સાત વાતો છોડો અને સાત વાતો ધારણ કરો
બધાં કઈ સ્મૃતિમાં બેઠાં છે? કયા દેશમાં બેઠાં છે? વ્યક્ત દેશમાં છો કે અવ્યક્ત દેશમાં? અવ્યક્ત ને વ્યક્તમાં લાવ્યાં છો કે તમે અવ્યક્ત થયાં છો? હમણાં ની મુલાકાત ક્યાં કરી રહ્યાં છો? અવ્યક્ત ને વ્યક્ત દેશમાં નિમંત્રણ આપ્યું હતું. તો અવ્યક્ત બાપદાદા વ્યક્ત દેશમાં અવ્યક્ત રુપ થી મુલાકાત કરી રહ્યાં છે. અવ્યક્ત રુપ ને વ્યક્ત માં લાવવા માટે કેટલો સમય જોઈએ? (હમણાં તૈયારી છે, પુરુષાર્થ ચાલી રહ્યો છે) કેટલા સમયની આવશ્યકતા છે? સંપૂર્ણ સ્થિતિ ને આ સાકાર રુપમાં લાવવા માટે કેટલો સમય જોઈએ? દર્પણમાં જોઈ તો શકો છો ને? સંપૂર્ણ સ્થિતિ નું ચિત્ર સાકાર માં જોયું છે? સાકાર તન જે હતું તે સંપૂર્ણ કર્માતીત સ્થિતિ નહોતી. તેની તુલના માં બતાવો. એમનાં જેવું તો બનવાનું જ છે. ગુણોને જ ધારણ કરવાનાં છે. તો એમની અંતિમ સ્થિતિ અને પોતાની વર્તમાન સ્થિતિમાં કેટલો ફરક સમજો છો? એનાં માટે કેટલો સમય જોઈએ. સાકાર નું સબૂત તો આ આંખો થી જોયું. એમનાં દરેક ગુણ દરેક કર્મ ને પોતાનાં કર્મ અને વાણીથી સરખાવો તો ખબર પડી જશે. હમણાં સમયનાં હિસાબ થી ૨૫ પણ ઘણાં છે. પુરુષાર્થનો સમય ઘણો ઓછો છે. એટલે જેમ યાદ નો ચાર્ટ રાખો છો, સાથે-સાથે હવે આ પણ ચાર્ટ રાખવો જોઈએ. સાકાર જે કર્મ કરી રહ્યાં હતાં, જે સ્થિતિ, જે સ્મૃતિ હતી તે બધાથી સરખામણી કરવાની છે. સારું - આજે કુમારીઓની પરીક્ષા લે છે. બધાં જે પુરુષાર્થ કરી રહ્યાં છે તેમાં મુખ્ય સાત વાતો ધારણ કરવાની છે અને સાત વાતો છોડવાની છે. તે કઈ છે? (દરેક કુમારીએ પોત-પોતાનું સંભળાવ્યું) છોડવાનું તો બધાને સંભળાવો છો. ૫ વિકાર અને તેની સાથે છઠ્ઠો છે આળસ અને સાતમો છે ભય. આ ભય નો પણ મોટો વિકાર છે. શક્તિઓનો મુખ્ય ગુણ જ છે નિર્ભય. એટલે ભય ને પણ છોડવાનો છે. સારું હવે ધારણ શું કરવાનું છે? પોતાનાં સ્વરુપને જાણવું, તો સ્વરુપ, સ્વધર્મ, સ્વદેશ, સુકર્મ, સ્વ-લક્ષ્ય, સ્વ-લક્ષણ અને સ્વદર્શન ચક્રધારી બનવું. આ ૭ વાતો ધારણ કરવાની છે. આને ધારણ કરવાથી શું બનશો? શીતળા દેવી. કાળી નથી બનવાનું. હમણાં શીતળા દેવી બનવાનું છે. કાળી બનવાનું છે વિકારો ની ઉપર. અસુરોની સામે કાળી બનવાનું છે. પરંતુ પોતાનાં બ્રાહ્મણ કુળમાં શીતળા બનવાનું છે. સારું -
