Search for a command to run...
20 May 1972
સાર-સ્વરુપ બનવાથી સંકલ્પ અને સમયની બચત
20 May 1972 · ગુજરાતી
માસ્ટર બીજરુપ ની સ્થિતિ માં સ્થિત રહેવાનો અભ્યાસ કરતાં-કરતાં સહજ આ સ્મૃતિ માં સ્વયં પોતાને સ્થિત કરી શકો છો? જેમ વિસ્તાર અને વાણી માં સહજ જ આવી જાઓ છો, એમ જ વાણી થી પરે વિસ્તાર ને બદલે સાર માં સ્થિત થઈ શકો છો? હદ નાં જાદુગર વિસ્તાર ને સમાવવાની શક્તિ દેખાડે છે. તો તમે બેહદ નાં જાદુગર વિસ્તાર ને નથી સમાવી શકતાં? કોઈ પણ આત્મા સામે આવે; સાપ્તાહિક કોર્સ એક સેકન્ડ માં કોઈને કરાવી શકો છો? અર્થાત્ સાપ્તાહિક કોર્સ થી જે પણ આત્માઓમાં આત્મિક-શક્તિ અથવા સંબંધ ની શક્તિ ભરવાં ઇચ્છો છો એ એક સેકન્ડ માં કોઈ પણ આત્મા માં ભરી શકો છો કે આ અંતિમ સ્ટેજ (અવસ્થા) છે? જેમ કોઇ પણ વ્યક્તિ દર્પણ ની સામે ઉભાં રહેવાથી જ એક સેકન્ડ માં પોતાનો સાક્ષાત્કાર કરી લે છે, એમ તમારી આત્મિક-સ્થિતિ, શક્તિ-રુપી દર્પણ ની આગળ કોઈ પણ આત્મા આવે તો શું એક સેકન્ડ માં પોતાનાં સ્વરુપનાં દર્શન અથવા સાક્ષાત્કાર નથી કરી શકતાં? એ સ્ટેજ બાપ સમાન લાઇટ-હાઉસ (પ્રકાશ-સ્ત્રોત) અને માઇટ-હાઉસ (શક્તિ-સ્ત્રોત) બનવાની સમીપ અનુભવ કરો છો કે હમણાં એ સ્ટેજ ખુબ દૂર છે? જ્યારે સંભવ સમજો છો તો પછી હમણાં સુધી ન થવાનું કારણ શું છે? જે સંભવ છે, પણ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં હમણાં નથી તો જરુર કોઈ કારણ હશે? ઢીલાપણું પણ કેમ છે? આવી સ્થિતિ બનાવવા માટે મુખ્ય કયાં અટેન્શન (સાવચેતી) ની કમી છે? જ્યારે વિજ્ઞાને પણ અનેક કાર્ય એક સેકન્ડ માં સિદ્ધ કરીને દેખાડયાં છે, ફક્ત સ્વિચ ઓન (ચાલુ) અને ઓફ (બંધ) કરવાની વાર હોય છે. તો અહીંયા એ સ્થિતિ કેમ નથી બની શકતી? મુખ્ય કયું કારણ છે? દર્પણ તો છો. દર્પણ ની સામે સાક્ષાત્કાર થવામાં કેટલો સમય લાગે છે? હમણાં તમે પોતે જ વિસ્તાર માં વધારે જાઓ છો. જે સ્વયં જ વિસ્તાર માં જવા વાળા છે એ બીજા કોઈને સાર રુપ માં કેવી રીતે સ્થિત કરી શકે? કોઈ પણ વાત જુઓ છો કે સાંભળો છો તો બુદ્ધિને લાંબાસમય ની આદત હોવાનાં કારણે વિસ્તાર માં જવાની કોશિશ કરો છો. જે પણ જોયું કે સાંભળ્યું એનાં સારને જાણી ને અને સેકન્ડમાં સમાવી દેવાનો કે પરિવર્તન કરવાનો અભ્યાસ ઓછો છે. “કેમ, શું” નાં વિસ્તાર માં ન ઈચ્છવાં છતાં પણ જતાં રહો છો. એટલા માટે જેમ બીજ માં શક્તિ વધારે હોય છે, વૃક્ષ માં ઓછી હોય છે, વૃક્ષ અર્થાત્ વિસ્તાર. કોઈ પણ વસ્તુનો વિસ્તાર થશે તો શક્તિ નો પણ વિસ્તાર થઈ જાય છે. જેમ સેક્રીન અને સામાન્ય મીઠાશ માં અંતર હોય છે ને. એ વધારે પ્રમાણ માં વાપરવી પડશે. સેક્રીન થોડાક પ્રમાણ માં વધારે મીઠાશ આપશે. એવી જ રીતે કોઇ પણ વાત નાં વિસ્તાર માં જવાથી સમય અને સંકલ્પ ની શક્તિ બંને જ વ્યર્થ જતી રહે છે. વ્યર્થ જવાનાં કારણે એ શક્તિ નથી રહેતી. એટલા માટે એવી શ્રેષ્ઠ સ્થિતિ બનાવવા માટે સદા આ અભ્યાસ કરો. કોઈ પણ વાતનાં વિસ્તાર ને સમાવીને સાર માં સ્થિત રહી શકો છો. આવો અભ્યાસ કરતાં-કરતાં સ્વયં સાર-રુપ બનવાનાં કારણે બીજી આત્માઓને પણ એક સેકન્ડ માં આખાં જ્ઞાનનો સાર અનુભવ કરાવી શકશો. અનુભવી-મૂર્ત જ બીજાને અનુભવ કરાવી શકે છે. આ વાત નાં સ્વયં જ અનુભવી ઓછા છો, આ કારણે બીજી આત્માઓને અનુભવ નથી કરાવી શકતાં. જેવી રીતે કોઈ પણ પાવરફુલ (શક્તિશાળી) વસ્તુ માં કે પાવરફુલ સાધનો માં કોઈ પણ વસ્તુ ને પરિવર્તન કરવાની શક્તિ હોય છે. જેમ અગ્નિ ખુબ જ તેજ અર્થાત્ પાવરફુલ હશે, તો એમાં કોઈ પણ વસ્તુ નાખશું તો સ્વતઃ જ રુપ પરિવર્તન થઇ જશે. જો અગ્નિ પાવરફુલ નથી તો કોઈ પણ વસ્તુ નાં રુપ ને પરિવર્તન નહીં કરી શકે. એવી જ રીતે સદૈવ પોતાની પાવરફુલ સ્ટેજ પર સ્થિત રહો તો કોઈ પણ વાતો, જે વ્યક્ત ભાવ કે વ્યક્ત દુનિયાની વસ્તુઓ છે અથવા વ્યક્ત ભાવમાં રહેવા વાળા વ્યક્તિ છે, તમારી સામે આવશે તો તમારી પાવરફુલ સ્ટેજ નાં કારણે એમની સ્થિતિ કે રુપરેખા પરિવર્તન થઇ જશે. વ્યક્ત ભાવ વાળા નો વ્યક્ત ભાવ બદલાઈ ને આત્મિક-સ્થિતિ બની જશે. વ્યર્થ વાત પરિવર્તન થઈ સમર્થ રુપ ધારણ કરી લેશે. વિકલ્પ શબ્દ શુદ્ધ સંકલ્પ નું રુપ ધારણ કરી લેશે. પરંતુ આવું પરિવર્તન ત્યારે થશે જ્યારે એવી પાવરફુલ સ્ટેજ પર સ્થિત હશો. કોઈ પણ લૌકિકતા અલૌકિકતા માં પરિવર્તિત થઇ જશે. સાધારણ અસાધારણ નાં રુપ માં પરિવર્તિત થઇ જશે. પછી આવી સ્થિતિ માં સ્થિત રહેવા વાળા કોઈ પણ વ્યક્તિ કે વૈભવ કે વાયુમંડળ, વાયબ્રેશન (કંપન), વૃત્તિ, દૃષ્ટિનાં વશ માં ન થઇ શકે. તો હવે સમજ્યાં શું કારણ છે? એક તો સમાવવાની શક્તિ ઓછી અને બીજી પરિવર્તન કરવાની શક્તિ ઓછી છે. અર્થાત્ લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ - બંને સ્થિતિ માં સદાકાળ માટે સ્થિત નથી રહેતાં. કોઈ પણ કર્મ કરવાનાં પહેલાં, જે બાપદાદા દ્વારા વિશેષ શક્તિઓની સોગાત મળી છે, એને કામ માં નથી લાવતાં. ફક્ત જોઈને-સાંભળીને ખુશ થાઓ છો પરંતુ સમય પર કામ માં ન લાવવાનાં કારણે કમી રહી જાય છે. દરેક કર્મ કરતાં પહેલાં માસ્ટર ત્રિકાળદર્શી બનીને કર્મ નથી કરતાં. જો માસ્ટર ત્રિકાળદર્શી બની દરેક કર્મ, દરેક સંકલ્પ કરો કે વચન બોલો, તો બતાવો ક્યારેય પણ કોઈ કર્મ વ્યર્થ કે અનર્થવાળું થઇ શકે છે? કર્મ કરવાનાં સમયે કર્મનાં વશ થઇ જાઓ છો. ત્રિકાળદર્શી અર્થાત્ સાક્ષીપણા ની સ્થિતિ માં સ્થિત થઈને આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ નથી કરતાં, એટલા માટે વશીભૂત થઈ જાઓ છો. વશીભૂત થવું અર્થાત્ ભૂતો નું આવાહન કરવું. કર્મ કર્યા પછી પશ્ચાતાપ થાય છે. પણ એનાથી શું થશે? કર્મ ની ગતિ કે કર્મ નું ફળ તો બની ગયું ને. તો કર્મ અને કર્મ નાં ફળ નાં બંધન માં ફસાવાનાં કારણે કર્મ થી બંધાયેલી આત્મા પોતાની ઊંચી સ્ટેજ ને પ્રાપ્ત નથી કરી શકતી. તો સદૈવ ચેક (તપાસ) કરો કે આવ્યાં છીએ કર્મ-બંધનો થી મુક્ત થવા માટે પણ મુક્ત થતાં-થતાં કર્મબંધન-યુક્ત તો નથી થઈ જતાં? જ્ઞાન-સ્વરુપ થયાં પછી કે માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિમાન થયાં પછી જો કોઈ એવું કર્મ જે યુક્તિ-યુક્ત નથી એ કરી લો છો, તો એ કર્મ નું બંધન અજ્ઞાનકાળ નાં કર્મબંધન થી પદમ-ગુણા વધારે છે. આ કારણે બંધન-યુક્ત આત્મા સ્વતંત્ર ન હોવાનાં કારણે જે ઇચ્છે એ નથી કરી શકતી. અનુભવ કરો છો કે આ ન થવું જોઈએ, આ થવું જોઈએ, આ નષ્ટ થઈ જાય, ખુશીનો અનુભવ થઈ જાય, હળવાશ આવી જાય, સંતુષ્ટતા નો અનુભવ થઈ જાય, સેવા સફળ થઈ જાય કે દૈવી પરિવાર નાં સમીપ અને સ્નેહી બની જઈએ. પરંતુ કરેલાં કર્મો નાં બંધન ને કારણે ઇચ્છવાં છતાં પણ એ અનુભવ નથી કરી શકતાં. આ કારણે સ્વયં પોતાને કે પોતાનાં પુરુષાર્થ થી અનેક આત્માઓ ને સંતુષ્ટ નથી કરી શકતાં અને નથી રહી શકતાં. એટલા માટે આ કર્મો ની ગુહય ગતિ ને જાણીને અર્થાત્ ત્રિકાળદર્શી બનીને દરેક કર્મ કરો, ત્યારે જ કર્માતીત બની શકશો. નાની ભૂલો સંકલ્પ રુપ માં પણ થઈ જાય છે, એનો હિસાબ-કિતાબ ખુબ કડક બની જાય છે. નાની ભૂલ હવે મોટી સમજવાની છે. જેમ અતિ સ્વચ્છ વસ્તુની અંદર નાનો ડાઘ પણ મોટો દેખાય છે. એમ જ વર્તમાન સમયે અતિ સ્વચ્છ, સંપૂર્ણ સ્થિતિ ની સમીપ આવી રહ્યાં છો. એટલા માટે નાની ભૂલ પણ હવે મોટા રુપ માં ગણવામાં આવશે. એટલા માટે આમાં પણ અજાણ્યાં નથી રહેવાનું કે આ નાની-નાની ભૂલો છે, આ તો થશે જ. ના. હવે સમય બદલાઈ ગયો. સમય ની સાથે-સાથે પુરુષાર્થ ની ગતિ પણ બદલાઇ ગઇ. વર્તમાન સમય નાં પ્રમાણે નાની ભૂલ પણ મોટી કમજોરી નાં રુપ માં ગણવામાં આવે છે. એટલા માટે કદમ-કદમ પર સાવધાન! એક નાની એવી ભૂલ લાંબા સમય માટે પોતાની પ્રાપ્તિ થી વંચિત કરી દે છે. એટલા માટે નોલેજફુલ અર્થાત્ લાઈટ-હાઉસ, માઇટ-હાઉસ બનો. અનેક આત્માઓને રસ્તો બતાવવા વાળા પોતે જ રસ્તા પર ચાલતા-ચાલતા થોભી જાય તો બીજાને રસ્તો દેખાડવાનાં નિમિત્ત કેવી રીતે બનશે? એટલા માટે સદા વિઘ્ન-વિનાશક બનો. અચ્છા!
આવાં સદા ત્રિકાળદર્શી, કર્મયોગી બનીને ચાલવા વાળાઓને નમસ્તે.
\\
જ્ઞાન-સ્વરુપ થયાં પછી કે માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિમાન થયાં પછી જો કોઈ એવું કર્મ જે યુક્તિ-યુક્ત નથી એ કરી લો છો, તો એ કર્મ નું બંધન અજ્ઞાનકાળ નાં કર્મબંધન થી પદમ-ગુણા વધારે છે. આ કારણે બંધન-યુક્ત આત્મા સ્વતંત્ર ન હોવાનાં કારણે જે ઇચ્છે એ નથી કરી શકતી.