Search for a command to run...
9 May 1972
પોતાનાં ફીચર (લક્ષણ) થી ફ્યુચર (ભવિષ્ય) દેખાડો
9 May 1972 · ગુજરાતી
બધાં સદા સ્નેહી છો? જેમ બાપદાદા સદા બાળકોનાં સ્નેહી અને સહયોગી છે, બધાં રુપથી, બધી રીતે સદા સ્નેહી અને સહયોગી છે, એવી જ રીતે બાળકો પણ બધાં રુપ થી, દરેક રીતે બાપ સમાન સદા સ્નેહી અને સહયોગી છે? સદા સહયોગી કે સદા સ્નેહી એને કહેવાય છે જેનો એક સેકન્ડ પણ બાપ ની સાથે સ્નેહ ન તૂટે અથવા એક સેકન્ડ, એક સંકલ્પ પણ બાપનાં સહયોગી બન્યાં સિવાય ન જાય. તો એવાં પોતાને સદા સ્નેહી અને સહયોગી સમજો છો કે અનુભવ કરો છો? બાપદાદા નાં સ્નેહનું સબૂત કે પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ આવે છે. તો બાળકો પણ જે બાપ સમાન છે એમનાં પણ સ્નેહ અને સહયોગનું સબૂત કે પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ રહ્યું છે. સ્નેહી આત્માનો સ્નેહ ક્યારેય છુપો નથી રહી શકતો. કેટલું પણ કોઈ પોતાનાં સ્નેહ ને છુપાડવાં ઇચ્છે પણ સ્નેહ ક્યારેય ગુપ્ત નથી રહેતો. સ્નેહ કોઈ-ને-કોઈ રુપમાં, કોઈ-ને-કોઈ કર્તવ્ય થી કે સૂરત (ચહેરા) થી અવશ્ય દેખાઈ આવે છે. તો પોતાની સૂરતને દર્પણમાં જોવાની છે કે મારી સૂરત થી સ્નેહી બાપની સીરત (ચરિત્ર) દેખાય છે? જેમ પોતાની સૂરત ને સ્થૂળ દર્પણમાં જુઓ છો, એમ જ રોજ અમૃતવેલાએ સ્વયં પોતાને આ સૂક્ષ્મ દર્પણમાં જુઓ છો? જેમ લક્ષણો થી દરેક આત્માનું લક્ષ્ય ખબર પડે છે અથવા જેવું લક્ષ્ય હોય છે એવા લક્ષણ સ્વતઃ જ હોય છે. તો એમ પોતાનાં લક્ષણો થી લક્ષ્ય પ્રત્યક્ષ રુપમાં ક્યાં સુધી દેખાડો છો, સ્વયં પોતાને ચેક (તપાસ) કરો છો? કોઈ પણ આત્માને પોતાના ફીચર્સ (લક્ષણ) થી એ આત્માનું અથવા પોતાનું ફ્યુચર (ભવિષ્ય) દેખાડી શકો છો? લેક્ચર (ભાષણ) થી ફીચર્સ દેખાડવાં તો સાધારણ વાત છે પણ ફીચર્સ થી ફ્યુચર દેખાડવું - આ જ અલૌકિક આત્માઓની અલૌકિકતા છે. એવાં મારા ફીચર્સ બન્યાં છે, એ દર્પણ માં જુઓ છો? જેમ સ્થૂળ સૂરત (ચહેરો) છે, શ્રુંગાર થી જો ચહેરા પર કોઈ જુએ તો પહેલા વિશેષ અટેન્શન (ધ્યાન) બિન્દી ની ઉપર જશે. આમ જે બિન્દી-સ્વરુપ માં સ્થિત રહે છે અર્થાત્ પોતાને આ ધારણાઓનાં શ્રુંગાર થી સજાવે છે, એવી શ્રુંગારેલી મૂરત ની તરફ જોતાં બધાનું ધ્યાન કઈ તરફ જશે? મસ્તક માં આત્મા બિંદી તરફ. એવી રીતે જ કોઈ પણ આત્મા તમારા લોકોની સમ્મુખ જ્યારે આવે છે તો એમનું ધ્યાન તમારા અવિનાશી તિલક ની તરફ આકર્ષિત થાય. એ પણ ત્યારે થશે જ્યારે સ્વયં સદા તિલકધારી હોય. જો સ્વયં જ તિલકધારી નથી તો બીજાને તમારું અવિનાશી તિલક દેખાઈ નહીં શકે. જેમ બાપનો બાળકો પ્રત્યે એટલો સ્નેહ છે જે આખી સૃષ્ટિની આત્માઓ બાળકો હોવા છતાં પણ, જેમણે પ્રીતની રીત નિભાવી છે કે પ્રીત-બુદ્ધિ બન્યાં છે, એવી પ્રીતની રીત નિભાવવા વાળાઓથી એટલી પ્રીતની રીત નિભાવી છે જે અન્ય બધી આત્માઓને અલ્પ-કાળનું સુખ પ્રાપ્ત થાય છે પરંતુ પ્રીતની રીત નિભાવવા વાળી આત્માઓને આખાં વિશ્વનાં સર્વ સુખોની પ્રાપ્તિ સદાકાળ માટે થાય છે. બધાને મુક્તિધામ માં બેસાડી પ્રીતની રીત નિભાવવા વાળા બાળકોને વિશ્વનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરાવે છે. આવાં સ્નેહી બાળકોનાં સિવાય બીજા કોઇ થી પણ સર્વ સંબંધો થી સર્વ પ્રાપ્તિનો પાર્ટ નથી. આવી પ્રીત નિભાવવા વાળા બાળકોનાં દિવસ-રાત ગુણ-ગાન કરે છે. જેનાંથી અતિ સ્નેહ હોય છે તો એ સ્નેહ માટે સૌને કિનારે કરી બધું જ એમને અર્પણ કરે છે, આ છે સ્નેહનું પ્રમાણ. તો સદા સ્નેહી અને સહયોગી બાળકોનાં સિવાય બાકી બધી આત્માઓને મુક્તિધામ માં કિનારે કરી દે છે. તો જેવી રીતે બાપ સ્નેહનું પ્રત્યક્ષ પ્રમાણ દેખાડી રહ્યાં છે, એમ સ્વયં પોતાને પૂછો - “સર્વ સંબંધ, સર્વ આકર્ષણ કરવા વાળી વસ્તુઓને પોતાની બુદ્ધિ થી કિનારે કર્યા છે? સર્વ રુપો થી, સર્વ સંબંધો થી, દરેક રીતે થી બધુંજ બાપ ને અર્પણ કર્યું છે?” સિવાય બાપનાં કર્તવ્ય થી એક સેકન્ડ પણ બીજા કોઈ વ્યર્થ કાર્યમાં પોતાનો સહયોગ તો નથી આપતાં? જો સ્નેહ અર્થાત્ યોગ છે તો સહયોગ પણ છે. જ્યાં યોગ છે ત્યાં સહયોગ છે. એક બાપ થી જ યોગ છે તો સહયોગ પણ એકની જ સાથે છે. યોગી અર્થાત્ સહયોગી. તો સહયોગ થી યોગને જોઈ શકો છો, યોગ થી સહયોગ ને જોઇ શકો છો. જો કોઈ પણ વ્યર્થ કર્મ માં સહયોગી બનો છો તો બાપ નાં સદા સહયોગી થયાં? જે પહેલો-પહેલો વાયદો કરેલો છે એને સદા સ્મૃતિમાં રાખતાં દરેક કર્મ કરો છો કે ભક્તોની જેમ ક્યાંક-ક્યાંક બાળકો પણ બાપ થી ઠગી તો નથી કરતાં? ભક્તોને કહો છો ને - ભક્ત ઠગે છે. તો તમે લોકો પણ ઠગ તો નથી બનતાં? જો તારું ને મારું સમજી કાર્યમાં લગાડો છો તો ઠગ થયાં ને. કહેવાનું એક અને કરવાનું બીજું - એને શું કહેવાય છે? કહો તો એમ જ છો ને કે તન-મન-ધન બધું તારું. જ્યારે તારું થઈ ગયું પછી તમારો એનાં ઉપર પોતાનો અધિકાર ક્યાંથી આવ્યો? જ્યારે અધિકાર નથી તો એને પોતાની મન-મત થી કાર્યમાં કેવી રીતે લગાવી શકો છો? સંકલ્પ ને, સમય ને, શ્વાસ ને, જ્ઞાન-ધન ને, સ્થૂળ શરીર ને જો કોઈ પણ એક ખજાના ને મન-મત થી વ્યર્થ પણ વેડફો છો તો ઠગ ન થયાં? જનમ-જનમનાં સંસ્કારો ને વશ થઈ જાઓ છો. આ રીતે ક્યાં સુધી ચાલતું રહેશે? જે વાત પોતાને પણ પ્રિય નથી લાગતી તો વિચારવું જોઈએ - જે મને જ પ્રિય નથી લાગતી એ બાપ ને પ્રિય કેવી રીતે લાગી શકે? સદા સ્નેહીનાં પ્રત્યે જે અતિ પ્રિય વસ્તુ હોય છે એ જ આપવામાં આવતી હોય છે. તો સ્વયં પોતાને પૂછો કે ક્યાં સુધી પ્રીત ની રીત નિભાવવા વાળા બન્યાં છો? પોતાને સદા હાઈએસ્ટ (સૌથી ઉંચા) અને હોલીએસ્ટ (સૌથી પવિત્ર) સમજીને ચાલો છો? જે હાઈએસ્ટ સમજીને ચાલે છે એમનાં એક-એક કર્મ, એક-એક બોલ એટલાં જ હાઈએસ્ટ હોય છે જેટલાં બાપ હાઈએસ્ટ અર્થાત્ ઊંચે થી ઊંચા છે. બાપ ની મહિમા ગાઓ છો ને - ઊંચુ એમનું નામ, ઊંચુ એમનુ ધામ, ઊંચુ કામ. તો જે હાઈએસ્ટ છે એ પણ સદૈવ પોતાનું ઊંચુ નામ, ઊંચુ ધામ અને ઊંચા કામમાં તત્પર હશે. કોઈ પણ નીચું કાર્ય કરી જ ન શકે. જેમ મહાન આત્મા જે બને છે એ ક્યારેય પણ કોઈની આગળ ઝૂકતાં નથી. એમની આગળ બધાં ઝૂકે છે ત્યારે એમને મહાન આત્મા કહેવાય છે. જે આજકાલ નાં એવાં-એવાં મહાન આત્માઓથી પણ મહાન, શ્રેષ્ઠ આત્માઓ, જે બાપની પસંદ કરેલી આત્માઓ છે, વિશ્વનાં રાજ્યનાં અધિકારી છે, બાપનાં વારસાનાં અધિકારી છે, વિશ્વ-કલ્યાણકારી છે - એવી આત્માઓ ક્યાંય પણ, કોઈ પણ પરિસ્થિતિ માં અથવા માયાનાં જુદા-જુદા આકર્ષણ કરવા વાળા રુપોમાં શું સ્વયં પોતાને ઝૂકાવી શકે છે? આજકાલ નાં કહેવાતાં મહાત્માઓએ તો તમારા જેવાં મહાન આત્માઓની નકલ કરી છે. તો આવી શ્રેષ્ઠ આત્માઓ ક્યાંય પણ કોઈ પણ રીતે ઝૂકી ન શકે. એ ઝૂકાવવા વાળા છે, નહીં કે ઝૂકવા વાળા. કેવો પણ માયા નો ફોર્સ (બળ) હોય પણ ઝૂકી ન શકે. આવાં માયાને સદા ઝૂકાવવા વાળા બન્યાં છો કે ક્યાંક-ક્યાંક ઝૂકીને પણ જુઓ છો? જ્યારે હમણાંથી જ સદા ઝૂકાવવાની સ્થિતિ માં સ્થિત રહેશો, એવાં શ્રેષ્ઠ સંસ્કાર સ્વયં માં ભરશો ત્યારે તો આવાં હાઈએસ્ટ પદને પ્રાપ્ત કરશો જેનાથી સતયુગ માં પ્રજા સ્વમાન થી ઝૂકશે અને દ્વાપર માં ભિખારી થઈને ઝૂકશે. તમારા લોકોનાં યાદગારો ની આગળ ભક્ત પણ ઝૂકતાં રહે છે ને. જો અહીંયા હમણાં માયાની આગળ ઝૂકવાનાં સંસ્કાર સમાપ્ત ન કર્યા, થોડાક પણ ઝૂકવાનાં સંસ્કાર રહી ગયાં તો પછી ઝૂકવાં વાળા ઝૂકતાં રહેશે અને ઝૂકાવવા વાળાની આગળ સદૈવ ઝૂકતાં રહેશે. લક્ષ્ય શું રાખ્યું છે, ઝૂકવાનું કે ઝૂકાવવાનું? જે પોતાની જ રચેલી પરિસ્થિતિ ની આગળ ઝૂકી જાય છે - એમને હાઈએસ્ટ કહેશું? જ્યાં સુધી હાઈએસ્ટ નથી બન્યાં ત્યાં સુધી હોલીએસ્ટ પણ નહીં બની શકો. જેમ તમારા ભવિષ્ય યાદગારો નું ગાયન છે સંપૂર્ણ નિર્વિકારી. તો એને જ હોલીએસ્ટ કહેવાય છે. સંપૂર્ણ નિર્વિકારી અર્થાત્ કોઈ પણ ટકાવારી માં કોઈ પણ વિકારની તરફ આકર્ષણ ન થાય અથવા એનાં વશીભૂત ન થાય. જો સ્વપ્નમાં પણ કોઈ પણ પ્રકારે વિકારનાં વશીભૂત કોઈપણ ટકાવારી માં થાઓ છો તો સંપૂર્ણ નિર્વિકારી કહેવાશો? જો સ્વપ્નદોષ પણ છે અથવા સંકલ્પ માં પણ વિકાર નાં વશીભૂત છો તો કહેશે વિકારો થી ઉપરામ નથી થયાં. એવાં સંપૂર્ણ પવિત્ર કે નિર્વિકારી પોતાને બનાવી રહ્યાં છો કે બની ગયાં છો? જે સમયે છેલ્લું બિગુલ (સીટી) વાગશે એ સમયે બનશો? જો કોઈ બહુ સમય થી એવી સ્થિતિમાં સ્થિત નથી રહેતાં તો એવી આત્માઓનું પછી ગાયન પણ અલ્પકાળનું જ હોય છે. એવું નહીં સમજતા કે લાસ્ટ માં (છેલ્લે) ફાસ્ટ (તીવ્રતા થી) જઈને આ સ્થિતિ ને પ્રાપ્ત કરી લઈશું. પણ નહીં. બહુ સમયનું જે ગાયન છે - એને પણ સ્મૃતિમાં રાખીને પોતાની સ્થિતિ ને હાઈએસ્ટ અને હોલીએસ્ટ બનાવો. કોઈ પણ સંકલ્પ કે કર્મ કરો છો તો પહેલાં ચેક કરો કે જેવું ઊંચું નામ છે એવું ઊંચું કામ છે? જો નામ ઊંચું અને કામ નીચું તો શું થશે? પોતાનાં નામ ને બદનામ કરો છો? તો આવું કોઈ પણ કામ ન થાય - આ લક્ષ્ય રાખીને એવાં લક્ષણ પોતાનાં માં ધારણ કરો. જેમ બીજા લોકોને સમજાવો છો કે જો જ્ઞાનની વિરુદ્ધ કોઈ પણ વસ્તુ સ્વીકાર કરો છો તો જ્ઞાની નહીં અજ્ઞાની કહેવાશો. જો એકવાર પણ કોઈ નિયમ નું પૂરી રીતે પાલન નથી કરતાં તો કહો છો જ્ઞાનની વિરુદ્ધ કર્યું. તો સ્વયં પોતાને પણ આવી જ રીતે પૂછો કે જો કોઈ પણ સાધારણ સંકલ્પ કરીએ છીએ તો શું હાઈએસ્ટ કહેવાશું? તો સંકલ્પ પણ સાધારણ ન હોય. જ્યારે સંકલ્પ શ્રેષ્ઠ થઇ જશે તો વાણી અને કર્મ આપમેળે શ્રેષ્ઠ થઇ જશે. આવી રીતે પોતાને હોલીએસ્ટ અને હાઈએસ્ટ, સંપૂર્ણ નિર્વિકારી બનાવો. વિકાર નું નામ-નિશાન ન હોય. જ્યારે નામ-નિશાન જ નથી તો પછી કામ કેવી રીતે થશે? જેમ ભવિષ્યમાં વિકાર નું નામ-નિશાન નથી હોતું એવી જ રીતે હાઈએસ્ટ અને હોલીએસ્ટ હમણાંથી જ બનાવો ત્યારે અનેક જન્મ ચાલતાં રહેશે. અચ્છા. આવું ઊંચું નામ અને ઊંચું કામ કરવા વાળાઓને નમસ્તે.