Search for a command to run...
3 Oct 1971
નિર્માણતા નાં ગુણ થી વિશ્વ-નિર્માતા
3 October 1971 · ગુજરાતી
આજે બાપદાદા કોને જોઇ રહ્યાં છે? તમે કોણ છો? આજે બાપદાદા તમને કયા રુપમાં જોઇ રહ્યાં છે, એ જાણો છો? માસ્ટર નોલેજફુલ નથી? જ્યારે માસ્ટર નોલેજફુલ છો, તો આ નથી જાણી શકતાં કે બાપ કયા રુપમાં જોઇ રહ્યાં છે? બાળકો તો છો જ, પરંતુ કયા રુપમાં જોઇ રહ્યાં છે? બાપદાદા જોઈ રહ્યાં છે કે આટલાં બધાં વિશ્વ-નિર્માતા છે. વિશ્વ નાં નિર્માતા છો? બાપની સાથે-સાથે બાપનાં કર્તવ્ય માં મદદગાર છો? નવાં વિશ્વનું નિર્માણ કરવાનું - આ જ કર્તવ્ય છે ને. આ જ કર્તવ્ય માં લાગેલાં છો કે હજું લાગવાનું છે? તો વિશ્વ-નિર્માતા નથી થયાં? સદૈવ આ સ્મૃતિમાં રહે કે અમે બધાં માસ્ટર વિશ્વ-નિર્માતા છીએ. આ જ સ્મૃતિ સદૈવ રહેવાથી કયો વિશેષ ગુણ ઓટોમેટિકલી (આપોઆપ) આવી જશે? નિર્માણતા નો. સમજ્યાં? અને જ્યાં નિર્માણતા અર્થાત્ સરળતા નેચરલ રુપમાં રહેશે ત્યાં અન્ય ગુણ પણ ઓટોમેટિકલી આવી જ જાય છે. તો સદૈવ આ સ્મૃતિ સ્વરુપ માં સ્થિત રહીને પછી દરેક સંકલ્પ કે કર્મ કરો. પછી આ જે પણ નાની-નાની વાતો સામનો કરવા માટે આવે છે, આ વાતો એવી જ અનુભવ થશે જેમ કોઈ વૃદ્ધ ની આગળ નાનાં-નાનાં બાળકો પોતાનાં બાળપણનાં અલબેલાપણાં ને કારણે કાંઈ પણ બોલી દે કે કાંઈ પણ એવું કર્તવ્ય પણ કરે તો વૃદ્ધ લોકો સમજે છે કે આ નિર્દોષ, અજાણ નાનાં બાળકો છે. કોઇ અસર નથી થતી. એવું જ જ્યારે માસ્ટર વિશ્વ-નિર્માતા પોતાને સમજશો તો આ માયાનાં નાનાં-નાનાં વિઘ્ન બાળકોની રમત સમાન લાગશે. જેમ નાનું બાળક જો બાળપણ માં અજાણપણાં માં નાક-કાન પણ પકડી લે તો જોશ આવશે? કારણ કે સમજે છે - બાળકો નિર્દોષ, અજાણ છે. તેમનો કોઇ દોષ દેખાતો નથી. એ જ રીતે માયા પણ જો કોઈ આત્મા દ્વારા સમસ્યા કે વિઘ્ન કે પરીક્ષા-પેપર બનીને આવે છે, તો તે આત્માઓને નિર્દોષ સમજવાં જોઈએ. માયા જ આત્મા દ્વારા પોતાની રમત દેખાડી રહી છે. તો નિર્દોષની ઉપર શું થાય છે? તરસ, રહેમ આવે છે ને. આવી રીતે કોઈ પણ આત્મા નિમિત્ત બની જાય છે, પરંતુ છે નિર્દોષ આત્મા. જો એવી દૃષ્ટિ થી દરેક આત્માને જુવો તો પછી પુરુષાર્થ ની સ્પીડ ક્યારેય ઢીલી થઈ શકે છે? દરેક સેકન્ડમાં ચઢતી કળાનો અનુભવ કરશો. ફક્ત ચઢતી કળા માં જવા માટે આ સમજવાની કળા આવડવી જોઈએ.
૧૬ કળા સંપૂર્ણ બનવાનું છે ને. તો આ પણ કળા છે. જો આ કળાને જાણી જાઓ છો તો ચઢતી કળા જ છે. તે ક્યારેય રોકાશે નહીં. તેમની સ્પીડ ક્યારેય ઢીલી નથી થઈ શકતી. દરેક સેકન્ડમાં તીવ્રતા હશે. અને હવે થોભવાનો સમય પણ ક્યાં છે? થોભીને તે આત્માઓનાં કારણ અને નિવારણ ને હલ કરવાનો હવે સમય છે? હવે તો મોટા વૃદ્ધ થઇ ગયાં છો. હવે તો વાનપ્રસ્થ અવસ્થામાં જવાનો સમય સમીપ આવી રહ્યો છે. પોતાનું ઘર સામે દેખાતું નથી? છેવટે યાત્રા સમાપ્ત કરી ઘરે જવાનું છે. કોઈ પણ વાત ભિન્ન-ભિન્ન રુપો, ભિન્ન-ભિન્ન વાતો થી સામે જ્યારે આવે છે, તો પહેલાં એ સમજવું જોઈએ કે આ સમસ્યાઓ કે ભિન્ન-ભિન્ન રુપોની વાતો ને કેટલી વખત હલ કરી છે અને કરતાં-કરતાં અનુભવી બની ગયાં છો. કેટલીવારનાં અનુભવી છો, યાદ છે? અનેક વખત કર્યું છે - આ યાદ આવે છે? કલ્પ પહેલાં પાસ કર્યું છે. ક્રોસ કર્યું હશે. ક્રોસ કર્યું હતું કે કર્યું હશે? એ નથી સમજતાં કે જો અનેક વખત આ અનુભવ ન કર્યો હોત તો આજે આટલાં સમીપ કેવી રીતે આવત? આ હિસાબ લગાવતાં નથી આવડતો? પાંડવ તો હિસાબમાં હોશિયાર હોવાં જોઈએ. પરંતુ શક્તિઓ નંબરવન થઈ ગઈ. આ સ્મૃતિ સ્પષ્ટ અને સરળ રુપમાં રહે. ખેંચવી ન પડે. જો કલ્પ પહેલાંની વાત હમણાં સુધી બુદ્ધિમાં ખેંચીને લાવતાં રહો છો તો શું કહેશું? જરુર કોઈ માયાનું ખેંચાણ હમણાં છે, એટલે બુદ્ધિમાં કલ્પ પહેલાંની સ્મૃતિ સ્પષ્ટ અને સરળ રુપમાં નથી આવતી અને એટલે જ વિઘ્નોને પાર કરવામાં મુશ્કેલ અનુભવ થાય છે. મુશ્કેલ છે નહીં.
જેટલો પુરુષાર્થનો સમય ચાલ્યો છે, જેટલી નોલેજની લાઈટ અને માઈટ મળી છે તે પ્રમાણે વર્તમાન સમય સરળ અને સ્પષ્ટ હોવો જોઈએ. એટલો સ્પષ્ટ હોય જાણે એક મિનિટ પહેલાં જો કોઈ કાર્ય કર્યું તો તે યાદ રહે કે તે પણ ભૂલાય જાય છે? તો એવી રીતે જ ૫૦૦૦ વર્ષનાં પછી એવું સ્પષ્ટ અનુભવ થાય જેમ એક મિનિટ પહેલાં કરેલું કાર્ય છે. જેમ પાવરફુલ કેમેરો હોય છે તો એક સેકન્ડમાં કેટલું સ્પષ્ટ ચિત્ર ખેંચી લે છે. કેટલું પણ દૂરનું દૃશ્ય હોય, તે પણ સ્પષ્ટ સમ્મુખ આવી જાય છે. તો શું પાવરફુલ કેમેરામેન નથી બન્યાં? કેમેરો છે કે બીજાનો લોન પર લઈને યુઝ કરો છો? પાવરફુલ છે? કલ્પ પહેલાનાં ચિત્ર તેમાં સ્પષ્ટ આવી જાય છે? આ જે મન છે આ એક મોટો કેમેરો છે. દરેક સેકન્ડનું ચિત્ર તેમાં ખેંચાઈ નથી શકતું? કેમેરો તો બધાંની પાસે છે પરંતુ કોઈ કેમેરો નજીકનાં ચિત્રને ખેંચી શકે છે અને કોઈ કેમેરો ચંદ્રમાં સુધી પણ ફોટો ખેંચી લે છે. છે તો તે પણ કેમેરો, આ પણ કેમેરો. અને અહીંયાનાં નાનાં-મોટા પણ કેમેરા તો છે ને. તો દરેકની પાસે કેટલાં પાવરફુલ કેમેરા છે? જ્યારે તે લોકો ચંદ્રમાંથી અહીંયા, અહીંયાથી ત્યાંનો ખેંચી શકે છે; તો તમે સાકાર લોક માં રહેતાં નિરાકારી દુનિયાનો, આકારી દુનિયાનો કે આ આખી સૃષ્ટીનાં પાસ્ટ કે ભવિષ્યનાં ચિત્ર નથી ખેંચી શકતાં? કેમેરાને પાવરફુલ બનાવો જે તેમાં જે વાત, જે દૃષ્ય જેવું છે તેવું દેખાઈ આવે, ભિન્ન-ભિન્ન રુપમાં ન દેખાય. જે છે જેવું છે, તેવું સ્પષ્ટ દેખાય. આને કહેવાય છે પાવરફુલ. પછી બતાવો કોઈ પણ સમસ્યા, સમસ્યા નું રુપ હશે કે રમત અનુભવ થશે? તો હવેની સ્ટેજનાં અનુસાર એવી સ્ટેજ બનાવો, ત્યારે કહેશે તીવ્ર પુરુષાર્થી. જો એવાં કેમેરા દ્વારા ચિત્ર પહેલા ખેંચતા જાય છે, તેનાં પછી સાફ કરાવ્યાં પછી ખબર પડે છે કે કેવાં ખેંચ્યાં છે. આવી રીતે આખાં દિવસમાં જે પોત-પોતાનાં ઓટોમેટિક કેમેરા દ્વારા અનેકાનેક ચિત્રો ખેંચતાં રહો છો, રાતનાં પછી બેસીને ક્લિયર જોવું જોઈએ કે કયા પ્રકારનાં ચિત્ર આજે આ કેમેરા દ્વારા ખેંચ્યાં? અને જે જેવાં છે તેવાં જ ચિત્ર ખેંચ્યા કે થોડાં નીચે-ઉપર પણ થઈ ગયાં? ક્યારેક-ક્યારેક કેમેરો ઠીક ન હોવાનાં કારણે સફેદ ચીજ પણ કાળી થઈ જાય છે, રુપ બદલાઈ જાય છે, ફિચર્સ પણ ક્યારેક બદલાઈ જાય છે. તો અહીંયા પણ ક્યારેક-ક્યારેક કેમેરો ઠીક ક્લિયર (સ્પષ્ટ) ન હોવાનાં કારણે વાત સમસ્યા બની જાય છે. તેની રુપરેખા બદલાઈ જાય છે, તેનું રંગ-રુપ પણ બદલાઈ જાય છે. યથાર્થનું અયથાર્થ રુપ પણ ક્યારેક ખેંચાઈ જાય છે. એટલે સદૈવ પોતાનાં કેમેરા ને ક્લિયર અને પાવરફુલ બનાવો. પોતાને સેવાધારી સમજવાથી ત્યાગ, તપસ્યા બધું આવી જાય છે. સેવાધારી છું અને સેવા માટે જ આ જીવન છે, આ સમજવાથી સેકન્ડ પણ સેવા વગર નહીં જશે. તો સદા પોતાને સેવાધારી સમજતાં ચાલો. અને પોતાને વૃદ્ધ સમજવું જોઈએ, તો પછી નાની-નાની વાતો રમત દેખાશે, રહેમદિલ બની જશો. તિરસ્કાર ને બદલે તરસ આવશે. અચ્છા.