ગ્લાનિ ને ગાયન સમજીને રહેમદિલ બનો
પોતાનાં ચમકતાં તકદીર નાં તારા ને જુઓ છો? તકદીર નો તારો સદા ચમકતો રહે છે અથવા ક્યારેક ચમકે છે અને ક્યારેક ચમક ઓછી થઇ જાય છે અર્થાત્ ઘટનાઓ રુપી ઘટા (વાદળો) ની વચ્ચે છુપાઈ જાય છે? કે ક્યારેક આ સ્થૂળ તારાઓની જેમ, જેમ સ્થૂળ તારા સ્થાન બદલે છે એમ સ્થિતિ બદલાતી તો નથી ને? કે તકદીર ની રેખા હમણાં ચઢતી કળા અને હમણાં-હમણાં રુકતી કળા અથવા પડતી કળા એમ બદલાતી તો નથી ને? કારણ કે સંગમયુગ પર તકદીર ની રેખા પરિવર્તન કરવા વાળા બાપ સન્મુખ પાર્ટ ભજવી રહ્યાં છે. આવી તકદીર બનાવવા વાળા બાપ નાં ડાયરેક્ટ (પ્રત્યક્ષ) બાળકો-એમની તકદીર શ્રેષ્ઠ અને અવિનાશી જોઈએ. આવી તકદીર અન્ય કોઈ પણ આત્મા નથી બનાવી શકતી. આવાં તકદીરવાન પોતાને અનુભવ કરો છો?
શ્રેષ્ઠ તકદીર બનાવવા વાળાની નિશાની શું હશે? જાણો છો? આવાં તકદીરવાન દરેક સંકલ્પ માં, દરેક બોલ માં, કર્મ માં ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરતાં હશે. સંકલ્પ પણ બાપ સમાન વિશ્વ-કલ્યાણ ની સેવા અર્થ હશે. દરેક બોલ માં નમ્રતા, નિર્માણતા અને એટલી જ મહાનતા હશે. સ્મૃતિ સ્વરુપ માં એક તરફ બેહદ નું માલિકપણું, બીજી તરફ વિશ્વ ની સેવાધારી આત્મા હશે. એક તરફ અધિકારીપણા નો નશો, બીજી તરફ સર્વ નાં પ્રતિ સત્કારી, દરેક આત્મા પ્રતિ બાપ સમાન દાતા અને વરદાતા, ભલે દુશ્મન હોય, કોઈ પણ જન્મ નો હિસાબ-કિતાબ ચુક્તું કરવાનાં નિમિત્ત બનેલી આત્મા હોય - એવી શ્રેષ્ઠ સ્થિતિ થી નીચે પાડવાનાં નિમિત્ત બનેલી આત્મા ને પણ, સંસ્કારો નાં ટક્કર ખાવા વાળી આત્મા ને પણ, ઘૃણા વૃત્તિ રાખવા વાળી આત્મા ને પણ, સર્વ આત્માઓનાં પ્રતિ દાતા અને વરદાતા. નકારવા વાળી આત્મા પણ કલ્યાણકારી આત્મા અનુભવ થાય, ગ્લાનિ નાં બોલ અથવા નિંદા નાં બોલ પણ મહિમા અને ગાયન યોગ્ય અનુભવ થાય તથા ગ્લાનિ ગાયન અનુભવ થાય. જે રીતે દ્વાપર માં આપ સર્વે બાપ ની ગ્લાનિ કરી, પરંતુ બાપે ગ્લાનિ ને પણ ગાયન સમજીને સ્વીકાર કરી અને ગ્લાનિ નાં બદલામાં ભક્તિ નું ફળ-જ્ઞાન આપ્યું, નહીં કે ઘૃણા, વધુ રહેમદિલ બન્યાં. આ રીતે ફોલો ફાધર. આવાં ફોલો ફાધર કરવા વાળા જ શ્રેષ્ઠ તકદીરવાન બને છે. જેમ બાપ થી વિમુખ બનેલી આત્માઓ ને પોતાનાં બનાવીને પોતાનાં થી ઉચ્ચ પ્રાલબ્ધ પ્રાપ્ત કરાવે છે - એવાં શ્રેષ્ઠ તકદીરવાન બાળકો બાપ સમાન દરેક આત્મા ને પોતાનાં થી પણ આગળ વધારવાની શુભ ભાવના રાખતાં વિશ્વ-કલ્યાણકારી બનશે. આને કહેવાય છે નિરંતર યોગીપણા નાં લક્ષણ.
આવી ઊંચી મંઝિલ (લક્ષ) ને પ્રાપ્ત કરવા વાળા, જે બોલ અને ભાવ ને પરિવર્તન કરી દે અર્થાત્ નિંદા ને પણ સ્તુતિ માં પરિવર્તન કરી દે, ગ્લાનિ ને ગાયન માં પરિવર્તન કરી દે, અસ્વીકાર ને સત્કાર માં પરિવર્તન કરી દે, અપમાન ને સ્વાભિમાન માં પરિવર્તિત કરી દે તથા અપકાર ને ઉપકાર માં પરિવર્તિત કરી દે અને માયા નાં વિઘ્નો ને બાપ ની લગન માં મગન થવાનું સાધન સમજી ને પરિવર્તિત કરી દે - એવાં બાપ સમાન ‘સદા વિજયી અષ્ટ રતન’ બને છે. અને ભક્તો નાં ઈષ્ટ બને છે. એવી સ્થિતિએ પહોંચ્યા છો? કે ફક્ત સ્નેહી આત્માઓનાં પ્રતિ સહયોગી આત્માઓ બન્યાં છો? હોપલેસ (નિરાશ) કેસ માં અથવા ના-ઉમ્મીદવાર ને ઉમ્મીદ (અપેક્ષા) નાં તારા બનાવવાં-કમાલ આ જ વાત માં છે. એવી કમાલ દેખાડવા વાળા બન્યાં છો? કે ફક્ત બાપ ની કમાલ જોઈને હર્ષિત થવા વાળા બન્યાં છો? જ્યારે ફોલો ફાધર છો તો કમાલ કરવા વાળા બનવાનું છે, નહીં કે જોઈ ને હર્ષિત થવા વાળા બનવાનું છે. સમજાયું? આને કહેવાય છે ‘ફોલો ફાધર’.
જેવો સમય એવાં પોતાનાં કદમ (પગલા) ને આગળ વધારવાં જોઈએ. જ્યારે અંતિમ સમય સમજો છો તો પોતાની સ્થિતિ પણ અંતિમ સંપૂર્ણ સ્ટેજ વાળી સમજો છો? સમય અંતિમ અને પુરુષાર્થ ની ગતિ તથા સ્થિતિ મધ્યમ હશે તો પરિણામ શું હશે? સ્વર્ગ નાં સુખો ની પ્રાલબ્ધ મધ્યમ પુરુષાર્થ વાળા સતયુગ નાં મધ્ય માં પ્રાપ્ત કરશે - એવું લક્ષ તો નથી ને? લક્ષ પહેલા જન્મ માં આવવાનું છે તો લક્ષણ પણ ફર્સ્ટ ક્લાસ (પ્રથમ વર્ગ) નાં જોઈએ. સમય પ્રમાણે અને લક્ષ પ્રમાણે પુરુષાર્થ ને ચેક કરો.
અચ્છા! આવાં બાપ સમાન સર્વ નાં સત્કારી, બાપ નાં વારસા નાં અધિકારી, દરેક સંકલ્પ અને પગલાં માં ફોલો ફાધર કરવાવાળા, શ્રેષ્ઠ તકદીર બનાવવા વાળા તકદીર નાં તારા, નિરંતર બાપ ની યાદ અને સેવા માં તત્પર રહેવા વાળા સદા વિજયી બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* શ્રેષ્ઠ તકદીર બનાવવા વાળા બાળકો ની નિશાની એ હશે કે એ દરેક સંકલ્પ માં, દરેક બોલ માં અને દરેક કર્મ માં ફોલો ફાધર હશે.
* જેમ બાપ વિમુખ બનેલી આત્માઓ ને પોતાનાં બનાવીને એમની પોતાના થી ઊંચ પ્રાલબ્ધ બનાવે છે એ જ રીતે શ્રેષ્ઠ તકદીરવાન બાળકો પણ દરેક આત્મા ને પોતાના થી પણ આગળ વધારવાની શુભ ભાવના રાખતાં વિશ્વ-કલ્યાણકારી બને છે.
* માયા નાં વિઘ્નો ને બાપ ની લગન માં મગન થવાનું સાધન સમજી પરિવર્તિત કરી દે - આવાં વિજયી વત્સ જ અષ્ટ રતન બને છે.
