Search for a command to run...
19 Sept 1975
શક્તિઓ તથા પાંડવો ની વિશેષતાઓ
19 September 1975 · ગુજરાતી
આજે અમૃતવેલાએ સર્વ સેવા-સ્થાનો ની સૈર કરી. તે સૈર નાં સમાચાર સંભળાવે છે. “શું જોયું-દરેક રુહાની બાળકો રુહ ને રાહત આપવા માટે, મિલન મનાવવા માટે, રુહ-રિહાન કરવા માટે અથવા પોતાનાં દિલની વાતો દિલારામ બાપની આગળ (દિલારામ અર્થાત્ દિલ ને આરામ આપવા વાળા) રાખતાં પોતાને ડબલ લાઈટ નું વરદાન આપી પણ રહ્યાં હતાં અને લઈ પણ રહ્યાં હતાં. કોઈ-કોઈ બાળકો વિશ્વ-કલ્યાણી સ્વરુપ માં સ્થિત થઈને બાપ દ્વારા મળેલી સર્વ શક્તિઓ નું વરદાન અને મહાદાન અનેક આત્માઓનાં પ્રતિ આપી રહ્યાં હતાં. ત્રણ પ્રકાર નું પરિણામ જોયું. એક હતાં લેવા વાળા, બીજા હતાં મિલન મનાવવા વાળા અને ત્રીજા હતાં લઈને આપવા વાળા અર્થાત્ કમાણી કરવા વાળા. એવાં ત્રણ પ્રકારનાં બાળકો ને ચારેય તરફ જોયા.”
આ બધું જોતાં એનાં પછી ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) નાં રુપમાં જોયાં - દરેક વિદ્યાર્થીનાં રુપ માં ગોડલી નોલેજ (ઈશ્વરીય જ્ઞાન) ભણવા માટે ઉમંગ અને ઉત્સાહ થી પોત-પોતાનાં રુહાની વિશ્વ-વિદ્યાલય ની તરફ આવી રહ્યાં છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાં પોતાનાં ભણતર માં લાગેલા હતાં - દરેક સેવાકેન્દ્ર ની રુહાની રોનક પોત-પોતાની હતી. એમાં પણ ત્રણ પ્રકારનાં જોયા. એક હતાં ફક્ત સાંભળવા વાળા અર્થાત્ સાંભળી-સાંભળીને હર્ષિત થવા વાળા, બીજા હતાં સાંભળીને સમાવવા વાળા અને ત્રીજા હતાં બાપ સમાન નોલેજફુલ (જ્ઞાન સ્વરુપ) બનીને બીજાને બનાવવા વાળા.
આ બધું જોતાં પછી ત્રીજી સ્થિતિ જોઈ - એ હતી કર્મયોગી ની સ્થિતિ - ત્રીજી સ્થિતિ માં શું જોયું? એક હતાં કમળ પુષ્પ, બીજા હતાં રુહાની ગુલાબ અને ત્રીજા હતાં વેરાઈટી પ્રકારનાં ફૂલ. એ વેરાઈટી ફૂલોમાં પણ અધિકાંશ સૂર્યમુખી હતાં. જે સમયે જ્ઞાન સૂર્યની સન્મુખ હતાં તો ખીલેલા હતાં અને પછી જ્ઞાન સૂર્ય બાપ થી કિનારો કરી લેવાનાં કારણે ફૂલો નાં બદલે કળીઓ બની જતાં હતાં અર્થાત્ રુપ અને રંગ બદલાઈ જતાં હતાં. કમળ-પુષ્પ શું કરતાં હતાં? સર્વ કાર્ય કરતાં, સર્વ સંબંધો નાં સંપર્કમાં આવતાં ન્યારા અને સાથે-સાથે બાપનાં પ્યારા હતાં. વાયુમંડળ અથવા આસુરી સંગ અનેક પ્રકારની વૃત્તિ વાળી આત્માઓનાં પ્રકંપન ની વચ્ચે કર્મ કરવા છતાં પણ કર્મ અને યોગ બન્ને માં સમાન સ્થિતિ માં સ્થિત હતાં. અનેક પ્રકારની હલચલ માં પણ અચળ હતાં. પરંતુ આવી આત્માઓ કેટલી હતી? ૨૫%. એમાં પણ અધિકાંશ શક્તિઓ હતી. પાંડવ વિચારી રહ્યાં છે કે કેમ? પાંડવો ની વિશેષતા પણ સંભળાવે છે, થોડો સમય ફક્ત ધૈર્ય રાખો. પાંડવ-પતિ નાં હમજીન્સ પાંડવ ની પણ મહિમા છે. કમળ-પુષ્પ ની આગળ રુહાની ગુલાબ તે કોણ હતાં? રુહાની ગુલાબ જે સદા પોતાની રુહાનિયત ની સ્થિતિમાં સ્થિત રહેતાં સર્વ ને પણ રુહાનિયત ની દૃષ્ટિ થી જોવા વાળા, સદા મસ્તક મણી ને જોવા વાળા છે. સાથે-સાથે પોતાની રુહાનિયત ની સ્થિતિ થી સદા અર્થાત્ દરેક સમયે સર્વ આત્માઓને પોતાની સ્મૃતિ, દૃષ્ટિ અને વૃત્તિ થી રુહાની બનાવવાનાં શુભ સંકલ્પો માં રહેવા વાળા અર્થાત્ દરેક સમયે યોગી તૂ આત્મા સેવાધારી આત્મા થઈને ચાલવા વાળા - આવાં રુહાની ગુલાબ ચારેય તરફની ફૂલવાડી ની વચ્ચે બહુજ થોડા ક્યાંક-ક્યાંક જોયાં? એ ટકાવારી ઓછી હતી. ૧૦% વેરાઈટી ફૂલોની અંદર એક તો સૂર્યમુખી સંભળાવ્યું બીજી ક્વોલીટી દરેક મોસમનાં (ઋતુનાં) મોટા સુંદર રંગ-બેરંગી ફૂલો હોય છે, એનાં ઉપર મોસમની રંગ-રુપ ની રોનક ખૂબ જ સારી હોય છે. બગીચા નો શો (શોભા) વધારી દે છે. આવાં મોસમના રંગબેરંગી ફૂલો નાં દૃશ્ય ખુબ જ જોયાં. રંગ અને રુપ-અહીંયા પણ રુપ બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમાર નું છે, રંગ જ્ઞાનનો લાગેલો છે. તો રંગ પણ અને રુપ પણ છે, પરંતુ રુહાનિયત ઓછી. રુહાની દૃષ્ટિ અને વૃત્તિ ની સુગંધ નહીં બરાબર છે. હમણાં-હમણાં મોસમ નાં અનુસાર અર્થાત્ થોડાં સમય માટે ખીલેલા હશે અને થોડા સમય પછી મૂરઝાયેલાં (કરમાયેલા) નજર આવશે. સદા એકરસ નહીં. એવા રંગ-બેરંગી ફૂલ જે મોસમ માં જ ખીલે છે, અધિકાંશ માં છે.
વર્તમાન સમય રુહાની દૃષ્ટિ અને વૃત્તિ નાં અભ્યાસની ખૂબ જ આવશ્યકતા છે. ૭૫% આ રુહાનિયત નાં અભ્યાસમાં કમજોર છે. અધિકાંશ કોઈ-ને-કોઈ પ્રકાર નાં પ્રકૃતિ નાં આકર્ષણ ને વશીભૂત થઈ જ જાય છે. વ્યક્તિ અથવા વૈભવ ક્યારે-ને-ક્યારે પોતાનાં વશ કરી લે છે. એમાં પણ મન્સા સંકલ્પ નાં ચક્કર માં ખૂબ જ હેરાન થવા વાળા છે. આ તકલીફ નાં કારણે સ્વયં થી દિલ શિકસ્ત પણ થઈ જાય છે. હકીકત માં બ્રાહ્મણ આત્મા જો સંકલ્પ માં વિકારી દૃષ્ટિ અને વૃત્તિ રાખે છે અર્થાત્ આ ચામડી ને જુએ છે - ચામડી અર્થાત્ શરીર દ્વારા વિકારી ભાવના રાખે છે - તો આવી ભાવના રાખવા વાળા પણ ‘મહાપાપી’ ની યાદી માં આવી જાય છે. બ્રાહ્મણ જીવનમાં મોટા માં મોટું પાપ કે ડાઘ આ વિકારી ભાવના નો ગણવામાં આવે છે. બ્રાહ્મણ અર્થાત્ દિવ્ય-બુદ્ધિ નાં વરદાન વાળા. દિવ્ય નેત્ર નાં વરદાન વાળા, એવાં દિવ્ય બુદ્ધિ અને દિવ્ય નેત્રવાળા બુદ્ધિ માં સંકલ્પ દ્વારા દિવ્ય નેત્ર માં એક સેકન્ડ નાં માટે પણ નજર દ્વારા આ ચામડી ને અથવા શરીર ને અડી પણ નથી શકતાં. દિવ્ય બુદ્ધિ નો, દિવ્ય નેત્ર નો શુદ્ધ આહાર અને વ્યવહાર શુદ્ધ સંકલ્પ છે. જો પોતાનાં શુદ્ધ સંકલ્પ રુપી આધાર અર્થાત્ ભોજન ને છોડી અશુદ્ધ આહાર સ્વીકાર કરો છો અર્થાત્ સંકલ્પ નાં વશીભૂત થઈ જાઓ છો તો આવાં મલેચ્છ ભોજન વાળા મલેચ્છ આત્મા કહેવાશો અર્થાત્ મહાપાપી, આત્મઘાતી કહેવાશો. એટલે આ મહાપાપ નાં સંકલ્પ થી પણ સ્વયં ને સદા બચાવવાનો પ્રયત્ન કરો. નહીં તો આ મહાપાપ નો દંડ ખૂબ જ કઠોર રુપમાં ભોગવવો પડશે. એટલે દિવ્ય બુદ્ધિ અને સદા શુદ્ધ આહારી બનો. સમજ્યાં?
પાંડવો ની વિશેષતા શું જોઈ? સેવા પ્રતિ હાર્ડ વર્કર (પરિશ્રમી) પ્લાનિંગ (નિયોજન) બુદ્ધિ અથક બની સેવાનાં સ્ટેજ પર દરેક સમયે એવરરેડી (સદાતૈયાર) છે. સેવા નાં વિષય માં મેદાન પર આવવા વાળા અધિકાંશ પાંડવ છે, આ વિશેષતા માં પાંડવ આગળ છે અને આ સેવાનાં બદલામાં હિંમત અને ઉલ્લાસ અનુભવ કરતાં ચાલી રહ્યાં છે. પાંડવ વાતાવરણ નાં વિકારી પ્રકંપન ની વચ્ચે વધારે રહે છે, એટલે એવાં વાતાવરણ માં રહેતા પણ ‘ન્યારા અને પ્યારા’ રહે છે, તો એમને આ સફળતા માં શક્તિઓ થી એક્સ્ટ્રા (વધારે) માર્ક્સ મળે છે. પરંતુ આ લોટરી ને હજું વધારે કાર્યમાં લાવો અથવા એવી ગોલ્ડન તક હજું વધારે લેજો. સાંભળ્યાં આજની સૈર નાં સમાચાર. અચ્છા.
આવી ઈશારા થી સમજવા વાળી સમજદાર, સ્થૂળ-સૂક્ષ્મ શુદ્ધ આહારી, સદા શ્રેષ્ઠ વ્યવહારી, દરેક સંકલ્પ માં વિશ્વ-કલ્યાણની ભાવના રાખવા વાળી વિશ્વ-કલ્યાણી આત્માઓનાં પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પાંડવ સદા એવરરેડી અને સેવા પ્રતિ હાર્ડ વર્કર (પરિશ્રમી) પ્લાનિંગ (નિયોજન) બુદ્ધિ, અથક સેવા નાં સ્ટેજ પર દરેક સમયે તૈયાર રહેવા વાળા છે. પાંડવ વાતાવરણ નાં વિકારી વાયુમંડળ ની વચ્ચે વધારે રહેતાં પણ ન્યારા અને પ્યારા રહે છે તો શક્તિઓથી પણ વધારે માર્ક્સ પામી શકે છે.