Search for a command to run...
7 Feb 1976
મહારથી ની ‘નથિંગ ન્યુ’ ની સ્થિતિ અને વ્યર્થ નાં ખાતા ની સમાપ્તિ
7 February 1976 · ગુજરાતી
બાપ-દાદા ની સહયોગીની, અથક સેવાધારી, વિશ્વ-કલ્યાણી દીદીજી સાથે મુલાકાત કરતાં શિવબાબા બોલ્યા:-
મહારથીઓની મહાન સ્થિતિ ની વિશેષ નિશાની, જેનાથી સ્પષ્ટ થઈ જાય કે આ મહારથી-પણા નો પુરુષાર્થ છે, એ શું હશે? એક તો મહાન પુરુષાર્થી અર્થાત્ મહારથી જે પણ દૃશ્ય જોશે, એ સમજશે - ડ્રામા પ્લાન અનુસાર અનેકવાર નું હવે પાછું રીપિટ (ફરીથી) થઈ રહ્યું છે, એ ‘નથિંગ-ન્યુ’ (નવું નહીં) લાગશે. કોઈ નવી વાત અનુભવ નહીં થશે જેમાં ‘કેમ’ અને ‘શું’ નો પ્રશ્ન ઉઠે. અને બીજું - એવો અનુભવ થશે જેમ પ્રેક્ટિકલ માં, સ્મૃતિ-સ્વરુપ માં અનેક વાર જોયેલો સીન (દૃશ્ય) હમણાં ફક્ત નિમિત્ત માત્ર રીપીટ કરી રહ્યાં છીએ. કોઈ નવી વાત નથી કરી રહ્યાં, પરંતુ રીપીટ કરી રહ્યાં છીએ. સ્મૃતિ લાવવી નહીં પડે. કલ્પ પહેલાં જે થયું હતું એ જ હમણાં થઈ રહ્યું છે. પરંતુ જેમ એક સેકન્ડ ની વીતેલી વાત ખૂબ જ સ્પષ્ટ રુપ થી સ્મૃતિ માં રહે છે તેમ એ કલ્પ પહેલાનાં વીતેલાં સીન એવી જ સ્મૃતિ માં હશે જેમ એક સેકન્ડ પહેલાં વીતી ગયેલ સીન સ્મૃતિ માં રહે છે. કારણ કે એક સાક્ષીપણું, બીજું ત્રિકાળદર્શી - આ બંને સ્થિતિ મહારથીઓની હોવાનાં કારણે કલ્પ પહેલાની સ્મૃતિ બિલકુલ ફ્રેશ અથવા તાજી રહેશે. એટલે નથિંગ-ન્યુ અને બીજું શું હશે?
કોઈપણ કેટલી પણ વિકરાળ રુપ ની પરિસ્થિતિ હોય કે મોટા રુપ ની સમસ્યા હોય પરંતુ પોતાની સ્થિતિ ઊંચી હોવાનાં કારણે એ બિલકુલ નાની લાગશે. મોટી વાત અનુભવ નહીં થશે અને ન વિકરાળ અનુભવ થશે. જેમ ઊંચા પહાડ પર ઉભાં રહીને નીચેની કોઈ પણ વસ્તુ ને જુઓ તો મોટી વસ્તુ પણ નાની નજર આવે છે ને. મોટામાં મોટું કારખાનું પણ એક મોડલ રુપ-જેવું દેખાય છે. એ જ રીતે મહારથી નાં મહાન પુરુષાર્થ ની સામે એને કોઈ પણ મોટી વાત મોટી અનુભવ નહીં થશે. તો મહાવીર અર્થાત્ મહારથી નાં મહાન પુરુષાર્થ ની આ બે નિશાનીઓ છે જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે - સૂળી કાંટો અનુભવ થશે. એમ મહાવીર નાં મુખ થી જે થવાવાળું પરિણામ હશે અર્થાત્ જે થવાનું હશે, સદૈવ એ જ શબ્દ મુખ થી નીકળશે જે ભાવિ બનેલી હશે. આને જ ‘સિદ્ધિ સ્વરુપ’ કહેવામાં આવે છે. જે બોલ નીકળશે, જે કર્મ હશે એ સિદ્ધ થવા વાળા હશે, વ્યર્થ નહીં હશે. મહારથી ની નિશાની છે - વિકર્મો નું ખાતું તો સમાપ્ત થાય જ છે પરંતુ વ્યર્થ નું ખાતું પણ સમાપ્ત. માસ્ટર સર્વશક્તિમાન્ છે ને. તો માસ્ટર સર્વશક્તિમાન્ ની સ્થિતિ નું પ્રેક્ટિકલ સ્વરુપ વિકર્મો નાં ખાતા ની સાથે-સાથે વ્યર્થ નું ખાતું પણ સમાપ્ત થશે. આ છે મહારથીઓનાં પુરુષાર્થ ની નિશાની.
નજર થી નિહાલ કરવાની સેવા શરુ કરી છે? એક છે મહાદાની, બીજા છે વરદાની અને ત્રીજા છે વિશ્વ-કલ્યાણી. તો આ ત્રણેય વિશેષતાઓ એક માં જ છે કે કોઈ વિશેષતા કોઈ માં છે અને કોઈ કોઈ માં? કોઈનું વરદાની રુપ નું પૂજન છે, કોઈનું વિશ્વ કલ્યાણી નાં રુપ માં પૂજન છે. પૂજન માં અથવા ગાયન માં પણ ફરક કેમ છે? હશે ત્રણેય પરંતુ ટકાવારી માં ફરક હશે. કોઈ માં કોઈ વાતની, અન્ય કોઈ માં કોઈ વાતની ટકાવારી ઓછી અથવા વધારે હશે.
એક છે કર્મોની ગતિ, બીજી છે પ્રાલબ્ધની ગતિ અને ત્રીજી પછી છે ગાયન અને પૂજન ની ગતિ. જેમ કર્મો ની ગતિ ગુહ્ય છે એમ આ બંનેની ગતિ પણ ગુહ્ય છે. પ્રાલબ્ધ નો પણ સાક્ષાત્કાર પ્રેક્ટિકલ માં હવે થવાનો તો છે ને. કોણ શું બનશે અને કેમ બનશે, કયાં આધાર થી બનશે - એ બધું સ્પષ્ટ થશે. ન ઈચ્છવા છતાં પણ, ન વિચારવા છતાં પણ એમનાં કર્મ, સેવા, ચલન, સ્થિતિ સંપર્ક તથા સંબંધ આપોઆપ એવું જ થતું રહેશે જેનાથી સમજી શકાશે કે કોણ શું બનવા વાળા છે. ચલન અર્થાત્ કર્મ જ એમનું દર્પણ થઈ જશે. કર્મ માં અને દર્પણ માં દરેક નો સ્પષ્ટ સાક્ષાત્કાર થતો રહેશે. અચ્છા!