Search for a command to run...
8 Feb 1975
નિશ્ચય રુપી આસન પર અચળ સ્થિતિ
8 February 1975 · ગુજરાતી
બધાં પોતાને નિશ્ચય રુપી આસન પર સ્થિત અનુભવ કરો છો? નિશ્ચય નું આસન ક્યારેય હલતું તો નથી? કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિ કે પ્રકૃતિ કે કોઈ વ્યક્તિ નિશ્ચયનાં આસન ને કેટલું પણ હલાવવાનો પ્રયત્ન કરે, પરંતુ તે હલાવી ન શકે-એવું અચળ-અડોલ આસન છે? નિશ્ચય નાં આસનમાં સદા અચળ રહેવા વાળા નિશ્ચયબુદ્ધિ વિજયંતિ ગવાયેલું છે. તો અચળ રહેવાની નિશાની છે - દરેક સંકલ્પ, બોલ અને કર્મ માં સદા વિજયી. એવાં વિજયી રત્ન સ્વયં ને અનુભવ કરો છો? કોઈ પણ વાત માં હલવા વાળા તો નથી? જે સમજે છે ક્યારેક કોઈ વાત માં હલચલ થઈ શકે છે કે કોઈ પ્રકાર નાં સંકલ્પ પણ ઉત્પન્ન થઈ શકે છે, એવાં પુરુષાર્થી હાથ ઉઠાવો. એવું કોઈ છે જે સમજે છે કે હાં, થઈ શકે છે? જો હાથ નહીં ઉઠાવશો તો પેપર ખુબ અઘરું આવવાનું છે, પછી શું કરશો? કોઈ પણ મુશ્કેલ પેપર આવે એમાં બધાં પાસ થવા વાળા છો તો પેપર ની તારીખ જાહેર કરે. બધાં એવાં તૈયાર છો? પછી એ સમયે તો નહીં કહો ને કે આ વાત તો સમજી નહોતી અને વિચારી નહોતી, આ તો નવી વાત આવી ગઈ છે? નિશ્ચયની પરીક્ષા છે કે જે વાતો ને સંભવ સમજો છો, તે અસંભવ નાં રુપ માં પેપર બની ને આવશે, તો પણ અચળ રહેશો?
નિશ્ચયબુદ્ધિ બનવાની મુખ્ય ચાર વાતો છે. ચારેય માં પર્સન્ટેજ (ટકાવારી) ફુલ જોઈએ. એ ચાર વાતો જાણો પણ છો અને એનાં પર ચાલો પણ છો. પહેલી વાત (૧) બાપ નો નિશ્ચય જે છે, જેવાં છે, જે સ્વરુપ થી પાર્ટ ભજવી રહ્યાં છે, એમને એ જ રીતે જાણવાં અને માનવાં. (૨) બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં જ્ઞાન ને અનુભવ દ્વારા સ્પષ્ટ જાણવું અને માનવું. (૩) સ્વયં પણ જે છો, જેવાં છો, અર્થાત્ પોતાનાં અલૌકિક જન્મ નાં શ્રેષ્ઠ જીવન ને અથવા ઊંચા બ્રાહ્મણ જીવન ને, પોતાનાં શ્રેષ્ઠ પાર્ટ ને, પોતાની શ્રેષ્ઠ સ્થિતિ અને સ્થાન નું જેવું મહત્વ છે, એવું સ્વયં નું મહત્વ જાણવું, માનવું અને એ જ પ્રમાણે ચાલવું. (૪) વર્તમાન શ્રેષ્ઠ, પુરુષોત્તમ, કલ્યાણકારી, ચઢતી કળા નાં સમય ને જાણવો અને જાણી ને દરેક પગલુ ઉપાડવું. આ ચારેય વાતો નો પૂર્ણ નિશ્ચય પ્રેક્ટિકલ જીવન માં હોવો - એને કહેવામાં આવે છે - નિશ્ચયબુદ્ધિ વિજયંતિ.
ચારેય વાતો માં પર્સન્ટેજ (ટકાવારી) પણ જોઈએ. નિશ્ચય છે, ફક્ત આ વાતમાં પણ ખુશ નથી થવાનું. પરંતુ શું પર્સન્ટેજ પણ વધારે છે? જો પર્સન્ટેજ એક વાત માં પણ ઓછા હશે તો નિશ્ચય નું આસન કોઈ પણ સમયે અથવા કોઈ નાની પરિસ્થિતિ પણ ડગમગ કરી શકે છે. એટલે પર્સન્ટેજ ને ચેક કરો કારણ કે હવે સંપન્ન થવાનો સમય સમીપ આવી રહ્યો છે. તો નાની કમી સમય ઉપર મોટું નુકસાન કરી શકે છે કારણ કે જેટલાં-જેટલાં અતિ સ્વચ્છ, સતોપ્રધાન બની રહ્યાં છો, અતિ સ્વચ્છ સ્ટેજ પર આજે જે નાની કમી લાગે છે અથવા સાધારણ ડાઘ અનુભવ થાય છે, તે ખૂબ મોટો દેખાશે. એટલે હમણાં થી એવું સૂક્ષ્મ ચેકિંગ કરો અને કમી ને સંપન્ન કરવાનો તીવ્ર પુરુષાર્થ કરો. દિવસે-પ્રતિદિવસે જેટલાં શ્રેષ્ઠ બની રહ્યાં છો એટલાં વિશ્વની દરેક આત્માની નજર માં પ્રસિદ્ધ થતાં જઈ રહ્યાં છો. સૌની નજર તમારી તરફ વધતી જઈ રહી છે. હવે બધાં રાહ જુએ છે કે ક્યારે સ્થાપના નાં નિમિત્ત બનેલાં આ લોકો સુખ-શાંતિમયી નવી દુનિયાની સ્થાપના નું કાર્ય સંપન્ન કરે છે, જે આ દુઃખદાયી દુનિયાની સ્થાપના નાં આધાર પર પરિવર્તિત થઈ જશે. તેઓની નજર સ્થાપના કરવા વાળા પર છે અને સ્થાપના કરવા વાળા ની નજર ક્યાં છે? પોતાનાં કાર્ય માં મગન છો કે વિનાશકારીઓની તરફ નજર રાખો છો? વિનાશ નાં સાધનો નાં સમાચાર સાંભળવા નાં આધાર પર તો નથી ચાલી રહ્યાં? એ ઢીલા થાય તો તમે પણ ઢીલા થઈ જાઓ છો? શું સ્થાપના નાં આધાર પર વિનાશ થાય છે કે વિનાશ નાં આધાર પર સ્થાપના થવાની છે? સ્થાપના કરવા વાળા વિનાશ ની જ્વાળા પ્રજ્વલિત કરવાનાં નિમિત્ત બનેલાં છે નહીં કે વિનાશ વાળા સ્થાપના કરવા વાળા નાં પુરુષાર્થ ની જ્વાળા પ્રજ્વલિત કરવાનાં નિમિત્ત છે.
સ્થાપના વાળા આધાર મૂર્ત છે. એવાં આધાર મૂર્ત આ વિનાશ ની વાત ઉપર હલતાં તો નથી? હલચલ માં તો નથી? થશે કે નહીં થશે? લોકો શું કહેશે કે લોકો શું કરશે? આ વ્યર્થ સંકલ્પ નિશ્ચય નાં આસન ને ડગમગ તો નથી કરતો? બધાએ નિશ્ચયબુદ્ધિ માં હાથ ઉઠાવ્યો ને? નિશ્ચય અર્થાત્ કોઈ પણ વાત માં કેમ, શું અને કેવી રીતે નો સંકલ્પ પણ ઉત્પન્ન ન થાય, કારણ કે સંશય નું રોયલ રુપ સંકલ્પ નું રુપ હોય છે. સંશય નથી પરંતુ સંકલ્પ આવે છે, તો એ સંકલ્પ કોના વંશ નો અંશ છે? એ સંશય નો આવ્યો છે કે વંશ નો? જ્યારે ચારેય વાતો માં સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ છો તો પછી આ સંકલ્પ ઉત્પન્ન થઇ શકે? જ્યારે છે જ કલ્યાણકારી યુગ.
કલ્યાણકારી બાપ ની શ્રીમત પર ચાલવા વાળી આત્માઓ, સિવાય કલ્યાણ નાં, ચઢતી કળા નાં બીજા કોઈ પણ સંકલ્પ કરી નથી શકતી. એમનાં દરેક સંકલ્પ, દરેક કાર્યનાં પ્રતિ સમય, વર્તમાન નાં ભવિષ્ય પ્રતિ સમર્થ સંકલ્પ હશે, વ્યર્થ નહીં હશે. ગભરાતા તો નથી? સામનો કરવો પડશે. પેપર નો સામનો અર્થાત્ આગળ વધવું, અર્થાત્ સંપૂર્ણતા ની અતિ સમીપ હોવું. હવે આ પેપર આવવાનું છે. સ્વયં સ્પષ્ટ બુદ્ધિ વાળા હશો તો બીજા ને પણ સ્પષ્ટ કરી શકશો. એનો અર્થ એવો તો નથી સમજતાં કે થવાનું નથી. ડ્રામા માં જે થતું રહ્યું છે, સમય-પ્રતિ-સમય, એમાં માખણ માંથી વાળ જ નીકળે છે ને? કાંઈ મુશ્કેલ થયું છે? બાપદાદા નયનો ઉપર બેસાડીને, દિલ તખ્ત પર બેસાડીને પાર કરતાં લઇ આવી રહ્યાં છે ને? શું અન્ય કોઈ પણ અંત સુધી સાથ નિભાવવાનો કે કોઈ પણ પરિસ્થિતિઓ થી પાર લઈ જવાનો વાયદો અથવા કાર્ય નિભાવશે? બાપ એ સાથે લઈ જ જવાનાં છે ને. સર્વશક્તિમાન સાથી હોવા છતાં પણ આ સંકલ્પ ઉત્પન્ન થવો - એને શું કહેશો? આવાં વ્યર્થ સંકલ્પ સમાપ્ત કરી જે સ્થાપના નાં કાર્ય નાં નિમિત્ત છો, બાપદાદા નાં મદદગાર છો, એ કાર્ય માં મગન રહો. પોતાની લગન ની અગ્નિ ને તીવ્ર કરો. જે લગન ની અગ્નિ થી જ વિનાશ ની અગ્નિ તીવ્ર ગતિ નું સ્વરુપ ધારણ કરશે. પોતાનાં રચેલાં અવિનાશી જ્ઞાન યજ્ઞ, જેનાં નિમિત્ત બ્રાહ્મણ બનેલાં છો, આ યજ્ઞ માં પહેલાં સ્વયં ની સર્વ કમજોરીઓ અથવા કમીઓની આહુતિ નાખો. ત્યારે આખી જૂની દુનિયાની આહુતિ પડ્યા પછી સમાપ્તિ થશે. હવે દૃઢ સંકલ્પ ની તીલી (કાંડી) લગાવો. ત્યારે આ સંપન્ન થશે. અચ્છા!
આવી લગન માં મગ્ન રહેવાવાળી, સદા નિશ્ચય નાં આસન પર સ્થિત રહી કાર્ય કરવા વાળી, દરેક પરિસ્થિતિ માં અચળ અને અડોલ રહેવા વાળી, બાપદાદાની સદૈવ સમીપ અને સહયોગી, એવી સ્નેહી આત્માઓ ને બાપદાદા નાં યાદ, પ્યાર અને નમસ્તે.