સંગમયુગ-પુરુષોત્તમ યુગ
બધાં પોતાને પાંડવ સેનાનાં મહાવીર કે મહાવીરનીઓ સમજો છો? મહાવીર અર્થાત્ પોતાને શક્તિશાળી સમજો છો? કોઈ નિર્બળ આત્મા સામે આવે તો શું નિર્બળ ને બળ આપવાવાળા બન્યાં છો, કે હજું સુધી સ્વયં માં જ બળ ભરી રહ્યાં છો? દાતા છો કે લેવાવાળા બન્યાં છો? સર્વ-શક્તિઓનો વારસો પ્રાપ્ત કરી ચૂક્યાં છો કે હજું પ્રાપ્ત કરવાનો છે? હજું સુધી પ્રાપ્તિ કરવાનો સમય છે કે કરાવવાનો સમય છે? મહાન બનવા માટે મહેનત લેવાનો સમય છે કે બાપ થી લીધેલી સેવા નું રિટર્ન (વળતર) કરવાનો સમય છે? જો અંત સુધી પણ કોઈપણ દ્વારા કોઈપણ પ્રકારની સેવા લેતાં રહેશો તો સેવાનું રિટર્ન શું ભવિષ્યમાં કરશો? ભવિષ્યમાં ભોગવવાનો સમય છે કે પછી રિટર્ન નું ફળ આપવાનો સમય છે? આ બધી વાતો બુદ્ધિમાં રાખતાં પોતે પોતાને ચેક કરો કે આપણો અંતિમ પાર્ટ અથવા ભવિષ્ય શું હશે? જ્યારે હમણાંથી જ બધી આત્માઓને બાબા નો ખજાનો આપવાવાળા દાતા બનશો, પોતાની શક્તિઓ દ્વારા તરસી કે તડપતી આત્માઓને જીવ-દાન દેશો, વરદાતા બનીને પ્રાપ્ત થયેલાં વરદાનો દ્વારા એ લોકોને પણ બાપની સમીપ લાવશો અને બાબાનાં સંબંધ માં લાવશો, ત્યારે અહીંયાનાં દાતાપણા નાં સંસ્કાર ભવિષ્યમાં એકવીસ જન્મો સુધી રાજ્યપદ અર્થાત્ દાતાપણા નાં સંસ્કાર ભરી શકશો. આ સંગમયુગ ને પુરુષોત્તમ સંગમયુગ અથવા સર્વશ્રેષ્ઠ યુગ કેમ કહો છો? કારણ કે આત્માનાં દરેક પ્રકારનાં ધર્મ ની, રાજ્ય ની, શ્રેષ્ઠ સંસ્કારો ની, શ્રેષ્ઠ સંબંધો ની, અને શ્રેષ્ઠ ગુણો ની , સર્વ શ્રેષ્ઠતા હમણાં રેકોર્ડ ની જેમ ભરાતી જાય છે. ચોર્યાશી જન્મોની ચઢતી કળા અને ઉતરતી કળા બંને નાં સંસ્કાર હમણાં આત્મા માં ભરો છો. રેકોર્ડ ભરવાનો સમય હમણાં ચાલી રહ્યો છે.
જ્યારે હદનાં રેકોર્ડિંગ ભરે છે તો પણ કેટલું અટેન્શન (ધ્યાન) રાખે છે. હદનો રેકોર્ડ ભરવા વાળા પણ ત્રણ વાતોનું ધ્યાન રાખે છે. એ કઈ છે? તે લોકો વાયુમંડળ, પોતાની વૃત્તિ અને વાણી આ ત્રણેય વાતો પર ધ્યાન આપે છે. જો વૃત્તિ ચંચળ હોય છે તો તે એકાગ્ર નથી થતી અને વાણી પણ લોકોને આકર્ષિત કરી નથી શકતી. જે પ્રકારનું ગીત ગાએ છે એ જ રુપમાં સ્થિત થઈને ગાએ છે. જો કોઈ દુઃખ નું ગીત હોય છે તો દુઃખ નું રુપ ધારણ કરીને ગીત ન ગાએ તો સાંભળવા વાળાઓ ને તે ગીત થી કોઈ રસ નહીં આવશે. જ્યારે હદ નાં ગીત ગાવા વાળા અથવા રેકોર્ડ ભરવા વાળા પણ આ બધી વાતોનું ધ્યાન આપે છે તો આપ બેહદ નો રેકોર્ડ ભરવા વાળા, આખાં કલ્પ નો રેકોર્ડ ભરવા વાળા શું દરેક સમયે આ બધી વાતો ઉપર અટેન્શન આપો છો? આ અટેન્શન રહે છે કે દરેક સેકન્ડ રેકોર્ડ ભરી રહ્યો છું? શું એટલું અટેન્શન રહે છે? રેકોર્ડ ભરતાં-ભરતાં જો ઉલ્લાસ નાં બદલે આળસ આવી જાય તો રેકોર્ડ કેવો ભરાશે? રેકોર્ડ ભરવાનાં સમયે શું કોઈ આળસ કરે છે? તો તમે લોકો પણ જ્યારે રેકોર્ડ ભરી રહ્યાં છો તો ભરતાં-ભરતાં આળસ આવે છે કે સદૈવ ઉલ્લાસ માં રહો છો? ક્યારેક પોતાનાં આખાં દિવસનાં ભરેલાં રેકોર્ડ ને સાક્ષી થઈને જુઓ છો કે આજ નો રેકોર્ડ કેવો ભર્યો છે?
જેવી રીતે ટેપ માં પણ પહેલાં ભરી પછી જુએ છે અને સાંભળે છે કે જોઈએ કેવું ભરાયું છે, ઠીક છે કે નહીં? એવી જ રીતે તમે પણ સાક્ષી થઈને જુઓ છો? જોવાથી શું લાગે છે? સ્વયં પોતાને પસંદ આવે છે કે બરાબર ભરાયું છે? કે પોતે પોતેને જોતાં વિચારો છો કે આનાંથી વધારે સારું ભરવું જોઈએ. રીઝલ્ટ તો જુઓ છો ને? જે સમજે છે કે સદૈવ પોતે પોતાને સાક્ષી થઈને રોજ ચેક કરે છે કે ક્યારેય પણ ચેક કરવાનું મિસ થતું (ચુકાતું) નથી - એ હાથ ઉઠાવો? (થોડા એ હાથ ઉઠાવ્યો). હજું ચેકર (તપાસવાવાળા) જ નથી બન્યાં? જે ચેકર નથી બન્યાં તે મેકર (બનાવવાવાળા) શું બનશે? ભૂલી જાઓ છો શું? સમય ઉપર-નીચે થઈ જાય, આ થઈ શકે છે પરંતુ ભૂલી જવાય એ થઈ ન શકે. તો આત્મા ની દિનચર્યા જે અમૃતવેલા બનાવો છો, ફિક્સ (નક્કી) કરો છો, તે ચેક કરવાનું કેમ ભૂલી જાઓ છો? કે ફિક્સ કરતાં જ નથી આવડતું? આત્માને દિનચર્યા ફિક્સ કરતાં આવડે છે? આ બહુ જ કોમન (સામાન્ય) વાત છે. આ કોમન નિયમ થી પણ જો વિસ્મૃત છો તો એનાંથી શું સિદ્ધ થાય છે કે આત્મા હજું સુધી નિર્બળ છે. જે સ્વયં પોતાને ઈશ્વરીય નિયમ, ઈશ્વરીય મર્યાદાઓમાં નથી ચલાવી શકતાં એ શું વિશ્વ ને મર્યાદાપૂર્વક લોફુલ (કાયદેસર) રાજ્ય ને ચલાવી શકશે? જે સંગમયુગી રાજ્ય-પદનાં અધિકારી નથી બન્યાં એ ભવિષ્ય રાજ્ય-પદ કેવી રીતે પામી શકે? આ સંગઠનનાં ટીચર્સ કોણ છે? આટલાં ઓછા રિઝલ્ટ નાં જવાબદાર કોણ? શું આવેલાં ટીચર્સ સ્વયં ચેકર છે? કોઈ હિંમત થી (હાથ) નથી ઉઠાવતાં. જો હમણાં-હમણાં વિશ્વ યુદ્ધ થઈ જાય તો? (કોઈએ કહ્યું એ જ સમયે ઉભાં થઈ જશું) જે સમય પર ઉભાં થઈ જશે તો એને શું કહેવાય છે? પ્રકૃતિનાં આધાર પર જે પુરુષ ચાલે તો એ પુરુષ ને શું કહેવાય છે? સમય પણ પ્રકૃતિ છે ને? તો જે પુરુષ પ્રકૃતિનાં આધાર પર ચાલવાવાળો હોય તો એને શું પાસ વિથ ઓનર (સન્માનનીય પાસ) કહેવાશે? સમય નો ધક્કો લાગવાથી જે ચાલવાં માંડ્યા તેમને શું કહેવાશે? શું આવું જ વિચાર્યું છે, કે ધક્કાથી ચાલવા વાળા બનીશું? વર્તમાન સંગઠન તો બહુ જ નિર્બળ છે. મેજોરીટી (અધિકાંશ) નિર્બળ છે. અચ્છા, જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે થી તમે પોતે પોતાને પરિવર્તન કરી લો. હમણાં તો પણ સમય છે, પણ બહુ થોડો છે. હવે તો બાપદાદા અને સહયોગી શ્રેષ્ઠ આત્માઓ, આપ પુરુષાર્થી આત્માઓને એક નો હજાર ગુણા સહયોગ આપીને, સહારો આપીને, સ્નેહ આપીને અને સંબંધ નાં રુપમાં બળ આપીને આગળ વધારી શકે છે. પણ થોડા સમય પછી આ વાત અર્થાત્ લિફ્ટ મળવાની બંધ થઈ જશે. એટલે હમણાં જે કાંઈ લેવા ઈચ્છો તે લઈ શકો છો. પછી અંત માં બાપનાં રુપ નો સ્નેહ બદલાઈને સુપ્રીમ જસ્ટિસ (સર્વોચ્ચ ન્યાયાધીશ) નું રુપ થઈ જશે.
જસ્ટિસ ની સામે ભલે કેટલાં પણ સ્નેહી સબંધી હોય પણ ‘લો ઇઝ લો’ (કાયદો એ કાયદો). હમણાં લવ (સ્નેહ) નો સમય છે પછી લો (કાયદા) નો સમય હશે. પછી એ સમયે લિફ્ટ નહીં મળી શકે. હમણાં છે પ્રાપ્તિ નો સમય અને પછી થોડાં સમયનાં પછી પ્રાપ્તિનો સમય બદલાઈ ને પશ્ચાતાપ નો સમય થઈ જશે. તો શું એ સમયે જાગશો? બાપદાદા છતાં પણ બધાં બાળકો ને કહેશે કે થોડા સમયમાં વધારે સમયની પ્રાલબ્ધ બનાવી લો. સમયની રાહ જોવામાં અલબેલા નહીં બનો. સદૈવ આ સ્મૃતિ માં રાખો કે અમારું દરેક કર્મ ચોર્યાશી જન્મોનો રેકોર્ડ ભરવાનો આધાર છે. પોતાની વૃત્તિ, પોતાનું વાયુમંડળ અને પોતાની વાણી ને યોગ્ય રુપમાં સેટ કરો. જેવી રીતે એ લોકો પણ વાતાવરણ ને બનાવે છે એવી રીતે તમે લોકો પણ વાતાવરણ ને, પોતાની અંતર્મુખતા ની શક્તિ થી શ્રેષ્ઠ બનાવો. વૃત્તિ ને શ્રેષ્ઠ અને વાણી ને રાઝયુક્ત અને યુક્તિયુક્ત બનાવો ત્યારે જ આ રીઝલ્ટ બદલાઈ શકશે. બદલાય તો છે ને? શું આમ જ મંજુર છે? ચેલેન્જ (પડકાર) તો બહુ મોટી કરો છો કે અમે પાંચ તત્વોને પણ બદલશું? તો વગર ચેકર નાં મેકર કેવી રીતે બનશો? હમણાંથી જ કમ્પ્લેન (ફરિયાદ) કમ્પ્લીટ (સમાપ્ત) થઈ જવી જોઈએ. જે સમજે છે કે હમણાંથી જ આ કમજોરી છુટી, પછી અંત સુધી ક્યારેય પણ આ નહીં રહેશે, તે હાથ ઉઠાવો. આની જવાબદારી કોનાં પર (કોઈ એ કહ્યું દીદી પર, કોઈ એ કહ્યું બાપદાદા પર). બાપદાદા કરશે તો બાપદાદા પામશે. કરવાનાં સમયે બાપદાદા પર અને પામવાનાં સમયે? ભવિષ્ય પદ ને પામવાનો ત્યાગ કરો તો પછી કરવાનો પણ ત્યાગ કરો. પરંતુ આ કરી નથી શકતાં કારણ કે મુક્તિધામ નાં છો જ નહીં. દરેકે પોતાની જવાબદારી સ્વયં ઉઠાવવાની છે. જો આ વિચારશો કે દીદી, દાદી કે ટીચર જવાબદાર છે તો આનાથી સિદ્ધ થાય છે કે તમારે ભવિષ્યમાં એમની જ પ્રજા બનવું છે, રાજા નથી બનવું. આ પણ અધીન રહેવાનાં સંસ્કાર થયાં ને? જે અધીન રહેવાવાળા છે તે અધિકારી નથી બની શકતાં. વિશ્વનું રાજ્યભાગ્ય નથી લઈ શકતાં. એટલે પોતાનાં જવાબદાર, પછી પૂરા વિશ્વની જવાબદારી લેવાવાળા વિશ્વ મહારાજન બની શકે છે. વિશ્વ-કલ્યાણકારી બાપ ની સંતાન થઈને પોતાનું કલ્યાણ નથી કરી શકતાં? શું એ શોભે છે? આ તો કળયુગ નાં કર્મભોગ ની નિશાની બતાવો છો કે કોઈ લખપતિ છે પણ એક રુપિયા નું સુખ પણ સ્વયં નથી લઈ શકતાં. તો સર્વશક્તિઓનાં ખજાના નાં માલિક છો પરંતુ સ્વયં નાં પ્રતિ એક નાની શક્તિ પણ યુઝ (ઉપયોગ) નથી કરી શકતાં, એને શું કહેવાય? સંગમયુગ પર બ્રાહ્મણોની શું આ નિશાની છે? હમણાં સંગમયુગી છો કે પછી એક પગ કળયુગ માં રાખી દીધો છે કે ક્યાંક સંગમયુગ પર ન ટકી શક્યાં, તો ક્યાં જઈશું? સંગમયુગની આ નિશાની નથી. એટલા માટે હમણાં થી જ તીવ્ર પુરુષાર્થી બનીને દૃઢ સંકલ્પ લો કે કરવું જ છે અને બનવું જ છે. કરશું અને પ્લાન બનાવશું એને પણ તીવ્ર પુરુષાર્થી નથી કહેવાતું. શું પ્લાન બનાવીશો? શું બનેલો નથી? ત્રિકાળદર્શી ને તો પ્લાન બનાવવામાં સમય નહીં લાગે કારણ કે એને તો ત્રણેય કાળ સ્પષ્ટ છે. બધાં કાર્ય સેકન્ડમાં થાય એવી તીવ્ર ગતિ બનાવો, તીવ્ર ગતિ વાળા જ સદ્દગતિ ને પામશે.
અચ્છા એવાં ઉમેદવાર, બાપદાદાનાં શ્રેષ્ઠ સંકલ્પો ને સાકાર કરવા વાળા, દરેક સંકલ્પ, કર્મ અને બોલ ને ચેક કરવાવાળા, દરેક સેકન્ડમાં, દરેક સંકલ્પમાં સ્વયનું કલ્યાણ અને વિશ્વનું કલ્યાણ કરવાવાળા, વિશ્વ-કલ્યાણકારી, વિશ્વ-પરિવર્તક આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ વાણી નો સાર
* હમણાં જે સમય ચાલી રહ્યો છે તે છે રેકોર્ડ ભરવાનો. રેકોર્ડ ભરતી વખતે વિશેષ ત્રણ વાતો પર ધ્યાન અપાય છે-વાતાવરણ, વૃત્તિ અને વાણી. જ્યારે હદનો રેકોર્ડ ભરવાવાળા પણ એટલું ધ્યાન રાખે છે તો આપણે પણ વધારે ધ્યાન રાખવું જોઈએ. વાતાવરણને પોતાની અંતર્મુખતા ની શક્તિ થી શ્રેષ્ઠ બનાવો; વૃત્તિને શ્રેષ્ઠ અને વાણી ને પણ રાઝયુક્ત અને યુક્તિયુક્ત બનાવો. આવું કરવાંથી જ રીઝલ્ટ બદલાઈ શકે છે.
* સ્વયં નાં સ્વયં ચેકર બનીને ને દરરોજ આ ચેક કરો કે જે મારો રેકોર્ડ ભરાઈ ગયો છે શું તે ઠીક છે કે નહીં? સ્વયં પોતાને બરાબર લાગે છે કે નહીં? કારણ કે ચેકર જ મેકર બની શકે. જો આ કોમન નિયમ હમણાં સુધી પણ વિસ્મૃત છે તો સિદ્ધ છે કે આત્મા હજું સુધી નિર્બળ છે.
