Search for a command to run...
31 Jan 1977
ભક્તો ને સર્વ પ્રાપ્તિ કરાવવાનો આધાર છે - ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્થિતિ
31 January 1977 · ગુજરાતી
પોતાને હાઈએસ્ટ ઑથોરિટી (ઉચ્ચ સત્તા) સમજો છો? પોતાની પ્યોરિટી (પવિત્રતા) ની પર્સનાલિટી (વ્યક્તિત્વ) ને જાણો છો? પોતાની અવિનાશી પ્રોપર્ટી (સંપત્તિ) ને બાપ દ્વારા પ્રાપ્ત કરી સમ્પન્ન અનુભવ કરો છો? આ જૂની દુનિયામાં અલ્પકાળ નું હદ નું ભણતર અને હદ ની પોજીશન (પદ) ને ઑથોરિટી સમજે છે, એમની આગળ તમારા બધાની સર્વશક્તિઓ નો અધિકાર બેહદ નો અને અવિનાશી છે. એવી ઑથોરિટી માં સદા રહેતા દરેક કર્મ કરો છો? બાપદાદા દરેક બાળક ને બેહદ નાં માલિક બનાવે છે. બેહદ નાં માલિકીપણા માં બેહદ ની ખુશી રહે છે. પોતાનાં ખુશીનાં ખજાના ને જાણો છો ને? બાપ બાળકોનાં ભાગ્ય ની રેખાઓ જોઈને હર્ષિત થાય છે કે શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળા કોટો માં કોઈ, કોઈમાં પણ કોઈ આત્માઓ છે.
બાપ બાળકોને જોઈ વધારે હર્ષિત થાય છે કે બાળકો પોતાનાં ભાગ્યને જોઈ વધારે હર્ષિત થાય છે? કોણ વધારે હર્ષિત થાય છે? તમે એવી શ્રેષ્ઠ આત્માઓ છો જે તમારા દરેક કર્મ ચરિત્ર નાં રુપમાં ગવાય છે. દરેક ચરિત્ર ની હમણાં સુધી પણ પૂજા થતી રહે છે. હજી સુધી પણ ભક્ત લોકો આપ દર્શનીય મૂર્તિઓનાં એક સેકન્ડ નાં પણ દર્શન કરવા માટે તડપી રહ્યાં છે. એવી ભક્તોની તડપ અનુભવ કરો છો? ભક્તો ને પ્રસન્ન કરવા માટે દિલમાં રહેમ (દયા) અને કલ્યાણ ની શુભ-ભાવના ઉત્પન્ન થાય છે? ભક્તો ને પ્રસન્ન કરવાનું સાધન કયું છે, એને જાણો છો? ભક્તો ને આપ દેવતાઓ દ્વારા શું પ્રાપ્ત થવાની ઈચ્છા છે, એને જાણો છો ને? ભક્તો ને સર્વ પ્રાપ્તિ કરવાનો આધાર ભક્તો ની ભાવના છે. ભક્તો ને સર્વ પ્રાપ્તિ કરાવવાનો આધાર - તમારી ‘ઈચ્છા માત્રમ્ આવિદ્યા’ ની સ્થિતિ છે. જ્યારે સ્વયં ‘ઈચ્છા માત્રમ્ અવિદ્યા’ થઈ જાઓ છો, ત્યારે જ અન્ય આત્માઓની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો. ‘ઈચ્છા માત્રમ્ અવિદ્યા’ અર્થાત્ સંપૂર્ણ શક્તિશાળી બીજરુપ સ્થિતિ. જયાં સુધી માસ્ટર બીજરુપ નથી બનતાં, બીજ વગર પાંદડા ને કંઈ પ્રાપ્તિ નથી થઈ શકતી. અનેક ભક્ત આત્માઓ રુપી પાંદડા જે સૂકાઈ ગયાં છે, મુરઝાઈ ગયાં છે, એમને ફરી થી પોતાની બીજરુપ સ્થિતિ દ્વારા શક્તિઓનું દાન આપો. જેમ જડ ચિત્રો નાં દર્શન માટે ભક્તોની ક્યૂ (લાઇન) લાગી જાય છે, એમ તમને ચૈતન્ય માં પણ પોતાનાં ભક્તોની ક્યૂ અનુભવ થાય છે? શું હજી સુધી પણ ભક્તોનાં પોકાર નાં ગીત સાંભળવા સારા લાગે છે? બાપદાદા જ્યારે વિશ્વનું ભ્રમણ કરે છે તો ભક્તો નું ભટકવાનું, પોકારવાનું જુએ અને સાંભળે છે તો તરસ આવે છે. તમે કહેશો કે બાપદાદા જ સાક્ષાત્કાર કરાવી દે અને ભક્તો ની ઈચ્છા પૂર્ણ કરી દે. એવું વિચારો છો? પરંતુ ડ્રામા માં નામ બાળકોનું, કામ બાપનું છે. તો બાળકોએ નિમિત્ત બનવું જ પડે છે. વિશ્વનાં માલિક બાળકો બનશે કે બાપ બનશે? પ્રજા તમારી બનશે કે બાપની બનશે? તો જે પૂજ્ય હોય છે એમની પ્રજા બને છે, એમનાં જ પછી ભક્ત બને છે. તો પોતાની પ્રજા ને કે પોતાનાં ભક્તો ને હમણાં પણ નિમિત્ત બની શાંતિ અને શક્તિનું વરદાન આપો.
જેમ બાપ બાળકોની આગળ પ્રત્યક્ષ થયાં, એમ હવે આપ ઇષ્ટદેવ પણ પોતાનાં ભક્તોની આગળ પ્રત્યક્ષ થઇ જાઓ. દેવતા કે દેવી અર્થાત્ આપવા વાળા, તો વિધાતા નાં બાળકો વિધાતા બનો. પોતાની લાઈટ (પ્રકાશ) નો ક્રાઉન (તાજ) દેખાય છે? રતન જડિત તાજ આ લાઈટ નાં તાજ ની આગળ કોઈ મોટી વાત નહીં લાગશે. જેટલું-જેટલું સંકલ્પ, બોલ અને કર્મ માં પ્યોરિટી (પવિત્રતા) ને ધારણ કરતાં જાઓ છો, એટલો આ લાઈટ નો ક્રાઉન સ્પષ્ટ થતો જાય છે. બાપદાદા પણ બધાં બાળકોનાં નંબરવાર ક્રાઉન જુએ છે. જેમ ભવિષ્ય માં રાજ્ય નાં તાજ પણ નંબરવાર હશે, એમ અહીંયા પણ નંબરવાર છે. તો પોતાનો નંબર જાણો છો? નાનો તાજ છે કે મોટો તાજ? તાજ છે તો બધાની ઉપર! જ્યાર થી બાપનાં બાળક બન્યાં, પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી, તો રિટર્ન (વળતર) માં તાજ પ્રાપ્ત થઈ જ જાય છે. કહ્યું હતું ને - ઑલમાઇટી ઓથોરિટી નાં બાળક બનવાથી અર્થાત્ અલૌકિક જન્મ થતાં જ તાજ, તખ્ત અને તિલક જન્મસિદ્ધ અધિકાર નાં રુપમાં પ્રાપ્ત થાય છે. એવાં પોતાનાં ભાગ્યનાં ચમકતા તારા ને જુઓ છો? જો સદા પોતાનાં ભાગ્ય અને ભાગ્ય-વિધાતા નાં ગુણ ગાતા રહો તો સદા ગુણ સમ્પન્ન બની જ જશો. પોતાની કમજોરીઓનાં ગુણ નહીં ગાઓ, ભાગ્યનાં ગુણ ગાતાં રહો. પ્રશ્ન થી પાર થઈ પ્રસન્ન ચિત્ત રહો. જ્યાં સુધી સ્વયંના પ્રતિ કોઈ-ને-કોઈ પ્રશ્ન છે, કેવી રીતે કરીએ? શું કરીએ? ત્યાં સુધી બીજાઓને પ્રસન્ન નહીં કરી શકો. સમજ્યાં? હવે પોતાનું નહીં વિચારો, ભક્તો નું વધારે વિચારો. હવે લેવાનું નહીં વિચારો, પરંતુ આપવાનું વિચારો. કોઈ પણ ઇચ્છાઓ પોતાનાં પ્રતિ ન રાખો પરંતુ અન્ય આત્માઓની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું વિચારો તો સ્વયં સ્વતઃ જ સંપન્ન બની જશો. અચ્છા.
એવી સાક્ષાત્ બાપ સમાન સદા સાક્ષાત્કાર મૂર્ત, સર્વ આત્માઓની કામનાઓ ને સમ્પન્ન કરવા વાળી, સદા હાઈએસ્ટ ઑથોરિટી ની સ્થિતિમાં સ્થિત, પ્યોરિટી ની પર્સનાલિટી માં રહેવા વાળી, સદા પોતાનાં ભાગ્યનાં ગુણગાન કરવા વાળી, દાતા સમાન સદા આપવા વાળી મહાદાની, સર્વ વરદાનો થી સમ્પન્ન વરદાની, એવી મહાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.