Search for a command to run...
28 Dec 1978
પરમાત્મ પ્રત્યક્ષતા નો આધાર સત્યતા અને સત્યતા નો આધાર સ્વચ્છતા અને નિર્ભયતા
28 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા સર્વ બાળકોને શક્તિ સેના કે પાંડવસેના નાં રુપમાં જોઇ રહ્યાંં છે. સેનાપતિ પોતાની સેના ને જોઈ હર્ષિત પણ થઈ રહ્યાં છે અને સાથે-સાથે પોતાની સેના નાં મહારથી કે ઘોડેસવાર બંને નાં કર્તવ્ય ને જોઈ રહ્યાંં છે - મહારથી શું કરી રહ્યાં છે, ઘોડેસવાર શું કરી રહ્યાં છે! બંનેવ પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. હમણાં સુધી ડ્રામા અનુસાર જે પણ દરેકે પાર્ટ ભજવ્યો તે નંબરવાર સારો કહેશું. પરંતુ હવે શું કરવાનું છે? મહારથીઓ એ હવે પોતાની કઈ મહાવીરતા દેખાડવાની છે? બાપદાદા વિશેષ મહાવીરનીઓ અને મહાવીરો નાં સેવા નાં પાર્ટ ને જોઈ રહ્યાં હતાં. હજી સુધી સેવાનાં ક્ષેત્રમાં ક્યાં સુધી પહોંચ્યા છે? જેમ સ્થૂળ સેના નાં સેનાપતિ નક્શા નાં આધાર પર સદા જોતાં રહે છે કે સેનાં ક્યાં સુધી પહોંચી છે! કેટલાં ક્ષેત્ર માં વિજયી બન્યાં છે? અસ્ત્ર-શસ્ત્ર, બારુદ અર્થાત્ સામગ્રી ક્યાં સુધી સ્ટોકમાં જમા છે? આગળ શું લક્ષ છે? લક્ષ ની મંઝીલ થી ક્યાં સુધી દૂર છે? કઈ સ્પીડ થી વધતા જઈ રહ્યાં છે? એમ આજે બાપદાદા પણ આદિ થી હમણાં સુધીની સેવા નો નક્શો જોઈ રહ્યાં હતાં. રીઝલ્ટ શું જોયું! મહાવીર કે મહાવીરનનીઓ સેવા નાં ક્ષેત્રમાં આગળ વધતા જઈ રહ્યાં છે - શસ્ત્ર પણ બધાં સાથે છે, ક્ષેત્ર પણ વધારતાં જઈ રહ્યાં છે, પરંતુ હજું સુધી આત્મિક બોમ્બ લગાવ્યો છે, હવે પરમાત્મા બોમ્બ લગાવવાનો છે. આત્મિક સુખ કે આત્મિક શાંતિ ની અનુભૂતિ રુહાનિયત ની અનુભૂતિ નાં ભિન્ન-ભિન્ન શસ્ત્ર નંબરવાર સમય પ્રમાણ કાર્યમાં લગાવ્યાં છે પરંતુ લાસ્ટ બોમ્બ અર્થાત્ પરમાત્મ બોમ્બ છે બાપ ની પ્રત્યક્ષતા નો. જે જુએ, જે સંપર્ક માં આવીને સાંભળે એમનાં દ્વારા આ અવાજ નીકળે કે બાપ આવી ગયાં છે. ડાયરેક્ટ ઓલમાઈટી ઓથોરિટી (સર્વ શક્તિમાન સત્તા) નું કર્તવ્ય ચાલી રહ્યું છે. આ અંતિમ બોમ્બ છે જેનાથી ચારે તરફ થી અવાજ નીકળશે. હવે આ કાર્ય રહેલું છે. આ કેવી રીતે થશે અને ક્યારે થશે? પરમાત્મા પ્રત્યક્ષતા નો આધાર સત્યતા છે. સત્યતા જ પ્રત્યક્ષતા છે. એક સ્વયં ની સ્થિતિ ની સત્યતા બીજી સેવાની સત્યતા. સત્યતાનો આધાર છે સ્વચ્છતા અને નિર્ભયતા. આ બંને ધારણાઓનાં આધાર થી સત્યતા દ્વારા જ પ્રત્યક્ષતા થશે. કોઈ પણ પ્રકારની અસ્વચ્છતા અર્થાત્ જરા પણ સચ્ચાઈ સફાઈ ની કમી છે તો કર્તવ્ય ની સિદ્ધિ, પ્રત્યક્ષતા થઈ નહીં શકે.
સચ્ચાઈ અને સફાઈ:- સચ્ચાઈ અર્થાત્ હું જે છું જેવો છું સદા એ જ ઓરીજનલ (અસલી) સત્ય સ્વરુપ માં સ્થિત રહેવાનું છે. રજો અને તમો સ્ટેજ સચ્ચાઈ ની ઓરીજનલ સ્ટેજ (અવસ્થા) નથી. આ સંગદોષ ની સ્ટેજ છે. કોનો સંગ? માયા અથવા રાવણ નો. આત્મા ની સત્યતા સતોપ્રધાનતા છે. તો પહેલાં આ સચ્ચાઈ છે. બીજી વાત - બોલ અને કર્મ માં પણ સચ્ચાઈ અર્થાત્ સત્યતા ની સ્ટેજ સતોપ્રધાનતા છે કે હમણાં રજો અને તમો મિક્સ છે? સત્યતા નેચરલ સંસ્કાર રુપ માં છે કે પુરુષાર્થ થી સત્યતા ની સ્ટેજ ને લાવવી પડે છે? જેમ બાપ ને ટ્રુથ અર્થાત સત્ય કહે છે તેમ જ આત્મિક સ્વરુપ ની વાસ્તવિકતા પણ સત્ય અર્થાત્ ટ્રુથ છે. તો સત્યતા સતોપ્રધાનતા ને કહેવાય છે, એવી સચ્ચાઈ છે?
સફાઈ અર્થાત્ સ્વચ્છતા. જરા પણ સંકલ્પ દ્વારા પણ અશુદ્ધિ અર્થાત્ બુરાઈ ને કે અવગુણ ને ટચ કર્યા કે ધારણ કર્યા તો સંપૂર્ણ સફાઈ નહીં કહેવાશે. જેમ સ્થૂળ માં પણ કોઇ પ્રકાર ની ગંદકી ને જોવી પણ સારી નથી લાગતી, જોવાથી કિનારો કરી દેશો, એમ બુરાઈ ને વિચારવી પણ બુરાઈ ને ટચ કરવાનું થયું. સાંભળવું અને બોલવું કે કરવું આ તો સ્વયં જ બુરાઈને ધારણ કરો છો. સફાઈ અર્થાત સ્વચ્છતા, સંકલ્પ માત્ર પણ અશુદ્ધિ ન હોય. આને કહેવાય છે સચ્ચાઇ અને સફાઈ અર્થાત્ સ્વચ્છતા. બીજી વાત છે નિર્ભયતા. નિર્ભયતા ની પરિભાષા પણ બહુજ ગુહ્ય છે!
પહેલી વાત - પોતાનાં જૂનાં તમો ગુણી સંસ્કાર પર વિજયી બનવાની નિર્ભયતા. શું કરું, થતું નથી, સંસ્કાર બહુ જ પ્રબળ છે - આ પણ નિર્ભયતા નથી. અન્ય આત્માઓનાં સંપર્ક અને સંબંધ માં સ્વયં નાં સંસ્કાર મળાવવા અને અન્ય નાં સંસ્કાર પરિવર્તન કરવા આમાં પણ નિર્ભયતા હોય. ખબર નહીં ચાલી શકશે, નિભાવી શકશે, મારું માનશે કે નહીં માનશે આમાં પણ જો ભયતા છે તો આને સંપૂર્ણ નિર્ભયતા નહીં કહેવાશે. ત્રીજી વાત - વિશ્વની સેવામાં અર્થાત્ સેવાનાં ક્ષેત્ર માં વાયુમંડળ કે અન્ય આત્માઓનાં સિદ્ધાંતો ની પરિપકવતા ને જોતાં સંકલ્પ માં પણ એમની પરિપકવતા નો કે વાતાવરણ વાયુમંડળ નો પ્રભાવ પડવો - આ પણ ભયતા છે. આ બગડી જશે, હંગામો થઈ જશે, હલચલ થઈ જશે એનાથી પણ નિર્ભયતા હોય. જ્યારે આત્મ જ્ઞાની તમારાં દ્વારા નીકળેલી શાખાઓ તે પણ પોતાની અલ્પજ્ઞ માન્યતા માં નિર્ભયતા નો પ્રભાવ નાખે છે, પોતાની અલ્પ મત ને પ્રત્યક્ષ કરવામાં નિર્ભય હોય છે, ખોટાં ને સાચું કરીને સિદ્ધ કરવામાં અટલ અને અચળ રહે છે, તો સર્વજ્ઞ બાપ નાં શ્રેષ્ઠ મત અને અનાદિ આદિ સત્ય ને પ્રત્યક્ષ કરવામાં સંકોચ કરવો પણ ભય છે. શાખાઓ હલવા વાળી હોય છે, મૂળ અચળ હોય છે તો શાખાઓ નિર્ભય હોય અને મૂળ માં સંકોચ નાં ભય ની હલચલ હોય તેને શું કહેશો? એટલે જે પ્રત્યક્ષતા નો આધાર સ્વચ્છતા અને નિર્ભયતા છે તેને ચેક કરો. આને જ સત્યતા કહેવાય છે. આ સત્યતા નાં આધાર પર જ પ્રત્યક્ષતા છે. એટલે અંતિમ પાવરફુલ બોમ્બ પરમાત્મ પ્રત્યક્ષતા હજી શરું નથી કરી. હમણાં સુધીનાં રીઝલ્ટ માં રાજયોગી આત્માઓ શ્રેષ્ઠ છે, રાજ્યોગ શ્રેષ્ઠ છે, કર્તવ્ય શ્રેષ્ઠ છે, પરિવર્તન શ્રેષ્ઠ છે - આ પ્રત્યક્ષ થયું છે પરંતુ શીખવાડવા વાળા ડાયરેક્ટ ઓલમાઈટી છે, જ્ઞાન સૂર્ય સાકાર સૃષ્ટી પર ઉદય થયાં છે, આ હમણાં ગુપ્ત છે. પરમાત્મ બોમ્બ નું રીઝલ્ટ શું હશે?
વિશ્વની સર્વ આત્માઓનાં અલ્પકાળ નાં સહારા બધાં સમાપ્ત થઈ એક બાપ નો સહારો અનુભવ થશે. જેમ સાયન્સ (વિજ્ઞાન) નાં બોમ્બ દ્વારા દેશ નાં દેશ સમાપ્ત થઇ પહેલું દૃશ્ય કાંઈ પણ નજર નથી આવતું, બધું સમાપ્ત થઈ જાય છે એમ આ અંતિમ બોમ્બ દ્વારા સર્વ અલ્પકાળ નાં સાધના રુપી સાધન સમાપ્ત થઈ એક જ યથાર્થ સાધન રાજયોગ દ્વારા દરેક ની વચ્ચે બાપ પ્રત્યક્ષ થશે. વિશ્વમાં વિશ્વ પિતા સ્પષ્ટ દેખાશે. દરેક ધર્મની આત્મા દ્વારા એક જ બોલ નીકળશે કે અમારા બાપ હિંદુઓ કે મુસલમાનો નાં નહીં - સર્વનાં બાપ. આને કહેવાય છે પરમાત્મ બોમ્બ દ્વારા અંતિમ પ્રત્યક્ષતા. હવે રીઝલ્ટ સાંભળ્યું કે શું કરી રહ્યાં છો અને શું કરવાનું છે? આ વર્ષે પરમાત્મ બોમ્બ ફેંકો. સ્વચ્છતા અને નિર્ભયતા નાં આધાર થી સત્યતા દ્વારા પ્રત્યક્ષતા કરો. અચ્છા.
એવાં બાપ ને વિશ્વની આગળ પ્રત્યક્ષ કરવા વાળા, સદા નિર્ભય, સદા એક જ ધુન માં મસ્ત રહેવા વાળા રમતા સહજ રાજયોગી, અંતિમ સમય ને સમીપ લાવવા વાળા, અર્થાત્ સર્વ આત્માઓની મનોકામના પૂર્ણ કરવા વાળા બાપ સમાન દયા કે રહેમ નાં સાગર, એવાં રહેમદિલ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
પાર્ટીઓની સાથે વાતચીત:-
બધાં પોતાનાં શ્રેષ્ઠ ભાગ્યનાં ગુણગાન કરતાં સદા ખુશી માં રહો છો? એવું શ્રેષ્ઠ ભાગ્ય જેનું ગાયન સ્વયં ભગવાન કરે, એવું ભાગ્ય ફરી ક્યારે મળશે? ભવિષ્ય માં પણ આવું ભાગ્ય નહીં હશે, હમણાં નહીં તો ક્યારેય નહીં, એવી ખુશી થાય છે? ભાગ્યનો તારો સદૈવ ચમકતો રહે તો ચમકતી વસ્તુ ની તરફ સ્વતઃ જ બધાનું અટેન્શન (ધ્યાન) જાય છે, આ શું છે? એમ દરેક નાં મસ્તક ની વચ્ચે ભાગ્ય નો તારો સદૈવ ચમકતો રહે તો વિશ્વની નજર ઓટોમેટિકલી (આપોઆપ) જશે કે આ કયાં ભાગ્યનો તારો ચમકતો દેખાઈ રહ્યો છે. જેમ કોઇ વિશેષ તારો વિશેષ રુપ થી ચમકે છે તો ઓટોમેટિકલી બધાનું અટેન્શન જાય છે એમ ભાગ્ય નો તારો બધાને આકર્ષિત કરે. એવો ચમકતો તારો સ્વયં ને પણ દેખાય અને વિશ્વ ને પણ. ચમકતી ચીજ ને ન ઇચ્છતાં પણ, નજર ફરાવતા પણ દેખાય આવે છે, તો ભલે ચારે બાજુ નજર ફરાવે પરંતુ અંત માં તો તમારી તરફ જ નજર આવશે, એવું ચમકતું ભાગ્ય અનુભવ થાય છે?
આ સમયની ઊંચી સ્થિતિ નું રીઝલ્ટ આખાં કલ્પ માં પણ ઊંચું છે. આ સમયની ઊંચી સ્થિતિ વાળા ઉચ્ચ પદ પામવા વાળા હશે, વિશ્વ માં પૂજ્ય નાં રુપ માં પણ ઊંચા હશે, બાપ નાં બાળકો પણ ઊંચા, ભક્તિ માં પણ ઊંચા અને જ્ઞાન માં પણ ઊંચા, રાજ્ય કરવામાં પણ ઊંચા હશે. દરેક પાર્ટ ઊંચો ભજવવાનાં કારણે, ઊંચે થી ઊંચી આત્મા અનુભવ કરશે.