Search for a command to run...
29 Jun 1971
નોલેજની લાઈટ થી પુરુષાર્થ નો માર્ગ સ્પષ્ટ
29 June 1971 · ગુજરાતી
બધાં જે પુરુષાર્થ કરી રહ્યાં છે તે પુરુષાર્થ દ્વારા વર્તમાન સમય ની પ્રાપ્તિનું લક્ષ્ય કયું છે? દેવ-પદ ની પ્રાપ્તિ તો ભવિષ્યની છે, પરંતુ વર્તમાન સમયે પુરુષાર્થ ની પ્રાપ્તિનું લક્ષ્ય કયું છે? (ફરિશ્તા બનવું) ફરિશ્તાની મુખ્ય ક્વાલિફિકેશન (લાયકાત) શું છે? ફરિશ્તા બનવા માટે બે ક્વાલિફિકેશન કઈ છે? એક લાઈટ, બીજી માઈટ જોઈએ. બંનેય જરુરી છે. લાઈટ અને માઈટ - બંનેય ફરિશ્તાપણાની લાઈફ (જીવન) માં સ્પષ્ટ દેખાય આવે છે. લાઈટ પ્રાપ્ત કરવા માટે વિશેષ કઈ શક્તિ જોઈએ? શક્તિઓ તો બહુ જ છે ને. પરંતુ માઈટ રુપ કે લાઈટ રુપ બનવા માટે એક-એક અલગ ગુણ બતાવો. એક છે મનન અને બીજી છે સહન શક્તિ. જેટલી સહન શક્તિ હોય છે એટલી સર્વશક્તિમાનની સર્વ શક્તિઓ સ્વતઃ પ્રાપ્ત થાય છે. નોલેજ ને પણ લાઇટ કહે છે ને. તો પુરુષાર્થ નાં માર્ગ ને સહજ અને સ્પષ્ટ કરવા માટે પણ નોલેજ ની લાઈટ જોઈએ. આ લાઈટ માટે પછી મનન શક્તિ જોઈએ. તો એક મનન શક્તિ અને બીજી સહનશક્તિ જોઈએ. જો આ બંનેય શક્તિઓ છે તો ફરિશ્તા સ્વરુપ નો ચાલતાં-ફરતાં કોઈને પણ સાક્ષાત્કાર થઈ શકે છે. સહનશક્તિ થી સર્વ ગુણોની પ્રાપ્તિ થઈ જ જાય છે. જે સહનશક્તિ વાળા હશે તેનામાં નિર્ણય શક્તિ, પરખવાની શક્તિ, ગંભીરતાની શક્તિ ઓટોમેટિકલી એકની સાથે અનેક આવી જાય છે. સહન શક્તિ પણ આવશ્યક છે અને મનન શક્તિ પણ આવશ્યક છે. મન્સા માટે છે મનન શક્તિ અને વાચા તથા કર્મણા માટે છે સહન શક્તિ. સહનશક્તિ છે તો પછી જે પણ શબ્દ બોલશો તે સાધારણ નહીં હશે. બીજું, કર્મ પણ જે કરશો તે પણ તેના પ્રમાણે જ કરશો. તો બંનેય શક્તિઓ ની આવશ્યકતા છે. સહન શક્તિવાળા કાર્ય માં પણ સફળ થઈ જાય છે. સહન શક્તિની કમી નાં કારણે કાર્યની સફળતામાં પણ કમી આવી જાય છે. સહન શક્તિ વાળાની જ અવ્યક્ત સ્થિતિ કે શુદ્ધ સંકલ્પો નાં સ્વરુપ ની સ્થિતિ રહેશે. સહનશીલ નાં ચેહરા પર ચમક રહેશે. કેવાં પણ સંસ્કાર વાળા હશે, તો પણ તેમને પોતાની સહન શક્તિ થી ટેમ્પરરી (અલ્પકાલીન) સમય ને માટે દબાવી લેશે. તો બંને શક્તિઓ જોઈએ. પોતાનાં પુરુષાર્થ માં મનનાં સંકલ્પ ચલાવવામાં પણ સહનશક્તિ જોઈએ, જેને કંટ્રોલીંગ પાવર (નિયંત્રણ શક્તિ) પણ કહે છે. સહનશક્તિ છે તો વ્યર્થ સંકલ્પો ને પણ કંટ્રોલ કરી શકો છો. તો આ બંને શક્તિઓનાં માટે અટેન્શન (ધ્યાન) રાખવાનું છે.
નંબર વન બિઝનેસમેન બનવા માટે સહજ રીત શું છે? પોતાને બિઝી રાખવાથી જ નંબરવન બિઝનેસ મેન બની જશો. જેને પોતાને બિઝી રાખતાં નથી આવડતું તે બિઝનેસમેન ને પણ લાયક નહીં કહી શકાય. અહીંયા બિઝનેસમેન બનવું અર્થાત્ પોતાની પણ કમાણી અને બીજાઓની પણ કમાણી. એનાં માટે પોતે પોતાને એક સેકન્ડ પણ ફ્રી નહી રાખતાં. કયા નંબરનાં બિઝનેસમેન છો? જેટલુ અહીંયા ગેલપ (ઝડપથી આગળ વધવું) કરશો એટલું સમજો પોતાનાં ભવિષ્ય નાં તખ્ત ને પણ ગેલપ કરશો. ચાન્સ (તક) સારો છે. જે પણ કરવા ઈચ્છો તે કરી શકો છો. ફ્રીડમ (સ્વત્રંતા) છે બધાં ને. જે જેટલો ચાન્સ લે છે એટલો સમજો પોતાનાં તખ્ત નું નિશાન પાક્કું કરે છે. બિઝનેસમેન નો અર્થ જ છે જે એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય, દરેક સંકલ્પ માં કમાણી હોય. જેમ તે બિઝનેસમેન એક-એક પૈસા ને કેટલાં બનાવી દે છે કમાણી કરીને. આ પણ એક-એક સેકન્ડ કે સંકલ્પ કમાણી કરીને દેખાડે, એને કહેવાય છે નંબર વન બિઝનેસમેન. બુદ્ધિ ને બીજું કામ જ શું છે. બુદ્ધિ આમાં જ બિઝી રહેવી જોઈએ. બીજી બધી તરફ તો ખતમ થઈ ગઈ ને, કે કંઈ રહેલું છે જ્યાં બુદ્ધિ જઈ શકે? બધી તરફ તો ખતમ થઈ ગઈ ને. પોતાનાં જૂનાં સંસ્કારોની તરફ (બાજુ) પણ ખતમ થઈ ગઈ ને. બુદ્ધિ ને જવાની તરફ કે રસ્તા, ઠેકાણાં તે જ છે. બુદ્ધિ કાં તો જૂનાં સંસ્કારો તરફ જશે, કાં તો પોતાનાં શરીરનાં હિસાબ-કિતાબ તરફ જશે કાં મનનાં વ્યર્થ સંકલ્પો તરફ ખેંચાશે. આ તો બધું ખતમ થઈ ગયું ને. ભલે શરીર નો રોગ હોય છે, તેનું નોલેજ રહે છે કે આ ફલાણું દર્દ છે, તેનું આ નિવારણ છે. કારણ કે આ લક્ષ્ય છે - જેટલું શરીર ઠીક રાખશો એટલી સર્વિસ કરશો. બાકી પોતાપણા નો કોઈ સ્વાર્થ નથી. સર્વિસ (સેવા) નાં નિમિત્ત કરો છો, આ સાક્ષીપણું થયું ને. હવે ફક્ત એક જ માર્ગ રહી ગયો. બાકી જે અનેક માર્ગ હોવાનાં કારણે બુદ્ધિ ભટકતી હતી તે માર્ગ બધાં બંધ થઈ ગયાં ને. ઓલમાઈટી ગવર્નમેન્ટ (સરકાર) ની જાણે કે સીલ લાગી ગઈ. સીલ લાગેલી ક્યારેય ખુલતી નથી, જ્યાં સુધી મુદ્દો પૂરો ન થાય. તો એ રીતે પોતાની ચેકિંગ કરવી જોઈએ. જેમ કોઈની તકદીર માં હોય છે તો સરકમસ્ટન્સ (સંજોગો) પણ એવાં બને છે જેમ કે લિફ્ટનું રુપ બની જાય છે. અહીંયા પણ જેની કલ્પ પહેલાની તકદીર કે ડ્રામાની નોંધ છે, ભલે પોતાનો પણ પુરુષાર્થ રહે છે પરંતુ સાથે-સાથે આ લિફ્ટ પણ દૈવી પરિવાર દ્વારા મળે છે અને બાપદાદા દ્વારા પણ ગિફ્ટ મળે છે તો એ પણ ચેક કરવાનું છે કે હવે બાપદાદા દ્વારા અથવા દૈવી પરિવાર દ્વારા કયા-કયા પ્રકારની ગિફ્ટ પ્રાપ્ત થઇ છે. મોટા-મોટા માણસો ને ગિફ્ટ મળે છે. તો શોકેસ માં તેને સંભાળીને રાખી દે છે. તેનાથી પોતાનાં દેશનું નામ રોશન કરે છે. અને અહિયાં જે સમય-પ્રતિ-સમયે ગિફ્ટ પ્રાપ્ત થઇ છે તેનાં દ્વારા બાપદાદાનું અને કુળનું નામ રોશન કરવાનું છે. અચ્છા.
જેમ તમે લોકો શરુઆત માં જ્યારે સર્વિસ પર નીકળ્યાં તો નોલેજ ની શક્તિ તો ઓછી હતી પરંતુ સફળતા કઈ શક્તિનાં આધારે થઈ? ત્યાગ અને સ્નેહ. બુદ્ધિની લગન દિવસ-રાત બાબા અને યજ્ઞ ની તરફ હતી. જીગર થી નીકળતું હતું બાબા અને યજ્ઞ. આ સ્નેહે જ બધાંને સહયોગ માં લાવ્યાં. આ સ્નેહની શક્તિ થી જ કેન્દ્ર બન્યાં. તો આદિ સ્થાપના માં જે શક્તિએ સહયોગ આપ્યો અંતમાં પણ તે જ થવાનું છે. પહેલાં સાકાર સ્નેહ થી જ મનમનાભવ બન્યાં. સાકાર સ્નેહે જ સહયોગી બનાવ્યાં કે ત્યાગ કરાવ્યો. સંગઠન અને સ્નેહની શક્તિ થી ઘેરાવ નાખવાનો છે. હમણાં જુઓ, બહાર વિલાયતમાં પણ સર્વિસ ની સફળતાનું મૂળ કારણ સ્નેહી અને સહયોગી બનવાનો ઘેરાવ છે. જ્ઞાનનું પ્રેક્ટિકલ સબૂત આ જ સ્નેહ અને સંગઠન ની શક્તિ છે. સર્વિસ ની સફળતા નો મૂળ આધાર આ છે. ક્યાંય પણ રહેતાં, એ વિચારવું જોઈએ - કેવી રીતે એવું પ્લાનિંગ કરીએ જેનાથી સંદેશ આપવાનું કાર્ય જલ્દી સમાપ્ત થાય? હજું તો ઘણું બાકી રહ્યું છે. સ્નેહ થી ત્યાગનો પણ જમ્પ (છલાંગ) દેવાનો ઉમંગ આવે છે. તમે બધાંએ ત્યાગ કેવી રીતે કર્યો? રગ-રગ માં સ્નેહ ભરાઈ ગયો, ત્યારે જમ્પ દઈ શક્યાં.
ફૉરેન (વિદેશ) વાળાને પણ લખીને મોકલજો કે હમણાં જેમ ઈશ્વરીય ખુમારી અને ખુશીમાં રહેતાં આગળ વધતા જાઓ છો, તેમ જ સદા ખુમારી અને ખુશીમાં રહેતાં સર્વિસમાં સફળ થતાં રહશો. વિજયનું તિલક તો લાગેલું છે. પોતાનું વિજયનું તિલક સદૈવ જોતાં રહેજો. બાકી હમણાં સુધી જે કર્યું છે તેનાં માટે બાપદાદા પણ જોઈને હર્ષિત થાય છે, પરંતુ આગળ તો વધવાનું જ છે. કોઈ વારિસ બનાવો ત્યારે જ શાબાશી આપશે. હમણાં સુધી જે કર્યું તેમાં હર્ષિત થવાનું છે. ‘વાહ! વાહ!’ કરવાનું કાર્ય હજું કરવાનું છે. હર્ષિત એટલા માટે થાય છે કારણ કે ખુમારી અને ખુશી સારી રીતે કાયમ છે. હમણાં સુધી રિઝલ્ટ ખુબ સારું છે. તેમનાં કમાન્ડર બહુ હિંમતવાન છે. કોઈ પણ કાર્યમાં એક પણ પોતાની હિંમત થી પાનનું બીડું ઉઠાવે છે તો બીજા સાથી બની જાય છે. વેરાયટી ગ્રુપ હોવાં છતાં પણ ગુલદસ્તો સારો છે. એટલે મુબારક આપે છે. અચ્છા.
\\
મનન અને સહન શક્તિ - જેટલી સહન શક્તિ હોય છે તેટલી સર્વશક્તિમાનની સર્વ શક્તિઓ સ્વતઃ પ્રાપ્ત થાય છે. આ નોલેજ ને પણ લાઈટ કહે છે. પુરુષાર્થ નાં માર્ગ ને સહજ અને સ્પષ્ટ કરવા માટે પણ નોલેજ ની લાઈટ જોઈએ. આ લાઈટ છે - મનન શક્તિ અને બીજી સહન શક્તિ. જો આ બંને શક્તિઓ છે તો ફરિશ્તા સ્વરુપનો ચાલતાં-ફરતાં કોઈને પણ સાક્ષાત્કાર થઇ શકે છે.