Search for a command to run...
17 May 1973
જેવું લક્ષ્ય એવાં લક્ષણ
17 May 1973 · ગુજરાતી
જે વિશેષતાઓ બાપ ની છે શું તે પોતાનામાં અનુભવ કરો છો? જેવી રીતે બધાં ને આપણાં આ ભણતર નાં મુખ્ય ચાર સબ્જેક્ટ્સ (વિષય) સંભળાવો છો ને એમ મુખ્ય વિશેષતાઓ પણ ચાર છે એ જાણો છો? ચાર વિષયનાં પ્રમાણે ચાર વિશેષતાઓ છે - ‘નોલેજફુલ’ (જ્ઞાનવાન), ‘પાવરફુલ’ (શક્તિશાળી), ‘સર્વિસએબલ’ (સેવાધારી) અને ‘બ્લિસફુલ’ (સુખકર્તા). આ મુખ્ય ચાર વિશેષતાઓ શું પોતાની અંદર અનુભવ કરો છો? આ ચારેય વિશેષતાઓ ની પરસન્ટેજ (ટકાવારી) માં વધુ અંતર છે કે થોડું?
‘ફોલો ફાધર’ (બાપનું અનુકરણ) કરવાવાળા છો ને? ચારેય જે વિષયો છે તે જીવનમાં નેચરલ (સ્વાભાવિક) રુપ માં છે કે હમણાં ઉતાર-ચઢાવ નું નેચરલ રુપ છે? કેટલાં પરસન્ટેજ નેચરલ રુપમાં છે? ચૌદ કળા સુધી નું નેચરલ રુપ થયું છે? સંપૂર્ણ સ્ટેજ (સ્થિતિ) ને પામવા માટે હવે પુરુષાર્થની ગતિ તેજ નહીં થશે, તો શું સમય પ્રમાણે પોતાને સંપૂર્ણ બનાવી શકશો? ટેમ્પરરી (ક્ષણિક) કાર્ય માટે બાપદાદા ની અથવા પોતાની મત અનુસાર જે સ્ટેજ બને છે, એ બીજી વાત છે પરંતુ અંતિમ અવસ્થા નાં પ્રમાણે શું એવી સ્પીડ (ગતિ) થી આગળ જઈ રહ્યાં છો? શું પોતાની સ્પીડ થી સંતુષ્ટ છો? આનાં માટે પણ પ્લાન (યોજના) બનાવો છો કે ફક્ત સેવાનાં જ પ્લાન બનાવો છો?
જેવી રીતે સર્વિસ નાં ભિન્ન-ભિન્ન પ્લાન્સ બનાવો છો એવી રીતે શું પોતાની સ્પીડ થી સંતુષ્ટ રહેવા માટે કોઈ પ્લાન બનાવો છો? જે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં પ્રાપ્તિ કે સફળતા થાય છે એ અનુસાર થી જ સ્પીડ તેજ થશે. જયારે પોતાની સ્પીડ થી સંતુષ્ટ છો તો પછી પાવરફુલ પ્લાન બનાવવાં જોઈએ ને? જો જુઓ છો કે સેવામાં સફળતા ઓછી છે તો શું તેનાં માટે કોઈ નવી વાત વિચારો છો? ભિન્ન-ભિન્ન રીત થી ચલાવીને શું આ ધરતી ને ઠીક કરવાનો પણ પ્રયાસ કરો છો? સ્વયં ન કરી શકો તો સંગઠન નાં સહયોગ થી પણ એને ઠીક કરો છો ને? એમ આ વાત માટે એટલાં જ સ્પષ્ટ છો? એટલી લગન છે સ્વયં નાં પ્રતિ? કેટલી ચિંતા છે? શું પ્લાન બનાવો છો? શું પોતાની સ્પીડ ને વધારવા માટે કોઈ નવી યોજના બનાવી છે? શું એકાંતમાં રહી ને, યાદની યાત્રાને વધારવાની યોજના બનાવો છો?
જેવી રીતે જે વિશેષ સર્વિસ ની સ્ટેજ (મંચ) પર આવવા વાળા છે તેમને પોતાનાં દરેક કાર્ય ને સેટ કરવાનો અનુભવ કરવાનો પ્લાન બનાવવો પડે છે ને? એવી જ રીતે અમૃતવેલા પોતાનાં પુરુષાર્થ ની પ્રગતિ નો પ્લાન સેટ કરવાનો છે. આજે કયા વિષય પર અથવા કઈ કમજોરી પર વિશેષ અટેન્શન (ધ્યાન) આપીને એની પરસન્ટેજ વધારીએ. દરેક પોતાની હિંમત અનુસાર એ પ્લાન બુદ્ધિમાં રાખે કે આજ નાં દિવસમાં શું પ્રેક્ટિકલ માં લાવીશું અને કેટલાં પરસન્ટેજ સુધી એ વાતને પુરુષાર્થ માં લાવીશું? પોતાની દિનચર્યા ની સાથે આ સેટ કરો અને પછી રાતનાં આ ચેક કરો કે પોતાની સેટ કરેલી પોઈન્ટ ને ક્યાં સુધી પ્રેક્ટિકલ માં અને કેટલાં પરસન્ટેજ સુધી ધારણ કરી શક્યાં? જો નથી કરી શક્યાં તો એનું કારણ? અને કર્યુ તો કઈ-કઈ વિશેષ યુક્તિ થી પોતાનાં માં ઉન્નતિ નો અનુભવ કર્યો? આ બંને રિઝલ્ટ (પરિણામ) સામે લાવવાં જોઈએ અને જો જુઓ છો કે જે આજ નું લક્ષ્ય રાખ્યું હતું એમાં એટલી સફળતા નથી થઈ અથવા જેટલાં પ્લાન બનાવ્યાં એટલું પ્રેક્ટિકલ માં નથી થઈ શક્યું તો તેને છોડી ન દેવું જોઈએ.
જેવી રીતે સ્થૂળ કાર્યમાં લક્ષ્ય રાખવાથી જો કોઈ કારણસર એ અધૂરું રહી જાય છે તો તેને સંપન્ન કરવાનો પ્રયત્ન કરો છો ને? એમ જ રોજ નાં આ કાર્ય ને પણ લક્ષ્ય રાખીને સંપન્ન કરવું જોઈએ. એક વાતમાં વિશેષ અટેન્શન રાખવાથી વિશેષ બળ મળશે. કોઈ પણ કાર્ય કરતાં સ્મૃતિ આવશે અને સ્મૃતિ સ્વરુપ પણ બની જ જશો. જેમ એક્સટર્નલ નોલેજ (બાહ્યજ્ઞાન) માં પણ જો કોઈ પાઠ પાક્કો કરાય છે તો જેવી રીતે તેને બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પાક્કું કરાય છે અને તેને છોડી નથી દેવાતું, તો એવી જ રીતે આમાં પણ પોતાનું લક્ષ્ય રાખીને એક-એક વાત ને પૂરી કરતાં જાઓ. આમાં અલબેલાપણું નહીં જોઈએ. વિચારી લીધું, પ્લાન બનાવી લીધો, પરંતુ પ્રેક્ટિકલ કરવામાં જો કોઈ પરિસ્થિતિ સામે આવે તો સંકલ્પની દૃઢતા હશે કે કરવું જ છે તો એટલી જ દૃઢતા સંપૂર્ણતા નાં સમીપ લાવશે. વર્તમાન સમય પ્લાન છે પણ એમાં કમી શું છે? દૃઢતા ની. દૃઢ સંકલ્પ નથી કરતાં. વિશેષ રુપમાં અટેન્શન આપીને દેખાડે કે એ કમજોરી છે. મહારથીઓને અર્થાત્ સેવાધારી શ્રેષ્ઠ આત્માઓને સેવાની સાથે સેલ્ફ સર્વિસ (સ્વ-સેવા) નું પણ અટેન્શન જોઈએ.
એક છે સેલ્ફ સર્વિસ, બીજી છે વિશ્વ-કલ્યાણ નાં પ્રતિ સર્વિસ. શું બંને નું બેલેન્સ (સંતુલન) ઠીક રહે છે? હવે આ પ્રમાણે પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પોને પ્રેક્ટિકલ માં લાવો. ફક્ત વિચારો નહીં. જેવી રીતે લોકો ને પણ કહો છો ને વિચારતાં-વિચારતાં સમય ન વીતી જાય. એવી જ રીતે પોતાની ઉન્નતિ નો પ્લાન વિચારવાની સાથે-સાથે પ્રેક્ટિકલ માં દૃઢ-સંકલ્પ થી કરો. જો રોજ એક વિશેષતાને સામે રાખીને પોતાનાં પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો તો થોડાં જ દિવસોમાં પોતાનામાં મહાન અંતર અનુભવ થશે. આ વિશેષ વરદાન ભૂમિમાં પોતાની ઉન્નતિનાં પ્રતિ પણ કોઈ પ્લાન બનાવો છો કે ફક્ત સર્વિસ કરીને, મિટિંગ કરીને ચાલ્યાં જાઓ છો. પોતાની ઉન્નતી નાં માટે રાત નો સમય તો બધાં પાસે છે. જ્યારે વિશેષ સેવાનો પ્લાન પ્રેક્ટિકલ માં લાવો છો તો એ દિવસોમાં નિંદ્રાજીત નથી બનતાં? સ્વ-ઉન્નતી નાં પ્રતિ જો નિંદ્રાનો પણ ત્યાગ કર્યો તો શું સમય નથી મળી શકતો? અહીંયા તો બીજું કાર્ય જ શું છે? જેમ બીજા પ્લાન્સ બનાવો છો એવી રીતે પોતાની ઉન્નતી નાં પ્રતિ પણ કોઈ વિશેષ પ્લાન પ્રેક્ટિકલ માં લાવવો જોઈએ. અહીંયા જે પણ ઉન્નતી નાં સાધન પ્રેક્ટિકલ માં લાવશો તેમાં બધી તરફથી સહયોગ ની લિફ્ટ (મદદ) મળશે. જે લક્ષ્ય રાખો છો એ પ્રમાણે પ્રેક્ટિકલ માં લક્ષણ નથી રાખી શકતાં, જ્યારે કે કારણ ને પણ અને નિવારણ ને પણ સમજો છો?
નોલેજફુલ તો થઈ ગયાં છો બાકી કમી શું છે કે જે પ્રેક્ટિકલ માં નથી થઈ શકતું? પાવરફુલ ન હોવાનાં કારણે નોલેજ ને પ્રેક્ટિકલ માં નથી લાવી શકતાં. પાવરફુલ બનવા માટે શું કરવું પડે?-પ્રેક્ટિકલ પ્લાન બનાવો. જો હજું સુધી તમે લોકો જ તૈયાર નહીં થશો તો તમારી વંશાવલી ક્યારે તૈયાર થશે? પ્રજા ક્યારે તૈયાર થશે? આ વખતે પ્રેક્ટિકલ માં કંઈક કરી ને દેખાડજો. પુરુષાર્થ માં દરેક ને બહુ સરસ અનુભવ થાય છે. જે અનુભવ ની લેણ-દેણ થી, એકબીજાની ઉન્નતી નાં સાધનો સાંભળીને પોતાનાં માં પણ બળ ભરાઈ જાય છે. એવો ક્લાસ ક્યારેય કરો છો? અચ્છા.
ઓમ શાંતિ.