Search for a command to run...
25 Jan 1976
ડબલ લાઈટ સ્વરુપ બનો
25 January 1976 · ગુજરાતી
ભક્તિમાર્ગ માં લક્ષ્મી ને મહાદાની દેખાડે છે તો મહાદાની ની નિશાની કઈ દેખાડે છે? (લક્ષ્મી નો હાથ ખુલ્લો, આપવાનાં રુપ માં દેખાડવામાં આવે છે) સંપત્તિ ઝલકતી રહે છે. એ શક્તિઓની યાદગાર છે. લક્ષ્મી અર્થાત્ સંપત્તિ ની દેવી. એ સ્થૂળ સંપત્તિ નહીં, જ્ઞાન ની સંપત્તિ, શક્તિઓ રુપી સંપત્તિ ની દેવી અર્થાત્ આપવા વાળી. તો જે આ ચિત્ર બનાવ્યું છે, એવી સંપત્તિ ની દેવી બનવાનું છે. ભલે જ્ઞાન આપો, ભલે શક્તિઓ આપો. આવું જે યાદગાર ચિત્ર છે, ચેતન માં પોતાને એવાં અનુભવ કરો છો? એક સેકન્ડ પણ કોઈ તમારી સામે આવે તો પણ દૃષ્ટિ થી એવો અનુભવ કરે કે મેં કાંઈ પામ્યું. ત્યારે કહેશે આપવા વાળી દેવી. હવે જોઈએ આ સર્વિસ (સેવા), ત્યારે વિશ્વનું કલ્યાણ થશે. આટલી સર્વ આત્માઓને આપવાનું તો જરુર છે, તો આપવાનું સ્વરુપ સૂક્ષ્મ અને અતિ શક્તિશાળી. સમય ઓછો અને પ્રાપ્તિ ઊંચી. આવી આપવા વાળી શક્તિઓ કે દેવીઓ કેટલી તૈયાર થઈ છે? આવી કેટલી દેવીઓ હશે? એ જ પ્રમાણે યાદગાર માં પણ નંબર છે. કોઈ દરેક સમયે આપવા વાળી, કોઈ ક્યારેક-ક્યારેક આપવા વાળી, કોઈ કોઈક-કોઈક ને જ આપવા વાળી, કોઈ સર્વ ને આપવા વાળી, કોઈ કહે છે તક મળે તો કરીએ, ફિલ્ડ (સ્થાન) હશે કે સહયોગ મળશે તો કરશું. તો એમનું યાદગાર શું છે? એમની યાદગાર માં પણ તિથિ-તારીખ નક્કી હોય છે. જે સદા નાં કરવા વાળા હોય છે, એમની પૂજા પણ સદા થાય છે. જે સમય અથવા સહયોગ નાં આધાર થી તક લે છે, એમની યાદગાર ની તારીખ નક્કી હોય છે. કેટલીક દેવીઓનાં વસ્ત્ર બદલવાની, દરેક કર્મ ની પૂજા થાય છે. એનાંથી સિદ્ધ છે કે તેઓએ દરેક કર્મ કરતાં, પૂરો સમય દાન કર્યું છે, જેને ‘મહાદાની’ કહેવાશે. એટલે તેઓની મહાન પૂજા, મહાન યાદગાર છે. એક હોય છે જે સદા સાથીઓની સાથે સ્નેહ નિભાવીને ચાલે છે, બીજા સાથે હોવા છતાં પણ સ્નેહ નો સાથ નથી નિભાવતાં. એમનાં યાદગાર માં પણ પૂરો સમય પૂજારીઓનો સાથ નથી મળતો. જે અહીંયા સ્વાર્થ માટે આવશે, યાદગાર માં પણ સ્પષ્ટ થાય છે કે આ કોનું યાદગાર છે. આ પણ રહસ્ય છે. હવે એવાં બનવાનું છે. સદા સાથીઓની સાથે સ્નેહ નો સાથ નિભાવવાનો છે, ફક્ત સમય પર નહીં, સદા નાં માટે સાથ નિભાવવાનો છે. સ્વાર્થ થી નહીં, કામ નીકાળવા માટે નહીં પરંતુ સ્નેહ થી અને સદા માટે સાથ નિભાવવાનો છે. અચ્છા!
સંગઠન સાથે મુલાકાત
પોતાને સદા બાપ-દાદા ની સાથે અનુભવ કરો છો? કે એકલા અનુભવ કરો છો? જેમ બાપ ને હજાર ભુજાઓ વાળા દેખાડે છે, સર્વ શક્તિમાન હોવા છતાં પણ બાળકોની સાથે યાદગાર ભુજા નાં રુપ માં દેખાડે છે, એમ આપ બાળકો પણ પોતાને સદા સર્વ શક્તિમાન બાપની સાથે અનુભવ કરો છો કે ક્યારેક-ક્યારેક અનુભવ કરો છો? જે સદા સાથ નો અનુભવ કરશે, તેઓ ક્યારેય કોઈ દેહધારી નાં સાથ ની આવશ્યકતા અનુભવ નહીં કરશે. ક્યારેય પણ કોઈ સેવા માં દેહધારી નો આધાર નહીં લે. મર્યાદા પ્રમાણે, સંગઠન પ્રમાણે સહયોગ લેવો અલગ વાત છે. બાકી કોઈ પરિસ્થિતિ માં દેહધારી ની યાદ આવે કે આ મને પરિસ્થિતિ થી પાર કરશે, સલાહ આપશે કે સહારો આપશે - એનાંથી સિદ્ધ છે કે સર્વ શક્તિમાન્ નો સહારો સદા સાથે નથી રહેતો. સદા સાથે રહેવા વાળા નો બાપ સાથે સમીપ સંબંધ હોવાનાં કારણે સંકલ્પ માં, રુહ-રુહાન માં પણ બાબા યાદ આવશે કે આ બાબા ને પૂછું. કોઈ નિમિત્ત શિક્ષક યાદ આવે, કોઈ સાથી યાદ આવે અથવા હમશરિક યાદ આવે - એવું પણ થાય છે, એ પણ કાર્ય નાં પ્રતિ. પરંતુ મન માં, બુદ્ધિ માં સદા બાબા-બાબા યાદ આવે. જ્યારે ડાયરેક્ટ (સીધો) સાથ નિભાવવાનો વાયદો છે, તો વાયદા નો ફાયદો ઉઠાવો. એ સમયે તો બાપ ની સાથે વ્યક્તિગત અનુભવ થઈ શકે છે, પછી આખાં કલ્પ માં નહીં થશે. જે ફક્ત હમણાં ની જ પ્રાપ્તિ છે, પછી થશે જ નહીં, તો એનો પૂરે-પૂરો લાભ ઉઠાવો. કોઈ પણ વાત હોય, સદા બાબા જ યાદ રહે. આને કહેવામાં આવે છે ‘નિરંતર યોગી.’ દરેક કદમ બાપ ની યાદ રહે, તો એ પણ યોગ થયો. આવાં નિરંતર યોગી છો કે બનવાનું છે? જ્યારે બાપ સ્વયં સાથ આપવાની ઓફર કરી રહ્યાં છે, એ ઓફર નો સ્વીકાર કરવો જોઈએ ને? જ્યારે અડધો કલ્પ ભક્તિ-માર્ગ માં બાપ ને મનાવ્યાં સાથ આપવા માટે; હવે તો બાપ પોતે જ ઓફર કરી રહ્યાં છે. તો ઓફર ને સ્વીકાર કરવી જોઈએ. જેમ સ્થૂળ માં કોઈ કોઈને કાંઈ વસ્તુ ઓફર કરે, એ સ્વીકાર ન કરે તો એને સભ્યતા નહીં સમજશે. એ ઈજ્જત કહેવાશે? આ તો ભગવાન ની ઓફર છે. સદા બાપ ની સાથે અર્થાત્ નિરંતર યોગી. તે તો સદા લાઈટ રુપ છે, તો આવાં સંગ થી લાઈટ રુપ પણ અને હલ્કા પણ થઈ જશો. તો ડબલ લાઈટ થઈ ને. જ્યારે ‘લાઈટ’ બોજ ઉઠાવવા માટે ઓફર કરી રહ્યાં છે તો પછી તમે બોજ કેમ ઉઠાવી રહ્યાં છો? બોજાવાળા ફુલ સ્પીડ (તીવ્ર ગતિ) માં ચાલી નથી શકતાં. તો હવે આ અનેક પ્રકારનાં બોજા થી હલ્કા થઈ જાઓ. પોતાનો ખૂણે-ખૂણો સાફ કરો, કચરા ને અંદર ને અંદર જ સંભાળીને નહીં રાખો. એવું નહીં કે તક મળશે તો આપશું. છે તો કચરો જ ને, કચરા થી તો કીડા પેદા થાય છે. એને રાખવાનો અર્થ છે એની વૃદ્ધિ કરવી. તો જ્યારે કચરા થી ખાલી રહેશો ત્યારે બાપ દ્વારા મળેલો ખજાનો પોતાનામાં ભરી શકશો. અચ્છા.