અંતર્મુખી બનવાથી ફાયદા
કોઈપણ નવી ઇન્વેન્શન (શોધ) જ્યારે નીકાળે છે, તો જેટલી પાવરફુલ ઇન્વેન્શન હોય છે એટલી જ અંડરગ્રાઉન્ડ (ગુપ્ત) ઇન્વેન્શન કરે છે. તમારાં લોકોની પણ દિન-પ્રતિદિન આ ઇન્વેન્શન પાવરફુલ થશે. જેમ તે અંડરગ્રાઉન્ડ ઇન્વેન્શન કરે છે તે જ રીતે તમે પણ જેટલા અંડરગ્રાઉન્ડ અર્થાત્ અંતર્મુખી રહેશો એટલી જ નવી-નવી ઇન્વેન્શન કે યોજનાઓ નીકાળી શકશો. અંડરગ્રાઉન્ડ રહેવાથી એક તો વાયુમંડળ થી બચાવ થઈ જશે; બીજું - એકાંત પ્રાપ્ત થવાનાં કારણે મનન શક્તિ પણ વધે છે; ત્રીજું - કોઈ પણ માયાનાં વિઘ્નો થી સેફ્ટી નું સાધન બની જાય છે. પોતાને સદૈવ અંડરગ્રાઉન્ડ અર્થાત્ અંતર્મુખી બનાવવાની કોશિશ કરવી જોઈએ. અંડરગ્રાઉન્ડ બધો કારોબાર ચાલે છે. તેમ અંતર્મુખી થઈને પણ કાર્ય કરી શકો છો. એવું નહીં કે કોઈ કાર્ય નથી કરી શકતાં. કાર્ય પણ બધાં ચાલી શકે છે. પરંતુ અંતર્મુખી થઈને કાર્ય કરવાથી એક તો વિઘ્નો થી બચાવ; બીજો સમય નો બચાવ; ત્રીજો - સંકલ્પો નો બચાવ કે બચત થઇ જશે. પ્રેક્ટિસ તો છે ને. ક્યારેક-ક્યારેક અનુભવ પણ કરો છો. અંતર્મુખી થઈ બોલો પણ છો. પરંતુ બહારમુખતા માં આવતાં પણ અંતર્મુખ, હર્ષિત મુખ, આકર્ષણમૂર્ત પણ રહેશો - કર્મ કરતાં રહીને આ પ્રેક્ટિસ કરવાની છે. જેમ સ્થૂળ કારોબાર નો પ્રોગ્રામ બનાવો છો, તેમ પોતાની બુદ્ધિ નો શું-શું કારોબાર કે કયું કાર્ય બુદ્ધિ દ્વારા કરવાનું છે. જે પ્રોગ્રામ બનાવવાનાં અભ્યાસી હોય છે તેમનું દરેક કાર્ય સમય પર સફળ થાય છે. એવી રીતે પોતાનો પણ સૂક્ષ્મ કારોબાર છે. બુદ્ધિ એક સેકન્ડ માં ક્યાંથી ક્યાં જઈને આવી પણ શકે છે. કાર્ય પણ બહુજ વિસ્તાર નાં છે. તો જ્યારે પ્રોગ્રામ સેટ કરશો ત્યારે જ સમયની બચત અને સફળતા અધિક થઈ શકશે. આ પ્રોગ્રામ વચમાં-વચમાં બનાવતાં રહો પરંતુ સદાકાળ નાં માટે. જેમ સ્થૂળ કારોબાર સેટ કરતાં-કરતાં અભ્યાસી થઈ ગયાં છો, તેમ જ આ પણ અભ્યાસ કરતાં-કરતાં અભ્યાસી થઇ જશો. તેનાં માટે ખાસ સમય નીકાળવાની પણ આવશ્યકતા નથી. કોઈ પણ સ્થૂળ કાર્ય જે ભલે અધિક બુદ્ધિ વાળું હોય, તેને કરતાં પણ આ પોતાનો પ્રોગ્રામ સેટ કરી શકો છો. પ્રોગ્રામ સેટ કરવામાં કેટલો સમય લાગે છે? એક-બે મિનિટ પણ વધારે છે. આ પણ અભ્યાસ નાખવાનો છે. અમૃતવેલાએ પોતાની બુદ્ધિનાં કારોબાર નો પ્રોગ્રામ પણ પહેલાથી જ સેટ કરી દેવાનો છે. જેમ પ્રોગ્રામ બનાવવામાં આવે છે, પછી તેને ચેક કરવામાં આવે છે કે આ આ કાર્ય કર્યું અને ક્યાં સુધી થયું અને ક્યાં સુધી નથી થયું. એવી રીતે આ પણ પ્રોગ્રામ બનાવીને પછી વચમાં-વચમાં ચેક કરો. જેટલાં મોટાં વ્યક્તિ હોય છે તે વગર પ્રોગ્રામે નથી જતાં. જેમ આવ્યું તેમ કરી લીધું, એવી રીતે નથી ચાલતાં. તેમની એક-એક સેકન્ડ પ્રોગ્રામ થી બુક હોય છે. તમે પણ શ્રેષ્ઠ આત્માઓ છો, તો પ્રોગ્રામ સેટ હોવો જોઈએ. કોઈ-કોઈ ને પ્રોગ્રામ બનાવવાનો ઢંગ આવડે છે, કોઈને નથી આવડતો. સ્થૂળ કારોબાર માં પણ એવું હોય છે. જેટલું-જેમને પોતાનો પ્રોગ્રામ સેટ કરતાં આવડે છે એટલું જ સમજો પોતાની સ્થિતિ પર પણ સેટ થતાં આવડે છે. નહીં તો વગર પ્રોગ્રામ બનાવ્યે જેમ વાતો નીચે ઉપર થાય છે તે જ રીતે સ્થિતિ પણ નીચે ઉપર થાય છે. સેટ નથી થતી. અચ્છા.
\\
જેટલું-જેમને પોતાનો પ્રોગ્રામ સેટ કરતાં આવડે છે એટલું જ સમજો પોતાની સ્થિતિ પર પણ સેટ થતાં આવડે છે
