Search for a command to run...
28 Jan 1974
મહિમાનો સ્વીકાર કરવાથી રુહાની તાકાત માં કમી
28 January 1974 · ગુજરાતી
બાળકો તમે યુદ્ધ-સ્થળ પર ઉપસ્થિત રુહાની યોદ્ધા છો, પછી ક્યાંક યોદ્ધાપણું ભૂલી પોતાનું સહજ-સુખી જીવન વિતાવતાં પોતાનાં જીવન પ્રતિ સાધન અને સંપત્તિ લગાવીને સમય વ્યતીત તો નથી કરી રહ્યાં? જેમ સૈનિકો ને ધૂન લાગેલી જ હોય છે, વિજય પ્રાપ્ત કરવાની, શું એવી માયાજીત બનવાની લગન, અગ્નિ ની માફક પ્રજ્વલિત છે? બાળકો! હવે તમારી સામે સેવાનું ફળ સાધનોનાં રુપમાં અને મહિમાનાં રુપમાં પ્રાપ્ત થવાનો સમય છે. આ જ સમયે જો આ ફળ સ્વીકાર કરી લીધું તો પછી કર્માતીત અવસ્થા નું ફળ, સંપૂર્ણ તપસ્વીપણા નું ફળ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ નું ફળ પ્રાપ્ત નહીં થઇ શકશે.
કોઈ પણ આધાર પર જીવનનો આધાર ન હોવો જોઈએ, અથવા પુરુષાર્થ પણ કોઈ પણ આધાર પર ન હોવો જોઈએ. એનાંથી યોગબળની શક્તિનાં પ્રયોગ માં કમી આવી જાય છે અને જેટલો યોગબળ ની શક્તિનો પ્રયોગ નથી કરતાં, એટલી જ એ શક્તિ વધતી નથી. યોગબળ અભ્યાસ થી જરુર વધે છે. જેમ કોઈ પણ વાત સામે આવે છે, તો સ્થૂળ સાધન તરત જ ધ્યાન માં આવે છે. પરંતુ સ્થૂળ સાધન હોવાં છતાં પણ પ્રયત્ન તો યોગબળ નો જ કરવાનો છે. અચ્છા!