Search for a command to run...
5 Oct 1971
સંપૂર્ણતાની નિશાની ૧૬ કળાઓ
5 October 1971 · ગુજરાતી
બધાનાં પુરુષાર્થ નું લક્ષ્ય કયું છે? (સંપૂર્ણ બનવાનું) સંપૂર્ણતાની સ્ટેજ (સ્થિતિ) કોને કહેવાય છે? કયો એવો નક્શો સામે છે જેને સંપૂર્ણ સ્ટેજ સમજો છો? બાપે પણ જે સંપૂર્ણ સ્ટેજ ધારણ કરી તેમાં કઈ વાતો હતી? જ્યારે બીજાઓને સંભળાવો છો તો સંપૂર્ણ સ્ટેજ નું શું-શું વર્ણન કરો છો? તેમને સમજાવો છો ને કે આ નોલેજ દ્વારા સર્વ ગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી બનાય છે. આ સંપૂર્ણ સ્ટેજ વર્ણન કરો છો ને. ભવિષ્ય માં તો પ્રાપ્તિ થશે, પરંતુ સંપૂર્ણ સ્ટેજ તો આ કહેશું ને. આત્મામાં બળ તો હમણાં થી ભરાશે ને. ૧૬ કળા સંપૂર્ણ કહેવાય છે, તો કળાઓ હમણાં ભરશો ને. સર્વ ‘ગુણ સમ્પન્ન, સંપૂર્ણ નિર્વિકારી, ૧૬ કળા સંપૂર્ણ’ આ શબ્દો કહો છો ને. આ સંપૂર્ણ સ્ટેજ છે. સર્વ ગુણ શું છે, તે તો સમજો છો ગુણોની લિસ્ટ છે. પરંતુ આ જે ૧૬ કળા કહેવાય છે, તેનો ભાવ-અર્થ શું છે? આ છે સંપૂર્ણ સ્ટેજની નિશાની. જેમ જોયું - કોઈમાં કોઈ પણ વિશેષતા હોય છે તો કહેવામાં આવે છે ને આમનામાં આ કળા છે. કોઈમાં રડતાં હોય તેને હસાવવાની કળા અર્થાત્ વિશેષતા હોય છે, કોઈમાં હાથની સફાઈ ની કળા, કોઈમાં બુદ્ધિની ચમત્કારી ની કળા હોય છે ને. તો આ ૧૬ કળા સંપૂર્ણ અર્થાત્ તેમનું જે પણ કર્મ હશે તે દરેક કર્મ કળાનાં સમાન દેખાશે. તેમની દરેક ચલન - જોવાનું, બોલવાનું, ચાલવાનું જાણે કળાની માફક દેખાશે. જેમ કોઈની કળા ને જોવા માટે કેટલાં રુચી થી જાય છે. એવી રીતે જે સંપૂર્ણ સ્ટેજ ને પ્રાપ્ત થયેલી આત્માઓ હોય છે તેમની દરેક ચલન કળાનાં રુપમાં હોય છે અને ચરિત્રનાં રુપમાં પણ થઈ જાય છે. તો વિશેષતા થઈ ને. જેમ સાકાર નાં બોલવામાં, ચાલવામાં, બધામાં વિશેષતા જોઈ ને. તો આ કળા થઈ ને. ઉઠવાની-બેસવાની કળા, જોવાની કળા, ચાલવાની કળા હતી. બધામાં ન્યારાપણું અને વિશેષતા હતી. દરેક કર્મ કળાનાં રુપમાં પ્રેક્ટિકલ માં જોયું. તો ૧૬ કળા અર્થાત્ દરેક ચલન સંપૂર્ણ કળાનાં રુપમાં દેખાઈ આવે, આને કહેવાય છે ૧૬ કળા સંપૂર્ણ. તો સંપૂર્ણ સ્ટેજની નિશાની આ જ હશે જે તેમનું દરેક કર્મ કળાની માફક દેખાશે અર્થાત્ તેમાં વિશેષતા હશે. આને કહેવાય છે સંપૂર્ણ સ્ટેજ.
તો ૧૬ કળા સંપૂર્ણ બનવાનું જે લક્ષ્ય રાખેલું છે તેનું સ્પષ્ટીકરણ આ જ છે. આ ચેક કરવું જોઈએ કે - “મારા જોવામાં કળા છે? મારા બોલવામાં કળા ભરેલી છે?” એમ કહેવાય છે - કળા-કાયા જ ચટ થઈ ગઈ છે. તો કળા એક સારી ચીજ હોય છે. કળા-કાયા ખતમ થઈ ગઈ છે અર્થાત્ કર્મમાં જે આકર્ષણ કરવાની શક્તિ છે, વિશેષતા છે તે ખતમ થઈ ગઈ. તો દરેક કર્મ અમારું કળાની સમાન છે કે નહીં - આ ચેક કરવાનું છે. જેમ કોઇ બાજીગર હોય છે, તો તે જેટલો સમય બાજી દેખાડે છે એટલો સમય દરેક કર્મ કળાનાં રુપમાં દેખાઈ આવે છે. ચાલે કેવી રીતે છે, ચીજ કેવી રીતે ઉઠાવે છે - તે બધું કળાનાં રુપમાં નોંધ કરે છે. તો આ સંગમયુગ વિશેષ કર્મ રુપી કળા દેખાડવાનો છે. સદૈવ એવું મહેસૂસ થાય કે અમે સ્ટેજ પર છીએ. એવી રીતે ૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે. જેમનું દરેક કર્મ કળાનાં રુપમાં હોય છે તેમનાં દરેક કર્મ અર્થાત્ ગુણોનું ગાયન થાય છે, તેને બીજા શબ્દો માં કહેવાય છે દરેક કર્મ ચરિત્ર સમાન. જે કળાનાં રુપ ને જોઈ બીજાઓમાં પણ પ્રેરણા ભરાય છે. તેમનાં કર્મ પણ સર્વિસએબલ હોય છે. જેમ કોઈ કળા દેખાડે છે, તો કળા કમાણી નું સાધન હોય છે. એવી રીતે તે જે દરેક કર્મ કળાનાં રુપમાં કરે છે, તેમનાં તે કર્મ અખૂટ કમાણીનું સાધન બની જાય છે અને બીજાઓને આકર્ષિત કરે છે. દરેક કર્મ કળાનાં રુપમાં હશે તો તે એક ચુંબક બની જશે. આજકાલ નાં જમાના માં કોઈ નાનાં-મોટાં કળા દેખાડવા વાળા પણ રસ્તે ચાલતાં કળા દેખાડે છે તો બધાં ભેગા થઈ જાય છે. આ તો છે શ્રેષ્ઠ કળા. તો શું આત્માઓ આકર્ષિત નહીં થશે? હવે આટલાં સુધી ચેકિંગ કરવાની છે. જે પણ શ્રેષ્ઠ આત્માઓ બને છે તેમનાં દરેક કર્મની ઉપર બધાનું અટેન્શન રહે છે, કારણ કે તેમનાં દરેક કર્મ માં કળા ભરેલી હોય છે. ત્યારે તો દરેક કર્મ ની કળાનું મંદિરો માં પૂજન થાય છે. જે મોટાં-મોટાં મંદિર હશે તેમનાં ઉઠવાનાં ચરિત્રનાં દર્શન અલગ હશે, સૂવાનાં અલગ હશે, ખાવાનાં અલગ, નાહવાનાં અલગ હશે. બહુજ થોડાં મંદિર જ્યાં બધાં કર્મો નાં દર્શન થાય છે. તેનું કારણ શું છે? કારણ કે દરેક કાર્ય કળાનાં રુપમાં કર્યું, એટલે યાદગાર ચાલે છે. સાકાર માં પણ દરેક કર્મ ને જોવાની રુચિ કેમ થાય છે? આટલાં વર્ષ સાથે રહેતાં, જાણતાં, સમજતાં, જોતાં પણ ફરી-ફરી જોવાની રુચિ કેમ થાય છે? એક કર્મ પણ જોવાનું મિસ કરવાં નહોતાં ઇચ્છતાં. જેમ જાદુગર કળા દેખાડે છે તો સમજે છે - એક વાત પણ મિસ કરી તો ઘણું બધું મિસ થશે. કારણ કે તેમનાં દરેક કર્મની કળા છે. આવી રીતે આ પણ જોવાની ઈચ્છા રહેતી હતી કે જોઈએ કેવી રીતે સૂતેલાં છે. સૂવામાં પણ કળા હતી. દરેક કર્મમાં કળા હતી. આને કહેવાય છે ૧૬ કળા સંપૂર્ણ. અચ્છા, આવી સ્ટેજ બની છે. લક્ષ્ય તો આવી સ્ટેજનું છે ને? લક્ષ્ય થી લક્ષણ ધારણ કરવાં પડશે. દરેક કર્મ કળાનાં રુપમાં થતું રહે. તો ૧૬ કળા સંપૂર્ણ બનવાથી સર્વ ગુણો ની ધારણા પણ ઓટોમેટિકલી (આપોઆપ) થઇ જશે. અચ્છા.