Search for a command to run...
2 Feb 1977
સદા અલંકારી સ્વરુપ માં સ્થિત રહેવા વાળા જ સ્વયં દ્વારા, બાપ નો સાક્ષાત્કાર કરાવી શકે છે
2 February 1977 · ગુજરાતી
બાપદાદા સ્નેહી બાળકોનાં રુહાની સ્નેહ ની મહેફિલ (ઉત્સવ) માં આવ્યા છે. આવી રુહાની સ્નેહ ની મહેફિલ કલ્પ માં હમણાં સંગમ પર જ થાય છે. બીજા કોઈ પણ યુગ માં રુહાની બાપ અને બાળકોનાં સ્નેહ ની મહેફિલ નથી થઈ શકતી. આ મહેફિલ માં પોતાને પદમાપદમ ભાગ્યશાળી સમજો છો? એવું શ્રેષ્ઠ ભાગ્ય જે સ્વયં ઑલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) બાપ, બાળકોનાં આ ભાગ્યનું વર્ણન કરે છે. આવાં ભાગ્યશાળી બાળકો ને સ્વયં બાપ જોઈ હર્ષિત થાય છે. તો વિચારો એવું ભાગ્ય શું હશે? ભાગ્યનું સુમિરણ કરતાં જ બાપની સુમરણી (માળા) નાં મણકા બની શકો છો. એટલું ઊંચું ભાગ્ય જેનું આજે કળયુગ નાં અંતમાં પણ સિમરણ કરવા વાળા ભક્ત પોતાને ભાગ્યશાળી સમજે છે. એવાં શ્રેષ્ઠ ભાગ્યનાં અનુભવ ની અંજલી માટે પણ બધાં તડપે છે. એવાં ભાગ્યશાળી છો જેમનાં નામ થી પણ પોતાનાં જીવન ને સફળ સમજે છે. તો વિચારો એ કેટલું મોટું ભાગ્ય છે. સદૈવ પોતાને આટલી ભાગ્યશાળી આત્મા સમજો છો? તો વિચારો તે કેટલું મોટું ભાગ્ય છે!
મોટામાં મોટો બ્રાહ્મણ કુળ છે, એવાં બ્રાહ્મણ કુળનાં પણ તમે દીપક છો. કુળ નાં દીપક અર્થાત્ સદા પોતાની સ્મૃતિની જ્યોતિ થી બ્રાહ્મણ કુળનું નામ રોશન કરતાં રહે. એવાં પોતાને કુળ નાં દીપક સમજો છો? સદા સ્મૃતિ ની જ્યોતિ જાગેલી છે? બુઝાઈ તો નથી જતી? અખંડ જ્યોતિ અર્થાત્ ક્યારેય પણ બુઝાવા વાળી નહીં. તમારા જડ ચિત્રોની આગળ પણ અખંડ જ્યોતિ જગાવે (પ્રગટાવે) છે. ચૈતન્ય અખંડ જ્યોતિ નું જ તે યાદગાર છે તો ચૈતન્ય દીપક બુઝાઈ શકે છે? શું બુઝાઇ ગયેલી જ્યોતિ સારી લાગે છે? તો સ્વયં ને પણ ચેક (તપાસ) કરો, જ્યારે સ્મૃતિ ની જ્યોતિ બુઝાઈ જાય છે તો કેવું લાગતું હશે? શું તે અખંડ જ્યોતિ થઈ? જ્યોતિ ની નિશાની છે - સદા સ્મૃતિ સ્વરુપ અને સમર્થી સ્વરુપ હશે. સ્મૃતિ અને સમર્થી નો સંબંધ છે. જો કોઈ કહે સ્મૃતિ તો છે કે બાબા નો બાળક છું, પરંતુ સમર્થી નથી, આ થઈ જ ન શકે કારણ કે સ્મૃતિ જ છે કે હું માસ્ટર સર્વશક્તિમાન છું. માસ્ટર સર્વશક્તિમાન અર્થાત્ સમર્થ સ્વરુપ. સમર્થ અર્થાત્ શક્તિ. પછી તે ગાયબ કેમ થઇ જાય છે? કારણ? એક શબ્દ ની ભૂલ કરો છો. કઈ ભૂલ? બાપ કહે છે ‘સાકારી સો અલંકારી’ બનો. પણ બની શું જાઓ છો? અલંકારી નાં બદલે દેહ-અહંકારી બની જાઓ છો. બુદ્ધિ નાં અહંકારી, નામ અને શાન નાં અહંકારી બની જાઓ છો. સદા સામે અલંકારી સ્વરુપ નું સિમ્બોલ (ચિન્હ) હોવાં છતાં પણ પોતાનાં અલંકારો ને ધારણ નથી કરી શકતાં. જેમ હદ નાં રાજકુમાર અને રાજકુમારીઓ પણ સદા સજેલાં રૉયલિટી (શાહી ઠાઠ) માં હોય છે. એમ જ બ્રાહ્મણ કુળની શ્રેષ્ઠ આત્માઓ સદા અલંકારોથી સજી-સજેલી હોવી જોઈએ. આ અલંકાર બ્રાહ્મણ જીવન નો શણગાર છે, ન કે દેવતા જીવન નો. તો પોતાનાં અલંકાર નાં શણગાર ને સદા કાયમ રાખો. પરંતુ કરો છો શું, એક અલંકાર ને પકડો છો તો બીજા અલંકાર ને છોડી દો છો. કોઈ ત્રણ પકડી શકે છે તો કોઈ ચાર પકડી શકે છે. બાપદાદા પણ બાળકો નો ખેલ જોતાં રહે છે. ભુજા અર્થાત્ શક્તિ, જે શક્તિનાં આધાર થી જ અલંકારી બની શકાય છે, તે શક્તિઓ રુપી ભુજાઓ હલતી રહે છે. જ્યારે ભુજાઓ હલતી રહે છે તો સદા અલંકારી કેવી રીતે બની શકો? એટલે અલંકારી બનવાની કેટલી પણ કોશિશ કરો છો, પરંતુ બની નથી શકતાં. તો એક શબ્દ કયો યાદ રાખવાનો છે? કોઈ પણ પ્રકારનાં ‘અહંકારી’ નહીં પરંતુ ‘અલંકારી’ બનવાનું છે. સદા અલંકારી સ્વરુપ માં સ્થિત ન હોવાનાં કારણે સ્વયં નો, બાપ નો સાક્ષાત્કાર નથી કરાવી શકતાં. એટલે પોતાની શક્તિરુપી ભુજાઓ ને મજબૂત બનાવો, નહીં તો અલંકારો ની ધારણા નહીં કરી શકો. અલંકારો ને તો જાણો છો ને? જાણો પણ છો અને વર્ણન પણ કરો છો તો પણ ધારણ નથી કરી શકતાં. કેમ? બાપદાદા બાળકોની કમજોરી ની લીલા બહુજ જુએ છે, જેમ પ્રભુ ની લીલા અપરંપાર છે તેમ બાળકોની પણ લીલા અપરંપાર છે. રોજ ની નવી રંગત હોય છે. માયાની નવી રંગત માં રંગાઈ જાય છે. સ્વદર્શન ચક્ર નાં બદલે વ્યર્થ દર્શન નું ચક્ર ચાલે છે. દ્વાપર થી જે વ્યર્થ કથાઓ અને વાર્તાઓ ખુબ રુચિ થી સાંભળવાની અને સંભળાવવાની આદત છે, તે સંસ્કાર હજી પણ અંશ રુપમાં આવી જાય છે. એટલે કમળ પુષ્પ સમાન અર્થાત્ કમળ પુષ્પ નાં અલંકારધારી નથી બની શકતાં. કમળ નાં બદલે કમજોર બની જાય છે. માયાજીત બનવાનો બીજાઓને સંદેશ આપે છે, પરંતુ સ્વયં માયાજીત છે કે નહીં, એ વિચારતાં જ નથી. એટલે અલંકારી નથી બની શકતાં. અલંકારી બનો ન કે દેહ-અહંકારી.
એવાં સદા અલંકારી, નિરહંકારી, નિરાકારી સ્થિતિ માં સ્થિત થવાવાળા, સદા નાં વિજયી, સદા જાગતા દીપક, વિશ્વ ને રોશન કરવા વાળા દીપક, બાપદાદા નાં નયનો નાં દીપકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદી જી ની સાથે :-
નવી દુનિયા બનાવવા વાળાઓની, પોતાનાં જીવન ને નવું બનાવવાની રફતાર (ગતિ) કેવી ચાલી રહી છે? પહેલાં પોતાનાં જીવન માં નવીનતા લાવશો ત્યારે દુનિયામાં પણ નવીનતા આવશે. તો જેટલું પોતાનાં જીવન રુપી બિલ્ડીંગ (ઈમારત) ને સુંદર અને સંપન્ન બનાવશો, એટલું જ નવી દુનિયામાં પણ સુંદર અને સંપન્ન રાજ્ય-ભાગ્ય મળશે. કર્મ દ્વારા પોતાની તકદીર (ભાગ્ય) ની લકીર (રેખા) ખેંચી રહ્યાં છો. તે છે હદ ની હસ્ત-રેખાઓ અને આ છે કર્મની રેખાઓ. જેટલું કર્મ શ્રેષ્ઠ અને સ્પષ્ટ હશે, એટલી ભાગ્યની રેખાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ હશે. તો કર્મની રેખાઓથી પોતાનું ભવિષ્ય સ્વયં જ જોઈ શકો છો. યમુના નાં કિનારા પર કોણ રહી શકશે? જેમણે સદા નાં માટે જૂની દુનિયાથી કિનારો કરી લીધો છે અને બાપ ને સદા સાથી બનાવ્યાં છે, તે જ યમુના નાં કિનારે સાથે નાં મહેલ વાળા હશે. શ્રીકૃષ્ણની સાથે ભણવા વાળા કોણ હશે? ભણવા-ભણાવવા વાળા સાથી પણ હશે ને? જેમનો સદૈવ ભણતર ભણાવવા અને ભણવામાં વિશેષ પાર્ટ છે તે જ ત્યાં પણ વિશેષ ભણતર નાં સાથી બનશે. રાસ કરવા વાળા કોણ હશે? જેમણે સંગમ પર બાપ ની સાથે સમાન સંસ્કાર મેળવવાની રાસ કરી હશે. તો અહીં જેમનાં બાપ સમાન સંસ્કારો ની રાસ મળે છે તે ત્યાં રાસ કરશે. રૉયલ ફેમિલી (શાહી પરિવાર) માં કોણ આવશે? જે સદૈવ પોતાની પ્યોરિટી (પવિત્રતા) ની રૉયલ્ટી માં રહે છે. ક્યાંય પણ હદ નાં આકર્ષણ માં આંખ નથી ડૂબતી. સદા અલંકારો થી સજેલા હોય છે. સદા શણગારેલી મૂર્તિ, એવી રૉયલ્ટી વાળા રૉયલ ફેમિલીમાં આવશે. વારસદાર કોણ બનશે? વારસદાર અર્થાત્ અધિકારી. તો જે અહીંયા સદા અધિકારી સ્ટેજ (સ્થિતિ) પર રહે છે, ક્યારેય પણ માયાનાં આધીન નથી થતાં, અધિકારીપણા નાં શુભ નશા માં રહે છે, એવાં અધિકારી સ્ટેજ વાળા જ ત્યાં પણ અધિકારી બનશે. હવે દરેકે સ્વયં પોતાને જોવું પડે કે હું કોણ છું? આ પહેલી (કોયડો) છે. કોઈ-કોઈનો આખાં જીવન માં સાથે-સાથે નો પાર્ટ પણ છે - સાથે ભણવાનો, સાથે રાસ કરવાનો, સાથે મહેલ માં રહેવાનો, રૉયલ ફેમિલી માં પણ સાથે હશે. કોઈક આત્માઓ નો સર્વ અધિકાર પણ છે. આ છે નવી દુનિયા ની રુપરેખા. અચ્છા.
ટીચર્સ ની સાથે :-
ટીચર્સ ને જોઈને બાપદાદા ને વિશેષ ખુશી થાય છે. કેમ, જાણો છો? બાપ સમાન શિક્ષક છે ને. જેમ બાપ વિશ્વનાં શિક્ષક, સેવક છે એમ ટીચર પણ શિક્ષક અને સેવક છે. તો સમાનતા વાળાઓને જોઈને ખુશી થાય છે. શિક્ષકની સ્થિતિ માં તો સમાન છો. સેવા સિવાય ની બીજી કોઈ વાત આકર્ષિત ન કરે. દિવસ-રાત સેવામાં લાગ્યાં રહો. જો સેવા થી ફ્રી (ખાલી) રહેશો તો પછી બીજી વાતો પણ આવી જશે. ખાલી ઘર માં જ વીંછી, તીડ આવે છે. ખાલી ઘર હોય કે જૂનું ઘર હોય. અહીંયા પણ આવું થાય છે. ક્યાંક બુદ્ધિ ખાલી હોય છે અથવા તો જૂનાં સંસ્કારો વાળી હોય છે, તો વ્યર્થ સંકલ્પ રુપી વીંછી, તીડ પેદા થઈ જાય છે.
1. ટીચર અર્થાત્ સદા બિઝી (વ્યસ્ત) રહેવા વાળી. ક્યારેય ફુરસદ માં રહેવા વાળી નહીં. સંકલ્પ, બોલ, કર્મ થી પણ ફ્રી રહેવા વાળી નહીં.
2. ટીચર નો અર્થ જ બાપ સમાન અથવા બાપ નાં સમીપ વિજય માળા નાં મણકા. ટીચર નું આ જ લક્ષ છે ને - વિજય માળા નાં મણકા બનવું.
3. ટીચર અર્થાત્ ક્યારેક હાર, ક્યારેક જીત માં આવવા વાળી નહીં, પરંતુ સદા વિજયી.
4. ટીચર અર્થાત્ સદા તિલકધારી, સદા સૌભાગ્યવતી, સુહાગવતી. તિલક સુહાગ ની નિશાની છે ને. તો સદા સુહાગવતી અર્થાત્ બાપ ને સદા સાથી બનાવવા વાળી. સુહાગવતી અર્થાત્ તિલક વાળી.
ટીચર નું સ્થાન છે - દિલ-તખ્ત. સ્થાન છોડશો તો બીજા લઈ લેશે. ટીચર નું આસન બાપ નું દિલ-તખ્ત છે. આસન છોડી દીધું તો ત્યાગ, તપસ્યા ખતમ. તો આ આસન ક્યારેય નહીં છોડતાં. જગ્યા લેવાવાળા ઘણાં છે. બધાને આ જ ઉમંગ-ઉત્સાહ હોય છે કે અમે ટીચર થી આગળ જઈએ. ટીચર પછી એમનાંથી પણ આગળ જાય ત્યારે તો દિલ-તખ્ત નશીન થશે. ટીચર નો નાનો સંસાર છે ને. ટીચર નો સંસાર એક બાપ જ છે. માત-પિતા, બંધુ-સખા…. તો સંસાર માં શું હોય છે? સર્વ સંબંધ હોય છે, વૈભવ હોય છે. અહીંયા સર્વ સંબંધ ની પ્રાપ્તિ બાપ થી છે. છે નાનો સંસાર પરંતુ સંપન્ન અને શક્તિશાળી છે. આ નાનાં સંસાર માં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી. સર્વ સંબંધ બાપ થી. એવું નહીં પિતા નો સંબંધ છે તો માતા નો નથી, માતા નો છે તો બંધુ નો નથી. જો એક પણ સંબંધ ની પ્રાપ્તિ બાપ થી નહીં થાય તો બુદ્ધિ બીજી તરફ જરુર જશે. બાપ થી સર્વ સંબંધો નો અનુભવ થવો જોઈએ. નહીં તો બીજો સંબંધ પોતાની તરફ ખેંચી લેશે. આખો સંસાર જ એક બાપ થઈ ગયાં તો બધાં રુપ થઈ ગયાં ને. આને કહેવાય છે નંબરવન ટીચર, ફ્લૉલેસ (બેદાગ) ટીચર, યોગ્ય ટીચર, નામી-ગ્રામી ટીચર. બાપ તો સદા ઉંચી નજર થી જુએ છે. જો બાપ કમી ને જોશે તો સદા માટે તે કમી ને અન્ડરલાઇન (નિશાની) લાગી જાય છે. બાપ ભાગ્ય-વિધાતા છે ને, એટલે બાપ સદા શ્રેષ્ઠ નજર થી જુએ છે. શ્રેષ્ઠતા ની આગળ કમજોરી આપમેળે જ મન માં ખાય છે. શ્રેષ્ઠ વાતો સાંભળવાથી કમજોરી સ્પષ્ટ થઈ જ જાય છે. એટલે બાપ સદૈવ શ્રેષ્ઠતા નું વર્ણન કરે છે જેનાથી કમજોરી સ્વત: દેખાય. જો કમજોરી ને જુએ તો લાંબી-લાંબી વેદ-શાસ્ત્રો ની ખાણો બની જાય.
બધી ટીચર્સે વિશેષ એક વાત નું ધ્યાન રાખવાનું છે - ક્યારેય પણ, કોઈ માં પણ રૉયલ રુપમાં પણ ઝુકાવ ન હોય, કોઈ પણ આત્મા નાં ગુણો ની તરફ, સેવા, સહયોગ ની તરફ, બુદ્ધિ ની તરફ, પ્લાનિંગ (યોજના) ની તરફ ઝુકાવ ન હોય. એને જ પોતાનો આધાર બનાવવાથી ઝુકાવ થાય છે. જ્યારે કોઈ આત્મા નો આધાર થઈ જાય છે તો બાપ નો આધાર સ્વતઃ જ નીકળી જાય છે; અને જયારે આગળ જઈને અલ્પકાળ નો આધાર હલી જાય છે તો પછી ભટકી જાય છે. એટલે ક્યારેય પણ કોઈ આત્મા નાં કોઈ વિશેષ પ્રભાવ નાં કારણે પ્રભાવિત થવું, આ મહાન ભૂલ છે. ભૂલ નહીં, મહાન ભૂલ છે. આમાં ખુશ ન થઈ જતાં કે સર્વિસ (સેવા) વૃદ્ધિ પામી રહી છે. આ અલ્પકાળ નો જલવો હોય છે. ફાઉન્ડેશન (પાયો) હલ્યું તો સર્વિસ હલી. એટલે ક્યારેય પણ કોઈ આત્માને આધાર નહીં બનાવો. એવું નથી કે એનાં કારણે સર્વિસ વૃદ્ધિ ને નહીં પામશે, ઉન્નતિ નહીં થશે. આ કારણ નથી કાળાપણું છે, જે સ્વચ્છ આત્મા ને કાળી (મેલી) કરી દે છે. આ મોટામાં મોટો ડાઘ છે. કોઈ આત્મા ને આધાર બનાવવો - આ મોટામાં મોટી ભૂલ છે. તો અભૂલ નહીં બની શકો. બાકી મહેનત ઘણી કરો છો. મહેનત ની બાપદાદા મુબારક આપે છે. કહ્યું છે ને કે શાસ્ત્રો ની વાર્તાઓ પણ ઘણી હોય છે જેનો કોઈ આધાર નથી હોતો. એટલે પહેલાં કહ્યું કે ટીચર અર્થાત્ સદા સેવા માં બિઝી (વ્યસ્ત). સંકલ્પ માં પણ બાપ ની સાથે બિઝી રહો તો કોઈ આત્મા માં બિઝી નહીં થશો. જે બિઝી હોય છે તે ક્યાંય ઝુકશે નહીં. ફ્રી થયાં પછી જ મનોરંજન નાં સાધન, સ્નેહ, સહયોગ ની તરફ ઝુકાવ થાય છે. જે બિઝી હશે, એમને આ વાતો માટે ફુરસદ જ નથી. બાપદાદા ટીચર્સ ને જોઈ ખુશ થાય છે. હિંમત, ઉમંગ, ઉલ્લાસ તો ખુબ જ સારો છે. કદમ આગળ વધારી રહી છો પરંતુ પોતાનાં કાર્યો ની વાર્તા નાં શાસ્ત્ર નહીં બનાવતાં. કર્મની રેખા થી શ્રેષ્ઠ ભાગ્ય બનાવવાનું છે. એવી કથા નહીં બનાવતાં જેનો જન્મ પણ ઉંધો તો કથા પણ ઉંધી. સ્ટુડન્ટ (જિજ્ઞાસુ) ને ભણાવવું પણ પોતાને ભણાવવું છે.
ટીચર્સ સાથે રુહ-રુહાન કરવી બાપદાદા ને પણ સારું લાગે છે. ફોલો (અનુસરણ) કરવા વાળા તથા સમાન વાળાઓથી વધારે સ્નેહ હોય છે. જેનાંથી સ્નેહ હોય છે એની નાની કમજોરી પણ મોટી લાગે છે. એટલે ઈશારો આપે છે. અમે કેટલાં સમીપ છીએ તે જોવાનું છે તો અમૃતવેલાએ દર્પણ સ્પષ્ટ હોય છે. ટીચર્સ સેલવેશન (મુક્તિ) આપવા વાળી બની ગઈ ને, લેવા વાળી નહીં. ટીચર્સ ને પૂછવાની આવશ્યકતા નથી કે રાજી-ખુશી છો. સદા ખુશ રહો અને સેવા માં વૃદ્ધિ કરતી રહો. પરંતુ જ્યારે ભુજાઓ ડગમગે છે તો આ સીન (દૃશ્ય) પણ સારો લાગે છે. એક અલંકાર ઉઠાવે તો બીજો છૂટે છે. ક્યારેક સ્વદર્શન ચક્ર ને ઠીક કરે તો શંખ છૂટી જાય છે, શંખ પકડે તો કમળ છૂટી જાય છે. હવે ટીચર્સે શાસ્ત્રો ની કથા બંધ કરવાની છે. દરેક સંકલ્પ, દરેક સેકન્ડ માં ભાગ્ય બનાવો. કોઈ કથા સાંભળવા વાળી, સંભળાવવા વાળી અને બનાવવા વાળી પણ હોય છે. જેમ વ્યાસ ની કમાલ છે, એમ અહીંયા પણ કમાલ કરે છે. જન્મ આપે, પાલના કરે પરંતુ વિનાશ નથી કરી શકતાં. તો પછી પશ્ચાતાપ કરે છે અને કહે છે મદદ કરો. અચ્છા.