Search for a command to run...
14 Dec 1978
વિઘ્નો થી મુક્ત થવાની સહજ યુક્તિ
14 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા સદા પોતાનાં સિકીલધા લાડલા બાળકો ને સ્નેહ ની નજર થી, પોતાનાં સર્વ શ્રેષ્ઠ સિરતાજ બાળકો ને એ જ પદમાપદમ ભાગ્યશાળી રુપમાં જોતાં સદા ખુશ થાય છે કે કલ્પ પહેલાં વાળા છૂટા પડેલા બાળકો કેટલું શ્રેષ્ઠ પદ પામવાનાં યોગ્ય બન્યાં છે. દરેક બાળક ની યોગ્યતા, દરેક બાળક ની વિશેષતા બાપદાદા ની આગળ સદા સ્પષ્ટ છે અને બાપદાદા દરેક બાળકની વિશેષતા નાં મૂલ્ય ને જાણતાં દરેક ને અમોલક (અણમોલ) રતન સમજે છે. સદૈવ બાપદાદા નાં સ્મૃતિ સ્વરુપ સદા સહયોગી બાળકો છે. બાપદાદા પોતાનાં વેરાયટી મૂલ્યવાન રત્નો ની સદા સાથે જ રહે છે. એવાં અમૂલ્ય રત્ન જેમને બાપે પોતાનાં ગળાનો હાર બનાવ્યાં, દિલતખ્તનશીન બનાવ્યાં, નયનો નાં તારા બનાવ્યાં, મસ્તક નાં તાજ બનાવ્યાં, વિશ્વ માં પોતાની સાથે-સાથે પૂજનીય બનાવ્યાં, અનેક ભક્તો નાં ઇષ્ટદેવ બનાવ્યાં - એવાં સ્વમાન માં સદા સ્થિત રહો છો? જે નજર થી બાપદાદા જુએ કે વિશ્વ જુએ છે એ જ સ્વરુપ માં સદા સ્થિત રહો છો?
આજે બાપ અને દાદા બંને ની રુહ-રુહાન ચાલી રહી હતી બાળકો નાં વિશે. બાપદાદા બોલ્યાં- “સહજયોગી બાળકો, રાજઋષિ બાળકો” ચાલતાં-ચાલતાં તીવ્ર ગતિ નાં બદલે ક્યારેક-ક્યારેક અટકી જાય છે, કેમ અટકે છે? પોતાનાં જીવનની ભવિષ્ય શ્રેષ્ઠ મંઝિલ સ્પષ્ટ દેખાતી નથી. આગળ શું થશે… આ ક્વેશ્ચનમાર્ક (પ્રશ્ન) નું પેપર સામે આવી જાય છે જેનાં કારણે તીવ્રગતિ કે તીવ્ર પુરુષાર્થ નાં બદલે પુરુષાર્થ નાં રુપ માં આવી જાય છે. આવેલી રુકાવટ ને હટાવવા ની કે પથ્થર ને પાર કરવાની હિંમત ઓછી છે એટલે ચાલતાં-ચાલતાં થાકી જાય છે. કોઈ થાકી જાય, કોઈ દિલશિકસ્ત થઈ જાય અર્થાત્ પોતાનાં થી નાઉમ્મીદ થઈ જાય છે. એવાં સમય પર બાપ નો સહારો મળવા છતાં પણ પોતાને બેસહારા અનુભવ કરે છે પરંતુ બાપદાદા એક સેકન્ડ નું સહજ સાધન કે કોઈ પણ વિધ્ન થી મુક્ત થવાની યુક્તિ જે સમય પ્રતિ સમય સંભળાવતા રહે છે તે ભૂલી જાય છે. સેકન્ડ માં સ્વયં નું સ્વરુપ અર્થાત્ આત્મિક જ્યોતિ સ્વરુપ અને કર્મ માં નિમિત્ત ભાવનું સ્વરુપ - આ ડબલ લાઈટ સ્વરુપ સેકન્ડ માં હાઈ જમ્પ (ઉંચી છલાંગ) આપવા વાળું છે. પરંતુ બાળકો શું કરે છે? હાઈ જમ્પ નાં બદલે પથ્થર ને તોડવા લાગી જાય છે. હટાવવા લાગી જાય છે. જેનાં કારણે જે પણ યથાશક્તિ હિંમત અને ઉલ્લાસ છે તે એમાં જ ખતમ કરી દે છે અને થાકી જાય છે કે દિલશિકસ્ત થઈ જાય છે. જ્યારે એવી મહેનત બાળકો ની જુએ તો બાપદાદા ને પણ તરસ પડે છે. જમ્પ લગાવો અને સેકન્ડ માં પાર થઈ જાઓ આ ભૂલી જાય છે. તો આજે આ રુહ-રુહાન થઈ રહી હતી કે બાળકો શું કરે છે અને બાપદાદા શું કહે છે. સહજ માર્ગ ની થોડી વિસ્મૃતિ નાં કારણે એટલો મુશ્કેલ કરી દે જે સ્વયં જ થાકી જાય.
બીજું શું કરે છે? પોતાનાં જ વ્યર્થ સંકલ્પો નાં તોફાન સ્વયં જ રચે છે અને એ જ તોફાન માં સ્વયં જ હલી જાય છે. પોતાનાં નિશ્ચય નાં ફાઉન્ડેશન કે અનેક પ્રકારની પ્રાપ્તિઓનાં આધાર માં સ્વયં જ હલી જાય છે. ખબર નહીં વિનાશ થશે કે નહીં થશે, ભગવાનુવાચ ઠીક છે કે નહીં, દુનિયાની આગળ નિશ્ચય થી કહીએ કે ન કહીએ, ગુપ્ત રહીએ કે પ્રત્યક્ષ થઈએ, જમા કરીએ કે સેવામાં લગાવીએ...પ્રવૃત્તિ ને સંભાળીએ કે સેવા માં લાગીએ. છેવટે પણ શું થવાનું છે! બાપ તો નિરાકાર અને આકારી થઈ ગયાં, સાકાર માં સામનો કરવા વાળા તો અમે છીએ. એવાં વ્યર્થ સંકલ્પો નું તોફાન રચી સ્વયં ને જ ડગમગ કરે છે. પોતાનાં નિશ્ચય નાં ફાઉન્ડેશન ને હલાવી દે છે. જેમ તોફાન ક્યાં પહોંચાડી દે છે- તેમ આ વ્યર્થ સંકલ્પ નું તોફાન તીવ્ર પુરુષાર્થ થી પુરુષાર્થ તરફ લઈ જાય છે. એવાં તોફાનો માં નહીં જાઓ. બાપદાદા એવાં બાળકો ને પૂછે છે કે શું હજી સુધી પણ ટ્રસ્ટી છો કે ગૃહસ્થી છો? જ્યારે ટ્રસ્ટી છો તો જવાબદાર કોણ? તમે કે બાપ? જ્યારે બાપ જવાબદાર છે તો થશે કે નહીં થશે, શું થશે આ બાપ ની જવાબદારી છે કે તમારી છે?
નિશ્ચિત બુદ્ધિની પહેલી નિશાની શું છે? નિશ્ચયબુદ્ધિ અર્થાત્ સદા નિશ્ચિંત. જ્યારે બાપે તમારી બધી ચિંતાઓ પોતાનાં ઉપર લઈ લીધી તો પછી તમે કેમ ચિંતા કરો છો. વિનાશ થાય ન થાય કે ક્યારે થશે આ ચિંતા બ્રાહ્મણ જીવન માં કેમ? શું બ્રાહ્મણ જીવન હીરાતુલ્ય જીવન, બાપ થી મિલન મનાવવાનું જીવન, ચઢતી કળા નું જીવન, સર્વ ખજાના થી સંપન્ન થવાવાળું જીવન, સર્વ અનુભૂતિ સંપન્ન જીવન સારું નથી લાગતું? જલ્દી સમાપ્ત કરવા ઈચ્છો છો? કોઈ કષ્ટ કે તકલીફ છે શું? ભક્તિ માર્ગ માં આ જ પોકાર કરી કે આ અતીન્દ્રિય સુખ નાં જીવન નાં દિવસ એક થી ચાર ગુણા થઈ જાય,અને હવે થાકી ગયાં છો? આવાં સંકલ્પ કરવા વાળા ની ઉપર બાપદાદા ને હસવું આવે છે. અપ્રાપ્તિ શું છે જે એવાં સંકલ્પ ઉઠાવો છો? જ્યારે કલ્યાણકારી બાપ કહો છો, કલ્યાણકારી જીવન કહો છો તો જે પણ ભગવાનુવાચ છે એમાં અનેક પ્રકારનાં કલ્યાણ સમાયેલાં છે. કેમ અને કેવી રીતે કહ્યું, આ સંકલ્પ થી નિશ્ચય બુદ્ધિ નું ફાઉન્ડેશન હલાવો કેમ છો? જો આવાં નાનાં-નાનાં તોફાનો માં ફાઉન્ડેશન હલી જાય છે તો મહાવિનાશ નાં મહાન તોફાન માં કેવી રીતે ટકી શકશો? આ તો ફક્ત એક પોતાનાં વ્યર્થ સંકલ્પો નું તોફાન છે પરંતુ મહાવિનાશ માં અનેક પ્રકાર નાં ચારે તરફ નાં તોફાન હશે પછી શું કરશો? આટલી નાની વાત માં જેમાં વધારે જ આગળ નાં માટે સમય મળ્યો છે, સાથ મળ્યો છે, અનેક પ્રકાર નાં ખજાના મળી રહ્યાં છે, પ્રાપ્તિ હોવા છતાં સમાપ્તિ ની ઉત્કંઠા કેમ કરો છો? સુખનાં દિવસો માં ધીરજ ધરો. ક્યારે અને કેમ નાં અધૈર્ય માં નહીં આવો. પોતાનાં જ વ્યર્થ સંકલ્પો નાં તોફાન સમાપ્ત કરો, સંપત્તિવાન બનો, સમર્થીવાન બનો. સદા નિશ્ચયબુદ્ધિ. કલ્યાણકારી બાપ અને કલ્યાણકારી સમય નો દર સેકન્ડ લાભ ઉઠાવો. આખાં કલ્પ માં આવાં સંપત્તિવાન, ભાગ્યવાન દિવસ, ભાગ્ય વિધાતા નાં સંગ નાં દિવસ પાછાં નથી આવવાનાં. વિનાશ નાં સમયે પણ આ પ્રાપ્તિ નો સમય યાદ કરશો એટલે ડ્રામા અનુસાર કલ્યાણ અર્થ જે ડ્રામા નું દૃશ્ય ચાલી રહ્યું છે એને ત્રિકાળદર્શી બની હિંમત અને ઉલ્લાસ વાળી સમર્થ આત્માઓ બની સ્વયં પણ સમર્થ રહો અને વિશ્વ ને પણ સમર્થ બનાવો. પથ્થર તોડવામાં થાકો નહીં, સ્વયં નાં તોફાન માં હલો નહીં, અચળ બનો. સમજ્યાં. કરો શું છો અને કરવાનું શું છે? આ જ રુહ-રુહાન બાપદાદા ની થઈ કે બાળકો કઈ રમત કરે છે. હવે સમર્થી ની રમત રમો. જેનાથી આ બધી રમત સમાપ્ત થઈ જાય. દિલશિકસ્ત નાં બદલે દિલ સદા ખુશ થઈ જાય. હવે એવાં સંકલ્પ આ મહાન યજ્ઞ માં આહુતિ નાખી ને જાઓ, સાથે નહીં લઈ જતાં સદા નાં માટે સ્વાહા. જ્યારે સ્વયં જ સ્વાહા છો તો આ સંકલ્પ કેવી રીતે આવી શકે. એટલે સ્વાહા નો ભોગ લગાવીને જજો. સમર્થ સંકલ્પો રુપી ફળો નો ભોગ લગાવજો - સમજ્યાં, કયો ભોગ લગાવવાનો છે. અચ્છા.
એવી સદા નિશ્ચિંત, સદા નિશ્ચયબુદ્ધિ, દરેક મહાવાક્ય નાં મહાન અર્થ ને જાણવા વાળી, સંકલ્પ ની પણ ટ્રસ્ટી અર્થાત્ જે બાપનાં સંકલ્પ તે બાળકો નાં સંકલ્પ એવી મન, બુદ્ધિ, સંસ્કાર માં સમાન, બાપદાદા ની સમીપ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.