સંપૂર્ણ બની સમય ને સમીપ લાવવાનો છે. સમય રચના છે, તમે રચાયિતા છો. રચયિતા રચના નાં આધાર પર નથી હોતાં. રચયિતા રચના ને અધીન કરે છે. તો આવી પરિવર્તન કરવાની શક્તિ ધારણ કરો. આજે એક નાનું મશીન વસ્તુ ને કેટલું પરિવર્તન કરી દે છે! બિલ્કુલ બેકાર ચીજ કામ ની બનાવી દે છે, જૂની ને નવી બનાવી દે છે. તો તમારી સર્વશ્રેષ્ઠ શક્તિ નું સૂક્ષ્મ મશીન પોતાની વૃત્તિ, દૃષ્ટિ કે બીજા ની વૃત્તિ, દૃષ્ટિ ને પરિવર્તિત નથી કરી શકતી? પછી આ ક્યારેય મુખ થી નહીં નીકળે કે આ થયું, આ થયું. કોઈ બહાનું નહીં બતાવશો. આ પણ બહાનું છે. સ્વયં સ્વયં ને સેફ (સુરક્ષિત) રાખવાનાં ભિન્ન ભિન્ન બહાના હોય છે. સંભળાવ્યું હતું ને કે સંગમયુગ માં બ્રાહ્મણો ને સૌથી વધારે આ બાજી આવડે છે. આનાથી જ પરિવર્તન કરવાનું છે. સર્વ નાં સંસ્કારો ને બદલવાનાં છે, આ જ લક્ષ્ય બ્રાહ્મણોનાં જીવન નો આધાર છે. બીજા બદલે ત્યારે અમે બદલાઈએ, એવું નહીં. અમે બદલાઈ ને બીજા ને બદલીએ, સદા આમાં પોતાને આગળ કરવાં જોઈએ. બીજા બદલાય ન બદલાય, હું બદલાઈ જઈશ. તો બીજા સ્વતઃ જ બદલાઈ જશે. તો તમે બદલાવવાળા છો, વિશ્વ ને પરિવર્તન કરવાવાળા છો નહીં કે કોઈ વાત માં સ્વયં પરિવર્તિત થવાવાળા છો, આવું લક્ષ્ય સદા સ્મૃતિ માં રાખતા સ્વયં પોતાને પરિપક્વ બનાવો. હવે સમય સમીપતા ની ઘંટડીઓ વગાડી રહ્યો છે. તમે લોકો પણ જોર-શોર થી બાપ નાં પરિચય નો પ્રત્યક્ષ સબૂત દેખાડવાનો પુરુષાર્થ કરો. જે પાલના લીધી છે એ પાલના નું ફળ દેખાડો. વ્યક્ત સાકાર રુપ દ્વારા શિક્ષા અને પાલના મળી. અવ્યક્ત રુપ દ્વારા પણ બહુ જ શિક્ષા ની પાલના મળી. હવે કયો સમય છે? હજું સુધી પાલના જ લેવી છે કે પાલના નું ફળ દેખાડવાનું છે? હવે તો ડ્રામા નો આ પાર્ટ જ દેખાઈ રહ્યો છે. જેમ સતયુગ માં માં-બાપ પાલના કરી રાજભાગ નાં અધિકારી બનાવીને, તખ્તનશીન બનાવીને રાજતિલક આપી અર્થાત્ જવાબદારી નું તિલક આપી સ્વયં સાક્ષી થઈ જુએ છે. સાથે હોવા છતાં પણ સાક્ષી થઈને જુએ છે. તો આ વિધાન પણ ક્યાંથી શરું થશે? હમણાં પણ બાપદાદા આ વિશ્વ સેવા ની જવાબદારી નું તિલક આપી સ્વયં સાક્ષી થઈને જુએ છે. સાક્ષી છે ને. સાથે હોવા છતાં સાક્ષી છે. હમણાં નું વર્ષ હજું વધારે સાક્ષી બનવાનું છે. આ અવ્યક્ત રુપ નું મિલન વ્યક્ત દ્વારા પણ ક્યાં સુધી! એટલાં માટે આ નવાં વર્ષ માં અવ્યક્ત સ્થિતિ માં સ્થિત કરાવવાની કે અનુભવ કરાવવાની ડ્રિલ શિખવાડી રહ્યાં છે, જેથી અવ્યક્ત બની અવ્યક્ત બાપ થી અવ્યક્ત મિલન મનાવી શકો. કોઈ પણ પાર્ટ સદૈવ એક જેવો નથી ચાલતો, બદલાય છે આગળ વધારવા માટે. તો હવે બાપદાદા વિશેષ વ્યક્ત રુપ માં અવ્યક્ત મુલાકાત કરવાનું સહજ વરદાન આપી રહ્યાં છે. આ નવાં વર્ષ નાં પહેલાં મહિના ને વિશેષ વરદાન છે ડ્રામા પ્લેન અનુસાર, જે અવ્યક્ત સ્થિતિ નો, બાપ થી મીઠી-મીઠી રુહ-રુહાન કરવાનો પુરુષાર્થ કરશે એ પુરુષાર્થી આત્મા ને અથવા લગન લગાવવા વાળી આત્મા ને, સાચાં દિલ થી બાપ થી પ્રાપ્તિ કરવાવાળી આત્મા ને સહજ જ વરદાન નાં રુપ માં અવ્યક્ત અનોખા અનુભવ પ્રાપ્ત થશે. એટલાં માટે હવે વ્યક્ત દ્વારા અવ્યક્ત મિલન પણ સમાપ્ત થતું જશે. પછી શું કરશો? મિલન નહીં મનાવશો? અલ્પકાળ નાં મિલન ની બદલે સદાકાળ નાં મિલન નાં અનુભવી બની જશો. એવો અનુભવ કરશો જેમ બિલ્કુલ સમીપ, સમ્મુખ મિલન મનાવી રહ્યાં છો. સમજ્યાં? આ નવાં વર્ષ માં દરેક ની લગન નાં પ્રમાણે અનેક અલૌકિક અનુભવ થઈ શકે છે. એટલાં માટે વિઘ્ન-વિનાશક બની લગન માં મગન રહેજો. લગન થી આ વિઘ્ન પણ પોતાનું રુપ બદલી દેશે. વિઘ્ન, વિઘ્ન નહીં અનુભવ થશે પણ વિઘ્ન વિચિત્ર અનુભવીમૂર્ત બનાવવાનાં નિમિત્ત બનેલાં દેખાશે. વિઘ્ન પણ એક ખેલ દેખાશે. મોટી વાત નાની અનુભવ થશે. ‘કેવી રીતે’ શબ્દ બદલાઈ ‘આવી રીતે’ થઈ જશે. ‘ખબર નહીં’ શબ્દ બદલી ‘બધું ખબર છે’ અર્થાત્ નોલેજફુલ (જ્ઞાન સ્વરુપ) બની જશો. તો આ વર્ષ ને વિશેષ પુરુષાર્થ માં તીવ્રતા લાવવાનું વર્ષ સમજી મનાવજો. સ્વયં ને પરિવર્તિત કરી વિશ્વ ને પરિવર્તન કરવાનું વિશેષ વર્ષ મનાવજો. અચ્છા!
આવાં વિધાન, વિધિ અને વિધાતા ને જાણવા વાળા તીવ્ર પુરુષાર્થી, પરિવર્તન કરવા વાળા પરિપક્વ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
\\
કોઈ પણ વાત સામે વિઘ્ન રુપ માં આવે છે તો આ આવેલી વાત ને પરિવર્તન કરવી - આ યુક્તિ આવડી જાય તો સદા વિઘ્નો થી મુક્ત થઇ શકો છો.