Search for a command to run...
17 May 1972
સંગઠન રુપી કિલ્લા ને મજબૂત બનાવવાનું સાધન
17 May 1972 · ગુજરાતી
પાંડવ ભવન ને પાંડવો નો કિલ્લો કહેવાય છે. કિલ્લા નું ગાયન પણ છે. એમ જ જે ઈશ્વરીય સંગઠન છે, એ સંગઠન પણ કિલ્લો જ છે. જેમ સ્થૂળ કિલ્લાને ખુબ મજબૂત કરવામાં આવે છે, જેથી કોઈ પણ દુશ્મન પ્રહાર ન કરી શકે. એ રીતે મુખ્ય કિલ્લો છે સંગઠન નો. એમાં પણ એટલી મજબૂતી હોય જે કોઈ પણ વિકાર દુશ્મન નાં રુપમાં પ્રહાર કરી ન શકે. જો કોઇ દુશ્મન પ્રહાર કરી લે છે તો જરુર કિલ્લાની મજબૂતી ની કમી છે. આ તો સંગઠન રુપી કિલ્લો છે, આની મજબૂતી માટે ત્રણ વાતો ની આવશ્યકતા છે. જો ત્રણેય વાતો મજબૂત છે તો આ કિલ્લાની અંદર કોઈ પણ રુપ થી ક્યારેય પણ કોઈ દુશ્મન પ્રહાર નહીં કરી શકે. દુશ્મન પ્રવેશ પણ નહીં કરી શકે, હિંમત ન થઈ શકે. એ ત્રણ વાતો કઈ છે, જેનાથી મજબૂત થઇ શકાય છે? એક - સ્નેહ; બીજી - સ્વચ્છતા અને ત્રીજી છે રુહાનિયત આ ત્રણેય વાતો જો મજબૂત છે તો ક્યારેય કોઈનો પ્રહાર નહીં થશે. જો ક્યાંય પણ, કોઈ પણ પ્રહાર કરે છે, એનું કારણ આ ત્રણેય માં કોઇ-ને-કોઇ કમી છે. કાં સ્નેહ ની કમી છે કે પછી રુહાનિયત ની કમી છે. તો સંગઠન રુપી કિલ્લાને મજબૂત કરવા માટે આ ત્રણેય વાતો પર ખુબ અટેન્શન (ધ્યાન) જોઈએ. દરેક સ્થાન પર આ વાતો નો ફોર્સ (બળ) રાખીને પણ આ લાવવી જોઈએ. જેમ સ્થૂળ માં પણ વાયુમંડળ ને શુદ્ધ કરવા માટે એર ફ્રેશ (હવા તાજી) કરે છે. એનાથી અલ્પકાળ માટે વાયુમંડળ બદલાઈ જાય છે. એ રીતે આમાં પણ આ વાતોનું દબાણ નાખવું જોઈએ જેનાથી વાયુમંડળ નો પણ પ્રભાવ નીકળી જાય. કોઈને પણ આકર્ષિત કરવાની મુખ્ય વાતો આ જ હોય છે. સ્નેહ થી, સ્વચ્છતા થી પ્રભાવિત તો થઈ જાય છે પરંતુ મુખ્ય ત્રીજી વાત રુહાનિયત ની જે છે, એ છે મુખ્ય. બે વાતો થી પ્રભાવિત થઈ ને ગયાં. આ તો એમનાં પ્રત્યે વિશેષ વૃત્તિ અને દૃષ્ટિ માં અટેન્શન રહ્યું. તેનાં પરિણામ માં આ લઈને ગયાં. તો જેમ લોકોને પણ આ મુખ્ય વાતો આકર્ષિત કરવા માટે નિમિત્ત બને છે ને. એમ એક બે ને સંગઠન માં લાવવા માટે અથવા સંગઠન માં શક્તિ વધારવા માટે પરસ્પર પણ આ ત્રણ વાતો એક-બીજાને આપીને અટેન્શન અપાવવાની આવશ્યકતા છે. જો ત્રણે માંથી કોઇ પણ વાત ની કમજોરી છે તો જરુર કોઈ-ને-કોઈ કમજોરી છે. જે સફળતા થવી જોઈએ એ નથી થઈ શકતી, જરુર કોઇ કમી છે. તો આ વાતો ખુબ ધ્યાન માં રાખવાની છે. કિલ્લાની મજબૂતી હોય છે એક-બીજાનાં સંગઠન થી. જો કિલ્લાની દીવાલ માં એક પણ ઇંટ કે પથ્થર નો સહયોગ પૂરો ન હોય તો એ કિલ્લો સુરક્ષિત ન હોઈ શકે. જરા પણ હલશે તો કમજોર થઇ જશે. ભલે કહેવામાં તો એક ઈંટ ની ખોટ છે પણ કમજોરી ચારે તરફ ફેલાય છે. તો એમ જ મજબૂતી માટે ત્રણ વાતો ખુબ જરુરી છે. પછી કોઈ વાઈબ્રેશન (વાયુમંડળ) પણ ટચ (સ્પર્શ) નહીં કરી શકે. પોતાની ઉપર અટેન્શન ઓછું છે. જેમ સાકાર બાપ સાકાર રુપ માં લાઇટ-હાઉસ (પ્રકાશ-સ્ત્રોત), માઇટ-હાઉસ (શક્તિ-સ્ત્રોત) દૂર થી જ દેખાતા હતાં, એમ રુહાનિયત ની મજબૂતી હોવાથી કોઈ પણ અંદર આવશે તો લાઈટ-હાઉસ, માઇટ-હાઉસ નો અનુભવ કરશે. જેમ સ્નેહ અને સ્વચ્છતા બહાર નાં રુપમાં દેખાય છે, એમ જ રુહાનિયત કે અલૌકિકતા બહાર રીત થી પ્રત્યક્ષ દેખાઈ આવે, ત્યારે જય-જયકાર થશે. ડ્રામા પ્રમાણે જે પણ કંઈ ચાલી રહ્યું છે એને યથાર્થ તો કહેશું જ પણ સાથે-સાથે શક્તિ રુપનો પણ અનુભવ થવો જોઈએ. આ અલૌકિકતા જરુર હોવી જોઈએ.
આ સ્થાન બીજા સ્થાનો થી ભિન્ન છે. સ્વચ્છતા કે સ્નેહ તો દુનિયામાં પણ અલ્પકાળ માટે મળે છે પરંતુ રુહાનિયત ઓછી છે. આ ઈશ્વરીય કાર્ય ચાલી રહ્યું છે, કોઈ સાધારણ વાત નથી - આ અનુભવ અહીંયા આવીને કરવાં જોઈએ. એ ત્યારે થશે જ્યારે પોતાનાં અલૌકિક નશા માં રહીને નિશાન લગાવશો. આ લક્ષ્ય જરુર રાખવાનું છે - પોતાનાં ચરિત્ર દ્વારા, ચલન દ્વારા, વાણી દ્વારા, વૃત્તિ દ્વારા, વાયુમંડળ દ્વારા, બધાં પ્રકારનાં સાધનો થી બાપ નાં પ્રેક્ટિકલ (વ્યવહારિક) પાર્ટ ની પ્રત્યક્ષતા અવતરણ-ભૂમિ ઉપર તો પ્રત્યક્ષ મળવી જોઈએ. ફક્ત સ્નેહ, સ્વચ્છતા ની પ્રશંસા તો ક્યાંય પણ કરી શકે છે, નાનાં-નાનાં સ્થાનો માં પણ પ્રભાવ પડી શકે છે પરંતુ કર્મ-ભૂમિ, ચરિત્ર-ભૂમિ દ્વારા ભૂમિ માં આવવાની વિશેષતા હોવી જોઈએ. જેમ કોઈ ને ઘેરાવ નાખીને ચારે બાજુ થી એને પોતાની તરફ આકર્ષિત કરવાં માટે કરે છે. તો બાપની સાથે સ્નેહ માં પણ સમીપ લાવવાની પોઇન્ટસ (મુદ્દાઓ) નો ઘેરાવ નાખો. એનાં માટે વિશેષ આ ભૂમિ પર સંપર્ક માં આવવા વાળાઓને સંબંધ માં સમીપ લાવવાં જોઈએ. જે સંપર્ક માં આવવા વાળા છે એ જ સંબંધ માં સમીપ આવી શકે છે.
ચારેય બાજું આ જ અવાજ કાનો માં ગુંજતો રહે, ચારેય બાજું આ જ વાયુમંડળ એમને બળ આપતું રહે, એનાં માટે ત્રણ વાતોની આવશ્યકતા છે. હમણાં સુધી જે થયું એ તો કહેશું ઠીક થયું. સારું તો બધું જ હોય છે. પરંતુ હવે ની સ્ટેજ (અવસ્થા) પ્રમાણે હવે સારા માં સારું થવું જોઈએ. જ્યારે ચેલેન્જ (પડકાર) કરો છો - ૪ વર્ષ માં વિનાશ ની જ્વાળા પ્રત્યક્ષ થઇ જશે, તો સ્થાપના માં પણ જરુર બાપ ની પ્રત્યક્ષતા થશે ત્યારે તો કાર્ય થશે ને. સારું! કમાલ એ છે જે વિસ્તાર દ્વારા બીજ ને પ્રગટ કરે. વિસ્તાર માં બીજ ને ગુપ્ત કરી દે છે. હવે તો વૃક્ષ ની અંતિમ અવસ્થા છે ને. મધ્ય માં ગુપ્ત હોય છે. અંત સુધી ગુપ્ત નથી રહી શકતું. અતિ વિસ્તાર પછી અંત માં બીજ જ પ્રત્યક્ષ થાય છે ને. મનુષ્ય આત્માઓનો આ સ્વભાવ હોય છે જે વેરાયટી (વિભિન્નતા) માં આકર્ષિત વધારે થાય છે. પરંતુ તમે લોકો શેનાં માટે નિમિત્ત છો? બધી આત્માઓને વેરાઈટી કે વિસ્તાર નાં આકર્ષણ થી અટેન્શન કઢાવીને બીજ તરફ આકર્ષિત કરવાં. અચ્છા!