Search for a command to run...
11 Jun 1971
ત્રણેય લોક માં બાપદાદા નાં સમીપ રહેવા વાળા રત્નો ની નિશાનીઓ
11 June 1971 · ગુજરાતી
આ કયું ગ્રુપ છે? આ ગ્રુપને સજાવીને શું બનાવ્યાં છે? બદલાઈ ને અને બનીને જઈ રહી છો ને! તો આમને બદલીને શું બનાવ્યાં છે? પોતાનો જ્યારે સાક્ષાત્કાર કરશો કે અમે શું બન્યાં છીએ ત્યારે તો બીજાને બનાવશો. આ ગ્રુપ સમજે છે કે અમે રુહાની સેવાધારી બનીને જઈ રહ્યાં છીએ. બધાં પોતાને સેવાધારી સમજીને સેવા-સ્થાન પર જઇ રહી છો કે પોત-પોતાનાં ઘરમાં જઇ રહી છો? શું સમજીને જાઓ છો? જો પોતાનાં લૌકિક પરિવારમાં જાઓ તો તેને શું સમજશો? તે પણ સેવા-સ્થાન છે કે ફક્ત સેવાકેન્દ્ર જ સેવા-સ્થાન છે? જો ઘરને પણ સેવા-સ્થાન સમજશો તો સ્વતઃ સેવા થતી રહેશે. જે સેવાધારી હોય છે તેમનાં માટે દરેક સ્થાન પર સેવા છે. ક્યાંય પણ રહે, ક્યાંય પણ જાય પરંતુ સેવાધારી ને દરેક સમયે અને દરેક સ્થાન પર સેવા જ દેખાશે અને સેવામાં જ લાગ્યાં રહેશે. ઘર ને પણ સેવા-સ્થાન સમજી ને રહેશે. બુદ્ધિમાં સેવા યાદ રહેવાથી, આ સ્મૃતિ ની શક્તિ થી કર્મબંધન પણ સહજ અને શીઘ્ર (જલ્દી) ખતમ થઇ જશે. એટલે જ્યારે કે સેવાધારી બનીને જઈ રહી છો તો દરેક સંકલ્પ માં સેવા કરવાની છે. એક સેકન્ડ કે એક સંકલ્પ પણ સેવાનાં સિવાય ન જઈ શકે. આને કહેવાય સાચ્ચા રુહાની સેવાધારી. રુહાની સેવાધારી તો રુહ અથવા આત્મા થી પણ સેવા કરી શકે છે. જેમ લાઈટ-હાઉસ એક સ્થાન પર હોવા છતાં પણ ચારેય તરફ પોતાની લાઈટ દ્વારા સેવા કરે છે. તે જ પ્રકારે જે સેવાધારી છે તે પણ કોઇ એક સ્થાન પર હોવા છતાં પણ બેહદ સૃષ્ટિ ની બેહદ સર્વિસ માં તત્પર રહે છે. તો લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ બની છો? બંનેય બની છો કે લાઈટ-હાઉસ બની છો અને માઈટ-હાઉસ હજું બનવાનું છે? જ્ઞાન સ્વરુપ છે લાઈટ-હાઉસ અને યોગયુક્ત અવસ્થા છે માઈટ-હાઉસ. તો બધી ‘જ્ઞાની તૂ આત્મા’ ‘યોગી તૂ આત્મા’ બનીને જઇ રહી છો ને. કે હજું કંઈ રહી ગયું છે? પૂરો શ્રૃંગાર કર્યો? આમ પણ કુમારી અવસ્થામાં સ્વચ્છતા અને પોતાને ઠીક રીતે સજાવવાનું રહે જ છે. તો અહીંયા ભઠ્ઠીમાં પણ પૂરી રીતે જ્ઞાન, ગુણો નાં શ્રૃંગાર થી સજાવ્યાં છે. સજીને જઈ રહી છો કે ત્યાં જઈને હજું બીજું કંઈ કરવાનું છે? પૂરા અસ્ત્ર-શસ્ત્ર થી તૈયાર થઈને યુદ્ધનાં મેદાન માં જઈ રહી છો. જે અસ્ત્ર-શસ્ત્રધારી હશે તે સદૈવ વિજયી હશે. શસ્ત્ર શત્રુ ને સામે આવવા નહીં દે. તો શસ્ત્રધારી બની છો જે શત્રુ દૂર થી જ જોઈને ભાગી જાય. બધાં એવાં બન્યાં છો? મધુબન વરદાન-ભૂમિનાં પ્રભાવ માં બોલી રહી છો કે અવિનાશી શસ્ત્રધારી કે શ્રૃંગારી પોતાને બનાવ્યાં છે? કાલે નીચે ઉતરશો તો સ્ટેજ તે જ પ્રમાણે ઊંચી રહેશે? આ પણ પાક્કું કરી દો કે ક્યાંય પણ જઈશું પરંતુ જે પોતે પોતાનાથી અથવા મધુબન નાં સંગઠનની વચ્ચે, ઈશ્વરીય દરબાર ની વચ્ચે જે પ્રતિજ્ઞા કરી છે તે સદા કાયમ રહેશે. એવી અવિનાશી છાપ દરેકે પોતે પોતાને લગાવી છે? નિશ્ચય ની વિજય અવશ્ય છે અને હિંમત રાખવા વાળાની બાપદાદા અને સર્વ ઈશ્વરીય પરિવારની આત્માઓ મદદગાર રહે છે. કેટલું પણ કોઈ તમારી હિંમત ને હલાવવાની કોશિશ કરે પરંતુ પ્રતિજ્ઞા જે કરી છે તે પ્રતિજ્ઞાની શક્તિ થી જરા પણ પગ હલાવવાનો નથી. પગ કયાં? જેના દ્વારા યાદની યાત્રા કરો છો. ભલે સૃષ્ટિ કેમ ન હલાવે પરંતુ તમે આખી સૃષ્ટિની આત્માઓથી શક્તિશાળી છો. એક તરફ આખી સૃષ્ટિ હોય, બીજી તરફ તમે એક જ હોવ - તો પણ તમારી શક્તિ શ્રેષ્ઠ છે. કારણ કે સર્વશક્તિમાન બાપ તમારાં સાથી છે. એટલે ગાયન છે શિવ-શક્તિઓ. જ્યારે શિવ અને શક્તિઓ બંનેવ સાથી છે તો સૃષ્ટિની આત્માઓ તેમની આગળ શું છે? અનેક હોવા છતાં પણ એક (નાં પણ) સમાન નથી. એટલી નિશ્ચયબુદ્ધિ કે પ્રતિજ્ઞા નું પાલન કરવાની હિંમત રાખવા વાળી બનીને જઈ રહી છો ને. પ્રેક્ટિકલ પેપર થશે. થિયરીનાં પેપર તો સહજ હોય છે. કોઈ ને સપ્તાહ કોર્સ કરાવવો કે મ્યુઝિયમ કે પ્રદર્શની સમજાવવી એ છે થિયરીનું પેપર. પરંતુ પ્રેક્ટિકલ પેપરમાં જે પાસ થાય છે તે જ ‘પાસ વિદ્ ઑનર’ થાય છે. જે એવાં પાસ થાય છે તે જ બાપદાદાની પાસે રહેવા વાળા રત્ન બને છે. તો પાસે રહેવાનું પસંદ કરો છો કે દૂર થી જોવાનું પસંદ આવે છે? ‘પાસ વિદ્ ઑનર’ બનશું. આ પણ હિંમત રાખવાની છે ને. આ હિંમત ને અવિનાશી બનાવવા માટે એક વાત સદૈવ ધ્યાન માં રાખવાની છે.
કોઈ પણ સંગદોષ માં પોતાને લાવવાનાં બદલે, બચાવતાં રહેજો. ઘણાં પ્રકારનાં આકર્ષણ પેપર નાં રુપમાં આવશે, પરંતુ આકર્ષિત નહીં થતાં. હર્ષિતમુખ થઈ પેપર સમજી પાસ થવાનું છે. સંગદોષ ઘણાં પ્રકારનાં હોય છે. માયા સંકલ્પો નાં રુપમાં પણ પોતાનાં સંગનો રંગ લગાવવાની કોશિશ કરે છે. તો આ વ્યર્થ સંકલ્પોનાં કે માયાની આકર્ષણનાં સંકલ્પોમાં ક્યારેય ફેલ (નપાસ) નહીં થતાં. અને પછી સ્થૂળ સંબંધી નો સંગ, તેમાં ન ફક્ત પરિવાર નો સંબંધ હોય છે પરંતુ પરિવારની સાથે-સાથે બીજા પણ કોઈ સંબંધ નો સંગ. સખી નો સંગ પણ સંબંધ નો સંગ છે. તો કોઇ પણ સંબંધીનાં સંગમાં નહીં આવતાં. કોઈનાં વાણીનાં સંગદોષ માં પણ નહીં આવતાં. વાણી દ્વારા પણ ઉલ્ટા સંગ નો રંગ લાગી જાય છે. તેનાથી પણ પોતાને બચાવજો. અને પછી અન્ન નો સંગદોષ પણ છે. જો ક્યારેય પણ કોઈની પણ સમસ્યા અનુસાર કે કોઇ સંબંધીનાં સ્નેહ ને વશ પણ અન્નદોષ માં આવી ગયાં તો આ અન્ન પણ પોતાનાં મન ને સંગનાં રંગમાં લગાવી દે છે. એટલે તેનાથી પણ પોતાને બચાવતાં રહેજો. કર્મનો સંગ પણ હોય છે. એટલે તેનાથી પણ પોતાને બચાવતાં રહેજો. ત્યારે ‘પાસ વિદ્ ઑનર’ બનશો. સંગદોષ નાં પેપરમાં પાસ થઈ ગયાં તો સમજો સમીપ આવી શકો છો. જો સંગદોષમાં આવી ગયાં તો દૂર થઈ જશો. પછી ન નિરાકારી વતન માં, ન હમણાં સંગમયુગ માં, ન ભવિષ્ય માં પાસે રહી શકશો.
એક સંગદોષ ત્રણે લોક માં દૂર હટાવી દે છે. એક સંગદોષ થી બચવાથી ત્રણે લોકમાં, ત્રણે કાળમાં બાપનાં સમીપ રહેવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકો છો. આ ગ્રુપ ને બાપદાદા હંસોનું સંગઠન કહે છે. હંસોનું કર્તવ્ય કે સ્વરુપ શું હોય છે? હંસોનું સ્વરુપ છે પ્યોરિટી (પવિત્રતા) અને કર્તવ્ય છે સદૈવ ગુણો રુપી મોતી જ ધારણ કરશે. અવગુણ રુપી કાંકરા ક્યારેય પણ બુદ્ધિમાં સ્વીકાર નહીં કરશે. આ છે હંસોનું કર્તવ્ય. પરંતુ આ કર્તવ્ય નું પાલન કરવા માટે બાપદાદા થી સદૈવ આજ્ઞા મળતી રહે છે. તે કઈ આજ્ઞા? જે આજ્ઞાનું તમારું ચિત્ર પણ બનેલું છે. બુરા ન દેખના, બુરા ન સુનના, ન બોલના, ન સોચના (ખરાબ ન જોવું, ખરાબ ન સાંભળવું, ન બોલવું, ન વિચારવું). જો આ આજ્ઞાને સદૈવ સ્મૃતિમાં રાખશો તો પછી સાચ્ચા હંસ બનીને, બાપ જે સર્વ ગુણોનાં સાગર છે, સાગરનાં કિનારા પર સદૈવ બેઠાં રહેશો. તો પોતાની બુદ્ધિને સિવાય જ્ઞાન-સાગર બાપનાં બીજે ક્યાંય પણ ઠેકાણું નહીં આપતાં. કારણ કે હંસોનું ઠેકાણું છે જ સાગર. તો પોતાને હંસ સમજીને પોતાની પ્રતિજ્ઞાઓનું પાલન કરતાં રહેજો. સમજ્યાં? મોતી અને કાંકરા - બંનેને અલગ કરવાનું શીખ્યા છો? કાંકરા શું હોય છે, રત્ન શું હોય છે? નોલેજફુલ તો બની છો ને! હવે જોશે આ હંસ શું કમાલ કરીને દેખાડે છે. હંસોનું સંગઠન ન ઈચ્છવાં છતાં પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. તો સંગદોષ થી બચવાનું છે અને ઈશ્વરીય સંગમાં રહેવાનું છે. અનેક સંગ છોડવાનાં, એક સંગ જોડવાનો છે. ઈશ્વરીય સંગ ફક્ત શરીર થી નથી થતો પરંતુ બુદ્ધિ દ્વારા પણ ઈશ્વરીય સંગમાં રહેવાનું છે. બુદ્ધિ સદૈવ ઈશ્વરીય સંગમાં રહે અને સ્થૂળ સંબંધમાં પણ ઈશ્વરીય સંગ રહે. આ સંગનાં આધાર પર અનેક સંગદોષ થી બચી જશો. ફક્ત ટ્રાન્સફર કરવાનું છે. કોમળતા ને કમાલ માં પરિવર્તન કરજો. કોમળતા દેખાડતાં નહીં. ફક્ત સંસ્કારો ને પરિવર્તન કરવામાં કોમળ બનવાનું છે. કર્મમાં કોમળ નહીં બનતાં. તેમાં તો શક્તિરુપ બનવાનું છે. જો શક્તિ-સ્વરુપનું કવચ સદૈવ ધારણ નહીં કરશો તો કોમળ ને તીર ખુબ જલ્દી લાગી જશે. તીર પણ કોમળ સ્થાન પર જ લગાવે છે. એટલે જો શક્તિ-સ્વરુપનું કવચ ધારણ કરશો તો શક્તિ રુપ બની જશો. પછી માયાનું કોઈ તીર લાગી નહીં શકે. કર્મ માં કોમળ નહીં બનતાં. ફક્ત મોલ્ડ થવા માટે રીયલ ગોલ્ડ બનવાનું છે. ચહેરા થી, નયન-ચેન થી કોમળતા નહીં લાવતાં. આ બધી વાતો સ્મૃતિમાં રાખી ‘પાસ વિદ્ ઑનર’ બનવાનું છે. આ ગ્રુપ માં પ્રેક્ટિકલ સબૂત આપી સબૂત બનવા વાળા ઉમ્મેદવાર રત્ન દેખાય છે. દરેકે એકબીજા થી આગળ જવાનું છે. બીજા ને આગળ જતાં જોઈ હર્ષિત નથી થવાનું, ફક્ત બીજાને જોતાં રહેશો તો ભક્ત થઈ જશો. ભક્ત લોકો ફક્ત જોઈ-જોઈ તેમનાં ગુણ ગાતાં ખુશ થાય છે. તમારે ભક્ત નથી બનવાનું. જ્ઞાન-સ્વરુપ અને યોગયુક્ત, ‘જ્ઞાની તૂ આત્મા’ અને ‘યોગી તૂ આત્મા’ બનવાનું છે. હવે પેપરનું રીઝલ્ટ જોશે. જે પ્રેક્ટિકલ સબૂત દેશે તે ફર્સ્ટ નંબર આવશે. જે વિચારતાં રહેશે તો બાપ પણ રાજ્ય-ભાગ્ય આપવા માટે વિચારશે. જે સ્વયં ને સ્વયં જ ઓફર કરે છે તેમને બાપદાદા પણ વિશ્વની રાજધાનીનું રાજ્ય-ભાગ્ય પહેલાં ઓફર કરે છે. જો પોતાને ઓફર નહીં કરશો તો બાપદાદા પણ વિશ્વનું તખ્ત કેમ ઓફર કરશે. પોતાને પોતે જ ઓફર કરો તો આફરીન કહેવાશે. ગેસનાં ફૂગ્ગા નથી બનવાનું. તે બહુ તેજ (ઝડપી) ઉડે છે પરંતુ અલ્પકાળ માટે. અહીંયા પોતાનામાં અવિનાશી એનર્જી (શક્તિ) ભરજો. ટેમ્પરરી (અલ્પકાલીન) ઓક્સિજન નો આધાર નહીં લેતાં. અચ્છા.