Search for a command to run...
19 Apr 1971
ત્યાગ, તપસ્યા અને સેવા ની પરિભાષા
19 April 1971 · ગુજરાતી
આજે ભઠ્ઠીનો આરંભ કરવાં માટે બોલાવ્યાં છે. આ ભઠ્ઠીમાં સર્વ ગુણોનાં ધારણામૂર્ત બનવા માટે અથવા સંપૂર્ણ જ્ઞાનમૂર્ત બનવા માટે આવ્યાં છો. આનાં માટે મુખ્ય ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની છે. તે કઈ? જે ત્રણ વાતો થી સંપૂર્ણ જ્ઞાનમૂર્ત અને સર્વ ગુણમૂર્ત બનીને જ જાઓ. આખાં નૉલેજ (જ્ઞાન) નો સાર એ ત્રણ શબ્દોમાં સમાયેલો છે. તે કયા શબ્દ છે? એક ત્યાગ, બીજું તપસ્યા અને ત્રીજું છે સેવા. આ ત્રણેય શબ્દો નાં ધારણામૂર્ત બનવું અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનમૂર્ત અને સર્વ ગુણોની મૂર્ત બનવું. ત્યાગ કોને કહેવાય છે? નિરંતર ત્યાગ વૃત્તિ અને તપસ્યામૂર્ત બનીને દરેક સેકન્ડ, દરેક સંકલ્પ દ્વારા દરેક આત્માની સેવા કરવાની છે. આ શીખવા માટે ભઠ્ઠીમાં આવ્યાં છો. આમ તો ત્યાગ અને તપસ્યા બંનેને જાણો છો, પછી હવે શું કરવા આવ્યાં છો? (કર્મો માં લાવવા માટે) ભલે જાણો છો પરંતુ હવે જે જાણવાનું છે એ પ્રમાણે ચાલવું, બંનેને સમાન બનાવવા માટે આવ્યાં છો. હમણાં જાણવા અને ચાલવામા અંતર છે. એ અંતર ને સમાપ્ત કરવા માટે ભઠ્ઠીમાં આવ્યાં છો. એવાં તપસ્વીમૂર્ત અથવા ત્યાગમૂર્ત બનવાનું છે જે તમારાં ત્યાગ અને તપસ્યા ની શક્તિનું આકર્ષણ દૂર થી પ્રત્યક્ષ દેખાઈ આવે. જેમ સ્થૂળ અગ્નિ અથવા પ્રકાશ અથવા ગર્મી દૂર થી જ દેખાઈ આવે છે અથવા અનુભવ થાય છે. તેમ તમારી તપસ્યા અને ત્યાગની ઝલક દૂર થી જ આકર્ષણ કરે. દરેક કર્મમાં ત્યાગ અને તપસ્યા પ્રત્યક્ષ દેખાઈ આવે. ત્યારે જ સેવામાં સફળતા પામી શકશો. ફક્ત સેવાધારી બનીને સેવા કરવાથી જે સફળતા ઇચ્છો છો, તે નથી થઈ શકતી. પરંતુ સેવાધારી બનવાની સાથે-સાથે ત્યાગ અને તપસ્યામૂર્ત પણ થશો ત્યારે સેવાનું પ્રત્યક્ષ ફળ દેખાશે. તો સેવાધારી તો બહુ સારાં છો પરંતુ સેવા કરતી વખતે ત્યાગ અને તપસ્યા ને ભૂલી નથી જવાનું. ત્રણેય સાથે હોવાથી મહેનત ઓછી અને પ્રાપ્તિ વધારે થાય છે. સમય ઓછો સફળતા વધારે. તો આ ત્રણેયને સાથે જોડવાનાં છે. આનો સારી રીતે અભ્યાસ કરીને જવાનું છે. જેટલાં નૉલેજફુલ એટલાં જ પાવરફુલ અને સક્સેસફુલ હોવાં જોઈએ. નૉલેજફુલની નિશાની એ દેખાશે કે તેમનો એક-એક શબ્દ પાવરફુલ હશે અને દરેક કર્મ સક્સેસફુલ હશે. જો આ બંને રિઝલ્ટ ઓછી દેખાય છે તો સમજવું જોઈએ કે નૉલેજફુલ બનવાનું છે. જ્યારે કે આજકાલ આત્માઓ દ્વારા જે અધૂરી નૉલેજ પ્રાપ્ત કરે છે તેમને પણ અલ્પકાળ માટે સફળતાની પ્રાપ્તિનો અનુભવ થાય છે. તો સંપૂર્ણ શ્રેષ્ઠ નૉલેજની પ્રાપ્તિ પ્રત્યક્ષ પ્રાપ્ત થવાનો અનુભવ પણ હમણાં કરવાનો છે. એવું નહીં સમજતાં કે આ નૉલેજની પ્રાપ્તિ ભવિષ્ય માં થવાની છે. ના. વર્તમાન સમયમાં નૉલેજની પ્રાપ્તિ - પોતાનાં પુરુષાર્થની સફળતા અને સેવામાં સફળતાનો અનુભવ થાય છે. સફળતાનાં આધાર પર પોતાની નૉલેજને જાણી શકો છો. તો ભઠ્ઠીમાં આવ્યાં છો ચેક કરવાં અને કરાવવા માટે કે ક્યાં સુધી નૉલેજફુલ બન્યાં છો? કોઈપણ જૂનાં સંકલ્પ અથવા સંસ્કાર દેખાય નહીં. એટલો ત્યાગ શીખવાનો છે. મસ્તક અર્થાત્ બુદ્ધિની સ્મૃતિ અથવા દૃષ્ટિ થી સિવાય આત્મિક સ્વરુપ નાં બીજું કાંઈ પણ દેખાય નહીં અથવા સ્મૃતિમાં ન આવે. એવાં નિરંતર તપસ્વી બનવાનું છે, જેવાં પણ સંસ્કાર અથવા સ્વભાવ વાળા ભલે રજો ગુણી, ભલે તમોગુણી આત્મા હોય. સંસ્કાર અથવા સ્વભાવનાં વશ હોય, તમારાં પુરુષાર્થ માં પરીક્ષાનાં નિમિત્ત બનેલી હોય પરંતુ દરેક આત્માનાં પ્રતિ સેવા અર્થાત્ કલ્યાણનો સંકલ્પ અથવા ભાવના ઉત્પન્ન થાય. એવાં સર્વ આત્માઓનાં સેવાધારી અર્થાત્ કલ્યાણકારી બનવાનું છે. તો હવે સમજ્યાં, ત્યાગ શું શીખવાનો છે, તપસ્યા શું શીખવાની છે અને સેવા પણ ક્યાં સુધી કરવાની છે? તેની મહીનતાનો અનુભવ કરવાનો છે. દરેક પુરુષાર્થ માં ફળીભૂત તે થઈ શકે છે જેમાં જ્ઞાન અને ધારણાનાં ફળ લાગેલાં હોય. જેમ હમણાં બધાંની સામે બ્રહ્માકુમાર પ્રસિદ્ધ દેખાય છે. દૂર થી જ જાણી જાય છે કે આ બ્રહ્માકુમાર છે. હવે બ્રહ્માકુમારની સાથે-સાથે તપસ્વી કુમાર દૂર થી જ દેખાઈ જાય, એવાં બનીને જવાનું છે. એવું ત્યારે થશે જ્યારે મનન અને મગન - બંન્નેનો અનુભવ કરશો.
જેમ સ્થૂળ નશામાં રહેવા વાળાનાં નયન-ચેન, ચલન દેખાઈ આવે છે કે તે નશામાં છે. એમ જ તમારી ચલન અને ચહેરા થી ઈશ્વરીય નશો અને નારાયણી નશો દેખાઈ આવે. ચહેરો જ તમારો પરિચય આપે. જેમ કોઈની પાસે મળવા જાઓ છો તો પરિચય નાં માટે પોતાનું કાર્ડ આપો છો ને. એવી રીતે તમારો ચહેરો પરિચય કાર્ડનું કર્તવ્ય કરે. સમજ્યાં?
હવે ગુપ્ત ધારણા નું રુપ નથી રાખવાનું. કેટલાંક એમ સમજે છે કે જ્ઞાન ગુપ્ત છે, બાપ ગુપ્ત છે તો ધારણા પણ ગુપ્ત જ છે. જ્ઞાન ગુપ્ત છે, બાપ ગુપ્ત છે પરંતુ એમનાં દ્વારા જે ધારણાઓની પ્રાપ્તિ થાય છે તે ગુપ્ત નથી હોઈ શકતી. તો ધારણાઓને અથવા પ્રાપ્તિને પ્રત્યક્ષ રુપમાં દેખાડો, ત્યારે પ્રત્યક્ષતા થશે. વિશેષ કરીને કુમારોમાં એક સંસ્કાર હોય છે જે પુરુષાર્થ માં વિઘ્ન રુપ હોય છે. તે કયો? કુમારોમાં એ સંસ્કાર હોય છે કે કામનાઓને પૂર્ણ કરવા માટે સંસ્કારો ને રાખી દે છે. જેમ ખીસ્સા-ખર્ચ રાખવામાં આવે છે ને. જેમ રાજાઓની રાજાઈ તો છૂટી ગઈ પરંતુ પિરવી પર્શ ને નથી છોડતાં. તેવી રીતે સંસ્કારોને કેટલાં પણ ખતમ કરે છે પરંતુ ખીસ્સા-ખર્ચની માફક કાંઈ-ને-કાંઈ ખૂણામાં (કિનારે) જરુર રાખે છે. આ છે મુખ્ય સંસ્કાર. અહીંયા ભઠ્ઠીમાં જાણે પણ છે અને ચાલવાની હિંમત પણ ધારણ કરે છે પરંતુ તો પણ માયા પિરવી પર્શ ની રીતે ક્યાંય-ને-ક્યાંય ખૂણામાં રહી જાય છે. સમજ્યાં? તો આ ભઠ્ઠીમાં બધાં ત્યાગ કરીને જજો. એમ નહીં વિચારતાં કે સંપૂર્ણ તો હજું અંતમાં બનવાનું છે, તો થોડું ઘણું તો રહેશે જ. પરંતુ નહીં. ત્યાગ અર્થાત્ ત્યાગ. ખીસ્સા-ખર્ચની માફક પોતાની અંદર થોડાં-ઘણાં પણ સંસ્કાર રહેવાં નથી દેવાનાં. સમજ્યાં? જરા પણ સંસ્કાર જો રહ્યાં હશે તો તે થોડાં સંસ્કાર પણ છેતરી દે છે. એટલે બિલકુલ જે જૂની જાયદાદ છે, તે ભસ્મ કરીને જજો. છુપાડીને નહીં રાખતાં. સમજ્યાં? અચ્છા.
આ કુમાર ગ્રુપ છે. હવે બનવાનું છે તપસ્વી કુમાર ગ્રુપ. આ ગ્રુપની આ વિશેષતા બધાંને દેખાય કે આ તપસ્વી કુમાર તપસ્વી-ભૂમિથી આવ્યાં છે. સમજ્યાં? દરેક લાઈટનાં તાજધારી દેખાઈ આવે. તાજધારી તો ભવિષ્યમાં બનશો પરંતુ આ ભઠ્ઠી થી લાઈટનાં તાજધારી બનીને જવાનું છે. સર્વિસની જવાબદારીનો તાજ એ આ તાજની સાથે સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે મુખ્ય ધ્યાન આ લાઈટનાં તાજ ને ધારણ કરવામાં રાખવાનું છે. સમજ્યાં? જેમ તપસ્વી સદૈવ આસન પર બેસે છે, તેમ પોતાની એકરસ આત્માની સ્થિતિનાં આસન પર વિરાજમાન રહો. આ આસન ને નહીં છોડો, ત્યારે સિંહાસન મળશે. એવો પ્રયત્ન કરો જે જોતાં જ બધાનાં મુખથી એક જ અવાજ નીકળે કે આ કુમાર તો તપસ્વી કુમાર બનીને આવ્યાં છે. દરેક કર્મેન્દ્રિય થી દેહ-અભિમાન નો ત્યાગ અને આત્માભિમાની ની તપસ્યા પ્રત્યક્ષ રુપમાં દેખાઈ આવે. કારણ કે બ્રહ્માની સ્થાપનાનું કાર્ય તો ચાલી જ રહ્યું છે. ઈશ્વરીય પાલનાનું કર્તવ્ય પણ ચાલી જ રહ્યું છે. હવે લાઇટમાં તપસ્યા દ્વારા પોતાનાં વિકર્મો અને દરેક આત્માનાં તમોગુણ અને પ્રકૃતિનાં તમોગુણી સંસ્કારો ને ભસ્મ કરવાનું કર્તવ્ય ચાલવાનું છે. હવે સમજ્યાં કે કયા કર્તવ્યનો હવે સમય છે? તપસ્યા દ્વારા તમોગુણ ને ભસ્મ કરવાનો. જેમ આપણાં ચિત્રોમાં શંકરનું રુપ વિનાશકારી અર્થાત્ તપસ્વી રુપ દેખાડો છો, તેમ એકરસ સ્થિતિ નાં આસન પર સ્થિત થઈ તપસ્વી રુપ પોતાનું પ્રત્યક્ષ દેખાડો. સમજ્યાં શું શીખવાનું અને શું અને કેવી રીતે બનવાનું છે? તેનાં માટે આ કુમાર ગ્રુપ મુખ્ય સ્લોગન (સુવિચાર) શું સામે રાખશે જેનાથી સફળતા થઈ જાય? સચ્ચાઈ અને સફાઇ થી સૃષ્ટિ થી વિકારો ની સફાઈ કરીશું. જ્યારે સૃષ્ટિ થી કરશો તો સ્વયં થી તો પહેલેથી જ થઈ જશે, ત્યારે તો સૃષ્ટિ થી કરશો ને. તો આ સ્લોગન યાદ રાખવાથી તપસ્વીમૂર્ત બનવાથી સફળતામૂર્ત બનશો. સમજ્યાં? અચ્છા.
\\
ત્યાગ, તપસ્યા અને સેવા. આ ત્રણે શબ્દોનાં ધારણામૂર્ત બનવું અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનમૂર્ત અને સર્વગુણોની મૂર્ત બનવું.