Search for a command to run...
10 May 1972
સ્વમાન માં રહેવાથી ફરમાન ની પાલના
10 May 1972 · ગુજરાતી
સ્વમાન અને ફરમાન - બંનેમાં રહેવા અને ચાલવામાં પોતાને હિંમતવાન સમજો છો? સ્વમાન માં પણ સદા સ્થિત રહો અને સાથે-સાથે ફરમાન પર પણ ચાલતાં રહો, આ બંને વાતોમાં પોતાને ઠીક સમજો છો? જો સ્વમાન માં સ્થિત નથી રહેતાં તો ફરમાન પર ચાલવામાં પણ કોઈ ને કોઈ ખોટ પડી જાય છે. એટલા માટે બંને વાતોમાં સ્વયં પોતાને યથાર્થ રુપથી સ્થિત કરીને સદા આવી સ્થિતિ બનાવવી. વર્તમાન પુરુષોત્તમ સંગમયુગ નું તમારું બ્રાહ્મણોનું જે ઊંચામાં ઊંચું સ્વમાન છે એમાં સ્થિત રહેવાનું છે. આ એક જ શ્રેષ્ઠ સ્વમાન માં સ્થિત થવાથી જુદા-જુદા પ્રકારનાં દેહ-અભિમાન સ્વતઃ અને સહજ જ સમાપ્ત થઈ જાય છે. ક્યાંક-ક્યાંક સેવા કરતાં-કરતાં કે પોતાનાં પુરુષાર્થ માં ચાલતાં-ચાલતાં ખુબ નાની એવી એક શબ્દની ભૂલ કરી દે છે, જેનાથી જ પછી બધી ભૂલો થઇ જાય છે. બધી ભૂલોનું બીજ એક શબ્દની કમજોરી છે, એ કયો શબ્દ? સ્વમાન માંથી ‘સ્વ’ શબ્દ કાઢી નાખે છે. સ્વમાન ને ભૂલી જાય છે, માન માં આવવાથી ફરમાન ભૂલી જાય છે. ફરમાન છે - સ્વમાન માં સ્થિત રહો. તો માન માં આવવાથી ફરમાન ખતમ થઈ ગયું ને. આ જ એક શબ્દની ભૂલ થવાથી અનેક ભૂલો થઇ જાય છે. પછી માન માં આવીને બોલવું, ચાલવું, કરવું બધું બદલાઈ જાય છે. ફક્ત એક શબ્દ કપાવાથી જે વાસ્તવિક સ્થિતિ છે એનાથી કપાઈ જાય છે. આવી સ્થિતિમાં આવવાનાં કારણે જે પુરુષાર્થ કે સર્વિસ (સેવા) કરે છે એનું પરિણામ એ નીકળે છે જે મહેનત વધારે અને પ્રત્યક્ષ ફળ ઓછું નીકળે છે. સફળતા-મૂર્ત જે બનવું જોઈએ એ નથી બની શકતાં અને સફળતા-મૂર્ત ન બનવાનાં કારણે અથવા સફળતા પ્રાપ્ત ન થવાનાં કારણે પછી એનું પરિણામ શું થાય છે? ખુબ મહેનત કરતાં-કરતાં ચાલતાં-ચાલતાં થાકી જાય છે. ઉલ્લાસ ઓછો થતાં-થતાં આળસ આવી જાય છે અને જ્યાં આળસ આવી ત્યાં એનાં બીજા સાથી પણ સહજ જ આવી જાય છે. આળસ એનાં બધાં સાથીઓ સાથે આવે છે, એકલી નથી આવતી. જેમ બાપ પણ એકલા નથી આવતાં પોતાનાં બાળકો સહિત પ્રત્યક્ષ થાય છે. એ રીતે આ જે વિકાર છે એ પણ એકલા નથી આવતાં, સાથીઓની સાથે આવે છે. એટલે પછી વિકારોની પ્રવેશતા થવાથી અનેક ફરમાન ઉલ્લંઘન કરવાનાં કારણે સ્થિતિ શું થઈ જાય છે? કોઈ ને કોઈ વાતની ઈચ્છા રહી જાય છે. ન પોતે સંતુષ્ટ રહે છે, ન બીજાને સંતુષ્ટ કરી શકે છે, ફક્ત એક શબ્દ કટ (કાપવા) કરવાનાં કારણે. એટલા માટે ક્યારેય પણ પોતાની ઉન્નતિ નો જે પ્રયત્ન કરો છો અથવા સેવાનો કોઈ પણ પ્લાન (યોજના) બનાવી પ્રેક્ટિકલ (પ્રયોગ) માં લાવો છો, તો પ્લાન બનાવવા અને પ્રેક્ટિકલ માં લાવવાનાં સમયે પણ પહેલાં પોતાનાં સ્વમાન ની સ્થિતિમાં સ્થિત થઈ પછી કોઈ પણ પ્લાન બનાવો અને પ્રેક્ટિકલ માં લાવો. સ્થિતિ ને છોડીને પ્લાન નહીં બનાવો. જો સ્થિતિ ને છોડીને પ્લાન બનાવો છો તો શું થઈ જાય છે? એમાં કોઈ શક્તિ નથી રહેતી. શક્તિ વગર એ પ્લાન નો પ્રેક્ટિકલ માં શું પ્રભાવ રહેશે? સેવા તો ઘણી કરો છો, વિસ્તાર ઘણો કરી લો છો પણ બીજ-રુપ અવસ્થા ને છોડી દો છો. વિસ્તાર માં જવાથી સાર કાઢી નાખો છો. એટલા માટે હવે સાર ને ન કાઢો. વિસ્તાર ને સમાવતાં અર્થાત્ સાર-સ્વરુપ બનતાં નથી આવડતું. ક્વોન્ટીટી (સંખ્યા) માં જતાં રહો છો પણ પોતાની ક્વોલિટી (ગુણવત્તા) નથી નીકળતી. પોતાની સ્થિતિ માં પણ સંકલ્પો ની ક્વોન્ટીટી છે. એટલા માટે સેવાનાં પરિણામ માં પણ ક્વોન્ટીટી છે, ક્વોલિટી નથી. આખાં વૃક્ષ રુપી વિસ્તાર માં એક બીજ જ પાવરફુલ (શક્તિશાળી) હોય છે ને. એમ જ ક્વોન્ટીટી નાં બીજ માં એક પણ ક્વોલિટી વાળું છે તો એ વિસ્તાર માં બીજ-રુપ સમાન છે. ક્વોલિટી ની સેવા કરો છો? વિસ્તાર માં જવાથી કે બીજાનું કલ્યાણ કરતાં-કરતાં પોતાનું કલ્યાણ તો નથી ભૂલી જતાં? જ્યારે બીજાનાં પ્રત્યે વધારે અટેન્શન (ધ્યાન) આપો છો તો પોતાની અંદર જે ટેન્શન ચાલે છે એને નથી જોતાં. પહેલાં પોતાનાં ટેન્શન ઉપર અટેન્શન આપો, પછી વિશ્વમાં જે અનેક પ્રકારનાં ટેન્શન છે એને સમાપ્ત કરી શકશો. પહેલાં સ્વયં પોતાને જુઓ. પોતાની સર્વિસ પહેલાં, પોતાની સર્વિસ કરી તો બીજાની સર્વિસ સ્વત: જ થઇ જાય છે. પોતાની સર્વિસ ને છોડી બીજાની સર્વિસ માં લાગેલાં રહેવાથી સમય અને સંકલ્પ વધારે ખર્ચ કરી નાખો છો. એનાં કારણે જે જમા થવું જોઈએ એ નથી કરી શકતાં. જમા ન થવાનાં કારણે એ નશો, એ ખુશી નથી રહેતી. હમણાં-હમણાં કમાયા અને હમણાં-હમણાં ખાધું. તો એ અલ્પકાળ નું થઈ જાય છે. જમા હોય છે તે સદા સાથે રહે છે. તો હવે જમા કરવાનું પણ શીખો. ફક્ત આ જન્મ માટે નહીં પણ ૨૧ જન્મો માટે જમા કરવાનું છે. જો હમણાં-હમણાં કમાયા અને ખાધું તો ભવિષ્ય માં શું બનશો? હમણાં-હમણાં કમાયા અને હમણાં-હમણાં વહેંચ્યું, ના. ખાધા પછી સમાવવું પણ જોઈએ, પછી વહેંચવું જોઈએ. કમાયા અને વહેંચી દીધું, તો પોતાનામાં શક્તિ નથી રહેતી. ફક્ત ખુશી થાય છે - જે મળ્યું એ વહેચ્યું. દાન કરવાની ખુશી હોય છે પણ એને સ્વયં માં સમાવવાની શક્તિ નથી હોતી. ખુશીની સાથે શક્તિ પણ જોઈએ. શક્તિ ન હોવાનાં કારણે નિર્વિઘ્ન નથી થઈ શકતાં, વિઘ્નો ને પાર નથી કરી શકતાં. નાનાં-નાનાં વિઘ્ન લગન ને ડિસ્ટર્બ (ભંગ) કરી દે છે. એટલા માટે સમાવવાની શક્તિ ધારણ કરવી જોઈએ. જેમ ખુશીની ઝલક ચહેરામાં દેખાઈ આવે છે, એમ શક્તિની ઝલક પણ દેખાઈ આવવી જોઈએ. ખુબ સરળચિત્ત બનો પણ જેટલા સરળચિત્ત છો એટલાં જ સહનશીલ હોય. કે સહનશીલતા પણ સરળતા છે? સરળતાની સાથે સમાવવાની, સહન કરવાની શક્તિ પણ જોઈએ. જો સમાવવાની અને સહન કરવાની શક્તિ નથી તો સરળતા ખુબ ભોળું રુપ ધારણ કરી લે છે અને ક્યાંક-ક્યાંક ભોળપણ ખુબ મોટું નુકસાન કરી દે છે. તો એવાં સરળચિત્ત પણ નથી બનવાનું. બાપ ને પણ ભોળાનાથ કહે છે ને. પણ એવાં ભોળા નથી જે સામનો ન કરી શકે. ભોળાનાથ ની સાથે-સાથે ઓલમાઈટી ઓથોરિટી (સર્વશક્તિમાન સત્તા) પણ છે ને. ફક્ત ભોળાનાથ નથી. અહીંયા શક્તિ-સ્વરુપ ભૂલીને ફક્ત ભોળા બની જાય છે તો માયાનો ગોળો લાગી જાય છે. વર્તમાન સમયે ભોળપણ નાં કારણે માયાનો ગોળો વધારે લાગી રહ્યો છે. એવું શક્તિ-સ્વરુપ બનવાનું છે જે માયા સામનો કરવાની પહેલાં જ નમસ્કાર કરી લે, સામનો ન કરી શકે. ખુબ સાવધાન, ખબરદાર - હોશિયાર રહેવાનું છે. પોતાની વૃત્તિ અને વાયુમંડળ ને ચેક કરો (તપાસો). સ્વયં પોતાને જુઓ કે કોઈ પણ વાયુમંડળ પોતાની વૃત્તિ ને કમજોર તો નથી કરતું ને? કેવું પણ વાયુમંડળ હોય પણ પોતાની શક્તિશાળી વૃત્તિ વાયુમંડળ ને પરિવર્તન માં લાવી શકે છે. જો વાયુમંડળ ની વૃત્તિ પર અસર થઇ જાય છે તો એ જ ભોળપણ છે. એવું પણ ન વિચારવું જોઈએ કે હું તો ઠીક છું પણ વાયુમંડળ ની અસર થઈ ગઈ. ના. કેવું પણ વાયુમંડળ વિકારી હોય પણ પોતાની વૃત્તિ નિર્વિકારી હોવી જોઈએ. જ્યારે કહો છો - અમે પતિત-પાવનીઓ છીએ, પતિતો ને પાવન બનાવવા વાળી છીએ. જ્યારે આત્માઓને પાવન બનાવી શકો છો તો શું વાયુમંડળ ને પતિત થી પાવન નથી બનાવી શકતાં? પાવન બનાવવા વાળા વાયુમંડળ નાં વશીભૂત નથી થતાં. પણ વાયુમંડળ વૃત્તિ ની ઉપર પ્રભાવ પાડી દે છે, આ છે કમજોરી. દરેકે એવું સમજવું જોઈએ કે મારે સ્વયં પોતાની પાવરફુલ વૃત્તિ થી જે પણ અપવિત્ર અથવા કમજોરી નું વાયુમંડળ છે એને નષ્ટ કરવાનું છે. તમે નષ્ટ કરવા વાળા છો, ન કે વશ થવા વાળા. કોઈ પતિત વાયુમંડળ નું વર્ણન પણ ન કરવું જોઈએ. વર્ણન કર્યું તો જેમ કહેવત છે ને - પાપ ને જોવા વાળા ઉપર પણ પાપ ચઢે છે. જો કોઈ પણ કમજોર કે પતિત વાયુમંડળ નું વર્ણન પણ કરે છે તો એ પણ પાપ છે. કારણ કે એ સમયે બાપ ને ભૂલી જાય છે. જ્યાં બાપ ભુલાઈ જાય છે ત્યાં પાપ જરુર થાય છે. બાપ ની યાદ હશે તો પાપ ન થઈ શકે. એટલા માટે વર્ણન પણ ન કરવું જોઈએ. જ્યારે બાપ નું ફરમાન છે તો મુખ થી જ્ઞાન રત્નો નાં સિવાય બીજો કોઈ એક શબ્દ પણ વ્યર્થ ન નીકળવો જોઈએ. વાયુમંડળ નું વર્ણન કરવું - આ પણ વ્યર્થ થયું ને. જ્યાં વ્યર્થ છે ત્યાં સમર્થ ની સ્મૃતિ નથી. સમર્થ ની સ્મૃતિ માં રહીને કોઈ પણ બોલ બોલશો તો વ્યર્થ નહીં બોલો, જ્ઞાન રત્ન જ બોલશો. તો વૃત્તિ ને, વાણી ને પણ ચેક કરો. કેટલાંક એવું પણ સમજે છે કે કર્મ કરી લીધું, પશ્ચાતાપ કરી લીધું, માફી માંગી લીધી, છૂટી ગયાં. પણ નહીં. કેટલી પણ કોઈ માફી લઈ લે પરંતુ જે કોઈ પાપ-કર્મ કે વ્યર્થ કર્મ પણ કર્યાં તો એનાં નિશાન નષ્ટ નથી થતાં. નિશાન પડી જ જાય છે. રજીસ્ટર સાફ-સ્વચ્છ નથી થતું. એટલા માટે એવું પણ નહીં કહેતાં કે થઈ ગયું, માફી લઈ લીધી. આ રીત-રસમ ને પણ નહીં અપનાવતાં. પોતાનું કર્તવ્ય છે - સંકલ્પ માં, વૃત્તિ માં, સ્મૃતિ માં પણ કોઈ પાપ નો સંકલ્પ ન આવે. આને જ કહેવાય છે બ્રાહ્મણ અર્થાત્ પવિત્ર. જો વૃત્તિ, સ્મૃતિ કે સંકલ્પ માં કોઈ પણ અપવિત્રતા છે તો બ્રાહ્મણ-પણાની સ્થિતિ માં સ્થિત નહીં થઇ શકો, ફક્ત કહેવા માત્ર છો. એટલા માટે કદમ-કદમ પર સાવધાન રહો. ખુશીની સાથે-સાથે શક્તિઓને પણ સાથે રાખવાની છે. વિશેષતાઓની સાથે જો કમજોરી પણ હોય છે તો એક કમજોરી અનેક વિશેષતાઓને સમાપ્ત કરી દે છે. તો પોતાની વિશેષતાઓને પ્રત્યક્ષ કરવા માટે કમજોરી ને સમાપ્ત કરી દો. સમજ્યાં? સર્વિસ (સેવા) ની વચ્ચે જો ડીસસર્વિસ (કુસેવા) થઇ જાય છે તો ડીસસર્વિસ પ્રત્યક્ષ થઈ જાય છે. કેટલું પણ અમૃત હોય પરંતુ વિષ નું એક ટીપું પણ પડે તો આખું અમૃત વિષ બની જાય છે. કેટલી પણ સર્વિસ કરો પરંતુ એક નાની ભૂલ ડીસસર્વિસ નું કારણ બની જાય છે, સર્વિસ ને સમાપ્ત કરી દે છે. એટલા માટે ખુબ જ અટેન્શન રાખો પોતાની ઉપર અને પોતાની સર્વિસ ઉપર. પહેલાં કરવાનું છે, પછી કહેવાનું છે. કહેવું સહજ હોય છે પણ કરવામાં મહેનત છે. મહેનત નું ફળ સારું હોય છે, ફક્ત કહેવાનું ફળ સારું નથી. તો પહેલાં કરો, પછી કહો. પછી જોશો, કેવી ક્વોલિટી વાળી સર્વિસ થાય છે. પોતાની ક્વોલિટી ને જુઓ. સમજ્યાં? વૃત્તિ અને વાયુમંડળ ને પાવરફુલ બનાવો. તમારો બ્રાહ્મણો નો જન્મ જ છે - બનવા અને બનાવવા માટે, ફક્ત બનવા માટે નહીં. ભણાવવા માટે ભણવાનું છે. વિશ્વ-કલ્યાણકારી છો ને. જેમ બાપ કલ્યાણકારી છે, સાથે તમે પણ મદદગાર છો. એટલા માટે એ પણ ન વિચારવું જોઈએ કે મારી વૃત્તિ તો ઠીક છે, આ તો વાયુમંડળે કરી દીધું છે. જો પોતાની વૃત્તિ ઠીક છે અને એની વાયુમંડળ પર અસર નથી થતી, તો પાવરફુલ વૃત્તિ નથી. પાવરફુલ વસ્તુનો પ્રભાવ આજુ-બાજુ જરુર પડે છે, એ છૂપો નથી રહી શકતો. તો પોતાની વૃત્તિ ને પણ પારખવા માટે આ ચેક (તપાસ) કરો કે વૃત્તિ ની વાયુમંડળ પર શું અસર છે? વાયુમંડળ જો બીજું દેખાય છે તો સમજવું જોઈએ પોતાની વૃત્તિમાં પણ કમજોરી છે. એ કમજોરી ને નષ્ટ કરવી જોઈએ. આજકાલ ચારે બાજુની સેવા નાં પરિણામ માં વિશેષ શું દેખાય છે?
સાઝ (સુર) વગાડવામાં ખુબ હોશિયાર થઈ ગયાં છે પણ સાઝ માં જવાથી રાઝ (રહસ્ય) થી ખસી જાય છે. બનવાનું છે રાઝયુક્ત પણ બની ગયાં છે સાઝયુક્ત. સાઝ અને રાઝ બંનેય સાથે-સાથે સમાન હોવાં જોઈએ. જો એક વાત વધારે ફોર્સ માં (તીવ્રતા) છે અને બીજી વાત ગુપ્ત છે તો પરિણામ પણ ગુપ્ત રહી જાય છે. સાઝ વગાડવામાં તો બધાં ખુબ હોશિયાર થઈ ગયાં છે પણ રાઝયુક્ત પણ બનવાનું છે. તો હવે રાઝયુક્ત બનો, યોગયુક્ત બનો. અચ્છા. આવાં રાઝયુક્ત, યોગયુક્ત, યુક્તિયુક્ત ચાલવા વાળાઓને નમસ્તે.