Search for a command to run...
18 Apr 1971
મનનાં ભાવો ને જાણવાની વિધિ તથા ફાયદા
18 April 1971 · ગુજરાતી
બધાં જે પણ અહીંયા બેઠાં છે, બધાં મનમનાભવની સ્થિતિમાં સ્થિત છો? જે સ્વયં મનમનાભવની સ્થિતિમાં સ્થિત છે તે બીજાનાં મનનાં ભાવને જાણી શકે છે. કોઈપણ વ્યક્તિ તમારી સામે આવે તો મનમનાભવની સ્થિતિમાં સ્થિત થઈને તેનાં મનનાં ભાવને સ્પષ્ટ સમજી શકો છો. કારણ કે જ્યારે મનમનાભવની સ્થિતિ સૂક્ષ્મ સ્થિતિ બની જાય છે તો સૂક્ષ્મ સ્થિતિ અને સૂક્ષ્મ ભાવ ને સમજી શકાય છે. તો આ પ્રેક્ટિસ અનુભવમાં આવતી જાય છે? બોલ ભલે કાંઈ પણ હોય પરંતુ ભાવ કોનો શું છે - તેને જાણવાનો અભ્યાસ કરતાં જાઓ. જ્યારે કોઈનાં મનનાં ભાવને સમજતાં જશો તો તેનું રિઝલ્ટ (પરિણામ) શું હશે? દરેકનાં મનનાં ભાવ ને સમજવાથી તેમની જે ઈચ્છા છે, અથવા પ્રાપ્તિની ઈચ્છા છે તેને તે જ મળવાથી શું થશે? તમે જે તેમને બનાવવાં ઇચ્છો છો તે બની જશે અર્થાત્ સર્વિસ (સેવા) ની સફળતા બહુ જલ્દી નીકળશે. કારણ કે તેમની ઈચ્છા પ્રમાણે તેમને પ્રાપ્તિ થશે. જો કોઈ શાંતિનાં તરસ્યા છે, તેમને શાંતિ મળી જાય તો શું થશે? પ્રાપ્તિ થી અવિનાશી પુરુષાર્થી બની જશે. તો મનનાં ભાવને પારખવાથી, સમજવાથી પરિણામ શું નીકળશે? સર્વિસની સફળતા થોડાં સમયમાં બહુ દેખાશે કારણ કે સફળતા સ્વરુપ બની જશો. હમણાં પુરુષાર્થ સ્વરુપ છો. આ લક્ષણનાં આવવાથી સફળતા સ્વરુપ થઈ જશો. સમજ્યાં?
હમણાં સફળતાને લાવવા માટે આપ સૌએ સમય અને સંકલ્પ, સંપત્તિ, શક્તિ બહુ લગાવવી પડે છે. પછી શું થશે? સફળતા સ્વયં તમારી સામે આવશે. સંપત્તિ લગાવવી નહીં પડે, સંપત્તિ તમારી સામે સ્વયં સ્વાહા થવા આવશે. સમજ્યાં? આટલું અંતર છે ફક્ત એક વાતની ધારણા થી. તે કઈ વાત? મનમનાભવ થઈને દરેક નાં મનનાં ભાવને જાણવો.
જે ગાયન છે પ્રકૃતિ દાસી બને છે, તે શું સતયુગ માં થવાની છે? સતયુગ માં તો એ ખબર જ નહીં પડે કે પ્રકૃતિની ઉપર વિજય પ્રાપ્ત કરવાથી પ્રાપ્તિ થઈ છે. પરંતુ હમણાં જે આટલો પુરુષાર્થ કરો છો પ્રકૃતિ ની ઉપર વિજયી થવાનો, તેનાં પર વિજયનું ફળ અથવા પ્રાપ્તિ આ શ્રેષ્ઠ જન્મમાં જ જોશો. પ્રકૃતિ તમારી સામે તમને અધીન નહીં બનાવે, પરંતુ અધિકારી બનીને પ્રકૃતિનાં કર્તવ્યને જોશો. સમજ્યાં? એવી સંપૂર્ણ સ્ટેજ જેમાં કોઈ પણ પ્રકારની અધીનતા નહીં રહે, સર્વ પર અધિકાર અનુભવ કરશો. એવાં બનવાં માટે શું કરવું પડે? એક તો રુહાનિયત, બીજું ચહેરા થી સદૈવ ઈશ્વરીય રુહાબ (નશો) દેખાઈ આવે અને ત્રીજું સર્વિસ માં સદૈવ રહેમદિલ નાં સંસ્કાર અથવા ગુણ પ્રત્યક્ષ દરેક આત્માને અનુભવ થાય. ત્રણેય વાતો રુહાનિયત, રુહાબ, અને રહેમદિલ નો ગુણ પણ હોય. આ ત્રણેય વાતો પ્રત્યક્ષ રુપ માં, સ્થિતિ માં, ચહેરા માં અને સર્વિસ અર્થાત્ કર્મ માં દેખાઈ આવે, ત્યારે સમજો કે હવે સફળતા અમારી સમીપ આવી રહી છે. ત્રણેય સાથે જોઈએ. હમણાં શું થાય છે? જો રહેમદિલ બનો છો તો જે રહેમદિલની સાથે રુહાબ પણ દેખાય, આ બંને સાથે નથી દેખાતાં. કાં તો રહેમદિલ કાં તો રુહાબ નો ગુણ દેખાય છે. રુહાબની સાથે રુહાનિયત પણ દેખાઈ આવે. ત્રણેયનો સાથ પ્રત્યક્ષ રુપમાં હોય. તે હમણાં હજું ઓછું છે. અભ્યાસી છો. હમણાં ફક્ત પોતાને સર્વ આત્માઓથી મહાન આત્મા સમજો છો. મહાન આત્મા બનીને દરેક સંકલ્પ અને દરેક કર્મ કરો છો? સમજવાનું છે લક્ષ્ય અને કરવાનું છે તે પ્રેક્ટિકલ. સર્વ આત્માઓથી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મહાન આત્મા છું - આ સ્મૃતિ થી કોઈની પણ સામે જાઓ તો શું અનુભવ કરશે? તમારી મહાનતાની આગળ બધાનાં મસ્તક ઝૂકી જશે. જેમ તમારાં જડ ચિત્રોની સામે કેટલાં પણ કોઈ આજ નાં કળીયુગનાં મહાન પદવાળા જાય તો શું થશે? મસ્તક ઝૂકાવશે. જ્યારે ચિત્રોની આગળ મસ્તક ઝૂકી જાય છે તો શું ચૈતન્ય ચરિત્રવાન, સર્વ ગુણો માં બાપ સમાન ચૈતન્ય મૂર્ત ની સામે મસ્તક નહીં ઝૂકાવશે? કે સમજો છો કે આ રિઝલ્ટ ભવિષ્યનું છે. હમણાં થવાનું છે? ક્યારે? અંતમાં પણ કેટલો સમય બાકી છે?
જો ઝૂકીને ઝૂકાવ્યાં તો શું મોટી વાત છે. આ જે લક્ષ્ય રાખો છો કે ક્યાંક સર્વિસ નાં કારણે નમવું પડશે - આ લક્ષ્ય ખોટું છે. આ લક્ષ્ય માં જ કમજોરી ભરેલી છે. જ્યારે બીજ જ કમજોર છે તો ફળ શું નીકળશે? કોઈ પણ નવી સ્થાપના કરવા વાળા એ નથી વિચારતાં કે કાંઈક ઝૂકીને કરવાનું છે. જ્યારે આત્માઓ પણ ઝૂકાવાનું લક્ષ્ય રાખીને કેટલાંય ને પોતાની આગળ ઝૂકાવીને દેખાડે છે, તેની તુલનામાં જુઓ - આ સ્થાપનાનું કાર્ય કેટલું ઉચું છે અને કોની મત પર છે! તેની આગળ સર્વ આત્માઓએ ઝૂકવાનું છે - એ લક્ષ્ય રાખીને, આ ઈશ્વરીય રુહાબ ધારણ કરી કોઈની પણ સામે જાઓ તો જુઓ રિઝલ્ટ શું નીકળે (આવે) છે!
મહાનતા લાવવાં માટે જ્ઞાનની મહીનતા માં જવું પડે. જેટલાં-જેટલાં જ્ઞાનની મહીનતા માં જશો એટલાં પોતાને મહાન બનાવી શકશો. મહાનતા ઓછી અર્થાત્ જ્ઞાનની મહીનતા નાં અનુભવી ઓછાં. તો પોતાને ચેક કરો. મહાન આત્માનું કર્તવ્ય શું હોય છે - તે સ્મૃતિમાં રાખો. આમ પણ મહાન આત્મા એને કહવાય છે જે મહાન કર્તવ્ય કરીને દેખાડે. જો કોઈ સાધારણ કર્તવ્ય કરે તેને મહાન આત્મા નહીં કેહવાશે. તો મહાન આત્માઓનું કર્તવ્ય પણ મહાન હોવું જોઈએ. આખાં દિવસની દિનચર્યા માં આ ચેક કરો કે મહાન આત્મા હોવાનાં નાતે (કારણે) આખાં દિવસમાં આજે કયું મહાન કર્તવ્ય કર્યું? મહાદાની બન્યાં? આમ પણ મહાન આત્માઓનું કર્તવ્ય દાન-પુણ્ય હોય છે. તો આ બધાંથી મહાન આત્માઓ કહેવડાવવા વાળા છો. તો આજે આખાં દિવસમાં કેટલાં ને દાન આપ્યું અને કયું દાન આપ્યું? જેમ મહાન આત્માઓનું ભોજન, ખાન-પાન વગેરે મહાન હોય છે, તેમ જોવાનું છે કે આજે મારી બુદ્ધિનું ભોજન મહાન રહ્યું? શુદ્ધ ભોજન સ્વીકાર કર્યું? જેમ જુઓ, મહાન આત્મા કહેવડાવવા વાળા જો અશુદ્ધ ભોજન સ્વીકાર કરે તો તેને જોઈને બધાં શું કહે છે? કહેશે આ મહાન આત્મા છે? તો પોતે પોતાને જ ચેક કરો કે આજે મેં બુદ્ધિ દ્વારા કોઈ પણ અશુદ્ધ સંકલ્પ નું ભોજન તો નથી ગ્રહણ કર્યું? મહાન આત્માઓનો આહાર-વિહાર આ જ તો જોવાય છે. તો આજે આખાં દિવસમાં બુદ્ધિનો આહાર કયો રહ્યો? જો કોઈ અશુદ્ધ સંકલ્પ કે વિકલ્પ કે વ્યર્થ સંકલ્પ પણ બુદ્ધિએ ગ્રહણ કર્યો તો સમજવું જોઈએ કે આજે મારા આહાર માં અશુદ્ધિ રહી. જે મહાન આત્મા હોય છે તેમનાં દરેક વ્યવહાર અર્થાત્ ચલન થી સર્વ આત્માઓને સુખનું દાન આપવાનું લક્ષ્ય હોય છે. તે સુખ આપે અને સુખ લે છે. તો એમ પોતે પોતાને ચેક કરો કે મહાન આત્માનાં હિસાબ થી આજનાં દિવસે કોઈ ને પણ દુઃખ આપ્યું કે લીધું તો નથી? પુણ્ય નું કાર્ય શું હોય છે? પુણ્ય અર્થાત્ કોઈને એવી ચીજ આપવી જેનાથી તે આત્મા થી આશીર્વાદ નીકળે. આને કહેવાય છે પુણ્યનું કર્તવ્ય. જેમને સુખ આપશો તેની અંદરથી તમારાં પ્રત્યે આશીર્વાદ નીકળશે. તો આ છે પુણ્યનું કામ. અને મુખ્ય લક્ષણ છે અહિંસા. તમે આખાં દિવસમાં આ પણ ચેક કરજો કે કોઈ હિંસા તો નથી કરી? કઈ હિંસા થાય છે, જેને ચેક કરવાની છે? તમે પોતાને ડબલ અહિંસક કહેવડાવો છો ને. મન્સામાં પોતાનાં સંસ્કારો સાથે યુદ્ધ પણ બહુ ચાલે છે. તો માયા ને મારવાની હિંસા કરો છો ને. યુદ્ધ હોવાં છતાં પણ આને અહિંસા કેમ કહે છે? કારણ કે આ યુદ્ધનું પરિણામ સુખ અને શાંતિ નું નીકળે છે. હિંસા અર્થાત્ જેનાથી દુઃખ-અશાંતિ ની પ્રાપ્તિ થાય. પરંતુ આનાથી શાંતિ અને સુખની અથવા કલ્યાણની પ્રાપ્તિ થાય છે, એટલે તેને હિંસા નથી કહેતાં. તો ડબલ અહિંસક થયાં. તો મહાન આત્માઓનું આ જે લક્ષણ ગવાયેલું છે તે પણ જોવાનું છે. આજનાં આખાં દિવસમાં કોઈ પણ પ્રકારની હિંસા તો નથી કરી ? જો કોઈ શબ્દ દ્વારા કોઇની સ્થિતિને ડગમગ કરી દો છો તો આ પણ હિંસા થઈ. જેમ તીર દ્વારા કોઈ ને ઘાયલ કરવું હિંસા થઇ ને. તે પ્રકારે જો કોઈ શબ્દ દ્વારા કોઈની ઈશ્વરીય સ્થિતિ ને ડગમગ અર્થાત્ ઘાયલ કરી દીધી તો આ હિંસા થઇ ને. અસલી સતોપ્રધાન સંસ્કાર અથવા જે પોતાનાં ઓરીજનલ (મૂળ) ઈશ્વરીય સંસ્કાર આત્માનાં છે તેને દબાવીને બીજાં સંસ્કારો ને પ્રેક્ટિકલમાં લાવો છો તો માનો જાણે કે કોઈનું ગળુ દબાવીએ તો તે હિંસા માનવામાં છે. તો પોતાનાં ઓરીજનલ અથવા સતોપ્રધાન સ્થિતિનાં સંસ્કારોને દબાવવાં - એ પણ હિંસા છે. સમજ્યાં?
તો આ બધાં લક્ષણ ક્યાં સુધી પ્રેક્ટિકલ માં છે તે ચેક કરવાનું છે. હવે સમજ્યાં, મહાન આત્માનાં લક્ષણ શું છે? આખો દિવસ દાન પણ કરતાં રહો, પુણ્ય કર્મ પણ કરો અને અહિંસક પણ બનો. તો બોલો, સ્થિતિ શું બની જશે? પછી એવી મહીનતામાં જવાવાળા, સંપૂર્ણ સ્થિતિમાં સ્થિત રહેવાવાળા મહાન આત્માઓની આગળ બધાં જરુર મસ્તક ઝૂકાવશે. સ્થૂળ મસ્તક ઝૂકાવશે શું? મસ્તક હોય છે સૌથી ઊંચું. તો મસ્તક ઝૂકાવ્યું અર્થાત્ બધું ઝૂકાવ્યું. તો આજકાલ જે પોતાને ઊંચ મહાન સમજે છે અથવા પોતાનાં કર્તવ્યને ઊંચ મહાન સમજે છે તે મસ્તક ઝૂકાવશે અર્થાત્ મહેસૂસ કરશે કે આ શ્રેષ્ઠ કર્તવ્યની આગળ અમારા બધાનાં કર્તવ્ય તો કાંઈ પણ નથી. પોતાની શ્રેષ્ઠતા ને શ્રેષ્ઠ ન સમજી સાધારણ સમજશે, તો આને કહેવાય કે સર્વ આત્માઓ તમારી આગળ મસ્તક ઝૂકાવશે. હવે સમજ્યાં, શું ચેક કરવાનું છે? આખાં દિવસમાં મહાન આત્માનાં જે મહાન કર્તવ્ય અથવા લક્ષણ છે તે ક્યાં સુધી પ્રેક્ટિકલ માં લાવ્યાં છો? પછી આનું રિઝલ્ટ પૂછશે.
પહેલાં કહ્યું હતું ને કે તમે ત્રિમૂર્તિ બાપનાં બાળકો છો, તો તમારાં થી ત્રિમૂર્તિ લાઈટ દેખાઈ આવે અર્થાત્ તમારાં એક-એક દ્વારા ત્રણ લાઈટનાં સાક્ષાત્કાર થાય. કોઈ પણ તમારી સામે આવે તો એક તો મસ્તક થી મણિ દેખાય, બીજું બંને નયનો થી એવો અનુભવ થાય જેમ કે બે લાઈટનાં બલ્બ ઝળહળી રહ્યાં હોય અને ત્રીજું મસ્તકની ઉપર લાઈટનું ક્રાઉન (તાજ) દેખાઈ આવે. આ ત્રણેય લાઈટ્સ નાં સાક્ષાત્કાર થાય. કેટલાંક ને થાય પણ છે. જ્યારે યાદની યાત્રામાં બેસાડો છો તો આ બંને નયન પ્રકાશ નાં ગોળા દેખાય છે અને કેટલાંક નાં મસ્તક થી લાઈટનાં ક્રાઉનનો સાક્ષાત્કાર પણ થાય છે. તો તમારાં દ્વારા આ ત્રણેય લાઈટનાં સાક્ષાત્કાર થાય તો શું થશે? પોતે પણ લાઈટ થઇ જશો. અનુભવી તો છો ને. સાકાર રુપમાં જોયું - મસ્તક થી અને નયનો થી પ્યોરિટીનાં ક્રાઉન (પવિત્રતાનાં તાજ) નો સાક્ષાત્કાર અનેકોને થયો. તો ફૉલો ફાધર કરવાનું છે. જો આવાં જ સ્વરુપનાં સાક્ષાત્કાર આત્માઓ ને કરાવો તો સર્વિસમાં સફળતા તમારાં ચરણો માં ઝૂકશે. એવી મહાન આત્મા બનો જે કોઈની પણ સામે જાઓ તો તેને સાક્ષાત્કાર થાય. પછી કહો કે તે પોતાનું મસ્તક તમારાં સાક્ષાત્કારમૂર્તની આગળ દેખાડી શકશે? ઝૂકી જશે. જ્યારે હમણાં તેઓ મસ્તક ઝૂકાવશે ત્યારે તમારાં જડ ચિત્રોની આગળ સ્થૂળ મસ્તક ઝૂકાવશે. જે જેટલાઓનાં હમણાં મસ્તક ઝૂકાવશે એટલાં એમનાં જડ ચિત્રોની આગળ મસ્તક ઝૂકાવશે. પ્રજા ની સાથે ભક્ત પણ બનાવવાનાં છે. આખાં કલ્પની પ્રાલબ્ધ ની નોંધ હમણાં જ થવાની છે. વારિસ પણ બનાવવાનાં છે અને પ્રજા પણ હમણાં બનાવવાની છે. દ્વાપર યુગનાં ભક્ત પણ હમણાં બનશે. સમજ્યાં? તમારાં ભક્તોમાં પણ તમારાં લોકો દ્વારા ભક્તિનાં અર્થાત્ ભાવનાનાં સંસ્કાર હમણાં ભરવાનાં છે. આ બહુ જ ઉંચા છે - ફક્ત આ ભાવનાનાં સંસ્કાર ભરવાથી ભક્ત બની જશે. તો ભક્ત પણ હમણાં બનાવવાનાં છે. હમણાં સુધી તો પ્રજા બનાવવામાં જ મહેનત કરી રહ્યાં છો. જેમ-જેમ તમારાં લોકોની સ્થિતિ પ્રત્યક્ષ થતી જશે, તેમ-તેમ તમારાં વારિસ અર્થાત્ રૉયલ ફેમિલી, પ્રજા અને ભક્ત ત્રણેય પ્રત્યક્ષ થતાં જશે. હમણાં તો મિક્સ છે. કારણ કે હમણાં તમારી સ્થિતિ જ ફિક્સ (નિશ્ચિત) નથી થઈ. એટલે તેઓ પણ મિક્સ થઈ જાય છે. પછી પ્રત્યક્ષ દેખાશે. તમે મહેસૂસ કરશો કે ભક્ત છે. આ પણ મહેસૂસ કરશો કારણ કે ત્રિકાળદર્શીનો ગુણ પ્રત્યક્ષ થઇ જશે. તો પોતાની ત્રણેય કાળની પ્રાલબ્ધ સ્પષ્ટ જોઈ શકશો. દિવ્ય-દૃષ્ટિ થી નહીં, પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરશો. અચ્છા.
\\
મહાનતા લાવવાં માટે જ્ઞાનની મહીનતામાં જવાનું છે. જેટલાં-જેટલાં જ્ઞાનની મહીનતા માં જશો એટલાં પોતાને મહાન બનાવી શકશો. મહાનતા ઓછી અર્થાત્ જ્ઞાનની મહીનતા નાં અનુભવી ઓછાં.