Search for a command to run...
3 Feb 1974
ઉપરામવૃત્તિ અને જ્વાળા રુપનાં દૃઢ સંકલ્પ થી વિનાશ નું કાર્ય સંપન્ન કરો
3 February 1974 · ગુજરાતી
જેમ બાપદાદા ને સાકાર, આકાર અને નિરાકાર અનુભવ કરો છો, શું એવી જ રીતે પોતાને પણ બાપ સમાન સાકાર હોવા છતાં આકારી અને નિરાકારી સદા અનુભવ કરો છો? આ અનુભવ નિરંતર થવાથી આ સાકારી શરીર અને આ જૂની દુનિયાથી સ્વત: જ ઉપરામ થઈ જશો. એવો અનુભવ કરશો જેમ કે ઉપર-ઉપર થી સાક્ષી થઈને આ જૂની દુનિયાનો ખેલ સદૃશ્ય જોઈ રહ્યાં છીએ. એવી પાવરફુલ (શક્તિશાળી) સ્ટેજ હવે સદાકાળ ની હોવી જોઈએ. આવી સ્ટેજ પર સ્થિત થયેલી આત્મા ને જોતાં જ શું દેખાશે? લાઈટ હાઉસ અને પાવર હાઉસ, આવી આત્માઓ, બાપ-સમાન વિશ્વ-કલ્યાણકારી કહેવાય છે. જે પણ સામે આવે તે દરેક લાઈટ અને માઇટ (શક્તિ) ને પ્રાપ્ત કરતાં જાય, શું એવાં ભંડાર બન્યાં છો? એવાં મહાદાની, વરદાની, સર્વગુણ દાની, સર્વ શક્તિઓનાં દાની, સંગ થી રુહાની રંગ લગાવવા વાળા, નજર થી નિહાલ કરવાવાળા, આંધળાને ત્રીજું નેત્ર આપવાવાળા, ભટકતી આત્માઓને મંઝિલ બતાવવા વાળા, તડપતી આત્માઓને શીતળ, શાંત અને આનંદમૂર્તિ બનાવવા વાળા આત્મા બન્યાં છો? શું આ નિશાના (લક્ષ્યાંક) નાં નશામાં રહો છો? આને જ બાપ સમાન કહેવાય છે.
જેમ સમયની સમીપતા દેખાય છે, શું એવી જ રીતે પોતાની સ્થિતિની સમીપતા અને સમાનતા દેખાઈ રહી છે? જેમ દુનિયાનાં લોકો તમારાં સંભળાવેલાં સમય પ્રમાણે બે વર્ષની રાહ જોઈ રહ્યાં છે, શું એવી જ રીતે તમે સ્થાપના અને વિનાશનાં કાર્ય કરાવવા વાળા બે વર્ષની અંદર પોતાનાં કાર્ય ને અને પોતાની સ્ટેજ અથવા સ્થિતિ ને સંપન્ન બનાવવાનાં પ્રબંધ માં લાગી ચૂક્યાં છો? કે પછી પ્રબંધ કરવા વાળા અલબેલા અને રાહ જોવા વાળા તેજ છે, તમે શું સમજો છો? શું પ્રબંધ જોર-શોર માં કરી રહ્યાં છો કે પછી જેમ દુનિયાનાં લોકો કહે છે, કે જે થશે તે જોયું જશે, એમ જ આપ પ્રબંધ કરવાં માટે નિમિત્ત બનેલી આત્માઓ પણ, એવું તો નથી વિચારી રહ્યાં, કે જે થશે તે જોયું જશે? આને જ અલબેલાપણું કહેવાય છે. હવે તો આટલું મોટું કાર્ય કરવાં માટે ખૂબ તૈયારી જોઈશે, ખબર છે કે કેવી તૈયારી કરવી જોઈએ? શું શંકરે કાર્ય કરાવવાનું છે? એમને જ તો નથી જોઈ રહ્યાં કે ક્યારે શંકર વિનાશ કરાવશે? વિનાશ જ્વાળા પ્રજ્વલિત ક્યારે અને કેવી રીતે થઈ? કોણ નિમિત્ત બન્યું? શું શંકર નિમિત્ત બન્યાં કે યજ્ઞની રચના કરવાવાળા બાપ અને બ્રાહ્મણ બાળકો નિમિત્ત બન્યાં? જ્યાર થી સ્થાપનાનાં કાર્ય માટે યજ્ઞ રચ્યો ત્યાર થી સ્થાપનાની સાથે-સાથે યજ્ઞ-કુંડમાંથી વિનાશની જ્વાળા પણ પ્રકટ થઈ. તો વિનાશ ને પ્રજ્વલિત કરવાવાળા કોણ બન્યાં? બાપ અને તમે સાથે-સાથે છો ને? તો જે પ્રજ્વલિત કરવાવાળા છે, તો તેમણે સંપન્ન પણ કરવાનો છે, નહી કે શંકરે? શંકર સમાન જ્વાળા-રુપ બનીને પ્રજ્વલિત કરેલી વિનાશની જ્વાળા ને સંપન્ન કરવાની છે. જ્યારે કોઈ અર્થી ને પણ અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે થોડી-થોડી વારે તે અગ્નિને પણ તેજ કરવામાં આવે છે, તો આ વિનાશ જ્વાળા કેટલી મોટી અગ્નિ છે. એને પણ સંપન્ન કરવા માટે નિમિત્ત બનેલી આત્માઓએ તેજ કરવા માટે હલાવવી પડે - કેવી રીતે હલાવે? હાથ થી કે લાકડી થી? સંકલ્પ થી આ વિનાશ જ્વાળા ને તેજ કરવી પડે, શું એવાં જ્વાળા રુપ બની, વિનાશ જ્વાળા ને તેજ કરવાનો સંકલ્પ ઇમર્જ (જાગૃત) થાય છે કે પછી આ આપણું કાર્ય નથી એવું સમજો છો?
ડ્રામા અનુસાર નક્કી હોવાં છતાં પણ નિમિત્ત બનેલી આત્માઓએ પુરુષાર્થ તો કરવો જ પડે છે. એવી જ રીતે હવે આ મુક્તિ અને જીવનમુક્તિ નાં દરવાજા ખોલવાની જવાબદારી બાપની સાથે-સાથે તમારાં બધાંની છે. આ વિનાશ સર્વ આત્માઓની સર્વ કામનાઓ પૂર્ણ કરવાનું નિમિત્ત સાધન છે. આ સાધન તમારી સાધના દ્વારા પૂરું થશે. એવો સંકલ્પ ઇમર્જ (જાગૃત) થવો જોઈએ કે હવે સર્વ આત્માઓનું કલ્યાણ થાય. દરેક તડપતી, દુઃખી અને અશાંત આત્માઓ વરદાતા બાપ અને બાળકો દ્વારા વરદાન પ્રાપ્ત કરીને સદા શાંત અને સુખી બની જાય અને હવે ઘરે જાય. આ સ્મૃતિ સમયની સમીપતા પ્રમાણે તેજ થવી જોઈએ. કારણ કે આ સંકલ્પ થી જ અને આ સ્મૃતિ થી જ વિનાશ જ્વાળા ભડકી ઉઠશે અને સર્વનું કલ્યાણ થશે.
હવે જેટલી બેહદની વિશાળ સ્વરુપની સેવા તીવ્ર રુપ થી કરતાં જઈ રહ્યાં છો, એટલી જ બેહદની ઉપરામ વૃત્તિ તીવ્ર જોઈએ. તમારી બેહદની ઉપરામ વૃત્તિ અથવા વૈરાગ્ય વૃત્તિ વિશ્વની આત્માઓમાં અલ્પકાળ માટે હશે, તો પોતાનાં સુખથી વૈરાગ્ય ઉત્પન્ન કરશે. ત્યારે જ વૈરાગ્ય નાં પછી સમાપ્તિ થશે. પોતાની જાત ને પૂછો કે શું અમારી અંદર વૈરાગ્ય વૃત્તિ રહે છે? જે ગાયન છે ને કરવાં છતાં અકર્તા. સંબંધ-સંપર્ક માં રહેવાં છતાં કર્માતીત, શું એવી સ્થિતિ રહે છે? કોઈ પણ લગાવ ન હોય અને સર્વિસ (સેવા) પણ લગાવ થી ન થાય પણ નિમિત્ત ભાવ થી થાય; એનાથી જ કર્માતીત બની જશો. હવે પોતાનાં કાર્ય ને સમેટવાનું શરું કરો. જો હમણાં થી સમેટવાનું શરું કરશો તો જલ્દી સંપન્ન કરી શકશો. સમેટવામાં પણ સમય લાગે છે. જ્યારે કોઈ કાર્ય અથવા દુકાન વગેરે સમેટવાની શરું કરે છે, તો શું કરવામાં આવે છે?- સેલ કરે (લગાવે) છે. જ્યારે સેલ લખવામાં આવે છે તો એ સામાન જલ્દી-જલ્દી સમાપ્ત થઈ જાય છે. તો આ મેળો પણ શું છે? આ પણ સેલ લગાવેલ છે ને, જેથી જલ્દી-જલ્દી બધાંને સંદેશ મળી જાય. જે ખરીદવું હોય, તે ખરીદી લો, નહીં તો ફરિયાદ ન રહી જાય. હવે શું કરવાનું છે? કાર્ય સમેટવું અર્થાત્ સ્વયં નાં લગાવને સમેટવાનો છે. જો પોતાને બધી બાજુથી સમેટી ને એવર-રેડી (સદા તૈયાર) બનાવ્યાં તો તમારાં એવરરેડી બનવાથી વિનાશ પણ તૈયાર થઈ જશે. જયારે આગ પ્રજ્વલિત કરવાવાળા જ ઠંડા થઈ બેસી જશે તો આગ શું હશે? તો આગ મધ્યમ થઈ જશે ને? એટલે હવે જ્વાળારુપ બની પોતાનાં એવરરેડી બનવાનાં શક્તિશાળી સંકલ્પ થી વિનાશ જ્વાળા ને તેજ કરો. જેમ દુઃખી આત્માઓનાં મનથી એ અવાજ શરું થયો છે કે હવે વિનાશ થાય, એમ જ આપ વિશ્વ કલ્યાણકારી આત્માઓનાં મનમાંથી એ સંકલ્પ ઉત્પન્ન થાય કે હવે જલ્દી જ સર્વનું કલ્યાણ થાય ત્યારે જ સમાપ્તિ થશે, સમજ્યાં?
પાલના તો કરી, હવે કલ્યાણકારી બનો અને બધાંને મુક્ત કરાવો. વિનાશકારીઓને કલ્યાણકારી આત્માઓનો સહયોગ જોઈએ. એમનાં સંકલ્પ નો ઈશારો જોઈએ. જ્યાં સુધી તમે જ્વાળારુપ નહીં બનો, ત્યાં સુધી ઈશારો નથી કરી શકતાં. એટલે હવે પોતાની તૈયારીની સાથે-સાથે વિશ્વનાં પરિવર્તન ની પણ તૈયારી કરો. આ છે તમારું છેલ્લું કર્તવ્ય કારણ કે આ જ શક્તિસ્વરુપનું કર્તવ્ય છે. સ્વયં તો ગભરાતાં નથી ને? વિનાશ થશે કે નહીં થશે, શું થશે અને કેવી રીતે થશે? એવું સમજવાનાં બદલે હવે એવું સમજો કે આ અમારાં દ્વારા થવાનું છે. એ જાણીને હવે પોતાને શક્તિ સ્વરુપ બનાવો, પોતાને લાઈટ હાઉસ અને માઈટ હાઉસ બનાવો. અચ્છા, શું દરેક વાતમાં તમે નિશ્ચય બુદ્ધિ છો?
એવાં સદા અચળ, અડોલ, નિર્ભય, શુદ્ધ સંકલ્પ માં સ્થિત રહેવાવાળા, સંકલ્પ અને સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા, સદા કર્મબંધનો થી મુક્ત, કર્માતીત સ્થિતિમાં સ્થિત રહેવાવાળા અને બાપદાદા નાં શ્રેષ્ઠ કાર્યમાં સદા સહયોગી આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.
અવ્યક્ત વાણી નો સાર
* બાપ સમાન સદા પોતાને આકારી અને નિરાકારી અનુભવ કરતાં રહેવાથી આ પતિત શરીર અને જૂની દુનિયાથી ઉપરામ થઈ જશો.
* તમારી બેહદની ઉપરામ વૃત્તિ અર્થાત્ વૈરાગ્ય વૃત્તિ જ વિશ્વની આત્માઓમાં અલ્પકાળ નાં સુખ થી વૈરાગ્ય ઉત્પન્ન કરશે અને આ વૈરાગ્ય નાં પછી જ સમાપ્તિ થશે.
* હવે શંકર ની જેમ જ્વાળારુપ બનીને પ્રજ્વલિત કરેલી વિનાશ ની જ્વાળાને સંપન્ન કરવાની છે.
* મુક્તિ અને જીવનમુક્તિ નાં દ્વાર ખોલવાની જવાબદારી રુહાની બાપની સાથે-સાથે આપ બાળકોની પણ છે.
* હવે ઘરે જવાની સ્મૃતિ સમયની સમીપતા પ્રમાણે તેજ હોવી જોઈએ કારણ કે આ સંકલ્પ થી જ અને આ સ્મૃતિથી જ વિનાશ જ્વાળા ભડકી ઉઠશે અને સર્વનું કલ્યાણ થશે.
* વિનાશકારીઓને કલ્યાણકારી આત્માઓનાં સંકલ્પનાં ઈશારાનો સહયોગ જોઈએ છે.