Search for a command to run...
21 Dec 1978
દર કલ્પ ની અતિ સમીપ આત્માઓનું રુપ, રેખા અને વેળા (સમય)
21 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા અમૃતવેલા બાળકો થી મધુર મિલન મનાવતાં, ચારે તરફ નાં બાળકો ને જોતાં આપસ માં એક વિશેષ વાત પર રુહ-રુહાન કરી રહ્યાં હતાં. કઈ વાત પર? દરેક બાળકનાં દિવ્ય જન્મ ની રુપ-રેખા કે જન્મ ની ઘડી અર્થાત્ વેળા ને જોઈ રહ્યાં હતાં. દરેકની વેળા અને રુપ-રેખાઓ નાં આધાર પર વર્તમાન સંગમયુગી જીવન અને ભવિષ્ય જીવન નો આધાર છે. રુપ માં શું જોયું? જન્મતા જ શક્તિ રુપ ની ઝલક રહી કે વિયોગ થી યોગની રેખા રહી અર્થાત્ તડપ કે તરસ-રુપ રહ્યું કે સેવાધારી સ્વરુપ રહ્યું કે સદા આવતાં જ અતીન્દ્રિય સુખ માં સુખ રુપ રહ્યું! એની સાથે રેખાઓ કઈ રહી, વરદાની ની રેખા રહી, હિંમત અને ઉલ્લાસની રેખા રહી કે જન્મતા જ સહયોગ નાં આધાર પર ચાલવાની રેખા રહી. એવી રીતે જ વેળા ને પણ જોઈ રહ્યાં હતાં, સેકન્ડ માં નિશ્ચય બુદ્ધિ રહ્યાં, સપ્તાહ કોર્સ પછી બન્યાં કે વધારે જ અધિક સમય પછી નિશ્ચય બુદ્ધિ બન્યાં કે સંશય-નિશ્ચય નું યુદ્ધ ચાલતાં-ચાલતાં નિશ્ચય બુદ્ધિ બન્યાં કે હજી પણ યુદ્ધમાં જ ચાલી રહ્યાં છે? સેકન્ડ માં નિશ્ચય અર્થાત્ નજર થી નિહાલ. બીજો નંબર શ્રેષ્ઠ બોલ થી નિહાલ, ત્રીજો નંબર સોદાગર થી સોદા ની માફક મૂલ્ય ને વારંવાર જાણવા બાદ મરજીવા બન્યાં, ચોથો નંબર થોડી પ્રાપ્તિ નાં, સ્નેહ નાં, સંપર્ક નાં, પરિવર્તન નાં આધાર પર હમણાં સંશય હમણાં નિશ્ચય. તો બાપદાદા આજે દરેક બાળકની આ વાતો ને જોતાં રુહ-રુહાન કરી રહ્યાં હતાં. આ મરજીવા જીવન માં સદા નિર્વિઘ્ન કે સદા તીવ્ર પુરુષાર્થી, સદા પ્રાપ્તિ દ્વારા અનુભવી મૂર્ત કે પુરુષાર્થી જીવન કે ચઢતી કળા કે ઉતરતી કળા, આ રફતાર (ગતિ) માં ચાલવા વાળું જીવન - આ ત્રણેય પ્રકારનાં જીવન નો આધાર રુપ, રેખા અને વેળા પર છે.
જે દરેક કલ્પની અતિ સમીપ આત્માઓ કે પદમાપદમ ભાગ્યશાળી આત્માઓ છે એમની રુપ, રેખા અને વેળા શું હોય છે, તે જાણો છો? એવી આત્માઓ સેકન્ડ માં પહોંચી અને બાપની બની. કલ્પ પહેલાનાં ભાગ્યની ટચિંગ નાં આધાર પર જન્મતા જ એવો અનુભવ કરશે “બ્રાહ્મણ બનવું છે, નહીં, પરંતુ બ્રાહ્મણ હતાં, પહેલાં પણ હતાં અને હમણાં પણ છીએ”, સેકન્ડ માં પોતાપણું અનુભવ થશે. જોયું અને જાણ્યું. એવી વેળા વાળાઓની રુપરેખા શું હોય છે? પહેલાં નંબરની વેળા જે હમણાં સંભળાવી એમનું રુપ શું હશે? જન્મતા જ સર્વ પ્રોપર્ટી (મિલકત) નાં અધિકારી હોય છે, એમ દરેક સ્વરુપ ની અનુભૂતિ નો અધિકાર અનુભવ કરશે. જેમ બીજ માં આખાં વૃક્ષ નો સાર સમાયેલો હોય છે એમ નંબરવન અર્થાત્ બાપ સમાન સમીપ આત્માઓ કે નંબરવન વેળા વાળી આત્માઓ સર્વ સ્વરુપ ની પ્રાપ્તિનાં ખજાનાઓનાં આવતાં જ અનુભવી હશે. એવો અનુભવ કરે છે કે આ જ સ્વરુપ પોતાનું નિજી સ્વરુપ છે. સુખનો અનુભવ થાય, શાંતિ નો નહીં અથવા શાંતિ નો થાય સુખ નો નહીં, શક્તિ નો નહીં, આ ફર્સ્ટ નંબર ની વેળા નો અનુભવ નથી. સેકન્ડ માં વારસા નાં અધિકારી - આ છે વેળા અને સ્વરુપ.
હવે રેખા કઈ હશે? નિશ્ચય બુદ્ધિ બનવું કે નિશ્ચય કરવો છે, આ સંકલ્પ માત્ર પણ નહીં હશે. જન્મતા જ નેચરલ નિશ્ચય બુદ્ધિની રેખા હશે. કેમ અથવા એમ નાં વિસ્તાર માં નહીં જશે, છે જ આમાં એમ અને તેમ નો પ્રશ્ન નથી ઉઠતો. એમ આખાં જીવન ની અતૂટ નિશ્ચયની રેખા અન્ય આત્માઓ ને પણ સ્પષ્ટ દેખાઈ આવશે. નિશ્ચય ની રેખા ની લાઈન અખંડ હશે, વચમાં-વચમાં ખંડિત નહીં હશે. એવી રેખા વાળાઓનાં મસ્તક માં અર્થાત્ સ્મૃતિ માં સદા વિજય નું તિલક નજર આવશે. એવી રેખા વાળા, જેમ બ્રાહ્મણોનાં ભવિષ્ય શ્રીકૃષ્ણ રુપ માં જન્મ થી જ તાજધારી દેખાડે છે, એમ જન્મતા જ સેવાની જવાબદારી નાં તાજધારી હશે, સદા જ્ઞાન રત્નો થી રમવા વાળા હશે. સદા યાદ અને ખુશી નાં ઝૂલામાં ઝૂલતું જીવન વિતાવવા વાળા હશે. સદા દરેક કર્મ માં વરદાન નો હાથ પોતાનાં ઉપર અનુભવ કરશે. દરેક દિનચર્યા માં પોતાની સાથે સર્વ સંબંધોનાં સમીપ અને સાકાર રુપમાં સાથ નો અનુભવ કરશે. સ્વતઃ યોગી અને સહજ યોગી હશે. આ છે નંબરવન રુપ, રેખા અને વેળા વાળાઓની નિશાની. હવે સ્વયં સ્વયં ને ચેક કરો - પહેલાં નંબર નું રુપ, રેખા અને વેળા વાળા કેટલાં હશે? ૮ કે ૧૦૮? તમે બધાં ક્યાં છો? હમણાં પણ ચેન્જ (પરિવર્તન) કરી શકો છો? લાસ્ટ સો ફાસ્ટ (છેલ્લાં તે પહેલાં) જઈ શકો છો. હજી પણ પરિવર્તન ની માર્જિન (તક) છે. હજી ટૂ લેટ નું બોર્ડ નથી લાગ્યું. ગુપ્ત પુરુષાર્થી દિવસ-રાત એક દૃઢ સંકલ્પનાં પુરુષાર્થી હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લગાવી શકે છે. એટલે હજી પણ પોતાનાં ભાગ્ય ને નંબરવન બનાવવાનાં પુરુષાર્થ ની લોટરી નાખો તો નંબર નીકળી આવશે. સમજ્યાં, શું કરવાનું છે. લાસ્ટ ચાન્સ છે એટલે વીત્યું તે વીત્યું કરો, ભવિષ્ય ને શ્રેષ્ઠ બનાવો. એટલે બાપદાદા હજી પણ બધાને ચાન્સ આપી રહ્યાં છે, પછી ફરિયાદ નહીં કરતાં - અમે કરી શકતાં હતાં પરંતુ કર્યું નહીં. સમય ન મળ્યો, પરિસ્થિતિ નહોતી, હજી પણ રહેમદિલ બાપ નાં રહેમ નો હાથ બધાંની ઉપર છે એટલે પોતાની ઉપર પણ રહેમદિલ બનો. અચ્છા.
એવાં સદા બાપ નાં વરદાનો નાં હાથ પોતાની ઉપર અનુભવ કરવા વાળા, સદા પોતાની ઉપર અને સર્વની ઉપર રહેમદિલ, અતૂટ અખંડ નિશ્ચય બુદ્ધિ, અખંડ યોગી, સદા વિજય નાં તિલકધારી, જન્મતા જ તાજધારી, એવાં સદા તખ્તનશીન બાળકોને બાપદાદા નાં યાદ પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓ થી મુલાકાત -
૧. નિજધામ અને નિજસ્વરુપ ની સ્મૃતિ થી ઉપરામ સ્થિતિ
સ્વયં ની નિજ સ્વરુપ અને નિજધામ ની સ્થિતિ સદા યાદ રહે છે? નિરાકારી દુનિયા અને નિરાકારી રુપ બંને ની સ્મૃતિ આ જૂની દુનિયામાં રહેતાં પણ સદા ન્યારા અને પ્યારા બનાવી દે છે. આ દુનિયાનાં છીએ જ નહીં. છીએ જ નિરાકારી દુનિયાનાં નિવાસી, અહીંયા સેવા અર્થ અવતરિત થયાં છીએ - તો જે અવતાર હોય છે એમને શું યાદ રહે છે? જે કાર્ય અર્થ અવતાર લે છે તે જ કાર્ય યાદ રહે છે ને! અવતાર અવતરિત થાય જ છે ધર્મ ની સ્થાપના માટે - તો આપ સર્વ પણ અવતરિત અર્થાત્ અવતાર છો તો શું યાદ રહે છે? આ જ ધર્મ સ્થાપન કરવાનું કાર્ય. સ્વયં ધર્મ આત્મા બની ધર્મ સ્થાપન કરવાનાં કાર્ય માં સદા રહેવા વાળા, તો શક્તિ અવતાર છો ને! દરેક શક્તિ, અવતાર છે. પાંડવ પણ શક્તિ સ્વરુપ છે. એક સર્વશક્તિમાન છે બાકી બધી શક્તિઓ છે, તો બધાં શક્તિ અવતાર છે ફક્ત આ પણ સ્મૃતિ રહે તો કેટલાં મીઠા જીવન નો અનુભવ કરશો. અમે આ મૃત્યુલોક નાં નહીં પરંતુ અવતાર છીએ. ફક્ત આ નાની વાત યાદ રહે તો ઉપરામ થઈ જશો. જો પોતાને અવતાર ન સમજી ગૃહસ્થી સમજો છો તો ગૃહસ્થી ની ગાડી કિચડ માં ફસાયેલી રહે. ગૃહસ્થી છે જ બોજ ની સ્થિતિ અને અવતાર બિલકુલ હલકા. તે ફસાયેલા છે અને તે બિલકુલ ન્યારા. ક્યારેક અવતાર ક્યારેક ગૃહસ્થી આ ચક્કર જો ચાલતું રહે તો સંગમયુગી શ્રેષ્ઠ જીવન નો, સુખદ સુખનાં જીવન નો ક્યારેક-ક્યારેક અનુભવ થશે, સદા નહીં. આવાં સુખનાં દિવસો ફરી ક્યારેય નથી આવવાનાં, એક-એક સંગમ નો દિવસ અતિ પ્રિય છે તો આવાં પ્રિય દિવસ નો સુખદ સમય કેવી રીતે વ્યતીત કરો છો? અમૂલ્ય રીતે વ્યતીત કરો છો કે સાધારણ રીતે થી? એક-એક સેકન્ડ ની વેલ્યુ હોય છે, એને જાણો છો? ૫૦૦૦ વર્ષની શ્રેષ્ઠ પ્રાલબ્ધ નો આધાર આ થોડીક પળો છે, તો આવી અમૂલ્ય પળો ને અમૂલ્ય રીતે થી યુઝ કરવી (વાપરવી) જોઈએ ને. રતન ને જો પથ્થર સમાન વાપરશો તો રીઝલ્ટ શું થશે? સાધારણ રીતે થી વ્યતીત કરવી અર્થાત્ રત્ન ની વેલ્યુ પથ્થર નાં સમાન કરવી. જો સમય ને વ્યર્થ ગુમાવો છો તો રતન ને પથ્થરની સમાન યુઝ કરો છો. સમયનું મૂલ્ય રાખવું અર્થાત્ પોતાનું મૂલ્ય રાખવું. સમય નો પરિચય છે જ, પરંતુ પરિચય સ્વરુપ થઈને ચાલવું - આ છે અટેન્શન ની વાત. આ સંગમની એક સેકન્ડ પણ શું નથી કરી શકતી. એક સેકન્ડ માં અહીંયા થી ચાર ધામ નો અનુભવ કરીને આવી શકો છો. એવાં અનુભવી છો?
નાની-નાની વાતોમાં તો સમય નથી ચાલ્યો જતો? હવે હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લગાવો. હવે ધીરે-ધીરે ચાલવાનો સમય સમાપ્ત થયો. બાળપણ માં નાઝ નખરા થી ચાલવાનું હોય, બાળપણ નાં નાઝ સારા પણ લાગે પરંતુ મોટા થઈને નાઝ થી ચાલો તો સારું લાગશે! તો હવે બાળપણ વીતી ચૂક્યું, હવે વાનપ્રસ્થ સુધી પહોંચી ગયાં. હવે આ નાઝ નખરા શોભે નહીં. વાનપ્રસ્થ માં ફક્ત એક જ કાર્ય રહી જાય - બાપ ની યાદ અને સેવા, એનાં સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે, ઉઠો તો પણ યાદ અને સેવા સૂવો તો પણ યાદ અને સેવા - એને જ કહેવાય છે વાનપ્રસ્થ. હજી સુધી પણ જો બાળપણ ની વાતો કે બાળપણ નાં સંસ્કાર રહી ગયાં છે તો સમાપ્ત કરો. બંધન છે, શું કરું, કેવી રીતે કરું આ બધાં બાળપણ નાં નાઝ નખરા છે, હવે આ દિવસ સમાપ્ત થઈ ગયાં, છે શું? ત્રિકાળદર્શી પોતાને નથી જાણી શકતાં જે કહો છો શું કરું! હવે આમાં સમય નહીં ગુમાવતાં - થવું તો જોઈએ, થતું નથી, ઈચ્છા છે કરી નથી શકતાં, આ બાળપણ ની વાતો નો ખેલ હવે સમાપ્ત. આનો જ હવે સમાપ્તિ સમારોહ મનાવો. અચ્છા.
૨. ટ્રસ્ટી સમજવાથી પાવરફુલ સ્ટેજ (શક્તિશાળી સ્થિતિ) ની અનુભૂતિ
બધાં સદા સ્વયં ને ટ્રસ્ટી સમજીને ચાલો છો? ટ્રસ્ટી અર્થાત્ સદા હલ્કા, ગૃહસ્થી અર્થાત્ સદા બોજ વાળા. ગૃહસ્થી હશો તો ઉતરતી કળા માં જશો, ટ્રસ્ટી હશો તો ચઢતી કળા માં જશો. ટ્રસ્ટી સદા બેફિકર બાદશાહ હોય અર્થાત્ ફિકર થી ફારિગ (દુર) હોય છે એમને રુહાની ફખુર (નશો) રહે છે કે અમે માસ્ટર સર્વશક્તિમાન છીએ. કેવી પણ પરિસ્થિતિ હોય પરંતુ સ્વયં હલ્કા રહેશે, સ્વયં સદા ન્યારા. જરા પણ વાતાવરણ નાં પ્રભાવ માં નહીં આવશે. ગૃહસ્થી સમજવાથી શું, કેમ શરું થઈ જાય, ટ્રસ્ટી સમજશો તો ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) આવી જાય, ફુલસ્ટોપ અર્થાત્ પાવરફુલ સ્ટેજ નો અનુભવ.
૩. અંગદ સમાન સ્થિતિ બનાવવા માટે નિશ્ચયનું ફાઉન્ડેશન મજબૂત કરો
બધાં અંગદ સમાન અચળ છો? માયા ની કોઈ પણ પ્રકારની હલચલ માં પણ અચળ. માયા નો કોઈ પણ વાર સ્થિતી ને હલાવી ન શકે. હલવાનું કારણ શું હોય છે? નિશ્ચય નું ફાઉન્ડેશન મજબૂત ન હોવાનાં કારણે જ હલે છે. જો નિશ્ચય હોય કે કલ્યાણકારી સમય છે, દરેક વાત માં કલ્યાણ છે, તો કેટલાં પણ તોફાન કેમ ન આવે પરંતુ હલાવી નથી શકતાં. હવે નિશ્ચય નાં ફાઉન્ડેશન ને તીવ્ર પુરુષાર્થ નું પાણી આપીને મજબૂત કરો તો સદા અંગદ નાં સમાન રહેશો. માયા નાં વાર ને વાર નહીં સમજશો. હવે હલવાનો સમય ગયો, જો હમણાં પણ હલતાં રહેશો તો લાસ્ટ પેપર (અંતિમ પરીક્ષા) માં પણ હલી જશો તો પછી જન્મ-જન્મ માટે નપાસ થઈ જશો. એટલે સ્મૃતિનાં સંસ્કાર મજબૂત કરો. સદા યાદ રાખો કે આ અંગદ નું યાદગાર અમારું જ યાદગાર છે તો શક્તિ આવશે.
૪. હિંમત અને ઉલ્લાસ ને એકરસ બનાવવા માટે એકરસ સ્થિતિ
સદા હિંમત અને ઉલ્લાસ એકરસ રહે છે? જ્યારે એકરસ સ્થિતિ હશે તો હિંમત અને ઉલ્લાસ પણ સદા એકરસ હશે, નીચે ઉપર નહીં. ક્યારેક ખુબ, ક્યારેક ઓછો એનું કારણ શું છે? સર્વ પ્રાપ્તિ નો અનુભવ સદા સામે કે સ્મૃતિ માં નથી રહેતો. આજે અલ્પકાળ ની પ્રાપ્તિ પણ હિંમત અને ઉલ્લાસ માં લાવે છે તો આ તો સદાકાળ ની અને સર્વ પ્રાપ્તિ થઇ છે તે બધાનું લિસ્ટ સામે રાખો. જ્યારે પ્રાપ્તિ અટલ, અચળ છે તો હિંમત અને ઉલ્લાસ પણ અચળ હોવો જોઈએ. અચળ નાં બદલે ક્યારેક મન ચંચળ થઈ જાય કે સ્થિતિ ચંચળતા માં આવી જાય - આ ચંચળતા નાં સંસ્કાર કોનામાં હોય છે? હવે તો વિશ્વમાં આપ આત્માઓ સૌથી વરિષ્ઠ છો, અનુભવી છો પછી ચંચળતા કેમ? સદા બાપ અને પ્રાપ્તિ ને સામે રાખવાથી અચળ અર્થાત્ એકરસ બની જશો. બધાં વિધ્ન ખતમ થઇ જશે. જન્મ થી જ વિજય નું તિલક લાગેલું છે ફક્ત તે ભૂંસાઈ ન જાય આ અટેન્શન રાખવાનું છે. સદૈવ નવો ઉમંગ, નવો ઉલ્લાસ અને નવો પ્લાન (યોજના) હોવો જોઈએ. કોઈ એવાં સર્વિસ નાં સાધન બનાવો જેનાથી ઓછો ખર્ચ અને સફળતા વધારે હોય. હજી ઘણી સેવાની માર્જિન છે. એને પૂરી કરો, દરેક પ્રોગ્રામ માં વિશેષતા કે નવીનતા જરુર હોય. બધાને અનુભવ કરાવવાનો પ્લાન બનાવો. અચ્છા.
ટીચર્સ થી વાતચીત:- ટીચર્સ તો બાપ સમાન છે ને, જેમ બાપ શિક્ષક છે તેમ આપ પણ શિક્ષક છો તો સમાનતા થઈ ગઈ ને! તો સમાન વાળા ને શું કહેવાય છે? ફ્રેન્ડ (મિત્ર). ટીચર પણ બાપદાદા નાં ફ્રેન્ડસ છે, આ ફ્રેન્ડ નો સંબંધ પણ યાદ રહે તો સહજયોગી થઈ જશો. ફ્રેન્ડસ નો સંબંધ બહુજ સમીપ નો સંબંધ છે. ફ્રેન્ડસ આપસ માં જેટલાં સ્પષ્ટ હોય છે એટલાં મા-બાપ થી પણ નથી હોતાં. ફ્રેન્ડસ નો સંબંધ યાદ રહે તો તુમ્હીં સે ખાઉં, તુમ્હીં સે બેઠું, તુમ્હીં સે ખેલું આ અભ્યાસ સહજ થઈ જશે. તો બધાં ફ્રેન્ડસ ને મુબારક છે. પંજાબ અને દિલ્હી બંને ની ટીચર્સ છે, તો બંને ભાઈ-બહેન થઈ ગયાં, દિલ્હી છે ભાઈ પંજાબ છે બહેન. પંજાબ પણ દિલ્હી થી નીકળ્યું ને! અચ્છા. ઓમ્ શાંતિ.