Search for a command to run...
22 Jun 1971
તીવ્ર પુરુષાર્થી ની નિશાનીઓ
22 June 1971 · ગુજરાતી
શુદ્ધ સંકલ્પ સ્વરુપ સ્થિતિનો અનુભવ કરો છો? જ્યારે કે અનેક સંકલ્પોની સમાપ્તિ થઈને એક શુદ્ધ સંકલ્પ રહી જાય છે, આ સ્થિતિનો અનુભવ કરી રહી છો? આ સ્થિતિ ને જ શક્તિશાળી, સર્વ કર્મ-બંધનો થી ન્યારી અને પ્યારી સ્થિતિ કહેવાય છે. આવી ન્યારી અને પ્યારી સ્થિતિ માં સ્થિત થઈને પછી કર્મ કરવા માટે નીચે આવો છો. જેમકે કોઈનું નિવાસ-સ્થાન ઊંચું હોય છે, પરંતુ કોઈ કાર્ય માટે નીચે ઉતરે છે તો નીચે ઉતરતાં પણ પોતાનું નીજી સ્થાન નથી ભૂલતાં. એમ જ પોતાની ઊંચી સ્થિતિ અર્થાત્ અસલી સ્થાન ને કેમ ભૂલી જાઓ છો? એવું જ સમજીને ચાલો કે હમણાં-હમણાં અલ્પકાળનાં માટે નીચે ઉતર્યા છીએ, કાર્ય કરવાં અર્થ, પરંતુ સદાકાળની ઓરીજીનલ (અસલી) સ્થિતિ તે જ છે. પછી કેટલું પણ કાર્ય કરશો પરંતુ કર્મયોગીનાં સમાન કર્મ કરતાં રહીને પણ પોતાની નીજી સ્થિતિ અને સ્થાન ને ભૂલશો નહીં. આ સ્મૃતિ જ સમર્થી અપાવે છે. સ્મૃતિ ઓછી છે તો સમર્થી પણ ઓછી છે. સમર્થી અર્થાત્ શક્તિઓ. માસ્ટર સર્વશક્તિમાન નો જન્મસિદ્ધ અધિકાર કયો છે? સર્વ શક્તિઓ જ માસ્ટર સર્વશક્તિમાન નો જન્મસિદ્ધ અધિકાર છે. તો આ સ્મૃતિની સ્ટેજ જન્મસિદ્ધ અધિકારનાં રુપમાં સદૈવ રહેવી જોઈએ. એવો અનુભવ કરો છો કે સદૈવ પોતાનો જન્મસિદ્ધ અધિકાર સાથે જ છે? પોતાને સપૂત સમજો છો? જે પણ બેઠાં છે બધાં પોતાને સપૂત સમજો છો? (કોઈએ કહ્યું સપૂત છીએ, કોઈએ કહ્યું બની રહ્યાં છીએ) સપૂત બની રહ્યાં છો કે સબૂત બની રહ્યાં છો? (બન્ને) જો સપૂત નથી તો યાદની યાત્રા પણ નહીં રહી સકતી હોય. અંત સુધી જો સપૂત બનવાનો જ પુરુષાર્થ કરશો તો સબૂત ક્યારે દેખાડશો? બે-ચાર વર્ષમાં સપૂત બનશો, તેનાં પછી બે-ચાર વર્ષમાં સબૂત આપશો? સપૂત છો જ. જો સપૂત ન હોત તો પોતાને સરેન્ડર (સમર્પિત) સમજત? સરેન્ડર થયાં છો કે સરેન્ડર પણ હજું થવાનું છે? તો સરેન્ડર થવું સપૂતપણું નથી? સમજ્યાં?
જે શ્રીમતનાં આધારે ડાયરેક્શન પ્રમાણે ચાલી રહ્યાં છે, પોતાને ટ્રસ્ટી સમજીને ચાલી રહ્યાં છે, તેમને તો સપૂત કહેશું ને. ક્યાંક-ક્યાંક બહુ વિચાર પણ રિઝલ્ટ બદલી દે છે. જેમ પેપરનાં સમયે પેપર કરવાનાં બદલે ક્વેશ્ચન નાં વિચારમાં ચાલ્યાં જાય છે તો પેપર રહી જાય છે. તો વધારે વિચારવામાં નથી જવાનું. બાપ સમજે છે - સપૂત બાળકો છે ત્યારે તો શ્રીમત પર ચાલી રહ્યાં છે. બાકી રહી સબૂત દેખાડવાની વાત, તે પણ દરેક યથાશક્તિ દેખાડી રહ્યાં છે અને દેખાડતાં રહેશે. બાપ જેટલાં બાળકોમાં નિશ્ચયબુદ્ધિ છે, બાળકો પોતાનામાં નિશ્ચયબુદ્ધિ ઓછાં છે. એટલે દરેક કાર્ય માં વિજય થાય, આ રિઝલ્ટ ક્યારેક-ક્યારેક દેખાય છે. જેમ બાપમાં નિશ્ચય, ભણતરમાં નિશ્ચય છે તેમ જ પોતાનામાં પણ દરેક સમયે અને દરેક સંકલ્પ નિશ્ચયબુદ્ધિ બનીને કરવો, તેની કમી છે. આ કમીને પણ ક્યાં સુધી ભરશો? બે-ત્રણ વર્ષ સુધી? બે-ત્રણ વર્ષ તો સ્વપ્નમાં પણ ક્યારેય વિચારવામાં નહીં લાવતાં. શું કહેવું જોઈએ? હમણાં. જે તીવ્ર પુરુષાર્થી છે તેમનાં મુખ થી ‘ક્યારે’ શબ્દ નહીં નીકળશે. તે સદૈવ ‘હમણાં’, ફક્ત કહેશે પણ નહીં, પરંતુ હમણાં-હમણાં કરીને દેખાડશે. આ છે તીવ્ર પુરુષાર્થ. ઉપર જઈ રહ્યાં છો તો નજીક હોવું જોઈએ ને. જો બે-ત્રણ વર્ષની માર્જિન રાખી છે તો તીવ્ર પુરુષાર્થી ની લાઈનમાં ગણતરી થશે? તીવ્ર પુરુષાર્થી નો અર્થ જ છે કે જે પણ વાત કમજોરીની કે કમીની દેખાય, તેને હમણાં-હમણાં ખતમ કરી દે. જ્યારે સ્મૃતિ રહે છે તો સ્મૃતિ ની સાથે સમર્થી રહેવાનાં કારણે કોઈ પણ કમીને પૂર્ણ કરવી એવું લાગે છે જાણે કોઇ સાધારણ કાર્ય, વગર વિચારે ઓટોમેટિકલી (આપોઆપ) થઈ જાય છે. આ નેચરલ થઈ જાય છે. એવો પુરુષાર્થ કરવા માટે દિન-પ્રતિદિન જે શિક્ષા મળે છે તેને સ્વરુપ બનાવતાં જાઓ. શિક્ષાઓને શિક્ષાની રીતે બુદ્ધિમાં નહીં રાખો પરંતુ દરેક શિક્ષાને સ્વરુપ બનાવો. તો શું બની જશો? જે અસલી સ્ટેજ નું ગાયન છે - જ્ઞાન-સ્વરુપ, પ્રેમ-સ્વરુપ, આનંદ-સ્વરુપ સ્થિતિ બની જશે. પોઇન્ટની રીતે બુદ્ધિમાં નહીં રાખો પરંતુ પોઇન્ટ ને પ્રેક્ટિકલ સ્વરુપ બનાવો. પછી સદૈવ પોઇન્ટ સ્વરુપ માં સ્થિત થઈ શકશો. હમણાં મેજોરીટી પોઇન્ટ ને પોઇન્ટ રીતે ધારણ કરે છે, વર્ણન કરે છે. પરંતુ જે પોઇન્ટ ને સ્વરુપમાં લાવશે તો વર્ણન કરવાને બદલે સાક્ષાત્કારમૂર્ત બની જશે. તો આ જ પુરુષાર્થ કરતાં જાઓ. વર્ણન કરવું તો બહુ સહજ છે. મનન કરવું પણ સહજ છે. જે મનન કરો છો, જે વર્ણન કરો છો તે સ્વરુપ બની અન્ય આત્માઓને પણ સ્વરુપોનો અનુભવ કરાવો. એવાં ને કહે છે સપૂત અને સબૂત દેખાડવા વાળા. સપૂત બાળકોને વફાદાર અને ફરમાન બરદાર કહેવાય છે. બધાં પોતાને ફરમાનબરદાર સમજો છો? જ્યારે વિજયનું વરદાન છે, તો વિજય કોનાથી થાય છે? જ્યારે ફરમાન પર ચાલો છો. તો ફરમાનબરદાર નથી? સ્થૂળમાં ફરમાન પાલન કરવાની શક્તિ પણ સૂક્ષ્મ નાં આધાર પર હોય છે. નિરંતર ફરમાન પાલન થાય છે? તો મુખ્ય ફરમાન કયું છે? નિરંતર યાદમાં રહો અને મન, વાણી, કર્મ માં પ્યોરીટી (પવિત્રતા) હોય. બીજાઓને પણ સંભળાવો છો કે પવિત્ર બનો, યોગી બનો. તો જે બીજાઓને સંભળાવો છો તે જ મુખ્ય ફરમાન થયું ને. સંકલ્પમાં પણ અપવિત્રતા કે અશુદ્ધતા ન હોય - આને કહેવાય છે સંપૂર્ણ પવિત્ર. એવાં ફરમાનબરદાર બન્યાં છો ને. આખી શક્તિ-સેના પવિત્ર અને યોગી છે કે હજું બનવાનું છે? નિરંતર યોગી પણ છે. નિરંતર અર્થાત્ સંકલ્પમાં પણ અશુદ્ધતા નથી. સંકલ્પમાં પણ જો જૂનાં અશુદ્ધ સંસ્કારો ટચ (સ્પર્શ) થાય છે તો પણ સંપૂર્ણ પ્યોરિટી (પવિત્રતા) તો નહીં કહીએ ને. જેમ સ્થૂળ ભોજન ભલે કોઈ સ્વીકાર નથી કરતાં, પરંતુ હાથ પણ લગાવે છે તો પણ પોતાને સાચ્ચા વૈષ્ણવ નથી સમજતાં. જો બુદ્ધિ દ્વારા પણ અશુદ્ધ સંકલ્પ કે જૂનાં સંસ્કાર સંકલ્પ રુપમાં ટચ થાય છે તો પણ સંપૂર્ણ વૈષ્ણવ કહીશું? કહેવાય છે - જો કોઈ જુવે પણ છે અકર્તવ્ય કાર્ય, તો જોવાની અસર થઇ જાય છે, તેનો પણ હિસાબ બની જાય છે. આ હિસાબથી વિચારો તો જૂનાં સંસ્કારો કે અશુદ્ધ સંકલ્પ બુદ્ધિમાં પણ ટચ થાય છે, તો પણ સંપૂર્ણ વૈષ્ણવ કે સંપૂર્ણ પ્યોરિટી નહીં કહીએ. પુરુષાર્થનું લક્ષ્ય ક્યાં સુધી રાખ્યું છે? હવે વિચારો - જ્યારે કે આટલી સ્ટેજ સુધી જવાનું છે તો આ નાની-નાની વાતો હવે આ સમય સુધી શોભે છે? હજું સુધી બાળપણ ની રમત રમતાં રહો છો કે ક્યારેક દિલ થાય છે બાળપણ ની રમત રમવાનું? ત્યાં જ રચના કરી, ત્યાં જ પાલના કરી અને ત્યાં જ વિનાશ કર્યો - આ કઈ રમત કહેવાય છે? તે તો ભક્તિમાર્ગની અંધશ્રદ્ધાની રમત થઇ. માયા આવશે જરુર પરંતુ હવેની સ્ટેજ અનુસાર, સમય અનુસાર વિદાય લેવાનાં અર્થે આવવી જોઈએ, ન કે એવાં રુપમાં આવે. નમસ્કાર કરવાં આવે. હવે ચાલવાની તૈયારી નથી કરવાની? થોડો સમય નમસ્કાર જોશો કે ચાલી પડશો?
શક્તિઓએ બધો અનુભવ કરવાનો છે. બાપદાદા તેનો પણ ત્યાગ કરી આ ભાગ્ય પાંડવો અને શક્તિ ઓને વરદાનમાં આપે છે. એટલે શક્તિઓની પૂજા બહુ થાય છે. હમણાંથી જ શક્તિઓને ભક્તોએ પોકરવાનું શરું કરી દીધું છે. અવાજ સાંભળતાં આવડે છે? જેટલાં આગળ ચાલતાં જશો એટલો એવો અનુભવ કરશો જેમ કોઇ મૂર્તિની આગળ ભક્ત લોકો ધૂપ પ્રગટાવે છે કે ગુણગાન કરે છે, તે પ્રેક્ટિકલ સુગંધ અનુભવ કરશો અને તેમની પોકાર એવી અનુભવ કરશો જાણે કે સમ્મુખ પોકાર. જેમ દૂરબીન દ્વારા દૂરનું દૃશ્ય કેટલું સમીપ આવી જાય છે. તેવી રીતે જ દિવ્ય સ્થિતિ દૂરબીનનું કાર્ય કરશે. આ જ શક્તિઓની સ્મૃતિની સિદ્ધિ હશે અને આ અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થવાનાં કારણે શક્તિઓનાં ભક્ત શક્તિઓ દ્વારા રિદ્ધિ-સિદ્ધિ ની ઈચ્છા રાખે છે. જ્યારે સિદ્ધિ જોશે ત્યારે તો સંસ્કાર ભરશે ને. તો એવું પોતાની સ્મૃતિ ની સિદ્ધિનું સ્વરુપ સામે આવે છે? જેમ સન શોઝ ફાધર છે, તેમ જ રિટર્ન માં ફાધર નો શો કરો છો? બાપદાદા પ્રત્યક્ષ રુપમાં આ પાર્ટ નથી જોતાં, પરંતુ શક્તિઓ અને પાંડવોનો આ પાર્ટ છે. તો એટલાં વફાદાર અને ફરમાનબરદાર બનવાનું છે જો એક સેકન્ડ પણ, એક સંકલ્પ પણ ફરમાન નાં સિવાય ન ચાલે. આને કહેવાય છે ફરમાનબરદાર. અને વફાદાર કોને કહે છે? સંપૂર્ણ વફાદાર તે કહેવાશે જેમને સંકલ્પ માં પણ કે સ્વપ્ન માં પણ સિવાય બાપનાં અને બાપનાં કર્તવ્ય કે બાપની મહિમા, બાપનાં જ્ઞાનનાં બીજું કંઈ પણ ન દેખાય. એવાં ને સંપૂર્ણ વફાદાર કહે છે. એક બાપ બીજું ન કોઈ - બીજી કોઈ વાત સ્વપ્નમાં, સ્મૃતિમાં ન દેખાય. તેને કહે છે સંપૂર્ણ વફાદાર. એવાં ફરમાનબરદાર ની પ્રેક્ટિકલ ચલન માં પરખ શું હશે? સચ્ચાઈ અને સફાઈ. સંકલ્પ સુધી સચ્ચાઈ અને સફાઈ જોઈએ, ન ફક્ત વાણી સુધી. પોતે પોતાને જોવાનું છે કે ક્યાં સુધી વફાદાર અને ફરમાનબરદાર બન્યાં છીએ? જો એક સંગ સદા બુદ્ધિની લગન છે તો અનેક સંગ નો રંગ લાગી નથી શકતો. બુદ્ધિની લગન ઓછી હોવાનાં કારણે અનેક પ્રકારનાં સંગનાં આકર્ષણ પોતાની તરફ ખેંચી લે છે. તો બીજા સંગ તોડી, એક સંગ જોડો - આ પહેલો-પહેલો વાયદો છે. તે વાયદાને નિભાવવો, આને જ સંપૂર્ણ વફાદાર કહેવાય છે. સમજ્યાં? અચ્છા.