Search for a command to run...
1 Jan 1979
નવાં વર્ષ માટે બાપ દ્વારા કરાવાયેલો દૃઢ સંકલ્પ
1 January 1979 · ગુજરાતી
આજે બાપદાદા બધાં બાળકોનાં નવાં ઉમંગો, નવાં દૃઢ સંકલ્પો, નવી દુનિયા ને સમીપ લાવવાનાં સુખદ સંકલ્પો ને સંભળાવતાં અતિ હર્ષિત થઈ રહ્યાં હતાં. દરેક બાળકની અંદર વિશેષ ઉમંગ છે, સ્વયં ને સંપન્ન બનાવી વિશ્વનું કલ્યાણ કરવાનો. આજે પોતાની અંદર રહેલી કમજોરીઓને સદાકાળ માટે વિદાય આપવાનાં દૃઢ સંકલ્પ પર બાપદાદા પણ અભિનંદન આપે છે. આ વિદાય નાં અભિનંદન ને દરરોજ અમૃતવેલાએ સ્મૃતિ દ્વારા સમર્થ બનાવતાં રહેજો. આ વર્ષે સ્વયં નાં સમર્થી સ્વરુપ ની સાથે-સાથે સેવામાં પણ સમર્થ સ્વરુપ લાવવાનું છે. જેમ વિનાશકારી ગ્રુપ બહુ તીવ્ર ગતિ થી પોતાનાં કાર્યને આગળ વધારતાં જઈ રહ્યાં છે. ખૂબ જ રિફાઇન્ડ સેકન્ડમાં શારીરિક બંધન થી મુક્ત થવાનાં અર્થાત્ શારીરિક દુઃખ થી સહજ મુક્ત થવાનાં, અનેક આત્માઓને બચાવવાનાં સહજ સાધન બનાવી રહ્યાં છે. કયાં આધાર થી? વિજ્ઞાન ની સત્તા થી. એમ સ્થાપના નાં કાર્ય માં નિમિત્ત બનેલાં માસ્ટર સર્વશક્તિવાન સત્તાધારી ગ્રુપ આત્માઓ ને જન્મ-જન્માંતર નાં માટે માયા નાં બંધન થી, માયા દ્વારા પ્રાપ્ત થયેલાં અનેક પ્રકાર નાં દુઃખો થી, એક સેકન્ડમાં મુક્ત કરવા અને સદાકાળ માટે સુખશાંતિ નું વરદાન આપવા, દરેક આત્મા ને ઠેકાણે લગાડવા માટે તૈયાર છો? વિનાશકારી ગ્રુપ હમણાં પણ એવરરેડી (સદા તૈયાર) છે. ફક્ત ઓર્ડર (આદેશ) ની વાર છે. એમ સ્થાપના નાં નિમિત્ત બનેલાં ગ્રુપ એવરરેડી છો? કારણ કે સ્થાપના નું કાર્ય સંપન્ન થવું અર્થાત્ વિનાશકારીઓ ને આદેશ મળવો છે. જેમ સમય સમીપ અર્થાત્ પૂરો થવા પર કાંટા આવે છે અને ઘંટી સ્વતઃ જ વાગે છે. એમ બેહદની ઘડિયાળ માં સ્થાપના ની સંપન્નતા અર્થાત્ સમય પર કાંટા નું આવવું અને વિનાશ ની ઘંટી વાગવી. તો બોલો સંપન્નતા માં એવરરેડી છો?
આજે બાળકોનાં અમૃતવેલા થી નવાં વર્ષનાં નવાં ઉમંગ સાંભળતાં બાપદાદા ની પણ એક નવાં વિષય પર રુહ-રુહાન થઈ.
બ્રહ્મા બોલ્યાં - મુક્તિ નાં દ્વાર ક્યારે ખોલવાં છે? જ્યાં સુધી મુક્તિનાં દ્વાર બ્રહ્મા નથી ખોલતાં ત્યાં સુધી અન્ય આત્માઓ પણ મુક્તિમાં જઈ નથી શકતી. બ્રહ્મા બોલ્યાં - હવે ચાવી લગાડીએ?
બાપ બોલ્યાં - ઉદ્દઘાટન એકલાએ કરવું છે કે બાળકોની સાથે?
બ્રહ્મા બોલ્યાં - સોતેલાં (સાવકા) અને માતેલા (પોતાનાં) બાળકોનાં દુઃખ નાં આલાપ, તરફડાટ નાં આલાપ સાંભળતા-સાંભળતા હવે રહેમ (દયા) આવે છે.
બાપ બોલ્યાં - બાળકો માંથી સર્વશ્રેષ્ઠ વિજયી રત્ન જે સાથે-સાથે ભિન્ન-ભિન્ન સંબંધ અને સ્વરુપ થી બ્રહ્માની આત્માનાં સાથી બનવાવાળા છે એવાં સાથી વિજય રત્નોની માળા તૈયાર છે! જેમનો આદિ થી એ જ સંકલ્પ છે કે સાથે જીવશું, સાથે મરશું… કોઈ પણ ભિન્ન રુપ અથવા સંબંધ માં સાથે રહીશું, એમનાંથી કરેલાં વાયદા અનુસાર સાથીઓ વિના ચાવી કેવી રીતે લગાડશો!
તો નવાં વર્ષ નો નવો સંકલ્પ બ્રહ્માનો સાંભળ્યો! બાપનાં આ સંકલ્પ ને વ્યવહાર માં લાવવાવાળું વિજયી ગ્રુપ હવે શું કરશે! શ્રેષ્ઠ વિજયી રત્ન જ બાપ નો આ સંકલ્પ પૂરો કરવાવાળા છે, એટલે આ વર્ષ માં વિશેષ રુપ થી માસ્ટર સર્વશક્તિવાન સત્તા નાં સ્વરુપ થી સેકન્ડ માં મુક્ત કરવાની મશીનરી (યંત્ર) તીવ્ર કરો. હમણાં અધિકાંશ આત્માઓ પ્રકૃતિનાં અલ્પકાળ નાં સાધનો થી, અને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાં બનાવેલાં અલ્પજ્ઞ સ્થાનો થી અર્થાત્ પરમાત્મ મિલન મનાવવાનાં ઠેકેદારો થી હવે થાકી ગઈ છે, નિરાશ થઈ ગઈ છે - સમજે છે સત્ય કાંઈ બીજું છે. સત્યતા ની મંઝિલ ની શોધ માં છે. પ્રાપ્તિનાં તરસ્યા છે. આવી તરસી આત્માઓને આત્મિક પરિચય, પરમાત્મ પરિચય ની યથાર્થ બુંદ પણ તૃપ્ત આત્મા બનાવી દેશે એટલે જ્ઞાન કળશ ધારણ કરી તરસ્યા ની તરસ મિટાવો. અમૃત કળશ સદા સાથે રહે. હરતાં-ફરતાં સદા અમૃત દ્વારા અમર બનાવતાં ચાલો. ત્યારે જ બ્રહ્મા બાપની સાથે-સાથે મુક્તિ નાં દ્વારનું ઉદ્દઘાટન કરી શકશો! હમણાં તો ભવનો નાં ઉદ્દઘાટન કરી રહ્યાં છો, હવે વિશાળ દ્વાર નું ઉદ્દઘાટન કરવાનું છે. એનાં માટે સદા અમર બનો અને અમર બનાવો. અમર ભવ નાં વરદાની મૂર્ત બનો. હવે પુરુષાર્થ કરવાવાળી આત્માઓ જે અંતિમ અતિ કમજોર આત્માઓ છે, એવી કમજોર આત્માઓમાં પુરુષાર્થ કરવાની પણ હિંમત નથી, એવી આત્માઓને સ્વયંની શક્તિ દ્વારા સમર્થ બનાવીને પ્રાપ્તિ કરાવો. એટલે જ્ઞાન મૂર્ત થી વધારે હવે વરદાની મૂર્ત નો પાર્ટ જોઈએ. સાંભળવાની શક્તિ પણ નથી. ચાલવાની હિંમત નથી, ફક્ત એક તરસ છે કે કંઈક મળી જાય - આવી અનેક આત્માઓ વિશ્વમાં ભટકી રહી છે, ચાલવાનાં પગ અર્થાત્ હિંમત પણ તમારે આપવી પડશે. તો હિંમત નો સ્ટોક જમા છે? અમૃત કળશ સંપન્ન છે? અખૂટ છે? અખંડ છે? ક્યૂ (કતાર) લગાવે? સ્વયંની ક્યૂ સમાપ્ત કરી છે? જો સ્વયંની ક્યૂ માં વ્યસ્ત હશો તો અન્ય આત્માઓને સંપન્ન કેવી રીતે બનાવશો! એટલે આ વર્ષમાં સ્વયંની ક્યૂ ને સમાપ્ત કરો. કેમ, શું, ની ભાષા પરિવર્તન કરો. એક જ ભાષા હોય, સર્વ પ્રતિ સંકલ્પ થી, વાણી થી વરદાની ભાષા હોય, વરદાની મૂર્ત હોય, વરદાનો ની વર્ષા નાં ભાષણ હોય. જે પણ સાંભળે તેઓ અનુભવ કરે કે ભાષણ નથી પણ વરદાનો નાં પુષ્પોની વર્ષા થઈ રહી છે ત્યારે ઉદ્દઘાટન કરશે. નવાં વર્ષની આ જ નવીનતા કરજો. અચ્છા.
એવાં સદા અમૃત કળશધારી, દરેક સંકલ્પ થી વરદાની અનેક આત્માઓની હિંમત વધારવા વાળા, હિંમતે બાળકો મદદે બાપ, એવી એવરરેડી બ્રહ્મા બાપની સાથે-સાથે સદા સાથ નો પાર્ટ ભજવવા વાળા એવાં વિજયી રત્નો ને, સંપન્ન આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીઓ સાથે:-
બ્રહ્માને આ સંકલ્પ કેમ ઉઠ્યો? એનું રહસ્ય સમજો છો? બ્રહ્માનાં સંકલ્પ થી સૃષ્ટિ રચાઈ અને બ્રહ્માનાં સંકલ્પ થી જ દ્વાર ખુલશે. હવે શંકર કોણ થયાં? આ પણ ગુહ્ય રહસ્ય છે. જ્યારે બ્રહ્મા જ વિષ્ણુ છે તો શંકર કોણ? આનાં પર પણ રુહ-રુહાન કરજો. હવે તો વરદાની મૂર્ત ગ્રુપ, જેમનાં આ સ્થૂળ હાથ માં નહીં પણ સદા સ્મૃતિ માં, સમર્થ સ્વરુપ માં વિજયનો ઝંડો હોય - એવો વિજય નો ઝંડો લહેરાવવા વાળું ગ્રુપ હોય. જેને કહેવાય છે રુહાની સોશયલ વર્કર ગ્રુપ. એવું ગ્રુપ હવે મંચ પર જોઈએ. મંચ પર આવવાવાળા પર બધાંની નજર આપમેળે જાય છે. હમણાં તો પડદાની અંદર છે, સ્વયં નાં પુરુષાર્થ નો પડદો છે, હવે એ જ પડદા થી નીકળી સેવા નાં મંચ પર આવો તો વિશ્વની આત્માઓ - આવાં હીરો પાર્ટધારીઓને જોઈ નજર થી નિહાલ થઈ જશે. એવી યોજના બનાવો, એવાં ગ્રુપનાં મુખ થી સત્યતાની સત્તા સ્વતઃ જ બાપ ની પ્રત્યક્ષતા કરશે. હમણાં તો બેબી-બોમ્બ ફેંકી રહ્યાં છો, હવે પરમાત્મ બોમ્બ દ્વારા ધરણી ને પરિવર્તન કરો. એનું સહજ સાધન છે હમેશાં મુખ પર અને સંકલ્પ માં બાપદાદા-બાપદાદા ની નિરંતર માળા નાં સમાન સ્મૃતિ હોય. બધાં ની એક જ ધૂન હોય બાપદાદા. સંકલ્પ, કર્મ અને વાણી માં આ જ અખંડ ધૂન હોય. જેમ તેઓ અખંડ ધુણી પ્રગટાવે છે એમ આ અખંડ ધૂન હોય. આ જ અજપાજાપ હોય. જ્યારે આ અજપાજાપ થઈ જશે તો, બીજી બધી વાતો સ્વતઃ જ સમાપ્ત થઈ જશે કારણ કે આમાં જ વ્યસ્ત રહેશો. ફુરસદ જ ન હોય તો વ્યર્થ સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. તો હવે સાંભળ્યું કે આ વર્ષ માં શું કરવાનું છે? આજ નાં સંકલ્પ થી સમય ને જાણવો, કાંટો (સમય નો કાંટો) તો બ્રહ્મા જ છે ને. તો કાંટો ક્યાં સુધી પહોંચ્યો છે? સૂક્ષ્મ વતન થી આગળ પણ વધશે ને? અચ્છા.
વિદેશી ભાઈ બહેનો સાથે:-
ડબલ વિદેશી બાળકો નાં તીવ્ર પુરુષાર્થ ની ગતિ ને જોઈ બાપદાદા પણ હર્ષિત થાય છે. વિદેશી બાળકોએ પોતાનાં અસલી બાપ ને, પોતાનાં અસલી દેશ ને, અસલી ધર્મ ને બહુ સારી રીતે ઓળખી લીધો છે. જેમ કલ્પ પહેલાં ની બનેલી ધરણીઓમાં ફક્ત બાપ નાં પરિચય નું બીજ પડવાથી ફળ સ્વરુપ પ્રત્યક્ષ થઈ ગયાં. બાપદાદા જાણે છે કે આ ગ્રુપ માં ઘણાં એવાં રતન છે જે બાપદાદા નાં ગળાની માળા નાં મણકા છે. એવાં મણકાઓ ને બાપ પણ સદા વિશ્વની સામે પ્રત્યક્ષ કરવાનાં અને વિશ્વની સામે બાળકો દ્વારા બાપ પ્રત્યક્ષ થવાનાં ઘણાં દૃશ્ય જોઈ પણ રહ્યાં છે. હમણાં પ્રત્યક્ષ થઈ રહ્યાં છે, અને આગળ ચાલીને પણ થશે. તમે બધાં પોતાને એવાં અમૂલ્ય રતન સમજો છો! જે સૌથી અમૂલ્ય રતન છે તેમનું નિવાસ સ્થાન ક્યાં છે? અમૂલ્ય રત્નો નું નિવાસ સ્થાન છે જ દિલ ની ડબ્બી. સદા દિલ માં રહેવાવાળા અર્થાત્ સદા બાપ ની યાદ માં રહેવાવાળા બધાં પોતાને તીવ્ર પુરુષાર્થી અનુભવ કરો છો? કઈ લાઈન (પંક્તિ) માં છો? ઉંચી છલાંગ લગાડવાવાળા છો ને? ડબલ લાઈટવાળા સદા ઉંચી છલાંગ લગાડશે. જો કોઈપણ પ્રકારનો બોજ છે તો ઉંચી છલાંગ નથી લગાડી શકતાં. બધાં સિકીલધા છો કારણ કે બાપ નો પરિચય મળતાં જ સહજયોગ દ્વારા બાપ ને સહજ જાણી લીધાં. મુશ્કેલી નો અનુભવ ન થયો. મુશ્કેલી ને સહજ કરવાનું સાધન છે - બાપ ની સામે બેસી જાઓ તો સદા વરદાન નો હાથ પોતાનાં પર અનુભવ કરશો. સેકન્ડમાં સર્વ સમસ્યાઓનું સમાધાન મળી જશે. પરંતુ બાપની સામે કોણ બેસી શકશે? જેમણે બાપ ને જે છે, જેવાં છે, એવાં દિવ્ય ચક્ષુ દ્વારા, બુદ્ધિ દ્વારા જાણી લીધાં અને જોઈ લીધાં. બાપ જાણે છે કે આ આત્માઓએ વિશ્વની સામે એક ઉદાહરણ બનીને અનેક આત્માઓનાં કલ્યાણ માટે બહુ સારું પગલું ઉઠાવ્યું છે. વિશ્વ તમારું અનુકરણ કરશે. અચ્છા.
દિલ્હી ઝોન થી મુલાકાત
૧. અંતિમ મંઝિલની સમીપતા ની નિશાની - સર્વ થી કિનારો : સદા પોતાની મંઝિલ અતિ સમીપ અનુભવ કરો છો? એવું સમજો છો કે પોતાનાં અંતિમ ફરિશ્તા જીવનની મંઝિલ પર હવે પહોંચવાનાં જ છો. જેટલાં-જેટલાં આ અંતિમ મંઝિલ ની નજીક આવતાં જશો એટલાં બધી તરફ થી ન્યારા અને બાપ નાં પ્યારા બનતાં જશો. જેમ જ્યારે કોઈ વસ્તુ બનાવો છો તો જ્યારે એ તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે ને, જેટલાં સંપન્ન સ્ટેજ ની સમીપ આવતાં જશો, એટલો સર્વ થી કિનારો થતો જશે. ફરિશ્તા અર્થાત્ એક ની સાથે સર્વ સંબંધ. એવો અનુભવ કરો છો કે કિનારો થતો જાય છે. જ્યારે કોઈ ચીજ પૂરી બનતી નથી તો તળિયા માં ચોંટતી જાય છે, જ્યારે બની જાય છે તો કિનારો છોડી દે છે, કિનારો નથી છોડ્યો એટલે હજી તૈયાર નથી. તો બધાં બંધનો થી, બધી તરફ થી વૃત્તિ દ્વારા કિનારો થતો જાય છે કે હજી લગાવ છે? જો ઝડપ ઢીલી થશે તો સમય પર પહોંચી નહીં શકો. સમય પછી પહોંચ્યાં તો પ્રાપ્તિ ની યાદી માં નહીં આવી શકો. એટલે એ તપાસો કે ચારે તરફ નાં બંધનો થી મુક્ત થતાં જાઓ છો? જો નથી થતાં તો સિદ્ધ છે ફરિશ્તા જીવન સમીપ નથી. જ્યારે એક તરફ થી સંબંધ નું સુખ પ્રાપ્ત થઈ શકે છે તો ભટકવાની શું જરુર છે, ઠેકાણે લાગી જવું જોઈએ ને. એક ની સાથે સર્વ સંબંધો નિભાવવા એ છે ઠેકાણું. સદા પોતાનું અંતિમ ફરિશ્તા સ્વરુપ સ્મૃતિ માં રાખો તો જેવી સ્મૃતિ હશે એવી સ્થિતિ બની જશે.
૨. વાહ ડ્રામા વાહ આ જ સ્મૃતિ થી અનેકોની સેવા:- બધાં સદૈવ વાહ ડ્રામા વાહ આ જ સ્મૃતિ માં ડ્રામા ને જોતાં ચાલો છો? કોઈપણ દૃશ્ય ને જોતાં ગભરાતા તો નથી? જ્યારે ડ્રામા નું જ્ઞાન મળી ગયું તો વર્તમાન સમય કલ્યાણકારી યુગ છે, જે પણ દૃશ્ય સામે આવે છે એમાં કલ્યાણ સમાયેલું છે. વર્તમાન ન પણ જાણી શકો, પરંતુ ભવિષ્ય માં સમાયેલું કલ્યાણ પ્રત્યક્ષ થઈ જશે. વાહ ડ્રામા વાહ યાદ રહે તો સદા ખુશ રહેશો, પુરુષાર્થ માં ક્યારેય પણ ઉદાસી નહીં આવશે, સ્વતઃ તમારા દ્વારા અનેકોની સેવા થઈ જશે.
૩. સહયોગી આત્માઓ ને સદા સંપન્ન રહેવાનું વરદાન:- જે આત્માઓ દિલ અને જાન, સિક અને પ્રેમ થી યજ્ઞ ને સંપન્ન બનાવે છે, જેમણે સમય અનુસાર સહયોગ ની આંગળી આપી એમનું જ એક થી અનેક ગણું બની ગયું, સમય ની પણ કિંમત હોય, આદિ માં આવશ્યકતા નાં સમયે જે આત્માઓનો અમૂલ્ય સહયોગ સ્થાપના નાં કાર્યમાં થયો છે, એમને જ વળતર માં સદા સંપન્ન રહેવાનું વરદાન પ્રાપ્ત થઈ ગયું. તેઓ સદા ભરપૂર રહેતાં આવ્યાં છે અને રહેશે. અચ્છા - ઓમ્ શાંતિ.