Search for a command to run...
25 May 1973
ભવિષ્ય પ્લાન (યોજના)
25 May 1973 · ગુજરાતી
પોતાને વિશ્વ-પરિવર્તક અને વિશ્વ-કલ્યાણકારી સમજો છો? વિશ્વની દરેક આત્મા ને સંદેશ આપવાવાળા સમજતાં વિશ્વમાં ક્યાં સુધી સંદેશ આપી શક્યાં છો, એનો હિસાબ-કિતાબ કાઢતાં રહો છો? જ્યાં-જ્યાં સંદેશ આપવાનું કર્તવ્ય હવે થવાનું છે, તેનાં માટે નવાં-નવાં પ્લાન્સ બનાવી રહ્યાં છો? જે જેનું કર્તવ્ય કે જવાબદારી હોય છે, તે કર્તવ્ય નાં પ્રતિ તેમનાં સદૈવ પ્લાન્સ ચાલતાં રહે છે.
ક્યાંય પણ સંદેશ આપવા માટે કે બાપનાં પરિચય નો અવાજ ફેલાવવાં માટે હમણાં સુધી જે પણ ભિન્ન-ભિન્ન પ્લાન્સ પ્રેક્ટિકલ માં લાવો છો એમાં મુખ્ય પ્રયત્ન આ જ કરો છો કે જે ધરતી પર અથવા જે સ્થાન પર સંદેશ આપવાનો છે ત્યાં પહેલાં તો સ્ટેજ (મંચ) તૈયાર કરો છો, સ્પીચ (ભાષણ) તૈયાર કરો છો અને પબ્લિસિટી (જાહેરાત) નાં ભિન્ન-ભિન્ન સાધન અપનાવો છો જે દ્વારા તે જ સ્થાનની આત્માઓને સંદેશ આપવાનું કર્તવ્ય કરતાં રહો છો. પરંતુ આ સાધનો દ્વારા હમણાં સુધી વિશ્વની અંશ-માત્ર આત્માઓને જ સંદેશ આપી શક્યાં છો. હવે થોડા સમયની અંદર, જ્યારે આખી વિશ્વની આત્માઓને સંદેશ આપવા, જ્ઞાન અને યોગ નો પરિચય આપી બાપનો પરિચય કરાવવાનું કર્તવ્ય કરવાનું જ છે, સાથે-સાથે આ પ્રકૃતિ ને પણ પાવન બનાવવાની છે, ત્યારે જ વિશ્વ પરિવર્તન થશે. આનાં માટે થોડા સમયમાં ઘણું વધારે કાર્ય કરવાનાં માટે ભવિષ્ય નો કયો પ્લાન બનાવ્યો છે? તે રુપ-રેખા બુદ્ધિ માં આવે છે? હમણાં જે કરી રહ્યાં છો, એ જ રુપ રેખા છે કે તે કોઈ ભિન્ન છે? તે કઈ છે, તે ઈન એડવાન્સ (પહેલે થી) જુઓ છો કે તે આગળ જતાં-જતાં જોશો? જો સ્પષ્ટ છે તો બે શબ્દોમાં સંભળાવો.
જ્યારે સમય પણ શોર્ટ (ઓછો) છે તો પ્લાન પણ શોર્ટ (નાનો) જોઈએ. શોર્ટ (નાનો) હોય પણ પાવરફુલ (શક્તિશાળી) હોય. તે બે શબ્દ કયા છે? ભવિષ્ય પ્લાન પ્રેક્ટિકલ રુપમાં આ બે શબ્દો નાં આધાર પર જ થવાનો છે. તે બે શબ્દ પહેલાં પણ સંભળાવ્યાં હતાં. એક તો ‘સાક્ષાત્ બાપ-મૂર્ત’ અને બીજું ‘સાક્ષી અને સાક્ષાત્કાર મૂર્ત’. જ્યાં સુધી આ બંને મૂર્ત નથી બન્યાં, ત્યાં સુધી આખાં વિશ્વ નું પરિવર્તન થોડા સમયમાં કરી નહીં શકો. આ પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવવા માટે જેવી રીતે હમણાં પણ સ્ટેજ અને સ્પીચ તૈયાર કરો છો, એવી જ રીતે તમારે તમારી સ્થિતિ ની સ્ટેજ તૈયાર કરવી પડે.
પોતાનાં ફીચર્સ (લક્ષણ) દ્વારા ફ્યુચર (ભવિષ્ય) નો સાક્ષાત્કાર કરાવવા માટે, જેવી રીતે ભિન્ન-ભિન્ન પોઇન્ટ્સ (મુદ્દાઓ) વિચારતાં સ્ટેજ તૈયાર કરો છો એવી જ રીતે આ ચહેરા ની વચ્ચે જે પણ મુખ્ય કર્મેન્દ્રિયો છે, એ કર્મન્દ્રિયો દ્વારા બાપ નાં ચરિત્ર, બાપ નાં કર્તવ્ય નો સાક્ષાત્કાર થાય, બાપ નાં ગુણોનો સાક્ષાત્કાર થાય. આ માટે ભિન્ન-ભિન્ન પોઇન્ટ્સ તૈયાર કરવી પડે. નયનો દ્વારા નજર થી નિહાલ કરી શકો. અર્થાત્ નયનો ની દૃષ્ટિ દ્વારા તે આત્માઓ ની દૃષ્ટિ, વૃત્તિ, સ્મૃતિ અને કૃતિ ચેન્જ (પરિવર્તન) કરી શકો. મસ્તક દ્વારા પોતાનું અને બધાનાં સ્વરુપો નો સ્પષ્ટ સાક્ષાત્કાર કરાવો. હોઠ દ્વારા રુહાની સ્મિત થી અવિનાશી ખુશીનો અનુભવ કરાવો. આખા ચહેરા દ્વારા વર્તમાન શ્રેષ્ઠ પોઝિશન (સ્થિતિ) અને ભવિષ્ય પોઝિશન નો સાક્ષાત્કાર કરાવો. પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા અન્ય આત્માઓનાં વ્યર્થ સંકલ્પો અને વિકલ્પો ની વહેતી ધારા થી અને પોતાની શક્તિ થી થોડા સમયમાં કિનારો કરીને દેખાડો. વ્યર્થ સંકલ્પો ને શુદ્ધ સંકલ્પો માં પરિવર્તન કરી નાખો. પોતાનાં એક બોલ દ્વારા અનેક સમય થી પીડાતી આત્માઓને પોતાનાં નિશાના નો, પોતાની મંઝિલનાં ઠેકાણાં નો અનુભવ કરાવો. એ એક બોલ કયો? ‘શિવ બાબા’. શિવ બાબા કહેવાથી જ ઠેકાણું કે નિશાનો મળી જાય. પોતાનાં દરેક કર્મ અર્થાત્ ચરિત્ર દ્વારા, ચરિત્ર ફક્ત બાપનું જ નથી, આપ દરેક શ્રેષ્ઠ આત્માનાં શ્રેષ્ઠ કર્મ પણ ચરિત્ર છે. સાધારણ કર્મ ને ચરિત્ર નહીં કહેશું. તો દરેક શ્રેષ્ઠ કર્મ રુપી ચરિત્ર દ્વારા બાપનું ચિત્ર દેખાડો. જ્યારે આવી રુહાની પ્રેક્ટિકલ સ્પીચ કરશો તો થોડા સમયમાં વિશ્વનું પરિવર્તન કરશો. આનાં માટે સ્ટેજ પણ જોઈએ.
સ્ટેજ ની તૈયારી માટે કયા-કયા મુખ્ય સાધન અપનાવો છો. એ તો જાણો છો ને? તે તમારાં લોકોની વિશેષ નિશાની છે. સ્ટેજ ને સફેદ કરો છો, આ જ તમારાં લોકોની મુખ્ય નિશાની અથવા સિમ્બોલ (પ્રતીક) છે. જેમ ડ્રેસ (પહેરવેશ) પ્રસિદ્ધ છે ને. તો જેવી આત્માની સ્ટેજ (સ્થિતિ), એવી બહારની સ્ટેજ (મંચ) ને પણ રુપ આપો છો. તો આ વાતો જે સ્થૂળ સ્ટેજ પર રાખવાનો પ્રયત્ન કરો છો, તેમાંથી જો એક ચીજ પણ સ્મૃતિમાં નથી રહેતી કે સાચાં રુપમાં નથી હોતી તો સ્ટેજ ની ઝલક સારી નથી દેખાતી. એવી જ રીતે જો પોતાની સ્થિતિની સ્ટેજ દ્વારા પ્રેક્ટિકલ સ્પીચ કરવાની છે તો એનાં માટે પણ આ બધી વાતો ની તૈયારી જોઈએ, લાઈટ જોઈએ, અર્થાત્ ડબલ લાઈટ (ફરિશ્તા) સ્વરુપ ની સ્ટેજ (સ્થિતિ) જોઈએ. આ તો જાણો છો ને? બંને જ લાઈટ. ઉઠવા બેસવામાં ભારી હશો તો સ્પીચ સાંભળવવા નાં બદલે લોકો એમને જ જોવા લાગી જશે. તો અહીંયા ડબલ લાઈટ ની સ્થિતિ જોઈએ. અને માઇક એવું પાવરફુલ હોય, જે દૂર સુધી અવાજ સ્પષ્ટ રુપમાં પહોંચી જાય. તો માઈક માં પણ માઈટ (શક્તિ) હોય. એક સંકલ્પ કરો, એક નજર નાખવાથી જ તે નજર અને તે સંકલ્પ લાઈટ હાઉસ નું કાર્ય કરે. એક સ્થાન પર હોવા છતાં પણ અનેક આત્માઓ પર આપનાં શ્રેષ્ઠ સંકલ્પો અને દિવ્ય નજર નો પ્રભાવ પડે. એવું પાવરફુલ માઈક બનાવવું પડે. તો માઇક કયું થયું - ‘સંકલ્પ અને નજર’, ‘દિવ્ય અને રુહાની દૃષ્ટિ. એવી જ રીતે વાઈટનેસ અર્થાત્ સ્વચ્છ બુદ્ધિ જોઈએ જેમાં જરા પણ કોઈ ડાઘ ન હોય. જો સ્ટેજ પર કોઈ ડાઘ હશે, વાઇટનેસ નહીં હશે તો બધાનું ધ્યાન ન ઈચ્છતાં પણ તે તરફ જશે. અને વાત માં સ્લોગન (સુવિચાર) નો શણગાર જોઈએ. આ સ્થિતિ ની સ્ટેજ પર કયા સ્લોગન નો શણગાર જોઈએ? - સ્થિતિ ની સ્ટેજ અને પ્રેક્ટિકલ મન, વાણી, કર્મની સ્પીચ. આવી સ્ટેજ નાં માટે સ્લોગન કયું જોઈએ?
એક “હું આત્મા વિશ્વકલ્યાણ નાં શ્રેષ્ઠ કર્તવ્યનાં પ્રતિ સર્વશક્તિવાન્ બાપ દ્વારા નિમિત્ત બનેલી છું” - આ સ્લોગન સ્મૃતિમાં રહે. આ સ્થિતિમાં જો આ સ્લોગન યાદ ન રહે તો સ્ટેજ સુંદર નહીં લાગશે. વિશેષ ધારણાઓનાં જ સુવિચાર છે. બીજું સુવિચાર, “હું આત્મા મહાદાની અને વરદાની છું”. જે પણ આત્માઓમાં દાન લેવાનું કે દેવાનું સાહસ નથી એ લોકોને પણ વરદાતા બાપ દ્વારા મળેલ વરદાનો દ્વારા પોતાની સ્થિતિ નાં સહયોગ દ્વારા વરદાન દેવાનું છે. તો સ્લોગન શું થયું? “હું મહાદાની અને વરદાની છું” - આ છે સ્પષ્ટીકરણ. ત્રીજી વાત મુજ આત્માએ પોતાનાં ચરિત્ર, બોલ કે સંકલ્પ દ્વારા પોતાની મૂર્ત માં બધી આત્માઓને બાપદાદાની સૂરત (ચહેરો) અને સીરત (ચરિત્ર) નો સાક્ષાત્કાર કરાવવાનો છે. આ પ્રકારે જે સ્ટેજ ને સુંદર બનાવવાનું સ્લોગન છે તે પણ સ્મૃતિમાં રાખવાનું છે. આવી પોતાની સ્ટેજ અને સ્પીચ ને તૈયાર કરો. સ્ટેજ પર ખુરશી પર બેસો અર્થાત્ પોતાનાં પદ ની ખુરશી પર બેસો. તો સ્ટેજ (મંચ), સ્પીચ (ભાષણ) અને સ્ટેટસ (પદ) આ ત્રણેય આવશ્યક છે, પછી થોડા સમયમાં વિશ્વને પરિવર્તન કરી લેશો. આ કરતાં તો આવડે છે ને? પરંતુ આ પણ ધ્યાન રાખવાનું કે સ્ટેજ (સ્થિતિ) એવી મજબૂત હોય, એક રસ, અચળ અને અડોલ હોય જે કોઈ પણ તોફાન અને કોઇ પણ વાતાવરણ એને હલાવી ન શકે. એવી પોતાની તૈયારી કરો, શું એવી પ્રેક્ટિસ છે? શું એવાં એવર રેડી (સદા તૈયાર) છો અને એવર હેપ્પી (સદા ખુશ) છો? જે એક સેકન્ડમાં જેવી સ્થિતિ, જેવું સ્થાન અને જેવી આત્માઓની ધરતી (અવસ્થા) એ જ પ્રમાણે થોડા સમયમાં પોતાની સ્ટેજ (સ્થિતિ) તૈયાર કરી પ્રેક્ટિકલ સ્પીચ કરી શકો. સમજ્યાં? આ છે ભવિષ્ય પ્લાન.
અચ્છા. એમ સદા પોતાની સ્ટેજ દ્વારા, સ્ટેટસ દ્વારા સર્વ આત્માઓને પોતાનાં સંપૂર્ણ સ્ટેજ અને પોતાનાં વાસ્તવિક સ્ટેટસ નો સાક્ષાત્કાર કરાવવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, વિશ્વ-કલ્યાણકારી આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
મહાવાક્યો નો સાર
* જેવી રીતે સેવા કરવાં માટે સ્ટેજ, સ્પીચ તૈયાર કરો છો તો વિશ્વ સેવાનાં માટે પોતાની સ્થિતિ ની સ્ટેજ તૈયાર કરવાની છે. ચહેરા ની વચ્ચે જે કર્મેન્દ્રિયો છે, એનાં દ્વારા બાપનાં ચરિત્ર અને બાપનાં કર્તવ્ય નો સાક્ષાત્કાર કરાવવાનો છે. નયનો દ્વારા નજર થી નિહાલ કરી શકો, મસ્તક દ્વારા બધાનાં સ્વરુપ નો સ્પષ્ટ સાક્ષાત્કાર કરાવો, હોઠ પર રુહાની સ્મિત થી અવિનાશી ખુશીનો અનુભવ કરાવો.
* દરેક શ્રેષ્ઠ આત્માનાં શ્રેષ્ઠ કર્મ ચરિત્ર છે. સાધારણ કર્મ ને ચરિત્ર નહીં કહેશે. તો દરેક શ્રેષ્ઠ કર્મ રુપી ચરિત્ર દ્વારા બાપ નું ચિત્ર દેખાડો. એવી રુહાની પ્રેક્ટિકલ સ્પીચ કરવાથી જ વિશ્વ પરિવર્તન કરી શકશો.