Search for a command to run...
13 Mar 1969
પ્રેમ અને શક્તિ નાં ગુણોં ની સમાનતા
13 March 1969 · ગુજરાતી
આત્મ-અભિમાની થઈ યાદ ની યાત્રા માં બેઠા છો? યાદની યાત્રામાં પણ મુખ્ય કયા ગુણમાં સ્થિત છો? યાદની યાત્રામાં હોવા છતાં પણ મુખ્ય કયા ગુણ સ્વરુપ છો? આ સમયે તમારો મુખ્ય ગુણ કયો છે. (બધાએ પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) આ સમયે તો બધાં વિશેષ પ્રેમ સ્વરુપ ની સ્થિતિ માં છે. પરંતુ પ્રેમની સાથે-સાથે વર્તમાન સમયની પરિસ્થિતિઓનાં પ્રમાણે જેટલાં પ્રેમ સ્વરુપ એટલાં જ શક્તિ સ્વરુપ પણ હોવા જોઈએ. દેવીઓનાં ચિત્ર જોયાં છે - દેવીઓનાં ચિત્રમાં મુખ્ય શું વિશેષતા હોય છે? પોતાના ચિત્રો ને ક્યારેય ધ્યાનથી જોયા નથી? જ્યારે દેવીઓનાં ચિત્ર બનાવે છે. કાળી નાં સિવાય બાકી જે પણ દેવીઓ છે તેમનાં નયન હંમેશા ભીના બતાવે છે. પ્રેમમાં જેમ ડૂબેલા નયન દેખાડે છે અને સાથે-સાથે જે તેમનો ચહેરો વગેરે બનાવે છે તો તેમની સૂરત થી જ શક્તિ નાં સંસ્કાર જોવામાં આવે છે. પરંતુ નયનોમાં પ્રેમ, દયા, શીતળતા જોવામાં આવે છે. માતાપણાં (માતૃત્વ) નાં પ્રેમ નાં સંસ્કાર આ નયનોથી દેખાય આવે છે. તેમનું આસન કે સવારી અસ્ત્ર-શસ્ત્ર દેખાડે છે, તે શક્તિ રુપ પ્રગટ કરે છે. તો એમ જ આપ શક્તિઓમાં પણ બંને ગુણ સમાન હોવા જોઈએ. જેટલાં શક્તિ સ્વરુપ એટલાં જ પ્રેમ સ્વરુપ. હજી સુધી બંને નથી. ક્યારેક પ્રેમ ની લહેર માં ક્યારેક શક્તિ રુપમાં સ્થિત રહો છો. બંને સાથે અને સમાન રહે. આ છે શક્તિપણાં ની અંતિમ સંપૂર્ણતા ની નિશાની. હમણાં બાપદાદા ને પોતાનાં બાળકોનાં મસ્તકમાં શું જોવામાં આવે છે? પોતાનાં મસ્તક માં જોયું છે શું છે? પ્રાલબ્ધ જુઓ છો કે વર્તમાન સૌભાગ્યનો સિતારો ચમકતો જુઓ છો અથવા બીજું કંઈક? (દરેકે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) ત્રણેય સંબંધોથી ત્રણેય વાતો જોવામાં આવે છે. એટલા માટે તમને ત્રિશૂળ ભેટમાં મોકલ્યું હતું. ત્રણેય સિતારાઓ દેખાઈ રહ્યાં છે. એક તો ભવિષ્યનો, બીજો વર્તમાન સૌભાગ્યનો અને ત્રીજો પરમધામ માં જે તમારી આત્મા ની સંપૂર્ણ અવસ્થા થવાની છે, તે આત્માની સંપૂર્ણ સ્થિતિનો સિતારો. ત્રણેય સિતારાઓ દેખાય આવે છે. આ ત્રણેય સિતારાઓને જોતા રહેજો. ક્યારેક-ક્યારેક સિતારાઓની વચ્ચે વાદળ આવી જાય છે. ક્યારેક-ક્યારેક સિતારાઓ જગ્યા પણ બદલી કરે છે. ક્યારેક તૂટી પણ પડે છે. અહીંયા પણ એમ જગ્યા પણ બદલી કરે છે. ક્યારેક તૂટી પણ પડે છે. ક્યારેક જુઓ તો ખુબ ઉપર, ક્યારેક જુઓ તો વચમાં, ક્યારેક જુઓ તો એનાથી પણ નીચે. જગ્યા પણ હવે બદલી ન કરવી જોઈએ. જો બદલી કરો તો આગળ ભલે વધો. નીચે નહીં ઉતરો. અવિનાશી સંપૂર્ણ સ્થિતિમાં સદૈવ ચઢતા રહો. એવાં સિતારા બનવાનું છે. તૂટવાની તો અહીંયા વાત જ નથી. બધાં સારા પુરુષાર્થી બેઠેલા છે. બાકી જગ્યા બદલવાની આદત ને મટાડવાની છે.
કુમારીઓનું રીઝલ્ટ (પરિણામ) કેવું છે. તમે પોતાનું રીઝલ્ટ શું સમજો છો? વિશેષ કઈ એવી વાત માં ઉન્નતી સમજો છો? (દરેકે પોતાનું સંભળાવ્યું) યાદની યાત્રામાં કમી છે. એટલે એટલી મહેસૂસતા (અનુભવ) નથી થતી. અમૃતવેલા યાદ નો એટલો અનુભવ નથી થતો એટલે જેમ સાકારમાં અહીંયા બહાર ખુલ્લી હવામાં પરિભ્રમણ પણ કરાવતા હતાં, લક્ષ્ય પણ આપતા હતાં, યોગ નો અનુભવ પણ કરાવતા હતાં. એવી રીતે જે કુમારીઓનાં નિમિત્ત ટીચર્સ (શિક્ષકો) છે તેઓ તેમને અડધો કલાક એકાંતમાં પરિભ્રમણ કરાવે. જેમ શરુમાં તમે અલગ-અલગ જઈને બેસતા હતાં, સાગરનાં કિનારે, કોઈ ક્યાં, કોઈ ક્યાં જઈને બેસતા હતાં. એવી પ્રેક્ટિસ (અભ્યાસ) કરાવો. અગાસીઓ તો અહીંયા ખુબ મોટી-મોટી છે. પછી સાંજના સમયે પણ ૭ થી ૭.૩૦ સુધી આ સમય વિશેષ સારો હોય છે. જેમ અમૃતવેલા નો સતોગુણી સમય હોય છે તેમ આ સાંજનો સમય પણ સતોગુણી છે. પરિભ્રમણ પર પણ આ જ સમયે નીકળે છે. તે જ સમયે સંગઠન માં યોગ કરાવો અને વચ્ચે-વચ્ચે અવ્યક્ત રુપથી બોલતા રહો, કોઈનો બુદ્ધિયોગ અહીંયા-ત્યાં હશે તો ફરી એટેંશન (ધ્યાન) ખેંચાશે. યોગ નાં સબ્જેક્ટ (વિષય) માં ખુબ કમી છે. ભાષણ કરવું, પ્રદર્શનીમાં સમજાવવું આ તો આજકાલ ની સ્કૂલોની કુમારીઓને એક સપ્તાહ ની ટ્રેનિંગ (તાલીમ) આપી દો તો ખુબ સરસ સમજાવી લેશે. પરંતુ આ તો જીવનમાં અતીન્દ્રિય સુખનો અનુભવ કરવાનો છે ને. તે સમયે એવું સમજો જેમ કે બાપદાદા નાં નિમંત્રણ પર જઇ રહ્યાં છીએ. જેમ બાપદાદા પરિભ્રમણ કરવા આવે છે તેમ બુદ્ધિયોગ બળ થી તમે પરિભ્રમણ કરી શકો છો. જ્યારે યાદની યાત્રાનો અનુભવ કરશો તો અવ્યક્ત સ્થિતિ નો પ્રભાવ તમારા નયનો થી, ચલન થી પ્રત્યક્ષ જોવામાં આવશે. પછી તેમનાથી માળા બનાવડાવીશું. જેમ શરું માં તમે પોતે માળા બનાવતા હતાં ને.
આ ગ્રુપ (સમૂહ) ને ઉમંગ ઉત્સાહ સારો છે. બાકી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે - કે એકબીજા નાં સંસ્કારોને જાણીને, એકબીજાનાં સ્નેહમાં એકબીજા થી બિલકુલ હળી-મળીને રહેવાનું છે. જેમ કોઈથી વિશેષ સ્નેહ હોય છે તો તેમનાંથી કેટલા મિક્સ થઈ (હળી-મળી) જાય છે. એમ જ બધાએ એક બીજામાં મિક્સ થવું જોઈએ. જ્યારે કુમારીઓ એવો શો (પ્રત્યક્ષતા) કરીને દેખાડશે ત્યારે પછી બીજી કુમારીઓ પણ સર્વિસ (સેવા) કરવાનાં નિમિત્ત બનશે. અને જે નિમિત્ત બને છે તેમને તેનું ફળ પણ મળી જાય છે. તમે શોકેસ છો અનેક કુમારીઓને ઉમંગ અને ઉત્સાહ, ઉન્નતી માં લાવવાનાં. જેટલા ઉમંગ થી સાકાર-નિરાકાર બંનેએ મળીને આ પ્રોગ્રામ (કાર્યક્રમ) બનાવ્યો છે એટલો જ તેનો ઉજુરો (વળતર) દેખાડવાનો છે. ઘણી કુમારઓની ઉન્નતિનાં નિમિત્ત બની શકો છો. પોતાનાં હમજીન્સ ને પડવાથી બચાવી શકો છો. કુમારીઓની સાથે બાપદાદાનો ખુબ સ્નેહ છે. કારણ કે બાપદાદા પરમ પવિત્ર છે અને કુમારીઓ પણ પવિત્ર છે. તો પવિત્રતા, પવિત્રતા ને ખેંચે છે. વર્તમાન સમયે મુખ્ય વિશેષતા આ જ જોઈએ, દરેક મહારથી ની ફરજ છે પોતાનાં ગુણ બીજાઓમાં ભરવાં. જેમ જ્ઞાનનું દાન આપવાનું હોય છે તેમ ગુણોનું પણ દાન કરવું જોઈએ. જેમ જ્ઞાન રત્નોનું દાન કરો છો એટલે મહારથી કહેવાતા જાઓ છો, તેમ ગુણોનું દાન પણ ખુબ મોટું દાન છે. જ્ઞાન આપવું તો સહજ છે. ગુણોનું દાન આપવું, તેમાં થોડી મહેનત છે. ગુણોનું દાન કરવામાં, બધાં મહારથીઓ થી નંબરવન કોણ છે? જનક. આ ગુણ એમાં વિશેષ છે. તો એકબીજાથી આ ગુણ ઉઠાવવો જોઇએ.
દૂરંદેશી અને વિશાળ બુદ્ધિ બની મ્યુઝિયમ તૈયાર કરવાનું છે. પહેલા થી જ ભવિષ્ય નું વિચારીને સમયને સફળ કરવાનો ગુણ ધારણ કરવાનો છે અને સમય પર તૈયાર પણ કરવાનું છે. જલ્દી પણ થાય અને સંપૂર્ણ પણ થાય તો કમાલ છે. જો કોઈ પણ કમી રહી ગઈ તો તે કમી ની તરફ બધાની નજર જશે. એવી કમી ન થાય. બધાનાં મુખથી કમાલ છે, એવું નીકળવું જોઈએ. આખો દૈવી પરિવાર તમારો ચહેરો મ્યુઝિયમનાં દર્પણમાં જોશે. સારું-