Search for a command to run...
18 Jun 1971
બુદ્ધિની અલૌકિક ડ્રિલ
18 June 1971 · ગુજરાતી
અવાજ થી પરે રહેવું સારું લાગે છે કે અવાજ માં રહેવું સારું લાગે છે? અસલી દેશ કે અસલી સ્વરુપ માં અવાજ છે? જ્યારે પોતાની અસલી સ્થિતિમાં સ્થિત થઈ જાઓ છો તો અવાજ થી પરે સ્થિતિ સારી લાગે છે ને. એવી પ્રેક્ટિસ દરેક કરી રહ્યાં છો? જ્યારે ઈચ્છો, જેમ ઈચ્છો તેવાં જ સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. જેમ યોદ્ધા જે યુદ્ધનાં મેદાન માં રહે છે તેમને જ્યારે પણ અને જેવો ઓર્ડર મળે છે, તેમ કરતાં જ જાય છે. એવી રીતે જ રુહાની વારિયર્સે પણ જ્યારે અને જેમ ડાયરેક્શન મળે તે જ રીતે પોતાની સ્થિતિ ને સ્થિત કરી શકે છે. કારણ કે માસ્ટર નોલેજફુલ પણ છો અને માસ્ટર સર્વશક્તિમાન પણ છો. તો બંનેય હોવાનાં કારણે એક સેકન્ડ થી પણ ઓછાં સમયમાં જેવી સ્થિતિમાં સ્થિત થવા ઈચ્છો તે સ્થિતિમાં ટકી જાઓ, એવાં રુહાની વારિયર્સ છો? હમણાં-હમણાં કહેવામાં આવે પરમધામ નિવાસી બની જાઓ, તો એવી પ્રેક્ટિસ છે જે કહેતાં જ આ દેહ અને દેહનાં દેશને ભૂલી અશરીરી પરમધામ નિવાસી બની જાઓ? હમણાં-હમણાં પરમધામ નિવાસી થી અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈ જાઓ, હમણાં-હમણાં સેવાનાં પ્રતિ અવાજ માં આવો, સેવા કરતાં રહીને પણ પોતાનાં સ્વરુપ ની સ્મૃતિ રહે - એવાં અભ્યાસી બન્યાં છો? એવો અભ્યાસ થયો છે? કે જ્યારે પરમધામ નિવાસી બનવાં ઈચ્છો તો પરમધામ નિવાસી નાં બદલે વારંવાર અવાજ માં આવી જાઓ - એવો અભ્યાસ તો નથી કરતાં? પોતાની બુદ્ધિને જ્યાં ઈચ્છો ત્યાં એક સેકન્ડ થી પણ ઓછાં સમયમાં લગાવી શકો છો? એવો અભ્યાસ થયો છે? માસ્ટર ઓલમાઈટી ઓથોરીટી પોતાને સમજો છો? જ્યારે ઓલમાઈટી ઓથોરીટી પણ છો, તો શું પોતાની બુદ્ધિની લગન ને ઓથોરિટી થી જ્યાં ઈચ્છો ત્યાં નથી લગાવી શકતાં? ઓથોરિટી ની આગળ આ અભ્યાસ મુશ્કેલ છે કે સહજ છે? જેમ સ્થૂળ કર્મેન્દ્રિયોને જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો ત્યાં લગાવી શકો છો ને. હમણાં હાથને ઉપર અથવા નીચે કરવાં ઈચ્છો તો કરી શકો છો ને. તો જેમ સ્થૂળ કર્મેન્દ્રિયો નાં માલિક બની જ્યારે ઈચ્છો કાર્યમાં લગાવી શકો છો, એમ જ સંકલ્પ ને કે બુદ્ધિ ને જ્યાં લગાવવા ઈચ્છો ત્યાં લગાવી શકો છો આને જ ઈશ્વરીય ઓથોરીટી કહેવાય છે, જે બુદ્ધિની લગન પણ એમ જ સહજ જ્યાં ઈચ્છો ત્યાં લગાવી શકો છો. જેમ સ્થૂળ હાથ-પગ ને બિલકુલ સહજ રીતે જ્યાં ઈચ્છો ત્યાં ચલાવો છો કે કર્મમાં લગાવો છો. એવાં અભ્યાસી ને જ માસ્ટર સર્વશક્તિમાન કે માસ્ટર નોલેજફુલ કહેવાય છે. જો આ અભ્યાસી નથી તો માસ્ટર સર્વશક્તિમાન કે નોલેજફુલ નહીં કહી શકાય. નોલેજફુલ નો અર્થ જ છે - જેને ફુલ નોલેજ (સંપૂર્ણ જ્ઞાન) હોય કે આ સમયે શું કરવાનું છે, શું નથી કરવાનું, આનાથી શું લાભ છે અને ન કરવાથી શું હાનિ છે. આ નોલેજ રાખવાવાળા જ નોલેજફુલ છે અને સાથે-સાથે માસ્ટર સર્વશક્તિમાન હોવાનાં કારણે સર્વ શક્તિઓનાં આધાર થી આ અભ્યાસ સહજ અને નિરંતર બની જ જાય છે. લાસ્ટ ભણતર નો કયો પાઠ છે અને ફર્સ્ટ પાઠ કયો છે? ફસ્ટ પાઠ અને લાસ્ટ પાઠ આ જ અભ્યાસ છે. જેમ બાળકનો લૌકિક જન્મ થાય છે તો પહેલાં-પહેલાં તેને એક શબ્દ યાદ અપાવાય છે કે શીખવાય છે ને. અહીંયા પણ અલૌકિક જન્મ લેતાં પહેલો શબ્દ શું શીખ્યાં? બાપને યાદ કરો. તો જન્મનો પહેલો શબ્દ લૌકિકનો પણ, અલૌકિકનો પણ તે જ યાદ રાખવાનો છે. આ મુશ્કેલ થઈ શકે છે શું? પોતે પોતાની ડ્રિલ કરવાનો અભ્યાસ નથી કરતાં. આ છે બુદ્ધિની ડ્રિલ. ડ્રિલનાં અભ્યાસી જે હોય છે તો પહેલાં-પહેલાં દર્દ પણ ઘણું મહેસૂસ થાય છે અને મુશ્કેલ લાગે છે પરંતુ જે અભ્યાસી બની જાય છે તે પછી ડ્રિલ કરવાનાં સિવાય રહી નથી શકતાં. તો આ પણ બુદ્ધિની ડ્રિલ કરાવવાનો અભ્યાસ ઓછો હોવાનાં કારણે પહેલાં મુશ્કેલ લાગે છે. પછી માથું ભારે રહેવાનો કે કોઈને કોઈ વિઘ્ન સામે બની આવવાનો અનુભવ થતો રહે છે. તો એવાં અભ્યાસી બનવાનું જ છે. તેનાં સિવાય રાજ્ય-ભાગ્યની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. જેમને આ અભ્યાસ મુશ્કેલ લાગે છે, તો પ્રાપ્તિ પણ મુશ્કેલ છે. એટલે આ મુખ્ય અભ્યાસ ને સહજ અને નિરંતર બનાવો. એવાં અભ્યાસી અનેક આત્માઓ ને સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્ બાપદાદા દેખાય. જેમ વાણીમાં આવવાનું કેટલું સહજ છે. તેમ આ વાણી થી પરે જવાનું પણ એટલું સહજ થવાનું છે. અચ્છા.