Search for a command to run...
15 May 1972
શ્રેષ્ઠ સ્થિતિ બનાવવાનું સાધન ત્રણ શબ્દ -નિરાકારી, અલંકારી અને કલ્યાણકારી
15 May 1972 · ગુજરાતી
પોતાને પદમાપદમ ભાગ્યશાળી સમજીને દરેક કદમ ઉઠાવો છો? પદમ કમળ પુષ્પ ને પણ કહે છે. કદમ-કદમ પર પદમ સમાન ન્યારા અને પ્યારા બનીને ચાલવાથી જ દરેક કદમ માં પદમોની કમાણી થાય છે. આવી શ્રેષ્ઠ આત્માઓ બન્યાં છો? બંનેય પ્રકારની સ્થિતિ બનાવી છે? એક કદમ માં પદમ તો કેટલાં ખજાનાનાં માલિક બની ગયાં. આવાં પોતાને અવિનાશી ધનવાન કે સંપત્તિવાન અને અતિ ન્યારા અને પ્યારા અનુભવ કરો છો? આ ચેક (તપાસ) કરવાનું છે કે એક પણ કદમ, પદમ સમાન સ્થિતિ માં રહેતાં પદમોની કમાણી વગર ન ઉપડે. આ સમયે એવાં પદમાપતિ અર્થાત્ અવિનાશી સંપત્તિવાન બનો છો જે આખો કલ્પ સંપત્તિવાન ગવાતાં જાઓ છો. અડધોકલ્પ સ્વયં વિશ્વનાં રાજ્યનાં, અખંડ રાજ્યનાં, નિર્વિઘ્ન રાજ્યનાં, અધિકારી બનો છો અને પછી અડધોકલ્પ ભક્ત લોકો તમારી આ સ્થિતિનાં ગુણગાન કરતાં રહે છે. કોઈ પણ ભક્ત ને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નો અનુભવ થાય છે તો કોની પાસે આવે છે? તમારા લોકોનાં યાદગાર ચિત્રોની પાસે. ચિત્રો થી પણ અલ્પકાળ ની પ્રાપ્તિ કરતાં પોતાની કમી કે કમજોરીઓને નષ્ટ કરતાં રહે છે. તો આખો કલ્પ પ્રેક્ટિકલ (પ્રયોગ) માં કે યાદગાર રુપમાં સદા સંપત્તિવાન, શક્તિવાન, ગુણવાન, વરદાની-મૂર્ત બની જાઓ છો. તો જ્યારે એક કદમ પણ ઉપાડો છો કે એક સંકલ્પ પણ કરો છો તો આવી સ્મૃતિમાં રહીને, આવાં પોતાનાં શ્રેષ્ઠ સ્વરુપ માં સ્થિત થઈને ચાલો છો? જેવી રીતે કોઇ હદ નો રાજા જ્યારે પોતાની રાજધાની તરફ જોશે તો કઈ સ્થિતિ અને દૃષ્ટિ થી જોશે? કયાં નશા થી જોશે? આ બધી મારી પ્રજા છે અથવા સંતાન નાં સમાન છે. એવી જ રીતે તમે લોકો પણ જ્યારે આ સૃષ્ટિની તરફ જુઓ છો કે કોઈ આત્માની પ્રત્યે નજર જાય છે તો શું સમજીને જુઓ છો? એમ સમજીને જુઓ છો કે આ આપણું વિશ્વ, જેનાં આપણે માલિક હતાં, એ આજે શું બની ગયું છે અને હમણાં અમે વિશ્વનાં માલિકનાં બાળકો ફરીથી વિશ્વને માલામાલ બનાવી રહ્યાં છીએ, સંપત્તિવાન બનાવી રહ્યાં છીએ, સદા સુખદાયી બનાવી રહ્યાં છીએ. આ નશામાં સ્થિત થઈને એ જ રુપ થી, એ જ વૃત્તિ થી, એ જ દૃષ્ટિ થી દરેક આત્માને જુઓ છો? કોઈ પણ આત્માને કઈ સ્થિતિ માં રહીને જુઓ છો? એ સમયની સ્થિતિ કે સ્ટેજ (અવસ્થા) કઈ હોય છે? (દરેકે સંભળાવ્યું) જે પણ સંભળાવ્યું, છે તો બધાં યથાર્થ કારણ કે હમણાં જ્યારે અયથાર્થ ને છોડી ચુક્યાં તો જે પણ બોલશો યથાર્થ જ બોલશો. હવે અયથાર્થ શબ્દ પણ મુખ થી ન નીકળી શકે. જ્યારે પણ કોઈ આત્માને જુઓ તો વૃત્તિ આ જ રાખવી જોઈએ કે આ બધી આત્માઓનાં પ્રત્યે બાપે અમને વરદાની અને મહાદાની નિમિત્ત બનાવ્યાં છે. વરદાની કે મહાદાની ની વૃત્તિ થી જોવાથી કોઈ પણ આત્મા ને વરદાન કે મહાદાન થી વંચિત નહીં છોડો. જે મહાદાની કે વરદાની હોય છે એમની સામે કોઈ પણ આવશે તો એ આત્માનાં પ્રત્યે કંઈક ને કંઈક દાતા બનીને આપશે જરુર. કોઈને પણ ખાલી નહીં મોકલે. તો આવી વૃત્તિ રાખવાથી કોઈ પણ આત્મા તમારા લોકોની સામે આવવાથી ખાલી હાથે નહીં જશે, કંઈક ને કંઈક લઈને જ જશે. તો એવાં પોતાને સમજીને દરેક આત્માને જુઓ છો? દાતા નાં બાળકો દાતા જ હોય છે. જેમ બાપ ની પાસે કોઈ પણ આવશે તો ખાલી હાથ નહીં મોકલે ને. તો એમ જ ફોલો ફાધર (બાપ ને અનુસરો). જેમ સ્થૂળ રીત માં પણ કોઈને પણ કોઈ યાદગાર-સોગાત (ભેટ) વગર નથી મોકલતાં ને. કંઈક ને કંઈક નિશાની આપો છો. આ સ્થૂળ રીત પણ કેમ ચાલી? સૂક્ષ્મ કર્તવ્ય ની સાથે સહજ સ્મૃતિ અપાવવા માટે સહજ સાધન બનાવેલું છે. તો જેવી રીતે આ વિચારો છો કે કોઈ પણ સ્થૂળ સોગાત વગર ન જાય, એવી જ રીતે સદા આ પણ લક્ષ્ય રાખો કે ઓછામાં ઓછું થોડું-ઘણું પણ લઈને જાય. ત્યારે તો તમારા વિશ્વનાં રાજ્ય માં આવશે. આવાં સદાચારી અને સદા મહાદાની દૃષ્ટિ, વૃત્તિ અને કર્મ થી પણ બનવા વાળા જ વિશ્વનાં માલિક બને છે. તો સદા આવી સ્થિતિ રહે અર્થાત્ સદા સંપત્તિવાન સમજી ને ચાલો, એનાં માટે ત્રણ શબ્દ યાદ રાખવાનાં છે. જે ત્રણ શબ્દો ને યાદ કરવાથી સદા અને સ્વતઃ આ વૃત્તિ રહે, એ ત્રણ શબ્દ કયાં છે? સદા નિરાકારી, અલંકારી અને કલ્યાણકારી. જો આ ત્રણ શબ્દો યાદ રહે તો સદા પોતાની શ્રેષ્ઠ સ્થિતિ બનાવી શકો છો. ભલે મન્સા કે કર્મણા માં કે સેવા માં - ત્રણેય સ્થિતિ માં પોતાની ઊંચી સ્થિતિ બનાવી શકો છો. જે સમયે કર્મ માં આવો છો તો સ્વયં પોતાને ચેક કરો કે સદા અલંકારી-મૂર્ત બનીને ચાલીએ છીએ? અલંકારી-મૂર્ત દેહ-અહંકારી નથી હોતાં. અલંકાર માં અહંકાર ખતમ થઈ જાય છે. એટલા માટે સદૈવ પોતાનાં અલંકારો ને જુઓ કે સ્વદર્શન-ચક્ર ચાલી રહ્યું છે? જો સદા સ્વદર્શન-ચક્ર ચાલતું રહેશે તો જે અનેક પ્રકારનાં માયાનાં વિઘ્નો નાં ચક્રમાં આવી જાઓ છો એ નહીં આવો. બધાં ચક્રો થી સ્વદર્શન-ચક્ર દ્વારા બચી શકો છો. તો સદૈવ આ જુઓ કે સ્વદર્શન-ચક્ર ચાલી રહ્યું છે? કોઈ પણ પ્રકારનો અલંકાર નથી અર્થાત્ સર્વ શક્તિઓથી શક્તિ ની ખોટ છે. જ્યારે સર્વ શક્તિઓ નથી તો સર્વ વિઘ્નો થી કે સર્વ કમજોરીઓ થી પણ મુક્તિ નથી. કોઈ પણ વાતમાં - ભલે વિઘ્નો થી, કે પોતાનાં જૂનાં સંસ્કારો થી, કે સેવા માં કોઈ અસફળતા નું કારણ બને છે અને એ કારણ નાં વશ કોઈ-ને-કોઈ વિઘ્ન ની અંદર આવી જાય છે. તો સમજવું જોઈએ મુક્તિ ન મળવાનું કારણ શક્તિની કમી છે. વિઘ્નો થી મુક્તિ ઇચ્છો છો તો શક્તિ ધારણ કરો અર્થાત્ અલંકારી રુપ થઈને રહેવાનું છે. અલંકારી સમજીને નથી ચાલતાં; અલંકારો ને છોડી દે છે. શક્તિઓનાં વગર મુક્તિ ની ઈચ્છા રાખો છો તો કેવી રીતે પૂર્ણ થશે? એટલા માટે આ ત્રણેય શબ્દ સદા સ્મૃતિ માં રાખીને પછી દરેક કાર્ય કરો. આ અલંકારો ને ધારણ કરવાથી સદા પોતાને વૈષ્ણવ સમજશો. ભવિષ્યમાં તો વિષ્ણુવંશી બનશો, પરંતુ હમણાં વૈષ્ણવ બનશો ત્યારે પછી વિષ્ણુનાં રાજ્યમાં વિષ્ણુવંશી બનશો. તો વૈષ્ણવ અર્થાત્ કોઈ પણ મલેચ્છ (અપવિત્ર) વસ્તુને સ્પર્શ નહીં કરવા વાળા. આજકાલ નાં વૈષ્ણવ તો સ્થૂળ તામસી વસ્તુઓથી વૈષ્ણવ છે. પરંતુ તમે જે શ્રેષ્ઠ આત્માઓ છો એ સદૈવ વૈષ્ણવ અર્થાત્ તમોગુણી સંકલ્પ કે તમોગુણી સંસ્કારો ને પણ સ્પર્શ ન કરી શકો. જો કોઈ સંકલ્પ કે સંસ્કારો ને સ્પર્શ કર્યો અર્થાત્ ધારણ કર્યો તો સાચાં વૈષ્ણવ થયાં? અને જે સાચાં વૈષ્ણવ નથી બનતાં, એ વિષ્ણુનાં રાજ્યમાં વિશ્વનાં માલિક નથી બની શકતાં. તો સ્વયં પોતાને જુઓ - ક્યાં સુધી સદાકાળ નાં વૈષ્ણવ બન્યાં છીએ? વૈષ્ણવ કુળનાં જે હોય છે એ કોઈ પણ મલેચ્છ ને ક્યારેય પોતાને સ્પર્શ પણ નહીં કરવા દે, મલેચ્છ થી કિનારો કરી લે છે. એ થઈ સ્થૂળ ની વાત. પરંતુ જે સાચાં વૈષ્ણવ બને છે એ કોઈ પણ જૂની વાતો, જૂની દુનિયા કે જૂની દુનિયાનાં કોઈ પણ વ્યક્તિ કે વૈભવ ને પોતાની બુદ્ધિને સ્પર્શ નહીં કરવા દે, કિનારે રહેશે. તો આવાં વૈષ્ણવ બનો. જેમ તેઓને જો કોઈ કારણે-અકારણે કોઈ સ્પર્શ પણ કરી દે છે તો સ્નાન કરી લે છે ને. પોતાને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રમાણે જો પોતાની કમજોરી ને કારણે કોઈ પણ જૂનો તમોગુણી સંસ્કાર અથવા સંકલ્પ પણ સ્પર્શ કરી લે છે તો વિશેષ રુપ થી જ્ઞાન-સ્નાન કરવું જોઈએ અર્થાત્ બુદ્ધિ માં વિશેષ રુપ થી બાપ ની યાદ અથવા બાપ સાથે રુહ-રિહાન કરવી જોઈએ. તો એનાથી શું થશે? એ તમોગુણી સંસ્કાર ક્યારેય પણ સ્પર્શ નહીં કરે, શુદ્ધ બની જશો. પોતાને શુદ્ધ બનાવવાથી સદા શુદ્ધ સ્વરુપ નાં સંસ્કાર બની જશે. તો એવું કરો છો. કહો છો ને? ખબર નહીં, આ કેવી રીતે થઈ ગયું? કમજોરી તો પોતાની છે ને. એટલી શક્તિ હોવી જોઈએ જે કોઈ પણ સ્પર્શ ન કરી શકે. જો કોઇ શક્તિશાળી હોય છે તો એમની સામે કમજોર એક શબ્દ પણ બોલી નથી શકતો, સામે આવી નથી શકતો. અજ્ઞાન માં રોબ (રુવાબ) ની આગળ કોઈ નથી આવી શકતું. અહીંયા પછી છે રુહાબ (આત્મબળ). રોબ ને રુહાનિયત (આત્મીયતા) માં પરિવર્તન કરો તો પછી કોઈ પણ તાકાત નથી જે સ્પર્શ કરી શકે. જેમ ભવિષ્યમાં તમારા બધાની આગળ પ્રકૃતિ દાસી બની જશે. આ જ સંપૂર્ણ સ્ટેજ છે ને. જ્યારે પ્રકૃતિ દાસી બની શકે છે તો શું જૂનાં સંસ્કારો ને દાસી નથી બનાવી શકતાં? જેમ દાસી કે દાસ સદા ‘જી-હજૂર’ કરતાં રહે છે, એમ આ કમજોરીઓ પણ ‘જી-હજૂર’ કરીને ઉભી રહેશે, સ્પર્શ નહીં કરે. આવી સ્થિતિ સદાકાળ માટે બનાવી રહ્યાં છો? હમણાં ક્યાં સુધી પહોંચ્યાં છો? આજકાલ ની વાત આવીને રહી છે કે હમણાં-હમણાં ની વાત છે કે વર્ષોની વાત છે? હમણાં છે આજ અને કાલની. આજ-કાલ અને હમણાં સમય માં તો ઘણો ફર્ક થયો.
શિક્ષક ની કમાલ એ છે જે બધાને શિક્ષક બનાવે. તમે શિક્ષક નથી? સ્વયં પોતાનાં તમે શિક્ષક બન્યાં છો, તો પરિણામ ને નથી જાણતાં? આ જ બાપ સમાન બનાવવાનું કર્તવ્ય કરવાનું છે. શિક્ષક જો શિક્ષક ન બનાવે તો શિક્ષક જ શેનાં? જો સ્વયં પોતાનાં શિક્ષક બનીને નહીં ચાલો તો સંપૂર્ણ સ્ટેજ ને પ્રાપ્ત નહીં કરી શકો. જે પોતાનાં શિક્ષક નથી બનતાં એ જ કમજોર હોય છે. સદૈવ એ જુઓ કે જે અમારા લોકોની મહિમા ગવાય છે, એવી મહિમા યોગ્ય બન્યાં છીએ? એક-એક વાતને પોતાના માં જુઓ. મર્યાદા પુરુષોત્તમ છો? “સંપૂર્ણ નિર્વિકારી, સંપન્ન, સંપૂર્ણ અહિંસક…” આ પૂરી મહિમા પ્રેક્ટિકલ (વ્યવહાર) માં છે? જો કોઈની પણ કમી હોય તો એને ભરવાથી મહિમા યોગ્ય બની જશો. તો આવાં સદા અને સાચાં વૈષ્ણવ બનવા વાળા લક્કીએસ્ટ (પરમ ભાગ્યશાળી) અને હાઇએસ્ટ (ઉચ્ચત્તમ) બાળકોને નમસ્તે.