Search for a command to run...
3 May 1972
‘લૉ મેકર’ બનો, ‘લૉ બ્રેકર’ નહીં
3 May 1972 · ગુજરાતી
(કાયદા નાં નિર્માતા બનો, કાયદા ને ભંગ કરનાર નહીં)
પોતાને લવફુલ (પ્રેમાળ) અને લૉફુલ (કાયદેસર) બંને સમજો છો? જેટલાં લવફુલ એટલાં જ લોફુલ છો કે જ્યારે લવફુલ બનો છો ત્યારે લૉફુલ નથી બની શકતાં કે જ્યારે લોફુલ બનો છો ત્યારે લવફુલ નથી બની શકતાં? શું બંને સાથે-સાથે એક જ સમયે કર્મ માં અથવા સ્વરુપમાં દેખાઈ શકે છે? કારણ કે જ્યાં સુધી લૉ અને લવ બંને સમાન નથી થયાં ત્યાં સુધી કાર્યમાં સદા સફળતામૂર્ત નહીં બની શકાય. સફળતામૂર્ત અથવા સંપૂર્ણમૂર્ત બનવા માટે આ બંનેની આવશ્યકતા છે. લૉફુલ સ્વયં પોતાનાં માટે પણ બનવાનું હોય છે. ન ફક્ત બીજા માટે લૉફુલ બનવાનું હોય છે પરંતુ જે સ્વયં પોતાનાં પ્રત્યે લૉફુલ બને છે એ જ બીજાનાં પ્રત્યે પણ લૉફુલ બની શકે છે. જો સ્વયં પોતાનાં પ્રત્યે કોઈ પણ લૉ ને બ્રેક (ભંગ) કરે છે તો એ બીજાની ઉપર લૉ નહીં ચલાવી શકે. કેટલું પણ બીજાનાં પ્રત્યે લૉફુલ બનવાનો પ્રયત્ન કરશે પણ બની નહીં શકે. એટલા માટે સ્વયં પોતાને પુછો કે હું પોતાનાં પ્રત્યે કે અન્ય આત્માઓ પ્રત્યે લૉફુલ બન્યો છું? સવાર થી લઇને રાત સુધી મન્સા સ્વરુપ માં અથવા કર્મ માં સંપર્ક કે એકબીજા ને સહયોગ આપવામાં, કે સેવામાં ક્યાંય પણ કોઈ પ્રકારનો લૉ બ્રેક તો નથી કર્યો? જે લૉ-બ્રેકર (ભંગ કરનાર) હશે એ નવી દુનિયાનો મેકર (નિર્માતા) નહીં બની શકે. અથવા પીસ-મેકર (શાંતિ સ્થાપક), ન્યુ-વર્લ્ડ-મેકર (નવી શ્રુષ્ટિનાં નિર્માતા) નહીં બની શકે. તો સ્વયં પોતાને જુઓ કે હું ન્યુ-વર્લ્ડ-મેકર કે પીસ-મેકર, લૉ-મેકર છું કે લૉ-બ્રેકર છું? જે સ્વયં લૉ-મેકર છે એ જ જો લૉ બ્રેક કરે છે, તો શું એવાને લૉ-મેકર કહી શકાય? ઈશ્વરીય લૉ કે ઈશ્વરીય નિયમ શું છે, એ બધાં સ્પષ્ટ જાણો છો ને કે હજું જાણવાનું છે? જાણવાનો અર્થ શું થાય છે? જાણવું અર્થાત્ ચાલવું. જાણ્યાં પછી માનવાનું હોય છે, માન્યાં પછી ચાલવાનું હોય છે. તો એવું સમજો કે અહીંયા જે પણ બેઠા છે એ બધાં જાણી ગયાં છે અર્થાત્ ચાલી રહ્યાં છે? અમૃતવેલા થી લઈને જે પણ દિનચર્યા બતાવી રહ્યાં છો એ બધાં ઈશ્વરીય લૉ નાં પ્રમાણે વિતાવી રહ્યાં છો કે એમાં કંઈક પર્સન્ટેજ (ટકાવારી) છે? જાણવામાં પર્સન્ટેજ છે? જો જાણવામાં પર્સન્ટેજ નથી અને જાણીને ચાલવામાં પર્સન્ટેજ છે તો એને જાણ્યું કેવી રીતે કહેશું? યથાર્થ રુપ થી નથી જાણ્યું એટલા માટે ચાલી નથી શકતાં કે જાણી લીધું છે પણ ચાલી નથી શકતાં, શું કહેશું? જ્યારે કહો છો કે અહીંયા જાણવું, માનવું અને ચાલવું એક જ છે. પછી આ અંતર કેમ રાખ્યું છે? અજ્ઞાનીઓને આ સમજાવો છો કે તમે જાણો છો આપણે આત્મા છીએ, પણ માનીને ચાલતા નથી. તમે પણ જાણો છો કે આ ઈશ્વરીય નિયમ છે, આ નથી. જાણીને પછી ચાલતા નથી તો આ સ્ટેજ (અવસ્થા) ને શું કહેશું? (પુરુષાર્થ) પુરુષાર્થી જીવનમાં ભૂલ થવી માફ છે, એવું? જેવી રીતે ડ્રામાની ઢાલ સહારો આપી દે છે તેમ પુરુષાર્થી શબ્દ પણ હાર ખાવામાં કે અસફળતા પ્રાપ્ત થવામાં ખુબ સારી ઢાલ છે. અલંકારો માં આ ઢાલ દેખાડેલી છે? એવાં ને પુરુષાર્થી કહેશું? પુરુષાર્થ શબ્દનો અર્થ શું કરો છો? આ રથ માં રહીને પોતાને પુરુષ અર્થાત્ આત્મા સમજીને ચાલો, એને કહેવાય છે પુરુષાર્થી. તો આવો પુરુષાર્થ કરવા વાળો અર્થાત્ આત્મિક સ્થિતિમાં રહેવા વાળો આ રથ નો પુરુષ અર્થાત્ માલિક કોણ છે? આત્મા ને. તો પુરુષાર્થી એટલે પોતાને રથી સમજવા વાળા. આવાં પુરુષાર્થી ક્યારેય હાર નથી ખાઈ શકતાં. તો પુરુષાર્થ શબ્દ ને આવી રીતે યુઝ (ઉપયોગ) ન કરો. હાં, એમ કહો - અમે પુરુષાર્થહીન થઈ જઈએ છીએ ત્યારે હાર થાય છે. જો પુરુષાર્થ માં બરાબર લાગેલા હશો તો ક્યારેય હાર ન થઇ શકે. જાણવા અને ચાલવામાં જો અંતર છે તો આવી સ્ટેજ (અવસ્થા) વાળાને પુરુષાર્થી ન કહી શકાય. પુરુષાર્થી સદૈવ મંઝિલ ને સામે રાખીને ચાલે છે, એ ક્યારેય થોભતાં નથી. વચ્ચે-વચ્ચે માર્ગમાં જે સીન (દૃશ્ય) આવે છે એને જોવા લાગે છે પણ થોભતાં નથી. જુઓ છો કે જોવા છતાં નથી જોતાં? જે પણ વાત સામે આવે છે એને જુઓ છો? એવી અવસ્થામાં ચાલવા વાળાને પુરુષાર્થી ન કહી શકાય. પુરુષાર્થી ક્યારેય પણ પોતાની હિંમત અને ઉલ્લાસ ને છોડતાં નથી. હિંમત, ઉલ્લાસ સદા સાથે છે તો વિજય હંમેશા છે જ. જ્યારે હિંમતહીન બનો છો અથવા ઉલ્લાસ ની બદલે કોઈ ને કોઈ પ્રકારની આળસ જ્યારે આવે છે ત્યારે જ હાર થાય છે. અને નાની એવી ભૂલ કરવાથી લૉફુલ બનવાની બદલે સ્વયં જ લૉ-મેકર હોવા છતાં લૉ ને બ્રેક કરવા વાળા બની જાય છે. એ નાની એવી ભૂલ કઈ છે? એક માત્રા ની ફક્ત ભૂલ છે. એક માત્રાનાં અંતરથી લૉ-મેકરની બદલે લૉ ને બ્રેક કરવા વાળા બની જાય છે. આમ સદા સરેન્ડર (સમર્પિત) રહે તો સફળતામૂર્ત, વિજયીમૂર્ત બની જશે. પણ ક્યારેક-ક્યારેક પોતાની મત ચલાવી દે છે, એટલે હાર થઈ જાય છે. સારું, એક માત્રા નાં અંતરનો શબ્દ છે - શિવ ની બદલે શવ (મૃતશરીર) ને જુએ છે. શવ ને જોવાથી શિવ ને ભૂલી જાય છે. શિવ શબ્દ બદલીને વિષ બની જાય છે. વિષ, વિકારોનું વિષ. એક માત્રાનાં અંતર થી ઉલટા બની જવાથી વિષ ભરાઈ જાય છે. એનું પછી પરિણામ પણ એવું જ નીકળે છે. ઉલટા થઈ ગયાં તો પરિણામ પણ જરુર ઉલટું જ નીકળશે. એટલા માટે ક્યારેય પણ શવ ને ન જુઓ અર્થાત્ આ દેહને ન જુઓ. એને જોવાથી અથવા શરીર નાં ભાનમાં રહેવાથી લૉ બ્રેક થાય છે. જો આ લૉ માં સ્વયં પોતાને સદા કાયમ રાખો કે શવ ને નથી જોવાનું; શિવને જોવાનાં છે તો ક્યારેય પણ કોઈ વાતમાં હાર નહીં થશે, માયા પ્રહાર નહીં કરે. જ્યારે માયા પ્રહાર કરે છે ત્યારે હાર થાય છે. જો માયા પ્રહાર જ નહીં કરે તો હાર કેવી રીતે થશે? તો સ્વયં પોતાને બાપ ની ઉપર દરેક સંકલ્પ માં બલિહાર બનાવો તો ક્યારેય હાર નહીં થશે. સંકલ્પ માં પણ જો બાપની ઉપર બલિહાર નથી, તો સંકલ્પ કર્મમાં આવીને હાર ખવડાવી દે છે. એટલા માટે જો પોતાને લૉ-મેકર સમજો છો તો ક્યારેય પણ આ લૉ ને બ્રેક નહીં કરતાં. ચેક કરો - આ જે સંકલ્પ આવ્યો એ બાપ ની ઉપર બલિહાર થવા યોગ્ય છે? કોઇ પણ શ્રેષ્ઠ દેવતાઓ હોય છે, એમને ક્યારેય પણ કોઈ ભેટ ચઢાવે છે તો દેવતાઓને યોગ્ય ભેટ ચઢાવે છે, જેવી તેવી નથી ચઢાવતાં. તો દરેક સંકલ્પ બાપની ઉપર અર્થાત્ બાપનાં કર્તવ્યની ઉપર બલિહાર જવાનો છે. આ ચેક કરો - જેમ ઊંચે થી ઊંચા બાપ છે એવાં જ સંકલ્પ પણ ઉંચા છે જે ભેટ ચઢાવીએ? જો વ્યર્થ સંકલ્પ, વિકલ્પ છે તો બાપ ની ઉપર બલિ ન ચઢાવી શકાય, બાપ સ્વીકાર કરી ન શકે. આજકાલ શક્તિઓ અને દેવીઓનું ભોજન હોય છે તો એમાં પણ શુદ્ધિ પૂર્વક ભોગ ચઢાવે છે. જો એમાં કોઈ અશુદ્ધિ હોય છે તો દેવી પણ સ્વીકાર નથી કરતી, પછી એ ભક્તોને મહેસુસ થાય છે કે દેવીએ અમારી ભેટ સ્વીકારી નથી. તો તમે પણ શ્રેષ્ઠ આત્માઓ છો. શુદ્ધિ પૂર્વક ભેટ નથી તો તમે પણ સ્વીકાર નથી કરતાં. ઊંચે થી ઊંચા બાપની આગળ શું ભેટ ચઢાવવાની છે એ તો સમજી શકો છો. દરેક સંકલ્પ માં શ્રેષ્ઠતા ભરતાં જાઓ, દરેક સંકલ્પ બાપ અને બાપનાં કર્તવ્ય માં ભેટ ચઢાવતાં જાઓ. પછી ક્યારેય પણ હારશો નહીં. હમણાં તો પણ કોઈ વ્યર્થ અથવા અશુદ્ધ સંકલ્પ ચાલવાની પ્રત્યક્ષ રુપમાં કોઈ સજા નથી મળી રહી, પણ થોડાક આગળ ચાલશો તો કર્મની તો વાત જ છોડો પણ અશુદ્ધ કે વ્યર્થ સંકલ્પ જો આવ્યો, કર્યો એની પ્રત્યક્ષ સજાનો પણ અનુભવ કરશો. કારણ કે જ્યારે વ્યર્થ સંકલ્પ કરો છો તો સંકલ્પ પણ ખજાનો છે. ખજાના ને જે વ્યર્થ વેડફે છે એનાં શું હાલ થાય છે? વ્યર્થ ધન વેડફવા વાળાનું પરિણામ શું નીકળે છે? દેવાળું નીકળી જાય છે. એમ જ આ શ્રેષ્ઠ સંકલ્પો નો ખજાનો વ્યર્થ વેડફતા-વેડફતા બાપ દ્વારા જે વારસો પ્રાપ્ત થવો જોઈએ એ પ્રાપ્તિનો અનુભવ નથી થતો. જેમ કોઇ દેવાળું કાઢે છે તો શું ગતિ (હાલત) થઇ જાય છે? એવી સ્થિતિનો અનુભવ થશે. એટલા માટે હમણાં જે સમય ચાલી રહ્યો છે એ ખુબ જ સાવધાની થી ચાલવાનો છે, કારણ કે હવે યાત્રી ચાલતા-ચાલતા ઊંચી મંઝિલ પર પહોંચી ગયાં છે. તો ઉંચી મંઝિલ પર કદમ-કદમ પર અટેન્શન (સાવધાની) રાખવાની ખુબ જ આવશ્યકતા હોય છે. દરેક કદમ માં ચેકિંગ કરવાની આવશ્યકતા હોય છે. જો એક કદમ માં પણ અટેન્શન ઓછું રહ્યું તો રીઝલ્ટ (પરિણામ) શું આવશે? ઊંચાઈ નાં બદલે પગ ખસકતા-ખસકતા નીચે આવી જશે. તો વર્તમાન સમયે એટલું અટેન્શન છે કે અલબેલાપણું છે? પહેલાં સમય જુદો હતો, એ સમય વીતી ગયો. જેમ-જેમ સમય વીતતો ગયો તો સમયનાં પ્રમાણે પરિસ્થિતિઓ માટે બાપ રહેમદિલ બનીને કાંઈક ને કાંઈક જે સેલ્વેશન (મુક્તિ) આપતા આવ્યાં છે એ સમય પ્રમાણે હવે સમાપ્ત થઈ ગયું. હવે રહેમદિલ નથી. જો હજું સુધી પણ રહેમદિલ બનતાં રહ્યાં તો આત્માઓ પોતાનાં ઉપર રહેમદિલ બની નહીં શકે. જ્યારે બાપ આટલી ઊંચી સ્ટેજ ની સાવધાની આપે છે ત્યારે બાળકો પણ પોતાનાં ઉપર રહેમદિલ બની શકે. આ કારણે હવે એવું નહીં સમજતા કે બાપ રહેમદિલ છે, એટલા માટે જે કંઈ પણ થઈ ગયું તો બાપ રહેમ કરી દેશે. ના, હવે તો એક ભૂલ નો હજાર ગણા દંડનો હિસાબ-કિતાબ ચૂકતું કરવો પડશે. એટલે હવે જરા પણ ગફલત કરવાનો સમય નથી. હવે તો બિલ્કુલ પોતાનાં કદમ-કદમ પર સાવધાની રાખતા કદમ માં પદ્મોની કમાણી કરતાં પદમપતિ બનો. નામ છે ને પદમા-પદમ ભાગ્યશાળી. તો જેવું નામ એવાં જ કર્મ હોવાં જોઈએ. દરેક કદમ માં જુઓ - પદમોની કમાણી કરતાં પદમપતિ બન્યાં છો? જો પદમપતિ નથી બન્યાં તો પદમા-પદમ ભાગ્યશાળી કેવી રીતે કહેવાશો? એક કદમ પણ પદમ ની કમાણી વગર ન જાય. એવી ચેકિંગ કરો છો કે ઘણાં કદમ વ્યર્થ ગયાં પછી હોશ આવે છે? એટલે પહેલાથી જ સાવધાન કરે છે. અંતનું સ્વરુપ શક્તિપણાનું છે. શક્તિ રુપ રહેમદિલ નું નથી હોતું. શક્તિનું રુપ સદૈવ સંહારી રુપ દેખાડે છે. તો સંહારનો સમય હવે સમીપ આવી રહ્યો છે. સંહારનાં સમયે રહેમદિલ નથી બનવાનું હોતું. સંહાર નાં સમયે સંહારી રુપ ધારણ કરવામાં આવે છે. એટલે હવે રહેમદિલ નો પાર્ટ પણ સમાપ્ત થયો. બાપનાં સંબંધ થી બાળકોનું અલબેલાપણું કે નાઝ (નખરા) આ બધું જોવાં છતાં આગળ વધાર્યા, પણ હવે સદ્દગુરુ નાં રુપમાં કોઈપણ પ્રકારથી પાવન બનાવીને સાથે લઈ જવાનો પાર્ટ છે. જેમ બાપ બાળકોનાં નાઝ અથવા અલબેલાપણું જોઈને પણ પ્રેમ થી સમજાવીને ચલાવી રહ્યાં છે. એ રુપ સદ્દગુરુ નું નથી હોતું. સદ્દગુરુ નું રુપ જેવાં સદ્દગુરુ છે - એવાં સત સંકલ્પ, સત બોલ, સતકર્મ બનાવવા વાળા છે. પછી ભલે નોલેજ (જ્ઞાન) દ્વારા કે પુરુષાર્થ દ્વારા બનાવે, ભલે પછી સજા દ્વારા બનાવે. સદ્દગુરુ નાઝ અને અલબેલાપણું જોવા વાળા નથી. એટલે હવે સમય અને બાપનાં રુપ ને જાણો. એવું ન થાય - બાપનાં આ અંતિમ સ્વરુપ ને ન જાણતાં પોતાનાં બાળપણ નાં અલબેલાપણા માં આવીને સ્વયં પોતાને જ છેતરી બેસો. એટલે ખુબ જ સાવધાન રહેવાનું છે. શક્તિઓએ હવે પોતાનુ સંહારી રુપ ધારણ કરવું જોઈએ. જેમ દેખાડ્યું છે - કોઈ પણ આસુરી સંસ્કાર શક્તિઓનો સામનો નથી કરી શકતાં, આસુરી સંસ્કાર વાળા શક્તિઓની સામે આંખ ઉઠાવીને જોઇ નથી શકતાં. તો આવાં સંહારી રુપ બનીને સ્વયં માં પણ આસુરી સંસ્કારોનો સંહાર કરો અને બીજાનાં પણ આસુરી સંસ્કારો નો સંહાર કરવા વાળા સંહારીમૂર્ત બનો. આવી હિંમત છે? માતા રુપમાં ભલે રહેમ આવી જાય, શક્તિ રુપમાં રહેમ ન આવે. માતા બનીને પાલના તો ઘણી કરી અને માતાની આગળ બાળકો લાડકોડ કરે પણ છે. શક્તિઓની આગળ કોઈની હિંમત નથી જે અલબેલાપણું દેખાડી શકે. પોતાનાં પ્રત્યે પણ હવે સંહારી બનો. એવી સ્ટેજ બનાવો કે આસુરી સંસ્કાર સંકલ્પ માં પણ આવી ન શકે. આને કહેવાય છે - એક જ નજર થી અસુર સંહારી. સંકલ્પો ને પરિવર્તન કરવામાં કેટલો સમય લાગે છે? એક સેકન્ડ. અને નજર થી જોવામાં કેટલો સમય લાગે છે? એક સેકન્ડ. તો નજર થી અસુર નો સંહાર કરવા વાળા અર્થાત્ એક સેકન્ડમાં આસુરી સંસ્કારોને ભસ્મ કરવા વાળા, એવા બન્યાં છો? કે આસુરી સંસ્કારોનાં વશીભૂત થઈ જાઓ છો? તમે કોણ છો? (ઈશ્વરીય સંપ્રદાય) તો ઈશ્વરીય સંપ્રદાય વાળા પાસે આસુરી સંસ્કાર પણ આવવા ન જોઈએ. હવે આસુરી સંસ્કાર આવે છે કે ભસ્મ થઈ ગયાં છે? (આવે છે) તો પછી શું બની જાઓ છો? પોતાનું રુપ બદલી બહુરુપી બની જાઓ છો શું? હમણાં-હમણાં ઈશ્વરીય સંપ્રદાય, હમણાં-હમણાં આસુરી સંસ્કારો નાં વશ થઈ જાઓ છો તો શું બની ગયાં? બહુરુપી થઈ ગયાં ને. જો હમણાં-હમણાં પોતાનાં આસુરી સંસ્કારો ને ભસ્મ કરવાની હિંમત રાખીને સંહારી રુપ બનો તો મુબારક છે. હવે આ પણ ધ્યાન રાખજો, સૂક્ષ્મ સજાઓની સાથે-સાથે સ્થૂળ સજાઓ પણ હોય છે. એવું નહીં સમજતા - સૂક્ષ્મ સજા તો પોતાની અંદર ભોગવીને ખતમ કરી દઈશું. ના. સૂક્ષ્મ સજાઓ તો સૂક્ષ્મમાં મળતી રહે છે અને દિવસ-પ્રતિ-દિવસ વધારે મળતી જશે પરંતુ ઈશ્વરીય મર્યાદાઓને પ્રમાણે કોઈપણ જો અમર્યાદાનું કર્તવ્ય કરે છે, મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તો આવાં અમર્યાદા થી ચાલવા વાળાને સ્થૂળ સજાઓ પણ ભોગવવી પડે છે. પછી ત્યારે શું થશે? પોતાના દૈવી પરિવારનો સ્નેહ, સંબંધ અને વર્તમાન સમયની સંપત્તિ નો જે ખજાનો છે એનાથી વંચિત થવું પડશે. એટલા માટે હવે ખુબ સમજી વિચારીને કદમ ઉપાડવાનાં છે. એવાં લૉ (નિયમ) શક્તિઓ દ્વારા સ્થાપિત થઈ રહ્યાં છે. પહેલાથી જ સાવધાન કરવું જોઈએ ને. પછી એમ ન કહેતાં કે આવું તો અમે સમજ્યાં નહોતાં, આ તો નવી વાત થઈ ગઈ. તો પહેલાથી જ સંભળાવી રહ્યાં છે. સૂક્ષ્મ લૉ ની સાથે સ્થૂળ લૉ અથવા નિયમ પણ છે. જેવી-જેવી ભૂલ, એ પ્રમાણે એવી ભૂલ કરવા વાળાને સજા. એટલા માટે લૉ-મેકર છો તો લૉ ને બ્રેક ન કરતાં. જો લૉ-મેકર પણ લૉ ને બ્રેક કરશે તો પછી લૉ-ફુલ રાજ્ય કરવાનાં અધિકારી કેવી રીતે બનશો? જે સ્વયંને જ લૉ નાં પ્રમાણે નથી ચલાવી શકતાં એ લૉ-ફુલ રાજ્ય કેવી રીતે ચલાવી શકશે? એટલા માટે હવે પોતાને લૉ-મેકર સમજી ને દરેક કદમ લૉ-ફુલ ઉઠાવો અર્થાત્ શ્રીમત પ્રમાણે ઉઠાવો. મન-મત મિક્સ (મિશ્રણ) નહીં કરતાં. માયા શ્રીમત ને બદલી ને મન ને મિક્સ કરી એને જ શ્રીમત સમજાવવાની બુદ્ધિ આપે છે. માયા ને વશ મન-મત ને પણ શ્રીમત સમજવા લાગે છે, એટલા માટે પારખવાની શક્તિ સદૈવ કામમાં લગાડો. ક્યાંક પારખવામાં પણ અંતર થવાથી સ્વયં પોતાને નુકસાન કરી દે છે. એટલે ક્યાંય પણ જો સ્વયં નથી પારખી શકતાં તો જે શ્રેષ્ઠ આત્માઓ નિમિત્ત છે એમનો સહયોગ લો. વેરીફાઇ (ચકાસણી) કરાવો કે આ શ્રીમત છે કે મન-મત છે. પછી પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવો. અચ્છા. આવાં લૉ-ફુલ અને લવફુલ જે બન્ને જ સાથે-સાથે રાખી ચાલવા વાળા છે, એવી આત્માઓને નમસ્તે.