Search for a command to run...
26 Dec 1978
ઇષ્ટ દેવ ની વિશેષતાઓ
26 December 1978 · ગુજરાતી
આજે બાપદાદા દરેક બાળક નાં એક જ સમય પર ચાર રુપો નો વંશ જોઈ રહ્યાં છે. પહેલાં દરેક શિવ વંશી, બીજા બ્રહ્મા વંશી, ત્રીજા દેવતા વંશી, ચોથા ઇષ્ટ દેવ વંશી. દરેક નાં ચાર વંશ નું રુપ બાપદાદા ની આગળ સ્પષ્ટ છે - ભક્તિમાર્ગ માં તમે જ શ્રેષ્ઠ આત્માઓ ભિન્ન-ભિન્ન રુપ માં ભક્તો નાંં ઇષ્ટ દેવ બનો છો. આ સમયે પણ આપ સર્વનાં ભક્ત આપ ઇષ્ટ દેવો ને કે દેવીઓ ને પોકારતાં રહે છે. જેમ પ્રત્યક્ષતા નો સમય સ્પષ્ટ અને સમીપ આવતો જઈ રહ્યો છે તેમ આપ સર્વનાંં દેવ વંશ અર્થાત્ રાજ વંશ અને ઇષ્ટ વંશ ની પ્રત્યક્ષતા થતી જશે. એવો અનુભવ કરો છો કે અમે જ ઇષ્ટદેવ બનીને અનેક આત્માઓ ની મનોકામના પૂર્ણ કરવા વાળા છીએ? જેમ રાજ વંશ માં નંબરવાર છો, તેમ જ પૂજ્ય રુપ માં પણ નંબરવાર ઇષ્ટ બનો છો. યાદ છે અમે કયા ઇષ્ટ છીએ! કઈ દેવી નાંં રુપ માં તમારું પૂજન થઈ રહ્યું છે? પોતાની ભક્તમાળા ને જાણો છો! જે હમણાં સેવા માં સહયોગી સાથી બને છે, એમાંથી કોઈ રાજ વંશ માં આવે છે કોઈ પ્રજા માં આવે છે, તો આ સમયનાંં સેવા નાંં સહયોગી કે નજીક નાંં સાથી અને ભવિષ્ય નાંં રોયલ ફેમિલી કે પ્રજા અને ભક્તિ માં ઇષ્ટ વંશી કે ભક્ત. ઇષ્ટ દેવો ની વંશાવલી પણ દેખાડે છે. સ્વયં પોતાને પૂછો કે અમે રાજવંશી સો ઇષ્ટ વંશી છીએ? કયાં નંબર નાંં ઇષ્ટ છો? કોઈ ઇષ્ટ દેવની રોજ ની પૂજા થાય છે, કોઈની ક્યારેક-ક્યારેક થાય છે, કોઈની નિયમ પ્રમાણે યુક્તિ-યુક્ત રુપ થી થાય છે, કોઈની જ્યારે આવ્યાં જેમ આવ્યાં તેમ થાય છે. કોઈની બહુ જ ધૂમધામ થી વેરાઈટી (વિવિધ) વૈભવો થી પૂજા થાય છે અને કોઈની ક્યારેક-ક્યારેક ધૂમધામ થી થાય છે, કોઈની ભક્ત માળા બહુ મોટી હોય છે, અગણિત સંખ્યા માં ભક્ત હોય છે અને કોઈનાંં બહુ થોડાંક ભક્ત હોય છે. પરંતુ બ્રાહ્મણ વંશી સો રાજ વંશી નાનાંં કે મોટાં ઇષ્ટદેવ જરુર બને છે તો આપ બધાં ભક્તો નાંં ઇષ્ટ છો.
બાપદાદા આજે બધાં ને ઇષ્ટ દેવ કે ઇષ્ટ દેવી નાંં રુપમાં જોઇ રહ્યાં છે કે મારા બાળકો કેટલાં પૂજ્ય છે! પોતાનું પૂજ્ય સ્વરુપ પણ સદા સામે રાખો. શ્રેષ્ટ ઇષ્ટ દેવ બનવા વાળાઓની વિશેષ આઠ વાતો યાદ રાખો. જેમ અષ્ટ શક્તિઓ યાદ છે ને - ઇષ્ટ બનવાની આઠ વિશેષતાઓ છે. એને તો સારી રીતે જાણો છો ને - પોતાનાં યાદગાર ચિત્રો માં જોવાથી પણ તે વિશેષતાઓ અનુભવ થશે.
પહેલી વિશેષતા - ઇષ્ટ દેવ સદા રહેમદિલ હશે. કયો રહેમ? દરેક આત્મા ને ભટકવાનાં કે ભિખારીપણા થી બચાવવાનો. દરેકની ઉપર રહેમ કરશે. નિષ્કામ રહેમદિલ હશે. કોઈનાં પર રહેમ અને કોઈ પર નહીં - એવું નહીં અર્થાત્ બેહદ રુપમાં રહેમદિલ હશે. એમનાં રહેમ નાંં સંકલ્પ થી અન્ય આત્માઓ ને પોતાનું રુહાની રુપ કે રુહની મંઝિલ સેકન્ડ માં સ્મૃતિ માં આવી જશે. એમના રહેમનાંં સંકલ્પ થી ભિખારી ને સર્વ ખજાનાઓની ઝલક દેખાશે. ભટકતી આત્માઓને મુક્તિ કે જીવનમુક્તિ નો કિનારો કે મંઝિલ સામે દેખાશે - એવાં રહેમદિલ હશે.
બીજી વાત - ઇષ્ટ દેવ આત્મા સદૈવ સર્વનાંં દુઃખહર્તા સુખકર્તા નો પાર્ટ ભજવશે. બીજાનું દુઃખ પોતાનાં દુઃખ સમાન સમજી સહન નહીં કરી શકશે. દુઃખ ને ભૂલાવવાની કે દુઃખી ને સુખી કરવાની યુક્તિ કે સાધન સદા એમની પાસે જાદુની ચાવી ની માફક હશે
ત્રીજી વાત - સદા સંકલ્પ, બોલ અને કર્મ થી પ્યોરિટી (પવિત્રતા) ની પર્સનાલિટી દેખાશે.
ચોથી વાત - સદા સ્વભાવ માં, સંસ્કાર માં ચલન માં સિમ્પલ (સાદગી) પરંતુ શ્રેષ્ઠ દેખાશે.
પાંચમી વાત - જેમ તમારા જડ ચિત્ર સદા શ્રૃંગારેલાં દેખાડ્યાં છે તેમ સર્વ ગુણો નાં શ્રુંગાર થી સદા સજેલા નજર આવશે. કોઈ એક ગુણ રુપી શ્રુંગાર પણ ઓછો નહીં હશે.
છઠ્ઠી વાત - એવી ઇષ્ટ આત્મા નાંં ફીચર્સ (ચહેરો) સદા સ્વયં પણ કમળ સમાન હશે અને બીજા ને પણ કમળ સમાન ન્યારા અને પ્યારા બનાવી દેશે.
સાતમી વાત - એવી ઇષ્ટ આત્મા સદા સ્થિતિ માં અચળ, અડોળ હશે. જેમ મૂર્તિ ને સ્થાપિત કરે છે, તેમ તે ચૈતન્ય મૂર્તિ સદા એકરસ સ્થિતિ માં સ્થિત હશે.
આઠમી વાત - તે સદા સર્વ નાંં પ્રતિ સંકલ્પ અને બોલ માં વરદાની હશે. ગ્લાનિ કે ફરિયાદ કરવા વાળાઓની ઉપર પણ વરદાની. ગ્લાનિ કરવા વાળાનાંં પ્રતિ પણ વાહ-વાહ નાંં પુષ્પો ની વર્ષા કરવા વાળા હશે - તેનાંં રિટર્ન (વળતર) માં ઇષ્ટ દેવ રુપ માં પુષ્પો ની વર્ષા વધારે થાય છે. મહિમા કરવાવાળા ની મહિમા કરવી - આ કોમન (સાધારણ) વાત છે - પરંતુ ગ્લાનિ કરવા વાળાનાં ગળા માં પણ ગુણમાળા પહેરાવવી જન્મ-જન્મ નાં માટે ભક્ત નિશ્ચિત કરી દેવું છે કે સાથે-સાથે વર્તમાન સમય નાંં સદા સહયોગી બનાવવા - નિશ્ચિત થઈ જાય છે.
જેમ આજકાલ આપ વિશેષ આત્માઓનાંં સ્વાગત નાંં સમયે ગળા માં સ્થૂળ માળા નાખે છે તો પછી તમે શું કરો છો? નાખવા વાળાનાંં ગળા માં રિટર્ન કરી દો છો ને - એમ ગ્લાનિ કરવા વાળા ને પણ તમે ગુણમાળા પહેરાવો તો તે સ્વતઃ જ તમારી ગુણ-માળા તમને રિટર્ન કરશે. જેમ બાપ નાંં દરેક કદમ, દરેક કર્મ નાંં ગુણ ગાએ છે તેમ આપ ઇષ્ટ દેવ, મહાન આત્માઓનાં સદા ગુણગાન ગાતા રહેશે અર્થાત્ આ આપવું, અનેકવાર નું લેવાનું થઈ જાય છે-હવે સમજ્યાં ઇષ્ટ દેવ ની વિશેષતાઓ. તો હવે બધાં સ્વયં પોતાને ચેક કરો - ઇષ્ટ દેવ સ્વરુપ ક્યાં સુધી તૈયાર થયા છો, જ્યારે મૂર્તિ તૈયાર થઈ જાય છે ત્યારે પડદો ખૂલે છે. તો આપ સર્વ તૈયાર છો કે કોઈ તૈયારી કરી રહ્યાં છો? તમારા ભક્ત અધૂરા સાક્ષાત્કાર માં રાજી નહીં થશે એટલે તમારા ઇષ્ટ દેવ રુપ ને સદા સજાવેલું રાખો. સમજ્યાં હવે શું કરવાનું છે?
દિલ્લી નિવાસીઓએ તૈયાર થવું જોઈએ કારણ કે સંપૂર્ણતા સંપન્નતા નો ઝંડો અને રાજ્યનો ઝંડો બંને દિલ્હી માં થવાનો છે - તો દિલ્લી નિવાસી ફ્લેગ સેરેમની ની ડેટ (ઝંડા વંદન ની તારીખ) ફિક્સ કરો - હમણાં થી તીવ્ર તૈયારીઓ કરવામાં લાગી જવાનું છે. વિદેશી તો પહેલાં કાર્ય કરશે. વિદેશી વિદેશ થી પાવરફુલ અવાજ દ્વારા વિજય નાંં ઝંડા નો પાયો નાખશે. સર્વ વિદેશ નાંં ભિન્ન-ભિન્ન સ્થાનો થી વિશેષ આત્માઓનાંં સહયોગ નાંં આધાર થી વિજય નું ફાઉન્ડેશન પડશે. જેમ આજકાલ ની દુનિયામાં પણ દરેક સ્થાન ની માટી એક સ્થાન પર ભેગી કરે છે તો દરેક વિદેશ નાંં સ્થાન ની વિશેષ વ્યક્તિઓનાં અવાજ દ્વારા ભારત માં વિજય નાં ઝંડા નું ફાઉન્ડેશન મજબૂત થશે. તો વિદેશી આ કાર્ય નાંં ફાઉન્ડર છે. ઝંડો લહેરાવાનાં પહેલાં ફાઉન્ડેશન જોઈએ. દરેક સ્થાન થી નીકળેલા વિશેષ આત્માઓ રુપી ફૂલોનો ગુલદસ્તો (ફૂલદાની) બાપદાદા અને સર્વ પરિવાર ની આગળ પહેલાં વિદેશ ભેટ કરશે. ગુલદસ્તો બની રહ્યો છે ને. એવી વિશેષ સુગંધ અર્થાત્ વિશેષતા હોય જે વિદેશ થી ભારત સુધી પહોંચતી રહે. એવાં સુગંધિત રુહાની રુહે-ગુલાબ, સદા-ગુલાબ નો ગુલદસ્તો તૈયાર થઈ રહ્યો છે! જેમ કોઈ ખુબ સારી મન ને મોહિત કરવા વાળી સુગંધ હોય છે તો ન ઇચ્છતાં પણ એ તરફ અટેન્શન (ધ્યાન) જાય જ છે કે આ ક્યાંથી સુગંધ આવી રહી છે! તો રુહાની રુહે ગુલાબ ફૂલો ની સુગંધ જ્યારે ભારત સુધી પહોંચશે તો બધાનાંં અટેન્શન ને પોતાની તરફ આકર્ષિત કરશે. બધાં શોધશે છે કે આ સુગંધ ક્યાંથી આવી? આ સુગંધ નું કેન્દ્ર ક્યાં છે. અચ્છા.
એવી સદા સજાવેલી મૂર્તિ, રાજવંશી સો ઇષ્ટ વંશી આત્માઓ ને, સદા શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા વરદાન આપવા વાળી, સર્વ આત્માઓની રહેમદિલ બની મંઝિલ દેખાડવા વાળી, એવી મહાદાની વરદાની ઇષ્ટ દેવ શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાંં યાદ-પ્યાર અને નમસ્તે.
દીદીજી થી વાતચીત:-
બાપદાદા નો એક પ્રશ્ન છે - કોઈ-કોઈ મહારથીઓનાંં સંસ્કાર બ્રહ્મા સમાન વધારે છે અને કોઈ-કોઈ નાંં વિષ્ણુ સમાન સંસ્કાર છે. કોઈની જન્મપત્રી માં આદિ થી અંત સુધી સ્થાપના નાંં નિમિત્ત બનવાનાંં સંસ્કાર છે અને કોઈ-કોઈમાં પાલના નાંં સંસ્કાર છે - આનું રહસ્ય શું છે? આનાંં પર રુહ-રુહાન કરજો. બંનેય વિશેષ આત્માઓ પણ છે પરંતુ અંતર પણ વિશેષ છે. તો બંને માં નંબરવન કોણ થયાં અને આનો ભવિષ્ય ની સાથે શું સંબંધ છે? વર્તમાન બંનેની વિશેષ પ્રાપ્તિઓ કઈ છે અને બંને નાંં પૂજન માં પણ અંતર શું છે? આનાંં પર રુહ-રુહાન કરજો, મોટો વિષય છે ને. આ વિષય થી તમારું પૂજ્ય રુપ પણ સમજી શકશો કે મારું કયું રુપ હશે? તે ભાસના આવશે. જેમ હમણાં તમને કોઈ તમારા નામ થી બોલાવે છે તો ઝટ ફીલ થાય છે ને કે મને બોલાવી રહ્યાં છે - એમ સ્પષ્ટ ભાસના આવશે. અચ્છા.
આજે તો દિલ્લી નો ટર્ન છે. દિલ્લી પર બધાએ ચઢાઈ કરવાની છે, દિલ્લી ની ધરણી ને પ્રણામ જરુર કરવાનું છે. દિલ્લી નો વિશેષ પાર્ટ સ્થાપના માં છે અને બોમ્બે નો વિશેષ પાર્ટ વિનાશ માં છે. કલકત્તા નો પાર્ટ પણ અવાજ ફેલાવવા માં સારો સહયોગી રહેશે. અચ્છા, હવે દિલ્લી વાળા શું કરશે?
દિલ્લી ને દિલ કહે છે તો દિલની ધડકન કેવી છે? બાપદાદા નું દિલ અર્થાત્ સ્થાપના નું દિલ. તો સ્થાપના નાંં દિલ નો શું હાલ છે? તીવ્રગતિ છે કે ધીમી ગતિ છે? દિલ્લી વાળા જ્યારે વિશેષ વર્ગ ની વેરાઈટી સર્વિસ કરી ગુલદસ્તો તૈયાર કરે ત્યારે કહેશે સ્થાપના ની તીવ્રગતિ છે. હમણાં સંપર્ક નો દોરો નથી બાંધ્યો.
દિલ્લી ની તરફ બધાની નજર છે. બાપની પણ નજર છે તો સર્વ ની પણ નજર છે. કારણ કે સ્થાપના ની બિંદી પણ ત્યાં જ અને રાજ્ય ની બિંદી પણ એ જ છે. તો બધાની નજર બિંદુ તરફ જવાની છે દિલ્લી ની મહાવીર પાંડવ સેના તો બહુ જ છે. પાંડવોએ મળીને દરેક માસ માં કોઈ સબૂત આપવું જોઈએ કારણ કે દિલ્લી નાં સપૂત પ્રસિદ્ધ છે. સપૂત અર્થાત્ સબૂત આપવા વાળા. દિલ્લી થી સેવાની પ્રેરણા મળવી જોઈએ. જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો સેન્ટર દ્વારા સર્વ સ્ટેશન ને ડાયરેક્શન મળે છે તેમ સેવા નાંં પ્લાન કે સેવા ને નવીનતા માં લાવવા માટે પાર્લામેન્ટ હોવી જોઈએ. આ જ પાંડવ ભવન, પાંડવ ગવર્મેન્ટ ની પાર્લામેન્ટ છે. તો પાર્લામેન્ટ માં બધાં તરફનાંં સર્વ મેમ્બર ની સલાહ થી નવા કાયદા તૈયાર થાય છે. દિલ્લી થી દરેક માસ વિશેષ પ્લાન્સ નીકળવા જોઈએ ત્યારે સમાપ્તિ સમીપ આવશે અને આ જ પાર્લામેન્ટ હાઉસ માં જય-જયકાર થશે. પાંડવોએ સારી રીતે સાંભળ્યું! શક્તિઓનાંં વગર પાંડવ કંઈ કરી જ ન શકે. શક્તિઓ પાંડવોને આગળ રાખે અને પાંડવ શક્તિઓને આગળ રાખે ત્યારે વિષ્ણુપુરી સ્થાપન થશે. વિષ્ણુપુરી ની સ્થાપના માં કમ્બાઈન્ડ નો (સંયુક્ત) પાર્ટ છે. તો સ્થાપના નાંં કાર્ય માં પણ કમ્બાઇન્ડ નું કાર્ય ચાલવાથી જ સફળતા થાય છે.
દિલ્લી માં પ્લાનિંગ બુદ્ધિ છે, પરંતુ હજી ગુપ્ત છે. હવે બધાં પોતાની વિશેષતા રુપી આંગળી આપો. સર્વ ની વિશેષતા ની આંગળી થી જ સ્થાપના નું કાર્ય સંપન્ન થશે. વિશેષતા ને ગુપ્ત નહીં રાખો. કાર્ય માં લગાવો પરંતુ નિષ્કામ. તો જેમ સ્થાપના માં નંબરવન દિલ્લી રહ્યું તેમ વિશેષતાઓનાંં ગુલદસ્તા માં પણ નંબરવન બનવાનું છે. દિલ્લી માં બધાં મહારથીઓનાંં સહયોગ નો હાથ છે, સર્વ મહારથીઓનાંં સહયોગ નું પાણી દિલ્લી ની ધરણી માં પડેલું છે. દિલ્લી નાંં ફાઉન્ડેશન માં કોઈ મહારથી બાકી રહ્યાં નથી, બધાએ પાણી આપ્યું છે. હવે ફક્ત યોગ નો પ્રકાશ જોઈએ પછી જુઓ કેટલી વિશેષ આત્માઓનું પ્રત્યક્ષ ફળ નીકળે છે. સ્વતઃ જ તમારી પાસે લેવા માટે આવશે. દિલ્લી ની ધરણી ની વિશેષતા બહુજ છે. પહેલાંં તો પ્લાનિંગ બનાવો, જેમાં ચારે તરફ નાંં મહારથી અને શક્તિઓનો પણ સહયોગ હોવો જ જોઈએ. ધરણી પર મહારથીઓનું ભેગું થવું પણ સ્થાપના નાંં કાર્ય ને વૃત્તિ અને વાતાવરણ થી સમીપ લાવવાનું કાર્ય કરે છે. જેમ મધુબન ચરિત્ર ભૂમિ છે, મિલન ભૂમિ છે, બાપ નો સાકાર રુપમાં અનુભવ કરાવવા વાળી ભૂમિ છે તેમ દિલ્લી ની ધરણી સેવા નું પ્રત્યક્ષ રુપ આપવાનાં નિમિત્ત છે ત્યારે દિલ્લી થી અવાજ નીકળશે. હમણાં બધાંની બુદ્ધિ માં આ સંકલ્પ સુધી પણ ઉત્પન્ન થયું છે કે જે કંઈ કરી રહ્યાં છીએ, જે ચાલી રહ્યું છે એનાથી કંઈ થવાનું નથી, હવે બધાં આધાર તૂટવા લાગ્યા છે એટલે આવાં સમયે યથાર્થ આધાર હવે જલ્દી શોધશે. માંગ કરશે. એવી નવી વાત કોઈ સંભળાવો અને છેલ્લે ચારેય તરફ ભટક્યાં પછી બાપ નાંં સહારા ની આગળ બધાં મસ્તક ઝુકાવશે. સમજ્યાં - હવે દિલ્લી વાળાઓ એ શું કરવાનું છે. અચ્છા.