Search for a command to run...
29 Apr 1971
બેહદનાં પેપરમાં પાસ થવાનું સાધન
29 April 1971 · ગુજરાતી
આજે ભઠ્ઠીની સમાપ્તિ છે કે ભઠ્ઠીનાં પ્રેક્ટિકલ પેપર નો આરંભ છે? હવે તમે ક્યાં જઇ રહ્યાં છો? પેપર હૉલમાં જઈ રહ્યાં છો કે પોત-પોતાનાં સ્થાનો પર? જ્યારે પેપર હૉલ સમજશો તો પ્રેક્ટિકલમાં પાસ થઈ ને દેખાડશો. એવું નહીં સમજતાં કે પોતાનાં ઘરે જઈ રહ્યાં છીએ. ના. મોટામાં મોટો કોર્સ પાસ કરીને ઊંચે થી ઊંચી પરીક્ષા આપવા માટે પેપર હૉલમાં જઈ રહ્યાં છીએ. સેવાકેન્દ્રો પર જ્યાં સુધી અભ્યાસ કરો છો તો તે થઈ ગયો સ્કૂલ નો અભ્યાસ. પરંતુ જ્યારે મધુબન વરદાન ભૂમિમાં ડાયરેક્ટ બાપદાદા અથવા નિમિત્ત બનેલાં બધાં મોટા મહારથીઓ દ્વારા ટ્રેનિંગ (તાલિમ) લો છો અથવા અભ્યાસ કરો છો તો માનો કોલેજ અથવા યુનિવર્સિટી નો વિદ્યાર્થી છું. સ્કૂલનાં પેપર અને યુનિવર્સિટી નાં પેપર માં ફરક હોય છે. અભ્યાસ માં પણ ફરક હોય છે, તો આ ભઠ્ઠીમાં ટ્રેનિંગ લેવી અર્થાત્ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી બનવું છે. તો હવે યુનિવર્સિટી નાં અભ્યાસનું પેપર આપવા માટે જઈ રહ્યાં છો. યુનિવર્સિટીનાં પેપર પછી જ સ્ટેટ્સ (પદ) ની પ્રાપ્તિ થાય છે. એમ જ ભઠ્ઠીમાં આવ્યાં પછી જે પ્રેક્ટિકલ પેપર માં પાસ થઈ નીકળે છે તેમને વર્તમાન અને ભવિષ્ય સ્ટેટ્સ (પદ) અને સ્ટેજ (પ્રાપ્તિ) પ્રાપ્ત થાય છે. તો આ કૉમન (સામાન્ય) વાત નહીં સમજતાં. ભલે પહેલાં સેવાકેન્દ્ર પર અભ્યાસ કરતાં રહ્યાં હોવ અને પેપર પણ આપતાં રહ્યાં હોવ પરંતુ આ યુનિવર્સિટી નું પેપર છે. બાપદાદા દ્વારા તિલક કે છાપ લગાવ્યાં પછી જો કોઈ પ્રેક્ટિકલ પેપર માં ફેલ (નપાસ) થઈ જાય તો શું થશે? જન્મ-જન્માન્તર નાં માટે ફેલ નો ડાઘ રહી જશે. એટલે જો કોઈ પણ ફેલ થવાનો સંસ્કાર અથવા પોતાની ચલન મહેસૂસ થતી હોય તો આજનાં દિવસમાં તે રહેલો ડાઘ અથવા કમજોરીની ચલન અથવા સંસ્કાર મટાવીને જજો. જેનાથી પેપર હૉલમાં જઈને પેપરમાં ફેલ ન થઈ શકો. સમજ્યાં? એ પેપર તો આપી દીધું. તે તો સહજ છે પરંતુ ફાઇનલ નંબર અથવા માર્ક્સ પ્રેક્ટિકલ પેપર નાં પછી જ મળે છે. તો આ સ્મૃતિ અને દૃષ્ટિ - બંને ને પરિવર્તન માં લાવીને જવાનું છે. સ્મૃતિમાં શું રહે કે દરેક સેકન્ડે મારું પેપર ચાલી રહ્યું છે. દૃષ્ટિ માં શું રહે કે ભણાવવા વાળા બાપ અને ભણવા વાળો હું વિદ્યાર્થી આત્મા છું. આ સ્મૃતિ, વૃત્તિ અને દૃષ્ટિ બદલીને જવાથી ફેલ નહીં થાઓ પરંતુ ફુલ પાસ થશો. તો ભઠ્ઠી કોઈ સાધારણ વાત નહીં સમજતાં. આ ભઠ્ઠીની છાપ અને તિલક સદા કાયમ રાખવાનાં છે. જેમ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) સર્વિસ (નોકરી) અપાવે છે, પદની પ્રાપ્તિ કરાવે છે. એમ જ આ ભઠ્ઠીનું તિલક અથવા છાપ સદા પોતાની પાસે પ્રેક્ટિકલ માં કાયમ રાખજો - આ મોટામાં મોટું સર્ટિફિકેટ છે. જેને સર્ટિફિકેટ નથી હોતું તે ક્યારેય પણ કોઈ સ્ટેટસ નથી પામી શકતાં. એવી જ રીતે આ પણ એક સર્ટિફિકેટ છે. ભવિષ્ય અથવા વર્તમાન પદની પ્રાપ્તિ અથવા સફળતાનું સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ ને સદૈવ સંભાળીને રખાય છે. અલબેલાપણા થી ખોવાઈ જાય છે. ક્યારેય પણ માયાને અધીન એટલે કે વશ થઈને પુરુષાર્થ માં અલબેલાપણું નહી લાવતાં. નહીં તો તમે સમજશો કે અમારી પાસે સર્ટિફિકેટ છે પરંતુ માયા અથવા રાવણ સર્ટિફિકેટ ચોરી લે છે. જેમ આજકાલનાં ડાકું અથવા પૉકેટ (ખિસ્સા કાતરુ) કાપવા વાળા એવી યુક્તિ થી કામ કરે છે જે બહાર થી કાંઈ પણ ખબર નથી પડતી, અંદર ખાલી થઈ જાય છે. એ જ પ્રકારે જો પુરુષાર્થમાં અલબેલાપણું લાવ્યાં તો રાવણ અંદર ને અંદર સર્ટિફિકેટ ચોરી લેશે અને તમે સ્ટેટસ પામી નહીં શકો. એટલે સાવધાન. સમજ્યાં?
આ ગ્રુપ સર્વિસએબલ (સેવાધારી) તો છે, હવે શું બનવાનું છે? જેમ સર્વિસએબલ છો તેમ જ હવે સર્વિસમાં એક તો ત્રિકાળદર્શી પણાંની સેન્સ (સમજ) ભરવાની છે અને બીજું રુહાનિયતની ઈસેન્સ (સુગંધ) ભરવાની છે. ત્યારે ત્રણેય વાતો મળી જશે - સર્વિસ, સેન્સ અને ઈસેન્સ. ઈસેન્સ સૂક્ષ્મ હોય છે ને. તો આ રુહાનિયતની ઈસેન્સ અને ત્રિકાળદર્શી પણાંની સેન્સ ભરવાથી સર્વિસએબલની સાથે સક્સેસફુલ થઇ જશો. તો સેન્સ અને ઈસેન્સ ક્યાં સુધી દરેકે પોતાની અંદર ભર્યા છે - તે ચેક કરવાનું છે. હમણાં સમય છે. જેમ પેપર હૉલમાં જવાં પહેલાં બે કલાક આગળ પણ તૈયારી કરીને જાય છે. તમને પણ પેપર હૉલમાં જવાનાં પહેલાં પોતાને તૈયાર કરવા માટે હજું સમય છે. જેમ કહ્યું હતું કે બ્રહ્માકુમારની સાથે તપસ્વીકુમાર પણ દેખાઈ આવે. તો તે પોતાનાં નયનો માં, ચહેરા માં રુહાનિયત ધારણ કરી છે, જે જતાં જ અલૌકિક ન્યારા અને બધાનાં પ્યારા નજર આવો? ન ફક્ત ભઠ્ઠી વાળાએ પરંતુ જે પણ મધુબનમાં આવે છે, તે બધાંએ આ ધારણાઓ વિશેષ રુપથી કરવાની છે. ભઠ્ઠી સક્સેસ (સફળ) રહી? આમની ભણતરની રફતાર (ગતિ) થી તમે સંતુષ્ટ છો? તમે ભઠ્ઠીનાં અભ્યાસ થી પોતાનાં પુરુષાર્થમાં સંતુષ્ટ થયાં? કંઈ રહ્યું તો નથી ને? (હમણાં નથી રહ્યું) પછી ક્યારેય રહેશે શું?
આ પોતાની સેફ્ટી (સુરક્ષા) નું સાધન શોધે છે. સમજે છે કે કંઈ પણ થઈ જશે તો આ કહી શકશું ને. પરંતુ એનાથી પણ પછી કમજોરી આવી જાય છે. એટલે ફરી આ પણ ક્યારેય નહીં વિચારતાં. ક્યારેય પણ ફેલ નહીં થઈએ - એવું વિચારો. હમણાં પણ છીએ અને જન્મ-જન્માંતરની ગેરેન્ટી - ક્યારેય પણ ફેલ નહીં થઈએ. આને કહેવાય છે ફુલ પાસ. કુમારોની વિશેષતા છે કે જે ઈચ્છે તે કરી શકે છે. આ વિલ-પાવર જરુર છે. પરંતુ દરેક સંકલ્પ અને દરેક સેકન્ડ વિલ કરવાની વિલ-પાવર જોઈએ. બાળકો ને બધું વિલ કરવામાં આવે છે ને. જે-કંઈ હોય છે તે વિલ કરે છે. તો તમે લોકો પણ વારિસ બનાવો છો અને બનો પણ છો. તો જેમ બીજા વિલ-પાવર છે તેમ બધું જ વિલ કરવાની વિલ પાવર જોઈએ. આ અહીંયાથી ભરીને જજો. જ્યારે બધું જ વિલ કરી દીધું તો શું બની જશો? નષ્ટોમોહા. જ્યારે મોહ નષ્ટ થઈ જાય છે તો બંધનમુક્ત બની જાય છે અને બંધનમુક્ત જ યોગયુક્ત અને જીવનમુક્ત બની શકે છે. સમજ્યા? સંગમયુગ નો તમારી પાસે હમણાં ખજાનો કયો છે? જ્ઞાન ખજાનો તો બાપે આપ્યો પરંતુ પોત-પોતાનો ખજાનો કયો છે? આ સમય અને સંકલ્પ. જેમ બાપે પૂરા જ પોતાને વિલ કર્યા, તેમ તમારાં લોકોની જે સ્મૃતિ છે તેને પણ પૂરી વિલ કરવાની છે. જેમ સ્થૂળ ખજાનાથી જે જોઈએ તે પ્રાપ્ત કરી શકો છો. તેવી જ રીતે આ સમયનો, આ ખજાનો ‘સમય અને સંકલ્પ’ - આનાથી પણ તમે જે પ્રાપ્ત કરવા ઇચ્છો તે આનાં દ્વારા પ્રાપ્ત કરી શકો છો. બધી પ્રાપ્તિનો આધાર સંગમયુગનો સમય અને શ્રેષ્ઠ સ્મૃતિ અર્થાત્ યાદ છે. આ જ ખજાનો છે. આને જ વિલ કરવાનું છે. પૂરું વિલ કરીને જઇ રહ્યાં છો કે કંઈ ખિસ્સા-ખર્ચી રાખી છે. આઈવેલ (કટોકટી નાં સમય) નાં માટે થોડું ખૂણામાં છૂપાવીને તો નથી રાખ્યું, ખિસ્સુ બિલકુલ ખાલી છે?
(કુમારોએ એક ગીત બાબાને સંભળાવ્યું) આજકાલ તો મધુબનનો કોઈ પણ ખૂણો ખાલી નથી પરંતુ દરેક સ્થાન પર તારાઓની રીમઝીમ નજરે આવે છે. તો ખાલી કેમ કહો છો? જ્યારે સૂર્ય વ્યક્ત થી અવ્યક્ત થાય છે ત્યારે તારાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો બાપ વ્યક્ત થી અવ્યક્ત થયાં છે વિશ્વને તારાઓની રીમઝીમ દેખાડવાં માટે. તો ખાલી કેમ કહીશું? સ્થૂળ સૂર્ય ને કહે છે અસ્ત થઈ ગયો પરંતુ આ જ્ઞાન-સૂર્ય વ્યક્ત થી અવ્યક્ત રુપ છે પરંતુ તારાઓની સાથે છે. સાકાર રુપ થી સદા સાથી નથી બની શકતાં. સાકાર માં હોવાં છતાં પણ સદા સાથે રહેવાં માટે અવ્યક્ત સ્થિતિ અને અવ્યક્ત સાથી સમજતાં હતાં. તો હમણાં પણ સદા સાથ અવ્યક્ત રુપમાં જ થઈ શકે છે. કારણ કે અવ્યક્ત રુપ વ્યક્ત શરીર નાં બંધન થી મુક્ત છે. તો તમને બધાંને પણ સદા સાથ આપવા માટે આ શરીરની સ્મૃતિ થી દૂર કરવા માટે, આ અવ્યક્ત પાર્ટ ચાલી રહ્યો છે. બાપદાદા તો દરેક સમયે સર્વ બાળકોની સાથે છે જ. પહેલાં-પહેલાં એક ગીત બનાવ્યું હતું કે “કેમ અધીર છો માતા….” (આ ગીત બહેનોએ સંભળાવ્યું) હમણાં પણ દરેક નો સદા સાથી છું. પરંતુ જે ઈચ્છે તે અનુભવ કરે. હમણાં અનુભવ કરવાં માટે જેમ બાપ અવ્યક્ત છે તેમ અવ્યક્ત બનીને જ અનુભવ કરી શકો છો. આ અલૌકિક અનુભવ કરવા માટે સદા વ્યક્ત ભાવ થી પરે, વ્યક્ત દેશની સ્મૃતિ થી ઉપરામ અર્થાત્ સાક્ષી બનવાથી જ દરેક સમયે સાથનો અનુભવ કરી શકશો. સમજ્યાં? અચ્છા.
\\
જયારે મોહ નષ્ટ થઈ જાય છે તો બંધનમુક્ત બની જાઓ છો અને બંધનમુક્ત જ યોગયુક્ત અને જીવનમુક્ત બની શકે છે.