Search for a command to run...
19 Dec 1978
રીયલ્ટી જ સૌથી મોટી રોયલ્ટી છે
19 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા બાળકો ને જોઈ હર્ષિત થાય છે કારણ કે બાપ જાણે છે કે આ જ બાળકો હોવનહાર છે, દરેક બાળકની વર્તમાન અને ભવિષ્ય તકદીર ને જોતાં બાપદાદા દરેક બાળકની તસ્વીર (ચિત્ર) માં તકદીર જુએ છે. બ્રાહ્મણો નાં વર્તમાન ફીચર્સ (ચહેરા) થી ફ્યુચર (ભવિષ્ય) ને જુએ છે. દરેક બાળક સ્વર્ગ નો અધિકારી છે. બાળકોનાં અધિકાર ને જોઈ બાપદાદા ને પણ ઈશ્વરીય ફખુર (નશો) છે કે આખા વિશ્વમાં આવાં તકદીરવાન બાળકો કોઈનાં હોઈ ન શકે. એવો ફખુર બાળકોને પણ રહે છે કે અમારા જેવી તકદીર કોઈની હોઈ ન શકે.
બાપદાદા આજે વિશેષ રુપ થી દરેક બાળક માં એક વિશેષતા જોઈ રહ્યાં છે કે દરેક માં રીયલ્ટી ની રોયલ્ટી ક્યાં સુધી આવી છે! રીયલ્ટી જ રોયલ્ટી છે. આનાથી મોટી રોયલ્ટી બીજી કોઈ નથી. રોયલ્ટી કઈ વાતો ની તથા રીયલ્ટી કઈ વાતની? પહેલાંં પોતાનાં સ્વરુપની રીયલ્ટી. જો રીયલ્ટી અર્થાત્ પોતાનાં અસલી સ્વરુપની સદા સ્મૃતિ છે તો સ્વરુપ ની રીયલ્ટી થી આ સ્થૂળ ચહેરા પર પણ અલૌકિક રોયલ્ટી નજર આવશે. જે પણ જોશે એમનાં મુખ થી આ જ નીકળશે કે આ લોકો આ દુનિયાનાં નથી પરંતુ અલૌકિક દુનિયાનાં ફરિશ્તા છે અથવા આ સ્વર્ગનાં કોઈ દેવતા ઉતર્યાં છે. એવો રોયલ્ટી નો અનુભવ થશે. બીજી વાત સ્મૃતિ માં પણ રીયલ્ટી અર્થાત્ એક બાપ બીજું ન કોઇ. આ રીયલ્ટી ની સ્મૃતિ થી કર્મ માં કે બોલ માં રોયલ્ટી દેખાઈ આવશે. દરેક કર્મ સત્ય અર્થાત્ શ્રેષ્ઠ હોવાનાં કારણે જે પણ સંપર્કમાં આવશે એમને દરેક કર્મ માં બાપ સમાન ચરિત્ર અનુભવ થશે. દરેક બોલ માં બાપ નાં સમાન ઓથોરિટી અને પ્રાપ્તિ ની અનુભૂતિ થશે અર્થાત્ દરેક બોલ સમર્થ અર્થાત્ ફળ આપવા વાળા હશે. જેને કહેવાય છે સત્-વચન. એમ કર્મ અને બોલ માં રીયલ્ટી ની રોયલ્ટી હશે. સંપર્ક અર્થાત્ સંગ રીયલ હોવાનાં કારણે પારસ નું કાર્ય કરશે. જેમ પારસ લોખંડ ને પરિવર્તન કરી દે છે એમ રીયલ્ટી ની રોયલ્ટી વાળી આત્માનો સંગ અસમર્થ ને સમર્થ બનાવી દેશે અર્થાત્ નકલી ને અસલી બનાવી દેશે. એવી આત્મા નાં રીયલ અને રોયલ નયન અર્થાત્ દિવ્ય દૃષ્ટિ જાદુ ની વસ્તુ સમાન કામ કરશે. હમણાં-હમણાં મુક્તિની સ્ટેજ (અવસ્થા) ની અનુભૂતિ, હમણાં-હમણાં જીવન-મુક્તિ ની સ્ટેજની અનુભૂતિ, હમણાં-હમણાં લાસ્ટ અંતિમ જન્મ, હમણાં-હમણાં ફર્સ્ટ જન્મ નો સ્પષ્ટ સાક્ષાત્કાર કરાવશે. હમણાં-હમણાં અતિ દુઃખી સ્ટેજ, હમણાં-હમણાં અતિ સુખમય જીવન નો અનુભવ કરાવશે. ‘હમ સો - સો હમ’ નાં જાદૂ નાં મંત્ર નો અનુભવ કરાવશે અર્થાત્ ૮૪ જન્મો નું જ જ્ઞાન સ્મૃતિ માં અપાવશે. હમણાં-હમણાં સ્થૂળ વતન, સંગમયુગ નાં સુખની અનુભૂતિ કરાવશે, હમણાં-હમણાં સૂક્ષ્મ ફરિશ્તા સ્વરુપ નો અનુભવ કરાવશે. હમણાં-હમણાં પરમધામ નિવાસી આત્મિક સ્વરુપ નો અનુભવ કરાવશે, હમણાં-હમણાં સ્વર્ગ નાં સુખમય જીવન નો અનુભવ કરાવશે. એક સેકન્ડ માં આ ચારેય ધામો નો અનુભવ કરાવશે, આ છે જાદુ મંત્ર.
આવાં રોયલ્ટી વાળા સદા સર્વ કર્મેન્દ્રિયોં દ્વારા કોઇને કોઇ પ્રાપ્તિ કરાવવા વાળા અર્થાત્ આપવા વાળા દાતા હશે. આવાં રોયલ્ટી વાળા કોઈ પણ પ્રકાર નાં માયાવી આકર્ષણ તરફ સંકલ્પ દ્વારા પણ ઝુકશે નહીં અર્થાત્ પ્રભાવિત નહીં થશે. જેમ આજકાલ ની રોયલ્ટી વાળી આત્માઓ સદા ભરપૂર રહેવાનાં કારણે અહીંયા-ત્યાં કોઈનાં અધીન નહીં હશે. એમ સદા બુદ્ધિ ભરપૂર રહેવાનાં કારણે, સ્થૂળ માં કહેવાય છે પેટ ભરેલું છે અને અહીંયા બુદ્ધિ દરેક ખજાનાથી ભરપૂર હશે, એટલે કોઈ પણ વ્યક્તિ કે વૈભવ ની તરફ જે અલ્પજ્ઞ અને અલ્પકાળ નાં છે, ત્યાં બુદ્ધિ નહીં જશે અર્થાત્ અપ્રાપ્ત કોઈ વસ્તુ નહીં હશે જે લેવા માટે ક્યાંય નજર જાય. એમનાં નયનોમાં સદા બિંદુ રુપ બાપ જ સમાયેલા હશે. આ છે રોયલ્ટી અર્થાત્ રીયલ્ટી. આ દેહ પણ રીયલ નથી, દેહી રીયલ છે. તો સ્વયં સ્વયં થી પૂછો રીયલ્ટી ની રોયલ્ટી ક્યાં સુધી આવી છે. નંબરવાર હશે ને, મારો નંબર કયો છે - આ ચેક કરો. ફર્સ્ટ ડિવિઝન માં છે કે સેકન્ડ માં છે, થર્ડ તો નહીં કહેશો ને.
પંજાબ નો નંબર કયો છે? - બધાંં ફર્સ્ટ ડિવિઝન વાળા છે ને? જો સેકન્ડમાં પણ છો તો આજે ફર્સ્ટ માં આવી જજો. સેકન્ડ નંબર વાળા ને પણ સંગમયુગ માં સર્વ પ્રાપ્તિની અનુભૂતિ નહીં થશે. કોઈ પ્રાપ્તિ થશે કોઈ નહીં થશે. જેમ ઘણાં કહે છે શાંતિની અનુભૂતિ તો થાય છે પરંતુ અતીન્દ્રિય સુખ નો અનુભવ નથી. ખુશી ની અનુભૂતિ થાય છે પરંતુ શક્તિ રુપ ની અનુભૂતિ નથી થતી. ફર્સ્ટ ડિવિઝન વાળા ને દરેક ગુણ ની અનુભૂતિ દરેક શક્તિ ની અનુભૂતિ થશે. જો કોઈ પણ કમી છે અર્થાત્ ૧૪ કળા છે સેકન્ડ ડિવિઝન. એવી આત્માઓ હમણાં પણ શ્રેષ્ઠ પ્રાપ્તિ થી વંચિત રહી જાય અને ભવિષ્ય માં પણ સતોપ્રધાન પ્રાપ્તિ નાં બદલે સતો પ્રાપ્તિ કરે છે. તો સેકન્ડ ડિવિઝન થઈ ગયાં ને. ફર્સ્ટ ડિવિઝન વાળા રાજ્ય નું, પ્રકૃતિનું સતોપ્રધાનતા નું સુખ લેશે અને તેઓ સતો નું સુખ લેશે, સતોપ્રધાન નું નહીં. તો હવે વિચારો કે શું લેવું છે? સતોપ્રધાન ની પ્રાપ્તિ કે સતો ની પ્રાપ્તિ. સર્વ પ્રાપ્તિ ની અનુભૂતિ કે કોઈ-કોઈ પ્રાપ્તિ ની અનુભૂતિ, સ્વયં જ પોતાનાં જજ બનો તો ધર્મરાજ ની પાસે જવું નહીં પડે. સમજ્યાં - રીયલ્ટી જ રોયલ્ટી કેવી રીતે છે. પછી સંભળાવશે કે રોયલ્ટી નો વિસ્તાર બીજો પણ શું છે. અચ્છા.
એવાં સદા રોયલ્ટી માં રહેવા વાળા, સદા સર્વ પ્રાપ્તિ નાં અનુભવ સ્વરુપ, દરેક કર્મ ચરિત્ર અર્થાત્ શ્રેષ્ઠ કરવા વાળા, એક સેકન્ડ માં ચારે ધામ નો અનુભવ કરાવવા વાળા, એવાં શ્રેષ્ઠ તકદીરવાન બાળકો ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
દાદીજી થી વાતચીત:-
ભવિષ્ય રાજ્ય ની રોયલ ફેમિલી હમણાંથી પ્રત્યક્ષ થતી જશે ને. જે બાપદાદા નાં બોલ સાંભળ્યાં છે કે અંત માં બધાં સ્પષ્ટ સાક્ષાત્કાર થશે તો શું તે દિવ્ય દૃષ્ટી થી થશે? સાક્ષાત્કાર માં કે સાક્ષાત રુપ માં થશે? સર્વ ને દિવ્ય દૃષ્ટી થી સાક્ષાત્કાર થવાનો ડ્રામા તો અલગ હશે પરંતુ આ સાક્ષાત રુપ માં સાક્ષાત્કાર થશે. હમણાં જલ્દી જ દરેક આત્મા પોતાની રીયલ્ટી દ્વારા રોયલ્ટી નું રુપ પ્રત્યક્ષ રુપ માં દેખાડશે, જેનાથી આ કોઈને પણ પ્રશ્ન નહીં ઉઠશે કે આ થશે કે નહીં થશે. હમણાં તો આપસ માં જો નંબર પણ નીકાળો તો પણ ક્વેશ્ચન (પ્રશ્ન) ઉઠે છે, આ કેવી રીતે, આ કેવી રીતે! પરંતુ હવે જલ્દી જ પ્રત્યક્ષ જોશો. રાજા કોણ, રાણી કોણ કે રોયલ ફેમિલી કોણ! એની પણ પુરુષાર્થ ની ગતિ બહુજ ગહન (સુક્ષ્મ) છે. સમાન હોવા છતાં પણ ભલે હમણાં પ્લસ માં પણ દેખાવો છો, છતાં પણ પુરુષાર્થ ની ગતિ ગુહ્ય હોવાનાં કારણે નંબર વન ટૂ થઇ જ જશે. હમણાં દરેકનાં પુરુષાર્થ ની વિશેષતા જોવામાં પણ આવે છે પરંતુ જેમ કોઇ ધૂળ ની અંદર હીરો ચમકતો હોય તો ક્યારેક સ્પષ્ટ દેખાશે, ક્યારેક છુપાયેલો નજર આવશે. તો હમણાં નાં પુરુષાર્થ માં ચમકતાં હીરા નજર જરુર આવે છે પરંતુ એવાં દેખાય છે, અને પછી અંતમાં અંત અર્થાત્ લાસ્ટ ઘડી નહીં સંગમ નો અંત અર્થાત્ થોડા સમય પહેલાંંથી જ પ્રત્યક્ષતા જરુર થશે. પ્રત્યક્ષતા નો પાર્ટ ભજવતા પોતાનાં વર્તમાન માળા નાં મણકા નો નંબર અને ભવિષ્ય રાજ્ય નું સ્વરુપ બંને જ પ્રત્યક્ષ થશે. પરંતુ હમણાં થોડી રીસ ની ધૂળ નો પડદો છે. હમણાં રેસ માં ચાલતાં-ચાલતાં ક્યારેક રેસ નાં બદલે રીસ માં બદલાય જાય છે, આ જ ધૂળ નો પડદો ચમકતા હીરા ને છુપાવી દે છે અને જ્યારે આ પડદો હટી જશે તો છુપાયેલા હીરા પોતાનાં પ્રત્યક્ષ સંપન્ન સ્વરુપ માં આવી જશે, આ પડદો સમાપ્ત થઈ જશે. સંપન્નતા નો સાક્ષાત્કાર થવાથી કોઈ માં સંકલ્પ જ નહીં ઉઠશે કે આ પણ આ નંબર લઇ શકે છે અર્થાત્ રીસ નો પડદો ખતમ થઇ જશે અને સંપન્ન હીરા ચમકતા સ્ટેજ પર પ્રત્યક્ષ થઈ જશે. જેમ સાકાર માં મમ્માં બાબા ની તરફ કોઈની રીસ ન હોઈ શકે ને - એમ નંબરવાર એટલાં સ્પષ્ટ હશો જે કોઈ રીસ કરી જ નહીં શકે. એવાં રોયલ ફેમિલી હમણાંથી જ રોયલ્ટી માં દેખાશે. હમણાં તો ૮ નંબર પણ નથી કાઢી શકતાં ને! હમણાં છતાં પણ ક્વેશ્ચન માર્ક આવી જાય છે પછી ફુલસ્ટોપ આવી જશે. હમણાં જ સ્પષ્ટ રુપ માં ૮ નંબર નીકાળવામાં પણ ક્વેશ્ચન ઉઠે છે-રાખે કે ન રાખે.
હમણાં તીવ્ર પુરુષાર્થ ની પોલિશ થઈ રહી છે, પોલિશ માં થોડી ઘણી કમી છુપાઈ જાય છે. જ્યારે ૮ નંબર છે તો કંઇક તો કમી હશે ને પહેલાંં થી. પરંતુ એટલી નહીં હોય જે સ્પષ્ટ દેખાઈ આવે એટલે પોલિશ થઈ રહી છે. હમણાં તો તીવ્ર પુરુષાર્થ નાં પ્રોગ્રામ નો સંકલ્પ છે. ફેમિલી માં તો ઘણાં આવી જશે. અચ્છા. આજે તો પંજાબ નો વારો છે. જેવું નામ છે તેવું જ કામ છે ને! સિંહ ની વિશેષતા શું હોય છે? સિંહ ની વિશેષતા છે એકલા હોવા છતાં પણ પોતાને બાદશાહ સમજે છે અર્થાત્ નિર્ભય હોય છે. તો પંજાબ નાં નિવાસી એવાં નિર્ભય છે ને. કોઈ પણ પ્રકારનાં માયા નાં રુપ થી ડરવા વાળા નહીં. એવું છે ને પંજાબ!
પંજાબ ની ધરતી નું વિશેષ મહત્વ શું છે, જાણો છો? પંજાબે સ્થાપના નાં આદિ માં પોતાની વિશેષ શક્તિ રુપ નું દૃશ્ય સારું દેખાડયું. અનેક પ્રકારની હલચલ માં પણ અચળ રહ્યાં છે કારણ કે પંજાબની ધરતી વિશેષ ધર્મ ની ધરણી છે, એવી ધર્મની ધરણી માં આદિ સનાતન ધર્મની સ્થાપના કરવી, એમાં સામનો કરીને વિજયી બન્યાં છે. પંજાબ ની ધરણી ની વિશેષતા ચરિત્ર માં છે કે ચારે બાજુ હંગામા ની આગ ની વચ્ચે થોડાં બાળકો વિજયી બનીને પંજાબ માં પણ વિજય નો ઝંડો લહેરાવ્યો. હિંસક ધરણી ની ઉપર અહિંસક ની વિજય થઈ. તો આ પણ પંજાબ ની ધરણી નું ચરિત્ર વિશેષ રુપ માં ગવાય છે. બીજી વિશેષતા પંજાબ માં નદીઓનું ગાયન વધારે છે. એમ જ પંજાબ થી જ્ઞાન ગંગાઓ પણ અધિક નીકળી છે. આદિ સમયનાં હિસાબ થી પંજાબ થી જ્ઞાન નદીઓ પણ વધારે નીકળી છે તો પંજાબ ની ધરણી કન્યાદાન માં શ્રેષ્ઠ નીકળી અર્થાત્ મહાદાની નીકળી. ત્રીજી પણ વિશેષતા છે પંજાબની ભૂમિ માં સેવા નાં વિસ્તાર ની ભૂમિ પણ મહત્વપૂર્ણ છે જેમ નદીઓનું પાણી ચારે બાજું વિસ્તાર થી ફેલાયેલું છે તેમ પંજાબ માં પણ સેવાકેન્દ્ર નો વિસ્તાર સારો છે. જગ્યાં-જગ્યાં પર તીર્થ સ્થાન બનાવેલાં છે.
મહિમા સાંભળીને ખુશ થઈ ગયાં, સદા આવાં જ ખુશ રહો. પંજાબ નાં વિસ્તાર ને જોઈ બાપદાદા ખુશ થાય છે, હવે શું કરવાનું છે? પંજાબની ધરણી થી નામ થી કામ કરવા વાળી, સાર વાળી આત્માઓ નીકાળો. જેમનું નામ સાંભળતાં અનેક આત્માઓ પોતાનું ભાગ્ય બનાવી શકે. એવી વિશેષ સેવા હજી વધારે કરવાની છે. ફક્ત સેવા નિમિત્ત એવી વિશેષ આત્માઓનો પણ પાર્ટ છે. તો એવી આત્માઓને હવે સંપર્ક સંબંધ માં લાવો. સમજ્યાં શું કરવાનું છે! મોટાં અવાજ થી લલકાર કરો - નાનાં અવાજ થી કરો છો તો નાનો અવાજ ત્યાંના ગુરુદ્વારા નાં અવાજ માં છુપાઈ જાય છે. અચ્છા.
પાર્ટીઓ થી મુલાકાત:-
બાપદાદા દરેક બાળક ને સર્વશ્રેષ્ઠ આત્માનાં રુપમાં જુએ છે, કારણ કે વિશ્વની અંદર કેટલી પણ શ્રેષ્ઠ આત્માઓ છે પરંતુ તમારી આગળ શું છે? તુચ્છ અર્થાત્ કાંઈ પણ નહીં. જે આત્માઓ પોતાનાં અવિનાશી બાપની વિશેષ રચના સ્વર્ગ ની અધિકારી નથી બની શકતી, તો શું થઈ? જે બાળક બાપની પ્રોપર્ટી (મિલકત) નાં અધિકાર થી વંચિત રહી જાય તો તે શું થયાં? તો કેટલી પણ આજકાલ ની નામીગ્રામી આત્માઓ છે પરંતુ તમારી શ્રેષ્ઠ પ્રાપ્તિ ની આગળ કાંઈ પણ નથી. તો સૌથી શ્રેષ્ઠ થયાં ને. આજની દુનિયાનાં પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) પણ તમને કહે બ્રહ્માકુમારી નાં બદલે પ્રેસિડેન્ટ બની જાઓ તો બનશો? નહીં ને! કારણ કે જાણો છો કે ક્યાં આજની જૂની દુનિયાનું અલ્પકાળનું પદ અને ક્યાં સદાકાળ નું પદ. તો સંકલ્પ માત્ર પણ બુદ્ધિ ત્યાં ન ઝૂકી શકે કારણ કે જ્યારે રાજાઓનાં રાજા બની રહ્યાં છો તો આ શું છે? આ તો બેતાજ પણ બાદશાહ નથી, બાદશાહ માં તો પાવર (શક્તિ) હોય છે - તે ક્યાં છે? એક બેતાજ બીજું શક્તિ વગર, તો આંખ નહીં ડૂબશે ને. આવી શ્રેષ્ઠતા કે મહાનતા સદા સ્મૃતિમાં રહે. સદા સ્મૃતિ સ્વરુપ રહેવાથી સર્વ પ્રાપ્તિનો અનુભવ કરી શકશો. થોડા માં રાજી થવા વાળા નહીં, થોડા માં રાજી કોણ થાય છે? ભક્ત. તો ભક્ત તો નથી ને, અધિકારી છો ને. અધિકારી ને પોતાનાં સર્વ અધિકાર નો અનુભવ થાય, આજે ઘરમાં રહેવા વાળા પણ પોતાનો પૂરો અધિકાર માંગે છે, નોકર પણ પૂરો અધિકાર માંગશે. જો થોડું પણ ઓછું હશે તો કહેશે મારો અધિકાર આપો. તો બાપ તો સર્વ અધિકાર આપવા વાળા છે, તો સર્વ અધિકાર પ્રાપ્ત કરો. ભક્ત નહીં પરંતુ અધિકારી બનો. ભક્ત આત્મા જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી સ્વર્ગ માં નહીં આવી શકે, ભક્ત થી બ્રાહ્મણ બનવું પડે, પછી બ્રાહ્મણ થી દેવતા બને. ભક્તપણા નો અંશ માત્ર પણ ન હોય - એને કહેવાય છે સંપૂર્ણ અધિકારી. ભક્ત અને ભગવાન નું મિલન, બાળકો અને બાપ નું મિલન - બંનેમાં રાત દિવસનો ફરક હોય છે ને. તો કયું મિલન સારું લાગે છે? જ્યારે માયા નાં વશીભૂત થઈ જાઓ છો તો કયાં રુપમાં મળો છો? “કૃપા કરો, આશીર્વાદ કરો, શક્તિ આપો, શું કરું, કેવી રીતે કરું કોઈ રસ્તો આપો, અમારી પાસે માયા ને ન મોકલો” - આ કમજોરી છે ને. મહાવીર કહે દુશ્મન ન આવે અને હું મહાવીર છું, તો એને શું કહેશે? મહાવીર તો દુશ્મન નું આહવાન કરે છે કે આવો અને અમે વિજયી બનીએ. મહાવીર પેપર ને જોઈ ગભરાશે નહીં, ચેલેન્જ (પડકાર) કરશે કારણ કે ત્રિકાળદર્શી હોવાનાં કારણે જાણે છે કે અમે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. અચ્છા.
રાજસ્થાન અને ઇન્દોર ઝોનની પાર્ટીઓની સાથે પર્સનલ મુલાકાત:- રાજસ્થાન ને વરદાન ખુબ મળેલાં છે. પહેલાંં-પહેલાંં સેવાનાં સાધન ગિફ્ટ માં રાજસ્થાન ને મળ્યાં. પહેલું-પહેલું તીર્થસ્થાન તો રાજસ્થાન જ થયું. બાપ, દાદા બંનેનું રાજસ્થાન ને વરદાન છે. વરદાન ફળ તો જરુર આપશે જ પરંતુ કયાં સમયે આપશે તે સમય જોઈ રહ્યાં છે. મેળા ની સાથે-સાથે વિશેષ રુપ થી એવું વાતાવરણ બનાવો જેમ ચુંબક બધાંને પોતાની તરફ આકર્ષિત કરી લે છે, તેમ રુહાની વાતાવરણ, રુહો ને પોતાની તરફ આકર્ષિત કરે, આ છે મેળા ની સફળતા. વિશેષ અટેન્શન (ધ્યાન) રાખતાં દરેક વર્ગ ની આત્માઓ ને આ મેળા નાં સાધન દ્વારા સંપર્ક માં લાવો. સાધન બહુજ આકર્ષણ વાળા છે, સાધન નો પૂરો લાભ ઉઠાવો, બધામાં અવાજ ફેલાઈ જાય. મહેનત કરવાથી ફળ જરુર નીકળશે. એક દિવસ આવશે જરુર જે રાજસ્થાન ની સંખ્યા કમાલ ની લિસ્ટ માં આવશે, ફક્ત એનાં માટે પરોપકારી બનો. પરોપકારી થી વિશ્વ ઉપકારી બની જશો. બાપદાદાની વિશ્વ ધરણી જેનાં પર બાપની નજર પડી છે તે ફળ અવશ્ય આપશે. રાજસ્થાન ની મહિમા બાપ જાણે છે, રાજસ્થાન માં રહેવા વાળા ઓછું જાણે છે, બાપ જાણે છે કે શું થવાનું છે. થશે પછી સાંભળજો! મુખ્ય કેન્દ્ર પણ રાજસ્થાન માં છે ને તો આસપાસ પણ જરુર આકર્ષણ નાં કેન્દ્ર બનશે. એ પણ સમય આવશે. સાકાર બાપ ની પહેલી-પહેલી નજર ક્યાં ગઈ? રાજસ્થાન પર, તો કોઈ તો વિશેષતા હશે ને. સમય જ્યારે આવી જાય છે, પડદો ખુલી જાય છે અને દૃશ્ય સામે આવી જાય. અચ્છા.
ટીચર થી મુલાકાત:- ટીચર્સ નું વિશેષ કર્તવ્ય જ છે બાપ ની યાદ અને સેવા. તો બધી ટીચર્સે હિંમત સારી દેખાડી છે, મહેનત પણ સારી કરી રહ્યાં છે અને મહેનત નું ફળ પણ દિવસ પ્રતિદિવસ ફળીભૂત થતું જશે. મધ્યપ્રદેશ ને વરદાન છે હર્યું-ભર્યું રહેશે. કારણ કે એકમત અને એકરસ અવસ્થા માં રહેતાં એક જ કાર્યમાં લાગવા વાળી આત્માઓ સ્વયં પણ સદા પ્રફુલ્લિત રહે છે અને ધરણી ને પણ ફળદાયક બનાવે છે. જેમ આજકાલ સાયન્સ દ્વારા હમણાં-હમણાં બીજ નાખ્યું હમણાં-હમણાં ફળ મળ્યું. પહેલાંંથી જ તીવ્રગતિ છે જે બીજ નાખ્યું તે પ્રાપ્ત થઈ જાય છે. એમ જ પોતાનાં સાયલેન્સ નાં બળ થી સહજ અને તીવ્રગતિ થી પ્રત્યક્ષતા પણ જોશો, હાઈ જમ્પ લગાવવા વાળા છો ને. પથ્થર તોડવા વાળા તો નથી. જેવી નિમિત્ત આત્માઓ હોય છે, તેવું વાયુમંડળ પણ બને છે, સ્વયં સહયોગી છે તો આવવા વાળી આત્માઓ ને પણ સહયોગી બનાવી દેશે. સ્વયં ઉલઝન (મુંઝવણ) માં હશે તો આવવા વાળી આત્માઓમાં પણ એ જ વાયબ્રેશન ફેલાય છે. તો નિમિત્ત આત્માઓ ને સદા નિર્વિધ્ન એક બાપની લગન માં મગન રહેવા વાળી, એ જ સ્થિતિ માં રહેવાનું છે. અચ્છા.
પ્રશ્ન:- કઈ ધારણા નાં આધારે સદા સુખનાં સાગરમાં સમાયેલાં રહેશો?
ઉત્તર:- અંતર્મુખી બનો. અંતર્મુખી સદા સુખી. ઇન્દોર નિવાસી અર્થાત્ અંતર્મુખી સદા સુખી. બાપ સુખ નાં સાગર છે તો બાળકો પણ સુખ નાં સાગરમાં લવલીન રહેતા હશે. સુખદાતા નાં બાળકો સ્વયં પણ સુખદાતા. સર્વ આત્માઓ ને સુખનો ખજાનો વહેચવા વાળા. જે પણ આવે જેવી ભાવના થી આવે તે ભાવના તમારા થી સંપન્ન કરીને જાય, સર્વ સંપન્ન મૂર્તિઓ બનો. જેમ બાપનાં ખજાનામાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી, તેમ બાળકો પણ બાપ સમાન તૃપ્ત આત્મા હશે.
પ્રશ્ન:- સ્થાયી નશા માં કોણ રહી શકે છે? સ્થાયી નશા માં રહેવા વાળાઓની નિશાની શું હશે?
ઉત્તર:- સ્થાયી નશા માં એ જ રહી શકે જે બાપદાદા નાં દિલ તખ્તનશીન છે. સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓ નું સ્થાન જ છે બાપનું દિલતખ્ત. આવું તખ્ત આખાં કલ્પમાં નહીં મળી શકે, વિશ્વનાં રાજ્ય નું કે સ્ટેટ (રાજ્ય) નાં રાજ્ય નું તખ્ત તો મળતું રહેશે પરંતુ આવું તખ્ત ફરી નહીં મળશે. આ એટલું વિશાળ તખ્ત છે જે હરો-ફરો, ખાઓ-સૂવો પરંતુ સદા તખ્તનશીન. જે એવાં તખ્તનશીન બાળકો છે તે જૂનાં દેહ કે દેહ ની દુનિયાથી વિસ્મૃત રહે છે, જોવા છતાં પણ નથી જોતાં. અચ્છા - ઓમ્ શાંતિ.