Search for a command to run...
25 Jun 1971
સેવા અને તપસ્યાની સમાનતા
25 June 1971 · ગુજરાતી
પોતાને વૃક્ષપતિની સંતાન સમજો છો? વૃક્ષની નિશાની ભક્તિમાર્ગ માં પણ ચાલતી આવી છે. જ્યારે તપસ્વી તપસ્યા કરે છે તો વૃક્ષની નીચે તપસ્યા કરે છે. તેનું રહસ્ય શું છે? વૃક્ષનાં નીચે તપસ્યા કેમ કરે છે? તેનું કારણ શું છે, આ શરું કેમ થયું, તેનું બેહદનું રહસ્ય શું છે આ સૃષ્ટિ રુપી વૃક્ષમાં પણ તમારાં લોકોનું નિવાસ સ્થાન ક્યાં છે? વૃક્ષની નીચે જડ માં બેઠાં છો ને. ચિત્ર જે હમણાં જ્ઞાન સહિત બનાવાય છે તે જ પછી યાદગાર ભક્તિમાર્ગ માં ચાલતાં રહે છે. વૃક્ષનાં ચિત્ર માં દૂર થી શું દેખાય છે? તપસ્વી તપસ્યા કરી રહ્યાં છે, જાણે વૃક્ષની નીચે તપસ્વી બેઠાં છે. વૃક્ષની નીચે બેસવાથી ઓટોમેટિકલી (આપોઆપ) વૃક્ષની બધું નોલેજ બુદ્ધિમાં આવી જાય છે. વૃક્ષની નીચે બેસશો તો ન ઇચ્છવાં છતાં પણ ફળ, ફૂલ, પાંદડા વગેરે માં અટેન્શન જાય જ છે. તો આ પણ જ્યારે કલ્પવૃક્ષ ની નીચે ફાઉન્ડેશનમાં બેસો છો, તો આખાં વૃક્ષ નું નોલેજ બુદ્ધિમાં ઓટોમેટિકલી રહે છે. જેમ બીજમાં વૃક્ષની બધું નોલેજ હોય છે, એવી રીતે પોતાને આ કલ્પવૃક્ષ નાં ફાઉન્ડેશન અથવા વૃક્ષની નીચે જડ માં પોતાને સમજો છો તો આખાં વૃક્ષનું નોલેજ ઓટોમેટિકલી બુદ્ધિમાં આવી જાય છે. આ જે તમારી સ્ટેજ છે, તેનું યાદગાર ભક્તિમાર્ગ માં ચાલતું આવ્યું છે. આ છે પ્રેક્ટિકલ, તપસ્યા કરી રહ્યાં છો. ભક્તિમાર્ગ માં પછી સ્થૂળ વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરે છે. જુઓ, શરુ-શરુમાં તમને નશો રહેતો હતો કે અમે વૃક્ષની ઉપર બેઠાં છીએ. આખું વૃક્ષ નીચે છે, અમે ઉપર છીએ. ઉપર પણ રહ્યાં ને. જો વૃક્ષને ઉલટું કરી દેશો તો ઉપર થઇ જશો. તો જેમ પહેલાં નશો ખુબ રહેતો હતો કે અમે આ વૃક્ષની ઉપર બેસીને આખાં વૃક્ષને જોઈ રહ્યાં છીએ, એમ જ હમણાં પણ આ ભિન્ન-ભિન્ન પ્રકાર થી તપસ્યાનો નશો રહે છે? પહેલાંની ખુમારી આ ખુમારી થી વધારે હતી કે હમણાં વધારે છે? તે ફક્ત તપસ્યા નું રુપ હતું. હવે તપસ્યા અને સેવા સાથે-સાથે થઈ ગઈ છે. તે નશો ફક્ત તપસ્યા નો જ રહેતો હતો. નીચે ઉતરવાનું કોઈ કારણ નહોતું. અને હમણાં તપસ્યા અને સેવા - બંનેય સાથે-સાથે ચાલે છે. બંને કાર્ય ચાલી રહ્યાં છે. તો વચમાં-વચમાં પોતે પોતાને નશો ચઢાવવાનું ખાસ અટેન્શન રાખવું જોઈએ. આને જ બેટરી ચાર્જ કહે છે. એવો અનુભવ કરશો જાણે સાચે-સાચે વૃક્ષ આખું ઈમર્જ (જાગૃત) રુપમાં છે અને અમે સાક્ષી થઈને આ વૃક્ષને જોઈ રહ્યાં છીએ. આ પણ નશો બહુજ ખુશી અપાવે છે, શક્તિ અપાવે છે. એટલે વૃક્ષપતિ અને વૃક્ષનું ગાયન ખુબ છે. તો એમ ભિન્ન-ભિન્ન પ્રકારની સેવા કરતાં રહીને પણ તપસ્યાનું બળ પોતાનામાં પોતે જ ભરતાં રહેવાનું છે. જેનાથી તપસ્યા અને સેવા-બંને કમ્બાઇન્ડ અને એક સાથે રહેશે. એવું નહીં કે સેવામાં આવી ગયાં તો તપસ્યા ભૂલી ગયાં. ના, બંને સાથે-સાથે રહે. કમ્બાઈન્ડ (જોડાયેલું) રુપ છે ને. તો તેની વચમાં-વચમાં ચેકિંગ (તપાસ) કરવી પડશે. જ્યાં સુધી ચેકર (તપાસનાર) નથી બન્યાં ત્યાં સુધી મેકર (બનાવનાર) નથી બની શકતાં. વર્લ્ડ- મેકર કે પીસ-મેકર - આ જે ગાયન છે તે ત્યાં સુધી નહીં બની શકો જ્યાં સુધી ચેકર નથી બન્યાં. પોતાનાં ઉપર ચેકિંગ ખુબ જોઈએ. બીજા કેટલું પણ ચેક કરે તો પણ એટલું નહીં કરી શકે, પરંતુ પોતે પોતાને ચેક કરવાથી જ પોતાની ઉન્નતિ કરી શકો છો. પોતે પોતાને ચેક કરવાનું છે. ચેકિંગ કરવામાં સમય નથી જોઈતો. જ્યારે નેચરલ અભ્યાસ પડી જાય છે તો સમયની પણ આવશ્યકતા નથી, ઓટોમેટિકલી ચાલતો રહે છે. પછી ચેકિંગ કરવામાં એક સેકન્ડ પણ નહીં લાગે. જો પોતે પોતાને ચેક કરો તો તેમાં કેટલો સમય લાગશે? એક સેકન્ડ તો કેટલાં પણ બિઝી રહેતાં પણ નીકાળી શકો છો. ફક્ત અભ્યાસ ની આવશ્યકતા છે. ચેકિંગ માસ્ટર બનવાનું છે. બધામાં માસ્ટર બનવાનું છે. જેમ માસ્ટર સર્વશક્તિમાન, માસ્ટર નોલેજફુલ છો, તેમ ચેકિંગ માસ્ટર પણ બનવાનું છે. અચ્છા.
ડ્રામા અનુસાર બધું ઠીક તો ચાલી જ રહ્યું છે. પરંતુ ઠીક ચાલતું હોવાં છતાં પણ ચેકિંગ કરવું પડે. કલ્યાણકારી યુગ છે - આ પણ જાણો છો, છતાં પણ દરેકે પોતાનાં અને બીજાનાં કલ્યાણ નો પ્લાન વિચારવો પણ પડે છે. એવાં કાંઇક નવાં-નવાં પ્લાન નીકાળો, જેમાં અવસ્થાઓ કંઈક જમ્પ (છલાંગ) આપે. બધાં ચાલી તો રહ્યાં છે અને ચાલતાં રહેશે. પરંતુ વચમાં-વચમાં એક્સ્ટ્રા (વધારાનું) ફોર્સ (બળ) પ્લાનિંગ કે સહયોગનો મળવાથી જમ્પ લાગી શકે છે. જેમ રોકેટ ને પણ અગ્નિ નો ફોર્સ અપાય છે ત્યારે જ ઉડે છે. એ જ રીતે લાઈટ અને માઇટ નો ફોર્સ મળે, જેનાથી જમ્પ લગાવી શકે. તેનાં માટે એક્સ્ટ્રા ફોર્સનાં સહયોગ થી અમને શક્તિની પ્રાપ્તિનો અનુભવ થાય છે. આ પણ જરુરી છે. એક તો મનન શક્તિની ઘણી કમજોરી છે. એટલે મેજોરિટી ની આ જ રિપોર્ટ (સમાચાર) છે કે વ્યર્થ સંકલ્પો ને કંટ્રોલ કેવી રીતે કરીએ? આ મુખ્ય કમજોરી ને કેવી રીતે ચેક અપ કરીને તેને ખતમ કરીએ, તેનાં માટે પ્લાન વિચારવાનો છે. કમજોરીઓની તો ખબર પડી જ જાય છે. તેનાં પર સમજણ મળવાથી અંદર દબાઈ તો જાય છે પરંતુ સંસ્કારો ને ખતમ નથી કરી શકતાં. એટલે થોડાં સમયનાં પછી મેજોરિટીની ફરી તે જ રિપોર્ટ હોય છે. ભઠ્ઠી વગેરે થી પણ એક્સ્ટ્રા ફોર્સ મળે છે, કાંઈક ને કાંઈક પરિવર્તન થાય છે. પરંતુ આ જે ફોર્સ અહીંયાથી લઈ જાય છે તે સદાકાળ રહે, તેનાં માટે પ્લાન વિચારો. ઘણાંની ક્મ્પલેન્ટ (ફરિયાદ) રહે છે કે શક્તિ નથી. નોલેજ છે, પરંતુ નોલેજ ને જ લાઇટ અને માઈટ કહેવાય છે, તો નોલેજ દ્વારા પોતાનામાં શક્તિ કેવી રીતે ભરે, તે રીત નથી આવડતી. જેમ પોતાની પાસે માચીસ હોય પરંતુ માચીસ થી આગ નીકાળવાની રીત ન આવડવાનાં કારણે કાર્ય સિદ્ધ નથી કરી શકતાં. તો નોલેજ બધાંને છે, પરંતુ નોલેજ થી કોઈ તો લાઈટ અને માઇટ નો અનુભવ કરે છે અને કોઈ ફક્ત નોલેજ ને સમજી વર્ણન કરે છે. નોલેજ દ્વારા પોતાનામાં માઈટ કેવી રીતે લાવીએ - તે ભિન્ન-ભિન્ન યુક્તિઓ દ્વારા બળ ભરવાનું છે, જેનાથી જમ્પ લગાવાય. અચ્છા.
\\
જ્યાં સુધી ચેકર નથી બન્યાં ત્યાં સુધી મેકર નથી બની શકતાં. વર્લ્ડ મેકર અથવા પીસ મેકર-આ જે ગાયન છે એ તમારું જ છે. પોતે પોતાને ચેક કરવાથી જ પોતાની ઉન્નતિ કરી શકો છો.