Search for a command to run...
10 Sept 1975
નોલેજફુલ અને પાવરફુલ આત્મા જ સક્સેસફુલ
10 September 1975 · ગુજરાતી
સદા દરેક પરિસ્થિતિ માં માસ્ટર નોલેજફુલ (જ્ઞાનમૂર્ત) પાવરફુલ (શક્તિ કે યોગમૂર્ત) અને સક્સેસફુલ (સફળતા મૂર્ત) સ્વયં ને અનુભવ કરો છો? કારણ કે નોલેજફુલ અને પાવરફુલ આત્માનું પરિણામ છે સક્સેસફુલ. વર્તમાન સમયે આ બંને વિષયો, યાદ અર્થાત્ પાવરફુલ અને જ્ઞાન અર્થાત્ નોલેજફુલ. આ બંને વિષયો નો ઉદ્દેશ છે સક્સેસફુલ. આને જ પ્રત્યક્ષ ફળ કહેવામાં આવે છે. આ સમય નું પ્રત્યક્ષ ફળ તમારા ભવિષ્યનાં ફળ ને પ્રખ્યાત કરશે. એવું નહીં કે ભવિષ્ય ફળ નાં આધાર પર હમણાનાં આ પ્રત્યક્ષ ફળ નો અનુભવ કરવાથી વંચિત રહી જાઓ. એવો ક્યારેય પણ સંકલ્પ નહીં કરતાં કે વર્તમાન માં કાંઈ દેખાતું નથી અથવા અનુભવ નથી થતો તથા પ્રાપ્તિ નથી થતી, આ ભણતર તો છે જ ભવિષ્ય નું. ભવિષ્ય મારું ખૂબ ઉજ્જવળ છે. હમણાં હું ગુપ્ત છું, અંત માં પ્રખ્યાત થઈ જઈશ - પરંતુ ભવિષ્ય ની ઝલક, ભવિષ્ય ની પ્રાલબ્ધ અથવા અંતિમ સમય પર પ્રસિદ્ધ થવા વાળી આત્મા ની ચમક હમણાં થી સર્વ ને અનુભવ થવી જોઈએ. એટલે પહેલાં પ્રત્યક્ષ ફળ અને સાથે ભવિષ્ય ફળ. પ્રત્યક્ષ ફળ નહીં તો ભવિષ્ય ફળ પણ નહીં. સ્વયં ને સ્વયં પ્રત્યક્ષ ભલે ન કરે, પરંતુ એમનો સંપર્ક, સ્નેહ અને સહયોગ એવી આત્મા ને સ્વતઃ પ્રસિદ્ધ કરી દે છે.
આ ઈશ્વરીય નિયમ છે કે સ્વયં ને કોઈ પણ પ્રકાર થી સિદ્ધ કરવા વાળા ક્યારેય પણ પ્રસિદ્ધ નથી થઈ શકતાં. એટલે આ સંકલ્પ કે હું સ્વયં ને જાણું છું કે હું ઠીક છું, બીજા નથી જાણતાં અથવા બીજા નથી ઓળખતાં, છેલ્લે ઓળખી જ લેશે અથવા આગળ ચાલી ને જોજો શું થાય છે? આ પણ જ્ઞાન સ્વરુપ, યાદ સ્વરુપ આત્મા ની સ્વયં ને દગો આપવા વાળી અલબેલાપણા ની મીઠી નિદ્રા છે. આવી અલ્પકાળ નો આરામ આપવા વાળી અથવા અલ્પકાળ માટે પોતાનાં દિલ ને દિલાસો આપવા વાળી માયા ની નિદ્રા નાં અનેક પ્રકાર છે. જે પણ વાતો માં પોતાની પ્રાલબ્ધ ને અથવા પ્રત્યક્ષ ફળ ની પ્રાપ્તિ ને ગુમાવો છો તો અવશ્ય અનેક પ્રકાર ની નિદ્રા માં સુવો છો. એટલે કહેવત છે - “જીન સોયા તીન ખોયા” (“જે સૂતાં એમણે ગુમાવ્યું”) તો ગુમાવવું એ જ સૂવું છે. આવાં ક્યારેય પણ સમય પર સફળતા પામી નથી શકતાં અર્થાત્ સક્સેસફુલ નથી બની શકતાં.
આખાં કલ્પ ની અંદર ફક્ત આ સંગમયુગ ને ડ્રામા પ્લાન અનુસાર વરદાન છે - કયું? સંગમયુગ ને કયું વરદાન છે? ‘પ્રત્યક્ષ ફળ નું વરદાન’ ફક્ત સંગમયુગ ને છે. હમણાં-હમણાં આપવું, હમણાં-હમણાં મેળવવું. પહેલાં જુઓ છો - પછી કરો છો - પાક્કા સોદાગર છો. સંગમયુગ ની વિશેષતા છે કે આ યુગ માં જ બાપ પણ પ્રત્યક્ષ થાય છે, ઊંચા માં ઊંચા બ્રાહ્મણ પણ પ્રત્યક્ષ થાય છે. તમારા બધાની ૮૪ જન્મો ની વાર્તા પણ પ્રત્યક્ષ થાય છે. શ્રેષ્ઠ જ્ઞાન પણ પ્રત્યક્ષ થાય છે. આ કારણે જ પ્રત્યક્ષ ફળ મળે છે. પ્રત્યક્ષ ફળ નો અનુભવ કરી રહ્યાં છો? પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થવાનાં સમયે ભવિષ્ય ફળ નું વિચારતાં રહે એવી આત્મા ને કેવી-આત્મા કહેશું? આવી આત્મા ને માસ્ટર નોલેજફુલ આત્મા કહેશું કે આ પણ એક અજ્ઞાન છે? કોઈ પણ પ્રકાર નું અજ્ઞાન, એને અજ્ઞાન નિદ્રા કહે છે. પોતાની જાત ને ચેક કરો (તપાસો) કે કોઈ પણ પ્રકાર ની અજ્ઞાન નિદ્રા માં સૂતેલા તો નથી ને?
સદા જાગતી-જ્યોતિ બન્યાં છો? જાગવાની નિશાની છે જાગવું અર્થાત્ પામવું. તો સર્વ પ્રાપ્તિ કરવા વાળા સદા જાગતી-જ્યોતિ છો? સદા જાગતી-જ્યોતિ બનવા માટે મુખ્ય કઈ ધારણા છે, જાણો છો? જે સાકાર બાપ માં વિશેષ હતી - તે બતાવો? સાકાર બાપ ની વિશેષ ધારણા કઈ હતી? જાગતી-જ્યોતિ બનવા માટે મુખ્ય ધારણા જોઈએ ‘અથક’ બનવાની. જ્યારે થાક લાગે છે તો નીંદર આવે છે. - સાકાર બાપ માં અથકપણા ની વિશેષતા સદા અનુભવ કરી. આવાં ફોલો ફાધર કરવા વાળા સદા જાગતી-જ્યોતિ બને છે. એ પણ ચેક કરો કે ચાલતાં-ચાલતાં કોઈ પણ પ્રકાર નો થાક અજ્ઞાન ની નીંદર માં સુવડાવી તો નથી દેતો? એટલે કલ્પ પહેલાં ની યાદગાર માં પણ નિદ્રાજીત બનવાનો વિશેષ ગુણ ગવાયેલો છે. અનેક પ્રકાર ની નિદ્રા થી નિદ્રાજીત બનો. એ પણ યાદી બનાવો કે કયા-કયા પ્રકાર ની નિદ્રા નિદ્રાજીત બનવા નથી દેતી જે રીતે નિદ્રા માં જવાનાં પહેલાં નિદ્રા ની નિશાનીઓ દેખાય છે એ નિદ્રા ની નિશાની છે ઉબાસી (બગાસુ) અને અજ્ઞાન નિદ્રા ની નિશાની છે ઉદાસી. આ પ્રકારે નિશાનીઓ પણ નિકાળજો - એની બે મુખ્ય વાત છે, એક આળસ, બીજું અલબેલાપણું. પહેલાં આ નિશાનીઓ આવે છે. પછી નીંદર નો નશો ચઢી જાય છે. એટલે આનાં ઉપર સારી રીતે ચેકિંગ (તપાસ) કરજો. ચેકિંગ ની સાથે ચેન્જ (પરિવર્તન) કરજો. ફક્ત ચેકિંગ નહીં કરતાં- ચેકિંગ અને ચેન્જ બંનેવ કરજો, સમજ્યાં?
અચ્છા! આમ સ્વયં નાં પરિવર્તન દ્વારા વિશ્વ નું પરિવર્તન કરવા વાળી, બાપ સમાન સદા અથક, દરેક સંકલ્પ, બોલ અને કર્મ નું પ્રત્યક્ષ ફળ અનુભવ કરવા વાળી, સર્વ પ્રાપ્તિ સ્વરુપ વિશેષ આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે. ઓમ શાંતિ.