Search for a command to run...
28 Jan 1977
બ્રાહ્મણો નો ધર્મ અને કર્મ
28 January 1977 · ગુજરાતી
પોતાને બ્રહ્મા-મુખવંશાવલી બ્રાહ્મણ સમજો છો ને? બ્રાહ્મણો નો ધર્મ અને કર્મ શું છે, તે જાણો છો? ધર્મ અર્થાત્ મુખ્ય ધારણા છે - સમ્પૂર્ણ પવિત્રતા. સમ્પૂર્ણ પવિત્રતા ની પરિભાષા જાણો છો? સંકલ્પ કે સ્વપન માં પણ અપવિત્રતા નો અંશમાત્ર પણ ન હોય. એવી શ્રેષ્ઠ ધારણા કરવા વાળા જ સાચાં બ્રાહ્મણ કહેવાય છે, આ ધારણા માટે જ ગાયન છે ‘પ્રાણ જાય પણ ધર્મ ન જાય.’ એવી હિંમત, એવો દૃઢ નિશ્ચય કરવા વાળા પોતાને સમજો છો? કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં પોતાનાં ધર્મ અર્થાત્ ધારણા નાં પ્રતિ કંઈક ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, સામનો કરવો પડે, સાહસ રાખવું પડે તો ખુશી-ખુશી થી કરશો? પાછળ તો નહીં હટશો? ગભરાશો નહીં?
ત્યાગ ને ત્યાગ ન સમજી ભાગ્ય અનુભવ કરવું, આને કહેવાય છે - સાચો ત્યાગ. જો સંકલ્પ માં, વાણી માં પણ આ ભાવના નાં બોલ નીકળે છે કે મેં આ ત્યાગ કર્યો, તો એનું ભાગ્ય નથી બનતું. જેમ ભક્તિમાર્ગ માં પણ જ્યારે બલિ ચઢાવે છે, તો તે બલિ ચઢાવવા વાળું પશુ જરા પણ અવાજ કરે કે ચીસ પાડે છે, તો તે મહાપ્રસાદ નથી માનવામાં આવતો; અને બલિ નથી માનવામાં આવતી - આ પણ હમણાં નું યાદગાર ચાલી રહ્યું છે. જો ત્યાગ કરવાની સાથે આ સંકલ્પ ઉઠ્યો કે મેં ત્યાગ કર્યો; નામ, માન, શાન નું અભિમાન આવ્યું તો તે ત્યાગ નથી, એને ભાગ્ય નહીં કહેવાશે. એવી ધારણા વાળા જ સાચાં બ્રાહ્મણ કહેવાય છે.
બ્રાહ્મણો દ્વારા યજ્ઞની રચના કરાવો છો. આ મહાયજ્ઞ માં જૂની દુનિયાની આહુતિ પડ્યા પછી યજ્ઞ સમાપ્ત થવાનો છે. પહેલાં સ્વયં પોતાને પૂછો - જૂની દુનિયાની આહુતિ નાં પહેલાં નિમિત્ત બનેલાં બ્રાહ્મણોએ પોતાનાં જૂનાં વ્યર્થ સંકલ્પ કે વિકલ્પ જેને પણ સંકલ્પો ની સૃષ્ટિ કહેવાય છે, આ જૂનાં સંકલ્પો ની સૃષ્ટિ ને, જૂનાં સ્વભાવ-સંસ્કાર રુપી સૃષ્ટિ ને મહાયજ્ઞ માં સ્વાહા કર્યાં છે? જો પોતાની હદની સૃષ્ટિ ને સ્વાહા નથી કરી કે પોતાની પાસે રહેલી સામગ્રી ની આહુતિ નથી નાખી તો બેહદ ની જૂની સૃષ્ટિ ની આહુતી કેવી રીતે પડશે? યજ્ઞ ની સમાપ્તિ નો આધાર દરેક નિમિત્ત બ્રાહ્મણ છે. તો ચેરીટી બિગન્સ એટ હોમ (ઘર થી દાનની શરુઆત) કરવી પડે, તો પોતાનાં મનની અંદર ચેક (તપાસ) કરો કે આહુતિ નાખી છે? સમ્પૂર્ણ અંતિમ આહુતિ કઈ છે? એને જાણો છો? જેમ આત્મ-જ્ઞાની આત્મા નું પરમાત્મા માં સમાઈ જવું જ આત્માની સમ્પૂર્ણ સ્થિતિ માને છે. આ અંતિમ આહુતિ નું સ્વરુપ છે - હું-પણું સમાપ્ત થાય, બાબા! બાબા! બોલ મુખ થી કે મનથી નીકળે અર્થાત્ બાપ માં સમાઇ જાય. આને કહેવાય છે, સમાઈ જવું અર્થાત્ સમાન બની જવું. આને જ કહેવાય છે અંતિમ આહુતિ, સંકલ્પ, સ્વપન માં પણ દેહભાન નું હું-પણું ન હોય. અનાદિ આત્મિક સ્વરુપ ની સ્મૃતિ હોય; બાબા-બાબા અનહદ શબ્દ હોય. આદિ બ્રાહ્મણ સ્વરુપ માં ધર્મ અને કર્મ ની ધારણા હોય, આને કહેવાય છે સાચાં બ્રાહ્મણ.
એવાં સાચાં બ્રાહ્મણ જ યજ્ઞ ની સમાપ્તિ નાં નિમિત્ત બને છે. યજ્ઞ રચવા વાળા તો બન્યાં, હવે સમાપ્તિ નાં પણ નિમિત્ત બનો. અર્થાત્ પોતાની અંતિમ આહુતિ નાખો. તો બેહદની જૂની દુનિયાની આહુતિ પણ પડી જ જશે. સમજ્યાં, હવે શું કરવાનું છે? સમ્પૂર્ણ બનવાનું આ જ સહજ સાધન છે. સમ્પૂર્ણ આહુતી આપવી - આને જ સમ્પૂર્ણ સ્વાહા કહેવાય છે. તો સ્વાહા થઈ ગયાં કે હજી થવાનું છે? અંતિમ આહુતિ, અંતિમ ઘડી પર જ નાખવાની છે શું? જ્યારે સ્વયં નાખશો ત્યારે બીજા પાસે થી નખાવી શકશો. પછી કરીશું - એવું નહીં વિચારતાં, હવે કરવાનું જ છે. જેમ સાંભળવા માટે ચાત્રક રહો છો, મળવા માટે પ્લાન્સ (યોજના) બનાવો છો, અમારો ટર્ન (વારો) પહેલાં હોય. તો જેમ આ વિચારો છો એમ નિમિત્ત બનવામાં પણ પહેલો ટર્ન લો. કરવામાં ફર્સ્ટ ટર્ન લો. અચ્છા.
એવાં સમ્પૂર્ણ સ્વાહા થવા વાળા, સમ્પૂર્ણ આહુતિ નાખવા વાળા, સ્વયંના પરિવર્તન થી વિશ્વ-પરિવર્તન નાં નિમિત્ત બનવા વાળા, સાચાં બ્રાહ્મણો ને, બાપ સમાન સમ્પૂર્ણ બ્રાહ્મણો ને સર્વશ્રેષ્ઠ ધર્મ અને કર્મ માં સ્થિત રહેવા વાળા બ્રાહ્મણો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
મધુબન નિવાસીઓ સાથે:-
બધાં સદા ખુશ છો ને? જે ત્રણેય કાળો નાં રહસ્ય ને જાણી ગયાં તો રાજી થઈ ગયાં છો ને? ક્યારેય પણ કોઈ નારાજ થાય છે અર્થાત્ ડ્રામાનાં રહસ્ય ને ભૂલી જાય છે. જે સદા ડ્રામા નાં રહસ્ય ને અને ત્રણેય કાળો ને જાણે છે તો તે રાજી રહેશે ને. નારાજ થવાનું કારણ રહસ્ય ને ન જાણવું છે. ત્રણેય કાળો નાં જ્ઞાતા બનવા વાળાને ત્રિકાળદર્શી કહેવાય છે. તે સદા રાજી અને ખુશ રહે છે.
મધુબન નિવાસી અર્થાત્ સદા ખુશ અને રાજી રહેવા વાળા. બીજા થી નારાજ થવું અર્થાત્ પોતાને રહસ્ય જાણવાની સ્ટેજ (સ્થિતિ) થી નીચે લઇ આવવું. તખ્ત છોડીને નીચે આવો છો ત્યારે નારાજ થાઓ છો. ત્રિકાળદર્શી અર્થાત્ નોલેજફુલ (સંપૂર્ણ જ્ઞાની) ની સ્ટેજ એક તખ્ત છે, ઉંચાઈ છે. જ્યારે આ તખ્ત ને છોડીને નીચે આવો છો ત્યારે નારાજ થાઓ છો. જેવું સ્થાન એવી સ્થિતિ હોવી જોઈએ.
મધુબન ને સ્વર્ગ-ભૂમિ કહો છો ને! આ તો માનો છો, મધુબન સ્વર્ગ નું મોડેલ (નમૂનો) છે તો સ્વર્ગ માં માયા આવે છે શું? આની પણ અવિદ્યા હોવી જોઈએ કે માયા શું છે. સ્વર્ગ માં માયા નું જ્ઞાન નથી હોતું. આ ભૂમિ ને સાધારણ સમજવાનાં કારણે માયા આવે છે. મધુબન વરદાન ભૂમિ ને સાધારણ સ્થાન નહીં સમજો. મધુબન ની સ્મૃતિ પણ સમર્થી અપાવે છે. મધુબન માં રહેવા વાળા ફરિશ્તા હોવાં જોઈએ. મધુબન ની મહિમા અર્થાત્ મધુબન નિવાસીઓની મહિમા. મધુબન ની દિવાલો ની મહિમા તો નથી ને! આખી દુનિયા કેવી નજર થી જુએ છે; વિશ્વ હજી સુધી પણ યાદ નાં રુપમાં હમણાં સુધી પણ કેટલી ઊંચી નજર થી જુએ છે, ભક્ત પણ મધુબન નિવાસીઓનાં ગુણગાન કરે છે. બ્રાહ્મણ પરિવાર પણ ઉંચી નજર થી જુએ છે. જો તમારી પણ એટલી ઊંચી નજર હોય તો ફરિશ્તા તો થઈ જ ગયાં ને.
મધુબન નિવાસી યજ્ઞ-નિવાસી પણ કહેવાય છે. યજ્ઞમાં રહેવા વાળાઓએ પોતાની આહુતિ નાખવાની છે. ત્યારે પછી બીજા ફોલો (અનુસરણ) કરશે. યાદગાર નાં યજ્ઞ માં પણ આહુતિ સફળ ત્યારે થાય છે, જ્યારે મંત્ર જપે છે. અહીંયા પણ સદા મનમનાભવ મંત્ર સ્મૃતિ માં રહે ત્યારે આહુતિ સફળ થાય છે. મધુબન નિવાસી તો નિરંતર મંત્ર માં સ્થિત થવા વાળા છે. ફક્ત બોલવા વાળા નહીં, પરંતુ મંત્ર-સ્વરુપ છો. હમણાં તો બાપે રિયલાઈઝેશન (અનુભૂતિ) કોર્સ આપ્યો છે તો પોતાને રિયલાઇઝ કરી ચેન્જ (પરિવર્તન) કર્યાં?
બધાં ઠીક છો? કોઈ ઠીક કહે છે તો બાપદાદા તો કહે છે - મુખ માં ગુલાબ. કહેવાથી પણ ઠીક થઇ જ જશે. કમી ને વારંવાર વિચારવાથી કમી રહી જાય છે. કમી ને જોઈને ખતમ કરતાં જાઓ. ચેક કરવાની સાથે-સાથે ચેંજ (પરિવર્તન) પણ કરો. કોઈ કમાલ કરીને દેખાડવાની છે ને. આટલાં સમય માં જેટલો પણ સાથ મળ્યો, એમાં કમાલ કરી? કોઈ એવું કામ કર્યું જે કમાલ નું હોય, કે પછી કરતાં હોવા છતાં પણ ભૂલી જાઓ છો! પોતાને સદા ગુણમૂર્ત જોતા ઊંચી સ્ટેજ (અવસ્થા) પર સ્થિત રહ્યાં કરો. નીચે નહીં આવો. કહ્યું હતું ને કે જે રૉયલ ફેમિલી (શાહી પરિવાર) નાં બાળકો હોય છે એ ક્યારેય ધરતી પર, માટી માં પગ નહીં રાખશે. અહીંયા દેહ-ભાન માટી છે, એમાં નીચે નહીં આવો. આ માટી થી સદા દૂર રહો. સંકલ્પ થી પણ દેહ-અભિમાન માં આવ્યાં અર્થાત્ માટીમાં પગ રાખ્યો. વાચા, કર્મણા માં આવવું અર્થાત્ માટી ખાઈ લીધી. રૉયલ ફેમિલી નાં બાળકો ક્યારેય માટી નથી ખાતાં. સદા સ્મૃતિ માં રહો કે ઊંચામાં ઊંચા બાપનાં ઊંચી સ્ટેજ વાળા બાળકો છીએ તો નીચે નજર નહીં પડે. જૂનાપણું તો સ્વપન માંથી પણ ખતમ કરી દેવાનું છે. જે યોગી-તૂ આત્મા, જ્ઞાની-તૂ આત્મા હશે એમનું સ્વપન પણ નવી દુનિયા, નવાં જીવન નું હશે. જ્યારે સ્વપન જ બદલાઈ ગયું તો સંકલ્પ ની વાત જ નથી. મધુબન નિવાસીઓનાં સ્વપન પણ શ્રેષ્ઠ. બાપદાદા પણ એવી જ નજર થી જુએ છે. મધુબન નિવાસી નામ ની મહિમા છે જે અંત સમય સુધી પણ નામધારી (વૃંદાવન, મધુબન વાળા) ફક્ત નામ પર પોતાનો શરીર નિર્વાહ કરતાં રહે છે. નામ ની એટલી મહિમા છે, તો મધુબન નિવાસીઓનું નામ જ મહાન છે. જ્યારે નામ ની આટલી મહિમા છે તો સ્વયં સ્વરુપ ની શું હશે. અચ્છા - બધાં સંતુષ્ટ તો છો જ, અચ્છા.